Nog ss :-0038
વિષય :- યોગ
શીર્ષક :-તમે યોગ કરો
વિભાગ:-પદ્ય
યોગ કરો યોગ કરો …જીવનને શુદ્ધ કરો,
રહેશો તંદુરસ્ત …..તમે યોગ કરો.
સંસ્કૃતિ આપણા દેશની તમે અપનાવો,
યોગ કરો ને નિરોગ રહો….તમે યોગ કરો.
સઘડા મટશે રોગ શરીરના,
રાચશે મન આનંદમાં….તમે યોગ કરો.
પ્રકૃતિની હાજરીમાં રહો નજીક એની,
થોડા એની પાસે બેસી….તમે યોગ કરો.
યોગ આપે કાયાને રોજ નવા આયામ,
થશે રોજ વ્યાયામ….તમે યોગ કરો.
યોગ ધ્યાનનો બનાવો નિયમ ને,
શરીરમાં રહેશે સંયમ…. તમે યોગ કરો.
ફૂલની જેમ ખીલશે હૃદય ને,
સકારાત્મક ભરાશે ઉર્જા…..તમે યોગ કરો.
✍️ શીલાપટેલ “આકાંક્ષા”