થરા ઠાકોર બોડિંગ ખાતે ઠાકોર સમાજના સમુહ લગ્ન યોજાશે.! આજદિન સુઘી માં ફૂલ- ૭૨ સમૂહ નોંધાયા. !
કાંકરેજ તાલુકાના વહેપારી મથક
થરા માં ઠાકોર બોડીંગ ખાતે સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન થઇ રહ્યું છે ક્ષત્રિય ઠાકોર સમાજ નો ૧૩ મો સમૂહલગ્ન થરા ખાતે યોજાશે. સંત શ્રી સદારામ બાપા ની અસીમ કૃપાથી શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતી દ્વારા સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે લગ્ન નોંધણી તા. ૧૬/૦૩/૨૦૨૩ થી સરું થઈ સે જેમાં આજદિન તા. ૨૬/૦૪/૨૩ સુઘી માં ૭૨ સમૂહ નોંધાયા છે તા.૦૨/૦૫/૨૩ સુઘી લગ્ન નોંધણી ચાલશે, સમૂહ લગ્ન વૈશાખ વદ ૧૧ સોમવાર તા.૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સમૂહલગ્ન યોજાશે. સમાજના દાતાશ્રીઓ દ્વારા પણ રૂપિયાની સરવાણી બોલી યથાશક્તિ દાન આપી રહ્યા છે કાંકરેજ ના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ભોજન ના દાતા પેટે. ૨,૫૧,૦૦૦ બે લાખ એકાવન હજાર આપ્યાં હતાં દરેક સમાજ માં સમૂહ લગ્ન થવાથી સમાજમાં ખોટા કુરિવાજો દૂર થાય છે, કાંકરેજ તાલુકાના દરેક ગામના સામાજીક આગેવાનો સરપંચશ્રીઓ રાજકીય આગેવાનો તેમજ સમાજના સરકારી કર્મચારીઓ અને યુવાનો ના સાથ સહકાર થકી સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન થયું છે.!
કનુજી ઠાકોર કાંકરેજ