0_GN_18-12-21
[12/16, 10:25 PM] Shraddha Bhatt.Vapi: Nog SS NO. 055
વિષય – સાસરિયું પિયરિયું
પ્રકાર : ગદ્ય
શીર્ષક : “મારું સન્માન”
” મારા પિયરમાં કોઈ વાતની ખોટ નહી …..” કે પછી ” મારા સસરાને જેવું તેવું તો ચાલે જ નહી…” આવા અસંખ્ય અર્ધ સત્ય એટલે નારીની જીવનયાત્રા….
સાસરીમાં પિયરનું સારું જ લાગવું જોઈએ અને પિયરમાં સાસરીની નરસી વાતો કંઈ કેટલીયે નારી પાલવમાં ઢાંકી આબરૂ બચાવતી હોય છે ….
શું સાસરિયું કે શું પિયરિયું? મારી દ્રષ્ટિએ તો જે જગ્યાએ દીકરીનું માન સન્માન જળવાય એ પિયર શ્રેષ્ઠ અને પુત્રવધૂને પુત્રથીએ વધુ માને તે જ સાસરિયું શ્રેષ્ઠ.
આધુનિક યુગમાં પિયરથી દીકરી સુખી હોય તો સાસરીમાં સ્વતંત્ર હોય. જ્યાં નારીનો માન મરતબો જળવાય તે શ્રેષ્ઠ.. બાકી છે તો નારીના જ ઘર… સ્વર્ગથી સુંદર પિયર તો દુનિયાનો છેડો.. પોતાનું ઘર , પોતાનું સાસરું……..
સમજણ આપણી, દૃષ્ટિકોણ આપણો…… 🙏
શ્રદ્ધા ભટ્ટ
વાપી
16 /12/2021
[12/17, 10:56 AM] Mina Mangroliya.MeM.NOG: NOG. SSNO:0032
વિષય: સાસરિયું પિયરિયું
શીર્ષક: *પિયરની ડેલી*
યાદ આવે છે આજ એ પિયરની ડેલી,
મધમધતી હતી હંમેશા એ પિયરની ડેલી.
મા,બાપુ હતા ત્યારે બોલતી હતી એ ડેલી,
ભાઈ હતા ત્યારે આવકારતી હતી એ ડેલી.
સૂની પડી આજ પિયરની મઘમઘતી ડેલી,
નથી વિસરાતી મા,બાપુ અને ભાઈની ડેલી.
મોઘમ છે એ યાદો તણી યાદોની સરવાણી,
સૂની પડી આજ મારી એ પિયરની ડેલી.
પ્રેમ મને ખૂબ જ આપીને વિસારી દીધા છે ભાઈ ભાભીઓ એ માબાપને,
છતાંય આજ યાદ આવે છે વહાલનું ગળપણ.
સૂનાં પડ્યા છે એ પિયરનાં ઘર આંગણ,
આજ યાદ આવે છે એ મઘમઘતી પિયરની ડેલી.
દિલને એક આશ છે સુખરુપ રહે પિયરની ડેલી,
મઘમઘતી રહે હંમેશા મારા પિયરની ડેલી.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
17/12/2021
[12/17, 1:31 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS NO. 0081
વિષય : પિયરિયું સાસરિયું
શીર્ષક : સાસરિયું સ્વર્ગ!
હાલમાં થયેલ હેલિકોપ્ટર અકસ્માતમાં જાન ગુમાવેલ એ હતભાગી ૧૪ જણાને કેવી અનુભૂતિ થઈ હશે ! પળપળ
તેમણે મોતને નજીક આવતાં જોયું હશે ત્યારે…સ્વજનો , માતૃભૂમિથી જુદાં પડવાનું દુઃખ ,એક સાસરે જતી કન્યાને
થતું હોય એવું જ હશે !એમને સ્વર્ગ પણ અકારું લાગ્યું હશે માતૃભૂમિ છોડતાં…
મારું પિયર છૂટી ચાલ્યું રે ,મને બહુ સાંભરશે રે!
રહી ગયાં ભેરુ સખા સૌ,મને સૌ સાંભરશે રે !
દીધાં’ તા કોલ માભોમને,મને એ કેમ વીસરે રે !
કરવાં’ તા કાજ કંઈ અનેક , મને કેમ વીસરે રે!
સાસરિયે છે લીલા લહેર ,પિયર કેમ વીસરે રે!
છૂટ્યાં સખા,સ્વજન,પ્રિયજન,પિયર કેમ વીસરે રે !
કરવાં રિપુને સીધાં દોર,અમને નિત સાંભરશે રે!
ભુલાવી દઉં એમની ખો,એ બહુ સાંભરશે રે !
અધૂરાં અમ ઓરતાં ,આમ કેમ વીસરે રે !
દેશની શાન સોંપી આપને,આમ કેમ વીસરે રે !
દેશને કાજ થયો જનમ, એ બહુ સાંભરે રે!
મોત એની હવામાં,રાખ થઈ ઊડ્યું એ નવ વીસરે રે!
દેશ રહે અખંડ, સહીસલામત,એ જ પ્રાર્થીએ રે!
સાસરિયેથી જોતાં રહેશું ,એ જ હવે કરશું રે !
ભારત રહેશે શિરમોર એ જ અમારી દુઆ રે!
અમ આતમ દેશની સંગ,સદા જલતો રહેશે રે !
#માયા દેસાઈ
મુંબઈ ભારત.
[12/17, 3:28 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- મારું પિયરીયુ
પિતાની શીળી છાંય સમું મારું પિયરીયુ,
માની મમતાથી મહેંકતુ મારું પિયરીયુ.
ભાઇ-બહેનની હૂંફ થી હુંફાળુ મારું પિયરીયુ,
બા-દાદાના વડીલપણાથી વખણાતું મારું પિયરીયુ.
કાકા ને ફોઇથી શોભાતું મારું પિયરીયુ,
મામા ને માસી આવે ત્યારે મલકાતું મારું પિયરીયુ.
મારી દરેક ઈચ્છા પુરી કરતું મારું પિયરીયુ,
મને હથેળીની છાંયામાં રાખતુ મારું પિયરીયુ.
મને ‘રાજકુમારી’ ગણતું મારું પિયરીયુ,
ખાટલેથી પાટલે બેસાડતું મારું પિયરીયુ.
ઉડવાને પાંખો આપતું મારું પિયરીયુ,
દુનિયાદારીની પાઠશાળા સમુ બનતુ મારું પિયરીયુ.
મારા ગુણને વિકસાવતુ મારુ પિયરીયુ,
કુશળતાઓથી પરિચિત કરાવતું મારું પિયરીયુ.
દુનિયાનું સહુંથી સુરક્ષિત સ્થાન મારું પિયરીયુ,
મળે જયાં લાડ-કોડને વિશ્રામ એ મારું પિયરીયુ.
જયાં દિવાલો પણ કરતી મુજ સંગ વાત એ મારું પિયરીયુ,
જયાં વહાલથી ભર્યા છે દિન-રાત,એ મારું પિયરીયુ.
અલકા મહેતા
ગાંધીનગર
16/12/21.