GN_17-12-21
[12/15, 12:37 PM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: N o g : s s 0082
વિષય : સાસરિયું પિયરીયું શીર્ષક : સાસરિયાના સાત સાત
સુર,
પ્રકાર: પદ્ય ,
ઓઢી હું નવતર પાનેતર તનડે,
પગરવ પૂર્યા રૂડા સાસરિયામાં,
લજજાનાં ભાવ ઓઢી ઉંબરે,
સજાવ્યા મે માવતરના ભાવ,
રૂડા સપનાના વાવેતર રોપીને,
આંગણે દીપ જલાવ્યા પ્રેમે,
કોડીલી કન્યા બનીને રૂડી હું,
ભરથાર સંગ ચાલી નવ માર્ગે,
રૂડા પિયરીયાની વાતોનાં ભાથે,
તન મનનાં શ્રૃંગાર બિછાવ્યા રૂડા,
નવોઢા રૂપી અસ્ખલિત લજજા
છૂપાવી હું ઉભી નવ આંગણમાં,
પાનેતર ઓઢી હું સાસરિયે ઉભી
ચંદનકેરા પગરવ એકએક મૂક્યા,
સીતામાં સદૃશ્ય ભાવ ભરી હું
માવતરના લોચન ભેળાં કર્યાં,
માત પિતા નો ભાવ સજી હું
મનથી નવ ગૃહે મે તમ જોયા,
સાત સુરોના ભાવને સમજી
એકાકાર ભાવ સમદ્રષ્ટિ નીરખ્યા
ડો અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
[12/15, 1:48 PM] Rupal Shah.MeM.NOG: NOG SSNO 0067
વિષય : સાસરિયું પિયરિયું
શીર્ષકઃ દીકરીનું ઘર ….
સાસરિયું તારું સાચું ઘર,પિયરમાં છે મહેમાન, એમ કહીને માતા-પિતાએ,વળાવી દીકરીને આજ.
સાસરિયામાં જઈ પોંખાઈ, ગણાઈ પારકી જણ, જીતવા સહુનાં દિલડા, કરતી એ મથામણ.
ખોવાયું અસ્તિત્વ એનું, સપનાં તિતરબિતર,
છે હોંઠો પર મુસ્કાનને ,આંસુ આંખો ભીતર.
બની મા એ દીકરીની, ને લીધું પ્રણ આજ ,
તું છે મારી લાડલી, હું સદા નિભાવીશ સાથ.
ભલે સાસરિયું છે તારું ઘર, પણ પિયરમાં નથી મહેમાન ,ખુલ્લા રાખીશ મારા દ્વાર દીકરી તારે કાજ..
રૂપલ શાહ
ગાંધીનગર
15/12/21
[12/15, 3:05 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N. O. G. S. S. No 0102.
વિષય :-. *સાસરિયું પિયરયું.*
પ્રકાર. :- ગદ્ય.
શીર્ષક. :- *સાસરિયું . પિયરયું.*
માતા-પિતા અને કુટુંબની છત્રછાયામાં દીકરી જ્યારે શિક્ષણ અને સંસ્કાર લઈને પરણવાલાયક થાય છે, ત્યારે યોગ્ય મુરતિયાની સાથે તેના લગ્ન કરાવી અને તેને સાસરે વિદાય આપવામાં આવે છે.
ઘરની લાડકી દીકરી લગ્ન સમયે પોતાના બે હાથની છાપ ઘર ઉપર મૂકી અને સાસરે વિદાય થાય છે.
સાસરિયામાં બધું જ નવું હોય છે .કુટુંબીજનો અને અન્ય સગા-સંબંધીઓ સાથે પોતાનું નવું નવું જીવન શરુ કરે છે.
પતિ અને કુટુંબના સાથ-સહકારથી જીવન આનંદમય રીતે અને સપ્તપદીના સાત પગલાંઓમાં લેવાયેલી પ્રતિજ્ઞાઓને યાદ રાખીને પોતાનું જીવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ને ધ્યાનમાં રાખી અને દીકરી પોતાનું નવું જીવન શરુ કરે છે.
પતિ અને તેના પરિવારને ખુશ રાખવા માટે સતત મહેનત કરી હસતું મોઢું રાખે અને તમામની સાથે સારી રીતે વ્યવહાર કરી અને પોતાનું જીવન શરૂ કરે છે.
સાસરામાં પણ તેને માન-સન્માન મળે. તેનામાં રહેલી આગવી વિશેષતાને કારણે તે સૌની પ્રિય બની જાય છે ,અને આમ સાસરિયામાં પોતાનું જીવન આનંદપૂર્વક દીકરી વિતાવે તે જોઈ અને મા-બાપ પણ આનંદી ઊઠે છે.
સાસરિયામાં દીકરી પોતાના સારા વ્યવહાર અને વર્તન દ્વારા પિયરિયાંને પણ તેમાં સમ્માન અપાવે છે. બંને કુટુંબો વચ્ચે ખૂબ સુંદર ગાંઠ અને સંબંધ બંધાઈ રહે છે.
રતીલાલ વાયડા.
૧૫/૧૨/૨૦૨૧.બુધવાર.
નવી મુંબઈ.
.
[12/15, 4:01 PM] Hemlatta Divecha: NOG SS NO 0037
વિષય – સાસરિયું, પિયરિયું….
પ્રકાર – પદ્ય.
શીર્ષક – સૌથી સવાયું મારું પિયરીયું.
મારું સાસરિયું સવાલાખનું,
મારા પિયરિયાંના મૂલ નવ થાય,
સૌથી સવાયું મારું પિયરિયું રે….
જન્મથી જીવનના થયાં શ્રી ગણેશ,
માતપિતાના પ્રેમની પૂતળી રે,
વિધિના વિધાને ચાલી સાસરે….
દીકરીના થાય બે જન્મ,
પિયરિયામાં પિતાની રાજકુંવરી,
સાસરિયામાં રાજાની રાણી રે….
હેમથી હેતાળ મારું પિયરીયું રે,
સ્નેહની સરવાણી મારું સાસરિયું રે,
જીવનની સાચી મુડી મારા બંને પરિવાર રે…..
પરમ પિતાના સ્નેહનું ઝરણું રે,
એકજ માળાના મણકાં અમે સૌ,
બે કુળ દીપાવે એ દીકરી રે……
પિયારિયું મારું પ્રભુનો પ્રસાદ રે,
તોયે સાસરિયે જવાના અભરખા,
સમજણ, સ્નેહથી બે પરિવાર દીપાવે રે..
જવાબદારી સાથે જન્મે એ દીકરી,
જવાબદારી સ- હર્ષ સ્વીકારે એ વહુ,
સ્વને નહીં, સર્વને સવારે એ સ્ત્રી.
પ્રથમ ચૂંદડી મારા સાસરિયાની રે,
મહિયરની અંતિમ ઓઢવાની આશ રે,
પિયરીયુ,સાસરિયું મારા શ્વાસ છે રે….
મારી પુત્રવધૂ ને સમર્પિત.
હેમલતા દિવેચા ( હેમ )