[6/19, 8:23 AM] Vibhitiben Desai: પિતૃ દિનની શુભેચ્છા.
દુનિયામાં મારું આગમન
એ રોમાંચક ઘટનાના
સહભાગી મારાં પિતા
મારાં આગમનની ને
માતાના ક્ષેમની
ચિંતાગ્રસ્ત મનથી
પ્રાર્થના કરતાં મારાં પિતા
મારો પહેલો ઉચ્ચાર
મારું પહેલું ડગલું
પા-પા-પગલી
જેવી રોમાંચક ઘટના
મારી માએ મોકલેલ
પત્ર વાંચીને
સંતોષ માનતા મારાં પિતા
દૂર છતાં મને પાસે અનુભવી
ખુશ થતાં મારાં પિતા
મારાં અરમાન પૂરા કરનાર મારાં પિતા
હું આજે જે કંઈ છું
મારાં પિતાના યોગદાન વગર શક્ય જ નથી
હયાત ન હોવા છતાં સાથ અનુભવું છું પિતાનો
રોજેરોજ પિતાને યાદ કરીને
પિતૃ દિનની શુભેચ્છા,
જગતપિતા સહિત સર્વ પિતાને.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા
બિલિમોરા.
[6/19, 8:25 AM] A Nishant Mother.MeM.NOG: ફાધર્સ ડે નિમિત્તે વ્હાલા પપ્પાને;
” તમે ન હોવ તો આ દિનની શું ઉજવણી કરું?
મનમાં તમારી યાદોના રંગોથી ઠાલા ચિત્રો હું ઘૂંટયા કરું.
હવે ‘બેટા’ કહેનાર કોઈ નથી એ દુઃખથી મનને સતત બાળ્યા કરું?
કે તમારી યાદોને શણગારી રોનક એની હું રોજ નિહાળ્યા કરું?
ક્યારેય આ દિનનું મહત્વ સમજાયું નહોતું,
બાપની સારપનું મૂલ્ય કદીયે અનુભવાયું નહોતું.
દીકરી ને બાપ વચ્ચે ઉભેલી મર્યાદાઓની દીવાલને ઓળંગી,
ક્યારેય વ્હાલને પાર કૂદાયુ નહોતું.
પપ્પાને કહેવાથી ટેનશન થશે કે એ ગુસ્સો કરશે,
એ બીકથી મન ક્યારેય તમારી સામે ખોલાયું નહોતું.
ઘણું કહેવું હતું, ફરિયાદો કરવી હતી ને સાંભળવી પણ હતી,
જે પીડાઓ દીકરી એ સહી એ જખ્મોનેય હૂંફની સારવાર પામવી હતી.
સતત રડતા મનને તમારો અભાવ ખૂબ સાલે છે,
‘અનાથ’ બન્યાનું દુઃખ મહિનાઓ પછીય ચાલે છે.
જીવને નૂર ખોયું એ હકીકત છે,
તમારા વિનાનું જીવવું સાચેજ બદકિસ્મત છે.
સ્નેહ, સમર્પણ ને સદભાવના તમારા વગર સુના છે,
તમારા નિવાસના એ ગામ, એ રસ્તા, એ ગલીઓ નિઃશ્વાસ છોડે ઉના છે.
કોઇ સ્વજન આટલી સહેલાઈથી પોતાનાઓને છોડી શકે?
છે કોઈ એવી કડી જે પાછા તમારી સાથે અમને જોડી શકે?
-અલકા નવિનચંદ્ર મહેતા
૧૯/૦૬/૨૨.
[6/19, 8:42 AM] Hemlatta Divecha.MeM: *હેપ્પી ફાધર્સ ડે ખાસ ઉજવણી*
નામ: હેમલતા દિવેચા ” હેમ ”
મૌલિક લેખ:-
શીર્ષક – શબ્દાંજલિ.
તા.૧૯/૬/૨૨
✒️ રચનાકાર
પરમ પિતાનું સૃષ્ટિ ઉપરનું શ્રેષ્ઠ સર્જન માનવ. માનવ માટે પોતાના અસ્તિત્વનું આધારસ્તભ એટલે પિતા. પરમ પિતાનું દ્રશ્યમાન સ્વરુપ એટલે માત તાત. જેનાં ખોળે સંતાનને પરમ શાંતિની અનુભૂતિ થાય છે.જેમની સાથે પોતાનો લોહીનો સંબંધ હોય. જે પોતાનું સર્વસ્વ અર્પણ કરતાં પણ અચકાતા નથી એ પિતા. જેમની પાસેથી આપણને વારસામાં ધન સંપત્તિ સાથે સંસ્કાર,સંસ્કૃતિ, શક્તિ મળે છે એજ પિતા.
પિતાનું કાર્ય માળી જેવું છે. પોતાનાં સંતાનોને લોહી,પ્રેમ,લાગણી, સંવેદનાઓથી સિંચન કરે છે. જેના સ્વરુપમાં સંતાનને ઈશ્વનાં હોવાનો અહેસાસ થાય એજ પિતા…જેમની છત્ર છાયામાં આપણે હંમેશ નાનાજ રહીએ છીએ એજ પિતા. જેમનું ઋણ ચૂકવવું શકય નથી,જે કઠોર બને છે,સંતાન માટે પરંતુ કરુણાનો મહાસાગર….એજ પિતા….. જગતનાં દરેક પિતાનાં ચરણોમાં અર્પણ સાથે શત શત વંદન.
તુલસીભાઈ યુ. દિવેચા.નામ ના પ્રથમ અક્ષર મુજબ.
તુ -લસી ક્યારા સમાન દીકરીને એકલી મૂકી,
ક્યાં ચાલ્યાં ગયાં પપ્પા..?
લ – ડાવ્યાં લાડ બચપણથી આજ સુધી,
સંભારણા મૂકી ક્યાં ચાલ્યાં ગયાં પપ્પા..?
સી – ધા સરળ ને સોમ્ય સ્વભાવથી,
લોકોના દિલ જીતી ક્યાં ચાલ્યાં પપ્પા..?
ભા – વના હૈયે હતી, ‘બાલ ગુંજન ‘ આપના કર કમલોમાં મૂકું..!
વસવસો કાયમ માટે દર્દ બની રહ્યો પપ્પા.
ઈ – શ્વરને જે ગમ્યું તે ખરું,સનાતન સત્ય સ્વીકારવું રહ્યું.!
એકાંતમાં હું રડી લઈશ પપ્પા.
યુ – આર ધ ગ્રેટ પપ્પા, નીડર બાહોશ,પ્રમાણિકતાની મૂરત,
જીવન તમે જીવી જાણ્યાં પપ્પા..!
દી – પક રાજ,જેવા પુત્ર રત્નોને રડાવી,
પત્નીને મજધારે છોડી ક્યાં ચાલ્યાં પપ્પા..?
વે – રવિખેર નહીં થવાં દઈએ ઘરના માળાને,
તમારા સિંચેલ સંસ્કારોથી ઓ પપ્પા..!
ચા – લ્યાં ગયાં અનંત યાત્રાએ મહેંક મૂકીને..!
આપના દર્શન પણ દુર્લભ, મારા વ્હાલા પપ્પા..!
Love u miss u pa.. ,😭😭
✍️ હેમલતા દિવેચા.જૂનાગઢ.
[6/19, 8:47 AM] Pravina Kadakiya.MeM NOG Houston: મોટાઈ, આમ તો તમે યાદ રોજ આવો છે. આજે તમારી યાદોની ગંગામાં ડૂબકી મારી મોતી વીણું છું.
કોલેજ ગાડીમાં ઉતારવા આવતા ત્યારે , પૈસા ભૂલી ગઈ એ મારું બહાનું તમે જાણતા છતાં મુઠ્ઠી ભરી પૈસા આપતા. રોજ સાથે બેસીને રાતના રમી રમવાની અને ચેવડો ફાકવાનો.
મારા બે દીકરાના અતિ પ્યારા પિતા. જીવનની જાહોજલલલી માણવા ન રોકાયા.
બાળકોની સઘળી ઈચછા પૂરી કરી. સફલતાની સીડી પર ચડાવી વિદાય થયા.
તેમનો આભાર સ્નેહ સહિત બંને બાળકો માને છે.
એ બંને દીકરા આજે ખૂબ પ્રેમાળ પિતા બની તેમનો સંસાર માણી રહ્યા છે.
માતા અને દાદીના પાત્રમાં આ સમગ્ર સંજોગોની સાક્ષી બની, પ્રભુનો દિલથી આભાર માની , બાળકોના પિતાને મળવા તરસી રહી છું.
સહુ પિતાને પિત્રુ દિવસની મંગલ કામના.
પ્રવિણા કડકિઆ
[6/19, 9:05 AM] Jaykant Ghelaani.MeM.NOG: પિતા , ફક્ત બે અક્ષરનો શબ્દ ! પણ બાળક માટે, પરિવાર માટે જીદગીભર જજુમતો રહે તે પિતા .
પિતાએટલે ?
ગમે તેવા દુ:ખના પહાડોની વચ્ચેથી પણ પરિવાર માટે
સુખની કેડી કંડારતો શિલ્પી !
પિતા એટલે ?
નાના દૂ:ખમા મા ની યાદ
“ઑ મા ! ” અને
મોટા દૂ:ખના સમયે
” ઑ બાપ રે ! ” ની યાદ અપાવે
તે પિતા.
પ્યારે”,સાચો શિલ્પી કદી પોતાના નામ કરતા, કળાનેજ કાયમ મહત્વ આપતો રહેછે,અને તે છે જગતનો ફક્ત બેજ અક્ષરનો શબ્દ,” પિતા”.
જૂગ જૂગ જીવો જગતના
માતા પિતા.🌹🙏🙏🙏
[6/19, 10:16 AM] R S. Vyas.MEM: NOG SS No : 0112
વિભાગ : ફાધર ડે કૃતિ
પ્રકાર : પદ્ય
શીર્ષક :મારા તાત મને યાદ બહુ આવતા
ભુલો પડુ જો હું, તો મને રસ્તો એ બતાવતા,
મારા તાત આજે મને જોને, યાદ બહુ આવતા.
ખોળે બેસાડી ખંતથી મને , હેતથી રમાડતા,
પછી જગતભરની શાંતિ, રોજ અમને આપતા.
કેવા લડાવતા લાડ અમને, અને ખડખડાટ હસાવતા,
દુઃખ ભુલાવી દેતા દુનિયાના,અખંડ આનંદ આપતા.
નોતી ખબર તાત મને, કપરો કાળ આવો આવશે,
તુજ વિના તાત અમને આ જગતમાં કોણ તારશે ?
દુઃખના ડુંગરો આવી ચડે, તો તુજ આશિષ કામ લાગશે,
કહે “રાજ ” તુજ કૃપાથી જ, નાંવ અમારી તારશે.
રાજેશભાઇ એસ વ્યાસ, ધ્રુવનગર, મોરબી
[6/19, 11:23 AM] Mina Mangroliya.MeM.NOG: NGO.SS 0032
વિષય: father’s day
શીર્ષક: મારા બાપુ
“I love my father”..
આજે મારા બાપુ આ દુનિયામાં નથી ..પણ એમની ખોટ આખી જિંદગી નહીં પૂરાય….
મારા બાપુ એ મારા ગુરુ , સખા, મારા સુખ દુઃખનાં ભાગીદાર,ઈશ્વરે નીમેલા મારા જન્મદાતા અને પાલનહાર મારા બાપુને કોટી કોટી વંદન…
મારી જિંદગીની તડકી છાયડી મેં બહુ નજીકથી જોઈ છે .એમાં હંમેશાં મારા બાપુએ સાથ આપ્યો…. અને દરેક પ્રગતિનાં સોપાન સર કર્યા…
એમનો હસમુખો મોજીલો સ્વભાવ આજ પણ એમની યાદને તાજી કરાવી જાય છે…
આજે પણ અમારા કુટુંબ વચ્ચે એમનું સાનિંધ્ય જાણે જીવંત છે.
એમનો વિશ્વાસ , શક્તિ ભરોસો આજ પણ અમારી સાથે છે… મારા પિતા એજ પરમેશ્વર….
મીના માંગરોલીયા મીનુ.
અમદાવાદ
19/6/2022
[6/19, 11:26 AM] Kalpanaben Trivedi.MeM.NOG: Nog number 19
વિષય…ફાધર્સ ડે
શીર્ષક… જો હું પિતા હોઉં તો
19/6/2022
*************
પિતા હોવું એટલે પરિવારનો આધાર બનવું. પરિવારનાં સુખ દુઃખ બાબતે સતત ચિંતન કરતું પાત્ર એટલે પિતા.જો હું પિતા હોઉં તો મારાં સંતાનોને જીવથી પણ વધારે ચાહું. એમને આત્મનિર્ભર બનાવી સતત આત્મવિશ્વાસ ઉમેર્યા કરું. ઘરની સ્થિતિ સાથે એમને કંઈ લેવાદેવા રાખ્યાં વગર એમનાં વિકાસ પ્રત્યે જ ધ્યાન રાખું. હું પિતા તરીકે થોડો કડક સ્વભાવ રાખું, કેમ કે જીદને પોષણ નહીં જ આપવાનું. સંતાનો મારાંથી પણ સવાયા બને એ માટે છેક સુધી લડી લઉં. એમને સંસ્કાર, વિશ્વાસ, શિક્ષણનો સમન્વય સાધતાં શીખડાવું.
હા,હું દિકરાં- દીકરીનો ભેદભાવ ન રાખી,મારી દીકરીઓને પણ દિકરાની સાથે જ આત્મનિર્ભર બનાવું. મેં મારાં પિતાને અમારી એક..એક ખુશી ખરીદતાં જોયાં છે. એમ હું પણ સંતાનોની ખુશીમાં જ મારી ખુશી જોઉં.
મારાં સંતાનો નિર્વ્યસની બને એ માટે હું જ ઉદાહરણ બનું. જીવનમાં પૈસો જ મહત્વનો નથી, પણ પૈસાનું મૂલ્ય બરાબર શીખડાવું. સતત હાર કે નિષ્ફળતા પચાવતાં શીખવું. મારું સંતાન મારી પાસે નિડર બની સત્ય બોલે એવું સંકલન કરું.
જો હું પિતા હોઉં તો એમને પહેલાં માતૃસંમ્માન કરતાં શીખવું. સારી સોબતની મહત્તા સમજાવું. સંતાનો મારાં મિત્ર બની રહે એ માટે પ્રયત્નશીલ રહું. એ લોકો મારું ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ મારી મોંઘેરી મૂડી છે. આજનાં સ્પર્ધાત્મક યુગમાં એમની સાથે ખભેખભો મિલાવી સાથે જ રહું. સફળતાનો શોર્ટકટ અપનાવવા કરતાં મહેનતનું ફળ કઇ રીતે મેળવે એ માટે કાર્યશીલ રહું. બાળકો સાથે દરેક સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરું. ઘરની પરિસ્થિતિ મુજબ જીવન જીવતાં શીખડાવું. દેખાદેખી કે કોઇની ઇર્ષ્યા થી જીવન ન જીવાય એ ભાવના દ્રઢ બનાવું. સખત મહેનત કરાવી જાતે જીવનનો યોગ્ય દર્ષ્ટિકોણ અપનાવે એવું ભાવાવરણ સર્જી જીવન જીવતાં શીખવું. વડિલો સાથે કેમ વર્તવું એ બાળપણથી જ શીખડાવું. સમાજનાં દૂષણથી બચવા લાલબત્તી તો ધરવી જ પડે. કડવું લાગે પણ સત્ય પાલન જરૂરી. પોતાનાં જીવનમાં લાંચ,લોભ કે પ્રલોભનોથી દૂર રાખું.
આ બધું શક્ય ત્યારે જ બને કે મારાં સંતાનો પણ મારામાં આદર્શ જુએ, માટે મારી કથની,કરણીમાં તફાવત ન રાખું. પિતા હોવું એ સદ્ભભાગ્ય છે. સંતાનોને પ્રેમથી તરબોળ કરી,આનંદ ગંગામાં નહાવાનો લ્હાવો આપું.
✒️ રચનાકાર કલ્પનાબેન ત્રિવેદી સુરેન્દ્રનગર
[6/19, 4:09 PM] Jayshree Patel. Sahityakar: NOG SS NO:004
*વિષયઃ ફાધરસ ડે*
*શબ્દઃ ૧૦૮*
*પ્રકારઃ પદ્ય( મુક્ત પંચિકા)*
*શીર્ષકઃ *મારા પિતાજી*
*મારી ભક્તિ*
મારા પિતાજી
ઓળખ પીંછી
રંગો વચ્ચે જીવતા,
કેનવાસની
ચાહત રહી.
મારા પિતાજી
અર્ચિત્ય સ્નેહી
જીવનભર રહ્યાં,
ગંગારામના
ને સાગરના !
સદાય પ્રેમ
વર્ષાવ્યો શુદ્ધ
રંગ અવધૂતના,
અતિ નિકટ
ચિત્રો સહિત.
આજ મુજને
ભરમાવે છે
ફાધર્સ ડે થકી તે,
છબી મહીં ને
હાસ્ય રૂપી તે!
જયશ્રી પટેલ
૧૯/૬/૨૨
[6/19, 5:07 PM] Bhavana R.MeM: NOG SS NO. 111
વિષય: ફાધર્સ ડે
શબ્દ સંખ્યા: ૯૩
શીર્ષક: તમે બહુ યાદ આવો છો
ભાઈ,
આજે તમે બહુ યાદ આવો છો.
નથી વિસરાતી તમારી વસમી વિદાયની ક્ષણ,
જન્મદિને જ ગણપતિ સંગે,
ચાલી નિકળ્યાં અનંતવાટે !
ભાઈ, આજે તમે બહુ યાદ આવો છો.
‘ મૃત્યુથી શેનો ડર ‘ ? હિંમત બંધાવી,
સમજાવી ગયાં જીવનનો સાર.
ભાઈ, આજે તમે બહુ યાદ આવો છો.
આજે દીકરીઓ જ નહીં, મિત્રો, પ્રિયજનો
જુઓ, યાદ કરેછે નતમસ્તક .
વિદ્યાર્થીવૃંદનાં શત્ શત્ નમન !
કહેછે, સર , દેહદાન કરીને ,
અંતમાં પણ વિદ્યાદાન કરતાં ગયાં.
તમે બહુ યાદ આવો છો.
✍️ ભાવના આચાર્ય દેસાઈ ‘ભાવુ’
૧૯/૦૬/૨૦૨૨
NOG 109
શિર્ષક :-હવે થશે
પ્રકાર પધ
બાબુ સંગાડા”મહેક”
ડાળખી લીલી ઘવાયા પંખી જેવી
થથરે
કૂંપળ સ્હેજ મસ્તક ઊચું કરી ફરફરે
ટહુંકા સૂકાસટ કંઠથી અવતરે
મસ્તીખોર પંખી કલબલે
નક્કી વરસાદ હવે થશે.
દાવાનળ જેમ છાય વીજળી પૂરવ
ગર્જના,કયાંક ધડાકા
બધા વચ્ચે શીતળતા ભરી
રેડાતો ટાઢક ધરે,
પાકું વાયરો ,વરસાદ હવે થશે.
છૂટાછવાયા દોડતા વાદળ,
કાળાડિમાંડ થંભી,વિછળાતા,
શ્વાસ લેતા હોય તેમ કયાંક
આછા ટપકી જતા
મેળાવડો જામશે ભારેખમ
ભેગા મળી જશે એવું લાગે
ગતિ ધીમી પડી વરસાદ હવે થશે.
બુલબુલ,મોર, પપૈયો બધા બોલે
એકી સાથે
ધરતી ફાટફાટ થાય
જેઠના આકારા તાપે
લૂ ના અગ્નિકૂંડ સળગે
પ્રસેવે રેબઝેમ બદનો ચોટે ગુંદર જેમ
બાફલો લાગે દફનાયા શરીર જેવો
પાકી ગયો વરસાદ હવે થશે.
જો તું મંડાયા ચંદ્રને વલયો !!
બાબુ સંગાડા”મહેક
***********************************NOG ss no.0007
વિષય : ફાધર્સ ડે
*શીર્ષક : પપ્પા છે તો*..!
પપ્પા એટલે જ આપણું જીવન.કારણ પપ્પા છે તો સવારનો સૂરજ સોનાનો લાગે છે. કારણ પપ્પા હોય તો સવારે આંખ ખૂલતાંની સાથે જ એ ચિંતા નથી કે મારે ઘણી બધી જવાબદારીઓ નિભાવવાની છે.ઉંમરના કોઈપણ પડાવ પર ‘ બેટા હું છું ને ! શા માટે ચિંતા કરે છે?’ જેવા શબ્દો અંતરને રાહત આપે છે.પપ્પા છે તો બજારની દરેક વસ્તુઓ આપણી છે,પપ્પા છે તો ઘરમાં સગાસંબંધીઓનો મેળો છે,પપ્પા છે તો દરેક રવિવાર તહેવાર છે, પપ્પા છે તો દરેક પ્રસંગની ઊજવણી અને ધામધૂમ શાનદાર છે,પપ્પા છે તો દીકરીને ટુંકારો કરનારને ધાક છે.પપ્પાની છત્રછાયા એટલે સન્માન અને સલામતીની એક ઢાલ એટલે પપ્પાની છાતી.એજ છાતી જેના પર બાળપણમાં મારી પગની પાનીઓએ કદાચ લાતો મારી હશે.એજ છાતી જેના પર ગૌરવથી મસ્તક નમાવી મારી સિદ્ધીઓ વહેંચી હતી.એજ છાતી જ્યારે જીવનમાં નિરાશા આવી ત્યારે એના પર મસ્તક મુકી શાંતિ અનુભવી.અને એજ છાતી પર લગ્નની વિદાય વખતે માથું મૂકી ખૂબ રડી હતી.એ છત્રછાયા ,એ ઢાલ એ છાતી આજે મારી પાસે નથી.પરંતુ આજે પણ એમની હૂંફ એમના શબ્દોએ, એમનાં વિચારોએ મને સતત
રક્ષી છે, સાચવી છે.અને ઉત્તરોત્તર મારી જે કંઈ પણ પ્રગતિ થઈ છે એ એમનાં જ રંગસૂત્રોને આભારી છે.
(ખૂબ નાની વયે પપ્પા અમારો સાથ છોડી ગયા એટલે આ રચના મારા સબ કૉનશ્યિસ
માઈનડમાં ધરબાયેલી ઈચ્છાઓ છે.જો આજે કદાચ પપ્પા હયાત હોત તો આ બધુંજ હું પ્રત્યક્ષ અનુભવી શકત.)©️
લેખિકા:આરતી અઢીયા મરચંટ
મુંબઈ: કાંદિવલી
***************************** NOGSS/0044
વિષય:- આવ રે વરસાદ,મેહૂલિયો, વરસાદને સાદ.
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- આવને સખી
શબ્દો:- ૪૫
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
બહાર વરસે મેઘ
આપણે શાને ઘરમાં?
આવને સખી
ભીંજાઈ જઈએ !
વરસ્યો વરસાદ
પ્રકૃતિ ખીલી ચારેકોર,
આવને સખી
પ્રકૃતિનો આનંદ માણીએ!
વરસ્યો મેહૂલિયો
ગાજવીજ સાથે,
આવને સખી
માટીની મહેંક માણીએ!
વરસ્યો મેહૂલિયો
કરે દિલને તરબતર,
આવને સખી
ભજીયાની મોજ માણીએ!
©️વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
**********************************
N.O.G. S.S. No. 0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:-પિતૃદિન.
પ્રકાર:- ગદ્ય.( લેખ.)
શીર્ષક:-મારાપિતાઅનેતેનાઉપકારો.
રચના:-
મારા પિતા મારે માટે આદર્શ મુર્તિ છે. આજે હું જે કંઈ છું તે તેની પ્રેરણા અને ઉપકારનું પરિણામ છે.તેના સાથ સહકાર વિના કોઈ કામ શક્ય ન બનત.
મારા પિતા એક ગરીબ બ્રાહ્મણ હતા,થોડું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. તેના પિતા સાથે રસોઈ બનાવવા જતા અને સારા મિષ્ટાન અને ફરસાણના કારીગર બન્યા.ફરસાણ અને મિષ્ટાન્ન ની દુકાન ખોલી,સાથે લગ્ન કે કોઈ પ્રસંગ કે જ્ઞાતિભોજન હોય ત્યારે સારી રસોઈ બનાવી પ્રશંસા પ્રાપ્ત કરતા અને રોજી રોટી ચાલતી.
તેમનું સગપણ નાની ઉંમર થઈ ગયું હતું અને ત્યાર પછી મારી માતા નાની ઉંમરમાં જ શીતળા નો રોગનો ભોગ બને છે .જેને કારણે તેને બંને હાથ ઉપર તેમજ પગ ઉપર શીતળા વ્યાપ્યો. જેના પરિણામે તે ૯૦ ટકા થી વધારે પોતાના હાથ વાળી શકતી ન હતી. અણઘડ ઓપરેશનને કારણે હાથને ઉપર ભારે અસર થઈ હતી પગે લંગડાતી ચાલતી હતી.
આવી પરિસ્થિતિમાં તેમને સગાઈ તોડી નાખવાનું દબાણ આવ્યું, પરંતુ મારા પિતા અડગ રહ્યા .તેની સાથે લગ્ન જીવનથી જોડાયા.મારી માતા અપંગ હોવા છતાં ઘરના તમામ કામ તે કરતી અને અમારાભાઈઓ બહેનોનો ઉછેર તેણે કર્યો હતો. બધાયના લગ્ન અને સાંસારિક પ્રસંગો તેવોએ કર્યા.
મારા પિતા રાધાજી માતાજીનું મંદિર બેટ દ્વારકાધીશજી મંદિરમાં પચાસ વર્ષ સુધી સેવા કરી.મોટેભાગે તે મિષ્ટાન બનાવતા અને દર વર્ષે દ્વારકાધીશ અને રાધાજીમાં અન્નકૂટ થાય ત્યારે તેની સામગ્રીના લોકો પ્રશંસાથી વખાણ કરતા.
તેવો મારા કુટુંબ અને જ્ઞાતિમાં સન્માન પ્રાપ્ત વ્યકિત હતા.
મારા બાલમંદિર થી કોલેજ શક્ષણમાં તેનો મને બધી રીતે ટેકો હતો.જેને કારણે હું એમ. એ. બી. એડ.અને એડવોકેટ,તેમજ ચીફ નેવલ વીંગ એન. સી સી. ઓફિસર બની શક્યો.
તે મને સમયે સમયે ન્યાય,નીતિ,પ્રમાણિકતા, ઘર્મ,અને દયા, દાન, વગેરેનું જ્ઞાન આપતા અને પોતે પણ તેનું પાલન કરતા. આ બાબતની મારા જીવન પર સારી અસર થઈ.
મારા લગ્ન,અન્ય સાંસારિક ફરજો માં તેમની મદદ મળતી.
તેના સંસ્કારોને કારણે હું સારો શિક્ષક બની શક્યો અને હજારો વિદ્યાર્થીઓનો જ્ઞાન અને પ્રેરણાનું કારણ બન્યો.
તે આજે નથી પરંતુ તેની ખોટ હમેશા જોવા મળે છે .આજના પવિત્ર દિવસે તેને વંદન કરું છું કે જેણે મને પ્રેરણા અને મારા જીવનનું ઘડતર કરી અને મને એક આદર્શ માનવી બનાવ્યો. તેના ઉપકારને કેમ ભુલાય?
રતીલાલ વાયડા
નવી મુંબઈ.
૨૦/૬/૨૦૨૨. રવિવાર.
******************************
[6/19, 6:40 PM] Pradip: વિષય :– રાષ્ટ્રીય પિતૃ દિવસ
શીર્ષક :– “ પિતા એ જ સર્વશ્રેષ્ઠ હીરો “ .
જૂન મહિનાનો ત્રીજો રવિવાર એટલે ફાધર્સ ડે એટલે કે રાષ્ટ્રીય પિતૃ દિવસ તરીકે ઓળખાય છે. ‘ રાતભર બાપે દબાવી ખાંસીને , એ જ ચિંતામાં કે છોકરાં જાગી જશે.’ આ પંક્તિ જ એક પિતાનાં ત્યાગને વ્યક્ત કરવા માટે ઘણું બધું કહી જાય છે.
આપણે સૌએ એક વાત તો સ્વીકારવી જ પડે કે દરેકનાં જીવનમાં માતાની જેમ જ પિતાનું સ્થાન પણ અમૂલ્ય જ હોય છે. માતૃપ્રેમથી બાળક લાગણીશીલ બને છે તો પિતૃપ્રેમ એને સમાજમાં પગભર થતાં શીખવે છે .પિતા પોતાનાં બાળકને કઠોર બનીને માનવજીવનની વાસ્તવિકતાનાં પાઠ શીખવે છે .
જેમ એક માતા પોતાના બાળકનાં પાલન પોષણ પ્રગતિ માટે બલિદાન આપે છે એવી જ રીતે એક પિતા પણ પોતાનાં બાળક માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દે છે પણ અફસોસ એ વાતનો છે કે આજ સુધી હંમેશાં માતાનાં બલિદાનનાં જ ગુણગાન ગવાતાં રહ્યાં છે. જેટલી નોંધ માતાનાં વાત્સલ્ય કે માતૃત્વની લેવાઈ છે એટલી નોંધ એક પિતાએ આપેલા વ્હાલ કે સમર્પણ કે ત્યાગ અને પિતૃત્વની લેવામાં નથી આવી .
બસ એક જ વાત કહું છું કે હંમેશાં પિતાની છત્રછાયા જ બાળકોને શીતળ છાંયમાં રાખીને એનો સર્વશ્રેષ્ઠ ઉછેર કરવામાં બહુજ મોટો ભાગ ભજવી જાય છે.
પ્રદીપ રાવલ .સંચાલક .