યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડના તાર બાયડ સુધી પહોંચ્યાઃવૈભવી જીવન જીવવા ટેવાયેલા કેતન બારોટની કરાઈ ધરપકડ
અહેવાલ: જગદીશ પ્રજાપતિ, બાયડ
આજે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2295 પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાવવાની હતી પરંતુ પરીક્ષા યોજાય તે પહેલા વડોદરામાં એક વિદ્યાર્થી પાસે પેપર મળી આવતા સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવી છે
આ પેપર ફોડવામાં સંડોવાયેલા 17 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે ગુજરાતના પાંચ આરોપીઓ અને બીજા રાજ્યોના 10 આરોપીઓ સામે ગાળિયો કસાયો છે
ત્યારે જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક કાંડમાં આરોપીઓને લઈને મોટી માહિતી સામે આવી છે આરોપીઓમાં કેતન બારોટ, અનિકેત ભટ્ટ ભાસ્કર ચૌધરી, રિદ્ધિ ચૌધરી અને અન્ય એક આરોપીની સંડોવણી બહાર આવી છે
આ પેપર લીક કાંડમાં કુલ ચાર એજ્યુકેશન ગ્રુપ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે આરોપી કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીનું એક ગ્રુપ જે શિક્ષણ વ્યવસાય સંબંધી કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે.
બાયડનો આરોપી કેતન બારોટ વૈભવી કારનો શોખ ધરાવે છે. તેનું આખું કુટુંબ એજ્યુકેશન ટ્રસ્ટો સાથે જોડાયેલું છે. કેતન બારોટ અગાઉ પણ બોગસ એડમિશન કાંડમાં તિહાડ જેલમાં રહી ચુક્યો છે.
બાયડ ના આરોપી કેતન બારોટની કાળી કુંડળી ખુલી છે યુવાનોના ભવિષ્યને બગાડનાર કેતનનું જીવન વૈભવી છે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કેતન બારોટ નામનો આરોપી નામનો આરોપી પોતાનું નસીબ ચમકાવવા બોગસ એડમિશન મામલે દિલ્હીની તિહાડ જેલમાં રહી ચૂક્યો છે આરોપી દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખ ધંધો ચલાવે છે.
તે છેલ્લા નવ વર્ષથી એડમિશનના નામે વિદ્યાર્થીઓના જીવનને બગાડી રહ્યો છે દિલ્હીની તિહાડ જેલમાં પણ પેપર લીક કાંડમાં હવા ખાઈ ચૂકેલા કેતન બારોટ બાયડ અને અમદાવાદ ખાતે ઘણી સંપત્તિ ધરાવે છે
હાલ ગુજરાત એટીએસ તેની ટીમ પૂછપરછ કરી રહી છે
આરોપી કેતન બારોટના પરિવારની પણ એટીએસએ પુછપરછ હાથ ધરી
રવિવારે સાંજે બાયડ ખાતે આરોપી કેતન બારોટના પિતાની દોરડા ભંડારની દુકાન અને તેના ઘરની પણ પોલીસની ખાસ ટીમે તપાસ હાથ ધરી હતી
મોડી રાત્રે બે વાગ્યાથી એટીએસની ટીમે તપાસ હાથ ધરી હતી
જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં બિહાર ઓરિસ્સા અને ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે ગુજરાત બહારના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાયું હતું હૈદરાબાદના એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાની એટીએસની ટીમને પ્રાથમિક કડી મળી હતી પેપર લીક મુદ્દે ગુજરાત એટીએસની ટીમે મોડી રાતે 2:00 વાગે ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક અને શેખર નામનો શખ્સ તથા કેતન બારોટ સહિત ૧૬ શખ્સોની એટીએસએ ધરપકડ કરી છે
મળતી માહિતી મુજબ એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ અલગ રાજ્યોના છે જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરી ની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ બંને સ્ટેટ વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે
રદ થયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા મામલે ઉમેદવારોમાં ભારે રોષ
ગુજરાતમાં આજે રદ થયેલી જુનિયર ક્લાર્ક ની 1181 જગ્યા માટે નવલાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા 2295 સેન્ટરો પર ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા કે જઈ રહ્યા હતા ત્યારે તેમને પેપર ફૂટવાના સમાચાર મળતા ઉમેદવારોમાં સિસ્ટમ સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
*******************************”***
રાજ્યમાં યોજાનાર જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરનાર આરોપીઓની ATS એ ધરપકડ કરી છે. જે મુદ્દે ATSએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં 16 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ વડોદરામાં SOG અને ATSના સંયુક્ત ઓપરેશનથી 15 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવી છે. ATSને સૌથી પહેલા પ્રદિપ નાયકની બાતમી મળી હતી. કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી પર પણ વોચ ગોઠવવામાં આવી હતી. હૈદરાબાદનાં K L હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાતા હોય પ્રદીપ નાયક મોરારીની ગેંગનાં સંપર્કમાં આવ્યો હતો. 1 આરોપી વોન્ટેડ છે, તેની ધરપકડ માટે ટીમ ઓડિશામાં છે. મોટાભાગના આરોપી એજ્યુકેશન સંસ્થા સાથે જોડાયેલા છે. પેપર લીકના તમામ મુખ્ય આરોપી પોલીસ સંકજામાં છે.
પેપરલીક થતાં ગુજરાતના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. રાજ્યભરના અનેક શહેરોમાં વિદ્યાર્થીઓએ સરકારની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા તો. વિદ્યાર્થીઓએ ST બસના કાચ તોડ્યા. પેપરલીક થવાની ઘટના પછી ગુજરાતના દરેક સેન્ટર પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો એબીવીપી રસ્તા પર ઉતરી આવ્યું છે. એબીવીપીએ સરકારને અલ્ટીમેટમ આપી દીધું છે કે, તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરે, નહિ તો આંદોલન કરાશે. આવામાં આ કાંડમાં અત્યાર સુધી કુલ 16 આરોપીઓની ધરપકડ થઈ છે. ગુજરાતના 5 આરોપીઓ અને બીજાં રાજ્યોના 11 આરોપીઓ પર ગાળિયો કસાયો છે. ત્યારે આ તમામ આરોપીઓની નામ અને તેમની કુંડળી સામે આવી ગઈ છે. જેમાં મોટાભાગના બિહારના આરોપી છે. તો પશ્ચિમ બંગાળ, ઓરિસ્સાના પણ આરોપીઓ છે.
જુનિયર ક્લાર્કનું પેપર લીક કરવામાં રાજ્ય બહારની ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને પકડી પણ લેવાયા છે. કેટલાક આરોપીઓ તો શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે. જે પોતાનામાં ઘણા સવાલ ઉભા કરે છે. એટીએસનાં જાપ્તામાં રહેલા આરોપીઓએ 9 લાખથી વધુ યુવાનોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. એટીએસે પેપર લીક કરવામાં સામેલ 16 આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર પેપરલીક કાંડમાં ચાર જૂથ સક્રિય હોવાનું સામે આવ્યું છે. આરોપી કેતન અને ભાસ્કર નું એક ગ્રૂપ જે એજ્યુકેશન કન્સલ્ટન્ટનસી સાથે જોડાયેલા છે. ગુજરાતી આરોપીઓ તેમના ગ્રુપના છે. પ્રદીપ નાયકનું એક ઓડીસા વાળું ગ્રૂપ છે. બિહાર લાઇનમાં મોરારી પાસવાનનું એક ગ્રૂપ છે જેમાંના સાતથી આઠ લોકો પકડાયા છે. જીત નાયકનું અન્ય ગ્રૂપ જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે જોડાયેલુ છે. જીત નાયકની ધરપકડ સાથે 15ની ધરપકડ થઈ છે.
અત્યાર સુધી પકડાયેલ આરોપીના નામ
• પ્રદીપ કુમાર નાયક,ઓડીસા
• મુરારી કુમાર પાસવાન વેસ્ટ બંગાલ,
• કમલેશ કુમાર ચૌધરી,બિહાર
• મોહમદ ફિરોજ, બિહાર
• સવેશકુમાર સિંગ,બિહાર
• મિન્ટુ રાય, બિહાર
• મુકેશકુમાર,બિહાર
• પ્રભાતકુમાર ,બિહાર
• અનિકેત ભટ્ટ,બરોડા
• ભાસ્કર ચૌધરી,બરોડા
• કેતન બારોટ, અરવલ્લી
• રાજ બારોટ ,અરવલ્લી
• પ્રણય શર્મા,અમદાવાદ
• હાર્દિક શર્મા,સાબરકાંઠા
• નરેશ મોહંતી, સુરત
16 લોકોની ધરપકડ
જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે ગુજરાત એટીએસએ 406, 420 409 અને 120 બી હેઠળ ગુનો નોંધ્યો છે. ગુજરાતના છ લોકો સહિત 15 શખ્સોની ધરપકડ કરાઈ છે. કુલ 16 આરોપીઓની ધરપકડ કરી 15 અરોપીને સોલા સિવિલ મેડિકલ માટે લાવવવામાં આવ્યા છે.