NOG SS NO. 0081
વિષય : મેહુલિયો
પ્રકાર : પદ્ય
શીર્ષક : તું તો લાડકડો!
મેહુલિયા તને શું કહી તેડાવું, તું તો લાડકડો,
તારી છાબમાં મોતીડાં ભરાવું, તું તો લાડકડો.
તારી તો આભની અટારી, તું તો લાડકડો,
તારાં તો નભે છે મોટા મહેલ, તું તો લાડકડો.
તારાં વિરહે પાગલ જગનો તાત, તું તો લાડકડો,
તારી રાહમાં આંખો ચૂવે એની, તું તો લાડકડો.
વાદળે સવાર થઈને આવજે , તું તો લાડકડો,
આવજે વહેલો ખેડુને ન સંતાપતો, તું તો લાડકડો.
વાદળે તું રમતો ગેડી દડો, તું તો લાડકડો,
શલાકા સાથે રમત ડરામણી, તું તો લાડકડો.
મેહુલિયા તું તો પ્રાણ ધરાનો, તું તો લાડકડો,
રૂઠતો,રિસાતો મા,તને મારા સમ, તું તો લાડકડો.
#©️માયા દેસાઈ
મુંબઈ ભારત.