NG_9-7-22
[7/7, 7:58 PM] Kalpanaben Trivedi.MeM.NOG: N.O.G.S.S.19
વિષય..મિત્રતા
પ્રકાર..પદ્ય,અછાંદસ
શીર્ષક… દર્દ
7/7/2022
શું કહું વ્હાલા મિત્ર,
તું
આવ તો ઇન્તજાર છે,
ન આવ તો દર્દ છે.
મિત્રતાની
મહેફીલ છે,
મારી ને તારી સંગતની કહાની છે.
.
આવ તો એક ધરોહર લઈને આવજે,
હૈયાના *હેતથી* ગળે મળજે…
હું ને તું એકબીજાનો સ્વિકાર કરીએ..
તું મારો મિત્ર છે એ પૂરતું છે.
માન..મોભો તો ગૌણ છે..
એકબીજાને જાણીએ એ જ મિત્રતાનું ઋણ છે..
મારી વેદનાની બાદબાકી કરી, સુખનો સરવાળો કરનાર એક માત્ર તું!
ભલે કૃષ્ણ નથી થવાતું.. પણ સુદામા થઈ સંબંધો ની આરપાર થવું છે!
મિત્રતાનાં કોઈ દિવસો નથી હોતાં,
આપણો તો જમાનો છે!
કલ્પનાબેન ત્રિવેદી સુરેન્દ્રનગર
[7/7, 9:29 PM] Babu Sangada.પત્રકાર: NOG 109
શિર્ષક :-મિત્ર
પ્રકાર :-ગધ
બાબુ સંગાડા”મહેક”
મિત્ર શબ્દ ઉચ્ચારતા આપણામાં ભાવનાત્મક લાગણી જન્મે છે,શબ્દ એટલો ભાવવાહી હોય પછી શબ્દને આત્મસાત કરનાર વ્યક્તિ કેટલો ભાવનાત્મક હોય એજ શોધવું રહ્યું,
જેમ દીવેટ ને તેલની મિત્રતા જુંવો તમે,તેલ બળે તો સાથે દીવેટ એ બળીને ખાખ થઈ જાય છે,તેલને છોડી દેતી નથી,કમળને ભમરાનો પ્રેમ જુવો ભમરો જાણે છે કે હું કમળ પાસે જઈશ તો
એની પાખડીઓ બીડાય જશે છતા પણ એ પ્રેમ તેને ખેચી લાવે છે આખરે જાતને પાંખડીઓ બીડાતા સમર્પિ દે છે.પ્રાચીન ઈતિહાસ તરફ નજર કરીએ તો મિત્રતાના ઘણા ઉ.દા હરણ આપણને મળે છે,દુર્યોધન કર્ણની મિત્રતાની જગતમાં ખૂબ પ્રસંશા થાય છે,તમે જુવો કે કર્ણ જાણતો હતો કે પાંડવો મારા ભાઈ છે,પણ કર્ણએ પોતાના મિત્રને વચન આપ્યુ હતું કે કર્ણ જીવશે લગી પોતાનો મિત્રધર્મ નિભાવશે,આ મિત્રધર્મ નિભાવતા કર્ણ પોતાની જાત મિત્રની ખાતર યુધ્ધભૂમિમા ખપાવી દે છે.સાચા મિત્રો આવા હોય છે,મિત્ર નામનો ના હોય મિત્ર સમયે મિત્ર માટે પોતાની જાનની બાજી લગાવી દેતો હોય છે.એજ સાચો મિત્ર કહેવાય.
આપણે મિત્ર કેવો બનાવવો ?અથવા મિત્ર કેવો હોવો જોઈએ ?તમારે તમારી જાતે નક્કી કરવાનું છે,સાચો મિત્ર નિસ્વાર્થી,હોય,તેની દોસ્તી કોઈપણ અપેક્ષાથી પર હોય છે,તે તમારી સામે આવી પડેલ મુશ્કેલીના સમયે પુરો સાથ આપે છે સાથે તેનાથી બનતી તમામ મદદ કરી મિત્રને ઉગારી લેવા પ્રયત્ન કરતો હોય છે,મિત્રતા બે સાચા હ્રદયનું મિલન છે,તમે તમારા જીવનમાં બનેલી,અંગતમાં અંગત વાતને બેફિક્ર તમારા મિત્ર સામે રજું કરી શકતા હોય છે ,જે વાત તમારા મા બાપને કરી શકતા નથી તે વાત તમે તમારા મિત્ર આગળ કહી શકતા હોય છે,કહેવાનો મતલબ કે વિશ્વાસનું બીજું નામ એટલે મિત્ર.
તો જ મિત્ર બની શકે,બાકી અપેક્ષાના ચહેરા હજારો ભેગા થવાથી મિત્રો ના બની શકે,મિત્ર એટલે હ્રદયનું હ્રદય સાથેનું અતૂટ બંધન,તે કાચ જેવો સ્વચ્છ હોય,ફુંલ જેવો નાજુંક હોય અને કલિ જેવો કોમળ હોય,પથ્થર જેવો સખ્ત હોય છે.એજ મિત્ર સાચો મિત્ર છે.
બાબુ સંગાડા”મહેક”
[7/8, 1:28 PM] Shila Patel.MeM.NOG: NOG SS :-0038
વિષય :- મિત્ર
વિભાગ :-પદ્ય
શીર્ષક :- પવિત્ર તાંતણો
દિલથી જોડાયેલ પવિત્ર તાંતણો.
આવિષ્કાર આ દોસ્તી તણો.
ના કોઈ સ્વાર્થ ના કોઈ આશા,
દરિયો એ લાગણી તણો.
ના જોઈ શકે કદી દુઃખી દોસ્ત
સબંધ પવિત્ર વ્હાલ તણો.
દુનિયાની અજબ કહાની અહીં,
બંધાયેલ તાંતણો મિત્રતા તણો.
હું છું ને કહી ભરે હૈયે હામ,
દોસ્તીનો પ્યાર એ કુદરત તણો.
તારું મારુ કરી ભાગે દુનિયા,
આપણું કહી આપે સહારો જીવન તણો.
મજાક મસ્તી તોફાન અહીં,
મહેકતો રહે સબંધ ખુશી તણો.
✍️ શીલાપટેલ “આકાંક્ષા”
[7/8, 2:27 PM] Arti Merchant.MeM.NOG: NOG ss no. 0007
વિષય : મિત્રતાનો સંવાદ
પ્રકાર : પદ્ય
શીર્ષક : ચાલને સખી
ચાલને સખી,ફરી આજે હાથમાં હાથ પરોવી એજ રસ્તાઓ પર ધૂળમાં પગલી પાડતાં ફરી નિશાળે જઈએ.
વહેલી સવારમાં….સૌથી પહેલાં નિશાળે પહોંચી,
વર્ગનો દરવાજો ખોલી, વર્ગના અંધારાને અજવાળામાં ફેરવીએ.
વર્ગના લાઈટ, પંખાના બટનો દબાવી વર્ગની શાંત સૂતેલી દિવાલોને ફરીથી જગાડીએ.
આગલા દિવસે ચિતરાયેલાં વાસી બ્લેક બોર્ડને ડસ્ટરથી વટથી ભૂંસી ફરી નવું નક્કોર કરી કોઈ નવો સુવિચાર લખીએ, અને……..
પહેલી બેન્ચ પર બેસી વટથી કબ્જો જમાવીએ.
ચાલને સખી ફરી આજે હાથમાં હાથ પરોવી એજ રસ્તાઓ પર ધૂળમાં પગલી પાડતાં જઈએ.
લેખિકા: આરતી અઢીયા મરચંટ
મુંબઈ: કાંદિવલી