NG-342 -2-10-24 pdf Ng-343-3-10-24 pdf-1 Ng-344-4-10-24 pdf-2 NG-347 7-10-24 pdf NG-348-8-10-24- pdfwp-content/uploads/2024/10/NG-345-5-10-24-pdf.pdf” title=”NG-345-=5-10-24 pdf”] NG-346 -6-10-24 pdf
Vadodara Gangrape : 1000 ઘર અને 1100 CCTV તપાસી પોલીસે સગીરા પર સામુહિક દુષ્કર્મ કરનાર 3 સહિત 5 આરોપીઓની કરી ધરપકડ
Last Update : 07 Oct 2024
Share With:
Vadodara Gangrape : 1000 ઘર અને 1100 CCTV તપાસી પોલીસે સગીરા પર સામુહિક દુષ્કર્મ કરનાર 3 સહિત 5 આરોપીઓની કરી ધરપકડ
Vadodara Gangrape : નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે :
મુન્ના અબ્બાસ વણઝારા, ઉંમર-27, રહે-તાંદલજા, મૂળ ઉતરપ્રદેશ
મમતાઝ અલ્તાફ ઉર્ફે સુબેદાર વણઝારા, ઉંમર-36, રહે-તાંદલજા, મૂળ ઉતરપ્રદેશ
શાહરુખ કિસ્મત અલી વણઝારા, ઉંમર-26, રહે-તાંદલજા, મૂળ ઉતરપ્રદેશ
દુષ્કર્મ આચરનાર આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના અને 10 વર્ષથી તાંદલજા ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે.
200 પોલીસે 45 કિ.મીના 1100 સીસીટીવી ચેક કર્યા
ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા માટે પોલીસે ભારે મહેનત કરી હતી. આરોપીને શોધવા માટે 200થી વધુ પોલીસકર્મીઓ શોધખોળ અભિયાનમાં જોડાયા છે. આ પોલીસ જવાનો તથા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી સુધીના 1100થી વધુ સીસીટીવી ચેક કરીને આ દુષ્કર્મ કેસના 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિમી વિસ્તારના 1 હજાર ઘરોમાં પોલીસે તલાશી લીધી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ દુષ્કર્મ કેસના આરોપીની મેડિકલ તપાસ
દુષ્કર્મ કેસના આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ વણઝારાની મેડિકલ તપાસ માટે પોલીસ તેમને વડોદરાની સયાજી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ તપાસ બાદ પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે. દુષ્કર્મ આચર્યા બાદ ક્યાં ફરાર થઈ ગયા, તેઓ એકબીજા સંપર્ક કેવી રીતે આવ્યા, આ ગુનામાં બીજું કોઈ સંડોવાયેલું છે કે કેમ, તે અંગેના તમામ પ્રશ્નોના જવાબ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.
સ્પેશ્યલ એસઆઇટીની કરાશે રચના – રેન્જ આઇજી સંદીપસિંઘ
4 તારીખે વડોદરામાં બનેલ ભાયલી ગેંગરેપની જઘન્ય ઘટનામાં વડોદરા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે. રેન્જ આઇજી સંદીપસિંઘે જણાવ્યું કે પકડાયેલા તમામ આરોપીઓની કસ્ટડી ગ્રામ્ય જિલ્લાને સોંપવામાં આવશે. જ્યારે આ કેસની તપાસ DySP કક્ષાના અધિકારી દ્વારા હાથ ધરવામાં આવશે. તદુપરાંત આ કેસને લઈને ખાસ SITની રચના કરી ત્વરિત કેસનું નિરાકરણ કરી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે તે દિશામાં ઝડપી કાર્યવાહી કરવા કરવામાં આવશે.
માતાએ ફોન કરતાં નરાધમોએ ઉપાડ્યો
ભાયલી પાસેની અવાવરું જગ્યા પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કરી ફરાર થઈ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઇલ પણ લૂંટ્યો હતો. આ મોબાઇલ રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું. પુત્રી મોડી રાત સુધી ઘેર નહીં આવતાં તેની માતા તેના મોબાઇલ પર સતત ફોન કરતી હતી. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડ્યો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઑફ થઈ ગયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે સમયે ત્યાંથી પસાર થયેલા આરોપીઓ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની સાથે સામુહિક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા. સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ ઘટનાના સ્થળે ગઈ હતી. અગાઉ પણ સગીરાએ તેના મિત્ર સાથે જુદા-જુદા સમયે કુલ 7 વખત ભાયલી વિસ્તારની મુલાકાત લીધી હતી. પરંતુ આ છેલ્લી મુલાકાત તેના માટે જીવનભરની પીડા લઈને આવી.