[5/15, 7:41 PM] Mahendra Panchal: NOG SS-0011
સાહિત્ય સરિતા સ્પર્ધા
વિષય:- સ્નેહની સરવાણી
પ્રકાર:- મૌલિક રચના
શીર્ષક:- આવતીકાલ થાશે ને..્
આવતીકાલ થાશે ને યાદો ફરિયાદ કરશે,
શબ્દો જીવનમાં હકીકતનો વિવાદ બનશે.
સ્નેહની સરવાણી માધુર્યથી પ્રગટતી રહે,
સુખનું શ્વેતપુષ્પ જીવન સાગરમાં હદ કરશે.
કાનોમાં ઝુમખા ને પગમાં પાયલ રણકારતી,
આદરની રીત અમારી આદતથી યાદ ફળશે.
આ બંધનમાં પ્રેમ કરવો એ મંજૂર નથી મુજને,
મારી જાત સાથે જગમાં ખૂબ વાદવિવાદ તપશે.
ભલે બાળો પ્રીતનાં દિવેટ ને દીવા સંસારમાં,
અજવાળાથી વાર-તહેવારે ખુદા ખુદ આવશે.
મનમાળા લઈને ઘૂમતો રહું તારી ગલીઓમાં,
રોશન કરવાં એમનાં ઘરને રોશની ગદગદ થશે.
તોરણ હતા સ્નેહનાં, બારણે આગમન ટાણે,
આંખોના અજવાળા “મન’ માં વધુ મદ ભરશે.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
[5/15, 10:28 PM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: N o g ss : 00 8 2 ,ààc
વિષય : ભાગ્ય અહોભાગ્ય
શીર્ષક : નારી તું નારાયણી ,
પ્રકાર : ગદ્ય ,
સુન્દર જીવનની શરૂઆત એક
લગ્ન વિધિના માધ્યમ રૂપે,
એક નવીન પાત્ર પત્ની રૂપે જીવનમાં પ્રવેશ ,
લગ્ન જીવનનો અપૂર્ણ અનુભવ
સાથે ગંભીરતાનો પૂર્ણ અભાવ
સાથી પાત્ર સાથે તાલમેલ નો પણ અભાવ ,
પણ લગ્ન જીવન ની ગંભીરતા પ્રત્યે બિન આવડત ,
એવા સમયે સાથી પાત્રનો પ્રેમ,
અને આવિષ્કાર ,ગૃહસ્થી ની નાસમજમા પૂર્ણ સહયોગ ,લગ્ન જીવનને સામાજિક અનુમોદન
આ બધું સમજદાર અર્ધાંગિની
રૂપ સહધર્મ ચારિણી દ્વારા પ્રોત્સાહનથીજ આ જીવન નૈયા
ના કપરા ચઢાવ માં પત્ની રૂપે
યોગદાનથી દામ્પત્ય જીવનમાં
મધુર રસની પૂર્તિ શક્ય છે ,
પત્ની રૂપે અર્ધાંગિની પુરુષની દરેક ઈચ્છા અનિચ્છા મા સાથ નિભાવી પુરુષ પ્રધાન સમાજમાં
દરેક નિર્ણયમાં સાથ આપી સ્વ
અનિચ્છા છતાં મુક રૂપે સાથ આપી પુરુષની પ્રગતિમાં સાથ
ખભે ખભો મિલાવને ઉત્તેજન આપે છે ,
“નારી તું નારાયણી” આ ઉક્તિ
દરેક વ્યક્તિ ના જીવનમાં બંધ બેસતી આવે છે ,
“સ્ત્રી સન્માનની ભાવના” દરેક વ્યક્તિ માટે એક પ્રેરણા સ્તોત્ર રુપ આવિર્ભાવ હોવો જોઈએ,
પુરુષના નવજીવનમા એક સ્ત્રી જે આપણા જીવન શૈલી થી એકદમ અપરિચિત છે તે સઘળું પોતાનુ ભૂલી પતિ પરમેશ્વર સમજી સુખ દુઃખ નો સંસાર માણવા અભિભૂત થાય તે
પતિ પત્ની ના સબંધોમાં એક અપ્રતિમ યોગદાન કહેવાય ,
ભાગ્ય એ એક પ્રભુની કૃપા છે
અને અહોભાગ્ય એ એક માનવીની જીવન ધન્યતા છે,
ડો અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
[5/15, 10:48 PM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૦૦૧૩
વિષય: ભાગ્ય અહોભાગ્ય
પ્રકાર : ગદ્ય
શીર્ષક :
પ્રેમ કર્યો એટલે લગ્ન તો
કરવા જ પડ્યા આ જ
મારું ભાગ્ય.
પણ લગ્ન પછી મારા
ફાફડા જલેબી ખાખરા નો
નાસ્તો બંધ,બ્રેડ બટર
ને પાણી વાળી ચા.
મસાલા વાળી ચા પણ
બંધ થઈ ગઈ. કોફી
આવી ગઈ,આ પણ મારું
ભાગ્ય.
ન્યૂઝ પેપર બધા અંગ્રેજી માં
આવવા માંડયા. ગુજરાત
સમાચાર પણ બંધ એટલે
મરણ નોંધ પણ વાંચવાની
બંધ.આ મારું ભાગ્ય.
નહાવાનું બે મિનિટમાં
પતાવી દેવાનું અને પછી
મેક અપ ના થર અને સ્પ્રે.
અને પછી ડ્રેસ પહેરવાનો
અને એમાં પણ સ્પ્રે અને
ઘણું બધું.જો કે મેં પણ
એને આ બધુ જોઈને જ
પ્રેમ કરેલો. આ પણ મારું
ભાગ્ય.
મારે તો ભગવાન અને
લાલા ની સેવા પણ ઓછી
થઈ ગઈ કેમ કે એને તો
એક મિનિટ હાથ જોડયા
અને પતી ગયું.આ મારું
ભાગ્ય.
ટિફિનમાં વરણ ભાત,કે
મસાલા ભાત . એને
ફુલ્કા રોટલી શું એજ
ખબર નથી. જો કે આ
પણ મારા ભાગ્ય.
સાંજે આવી ને પાછી
કોફી અને બ્રેડ નો નાસ્તો.
અગરબત્તી પણ નહીં.
જમવામાં ઢોસા કે
ઈડલી અને મેંદુ વડા.
સાલું ભાખરી શાક ખીચડી
પણ ભુલાઈ ગયા. જો કે
આ જ મારું ભાગ્ય.
જમી ને ટીવીમાં કોઈ
ચર્ચા સાંભળવાની , મારું
તારક મહેતા પણ ભુલાઈ
ગયું.
રાત્રે પ્રેમ કરવાનો એ
પણ અંગ્રેજી માં i love
you . હવે આમાં ક્યાં
ઉમળકો આવે વ્હાલ કરવાનો. આ પણ મારું
ભાગ્ય.
આના કરતા કોઈ આપણી
જ મળી ગઈ હોત તો તો
મારા અહોભાગ્ય થઈ
ગયું હોત.
તમારા ભાગ્ય અને અહો ભાગ્ય તમારા હાથમાં જ
છે.
ઘનશ્યામ વ્યાસ.
[5/16, 5:51 AM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO.:0101
વિષય: ભાગ્ય અહોભાગ્ય
પ્રકાર: ગદ્ય
શીર્ષક: ડગલાં
શબ્દો: 343
લેખક : ભરત સાંગાણી
બનારસ સંસ્કૃત વિદ્યાપીઠમાંથી તાજો જ સંસ્કૃત અભ્યાસક્રમમાં જ્યોતિષ વિષયમાં સ્નાતક થયેલ એક યુવાન વિદ્યાર્થી નવા ભાગ્યના રાહ પર ડગ માંડતો માથે પુસ્તકો મૂકી નિરંજના નદીને કાંઠે કાંઠે રેતીના પટ પર પોતાના ગામની દિશામાં ચાલવા લાગ્યો.
પગમાં તરવરાટ અને આંખોમાં ભવિષ્યનાં સોણલાં.
તેની નજર રેતીમાં પડેલાં મોટા પદ ચિન્હો પર પડી. તેની કુતૂહલતા વધી, હજી તાજેતરમાં જ તે સામુદ્રિક વિદ્યામાં પારંગત થયો હતો .
આ પગલાં ને તેના પર અંકિત ચિન્હો જોઈ તેનું જ્ઞાન કહી રહ્યું હતું કે આ જરૂર કોઈ સમ્રાટના રાજા ધીરાજનાં પગલાંની છાપ હોવી જોઈએ.
મનમાં સંશય થયો જો રાજા હોય તો તેની સાથે સૈનિકો હોવા જોઈએ અને રાજા આમ નગ્ન પગલે તો ન ચાલે! અન્ય કોઈના પદ ચિન્હો દેખાયાં નહીં.
પોતે જે જોઈ રહ્યો છે તે સાચું કે મારું જ્ઞાન સાચું?
ગડમથલમાં પડી ગયો.
શંકાના વમળમાં ખેંચાતો તે આગળ વધ્યો થોડે દૂર તેણે એક વૃક્ષની છાયામાં ઓટલા પર બેઠેલ વ્યક્તિ જોઈ તે તે તરફ આગળ વધ્યો.
પાસે આવ્યો તે વ્યક્તિ આંખો મીંચીને ધ્યાનમાં બેઠાં હતાં.
તેના ચેહરાની મુખમુદ્રા જોઈ તેના સામુદ્રિક લક્ષણોનું નિરીક્ષણ કરી જાણ્યું કે આતો કોઈ મહાન રાજા જ હોવા જોઈએ ,પણ બાજુમાં કમંડળ પડેલું જોઈ તેના જ્ઞાનને ધક્કો પહોંચ્યો .
આ વ્યક્તિ સામાન્ય માનવી કે ભિક્ષુક ન હોય શકે. પણ જે જોઈ રહ્યો છે તે તેનાથી સાવ વિપરીત દશ્ય છે એક સાદા વસ્ત્રમાં વીંટાળેલો દેહ આજુબાજુ કોઈ ચાકર નહીં હવે તેને તેણે પ્રાપ્ત કરેલ વિદ્યા નિરર્થક લાગી. આટલાં વર્ષોની લગનથી પ્રાપ્ત જ્ઞાન અર્થહીન લાગવા માંડ્યું . ભવિષ્યના ભાગ્યના દરવાજા બીડાતાં લાગ્યા.
સાથે સાથે જાણવાની જિજ્ઞાસા પણ વધી ભિક્ષુક વિષે. તે સામે બેઠો.
થોડીવાર પછી ધ્યાનમાંથી તેઓ ઉઠ્યા.
તેમણે આંખો ખોલી પ્રેમાળ નજરે આગંતુક તરફ જોયું.
તેણે કહ્યું કે મેં તમારા પદ ચિન્હો રેતીનાં પટ પર જોયાં , તમારું મુખારવિંદ આ સર્વ કાંઈ રાજાધિરાજના લક્ષણ દેખાડે છે જ્યારે તમે તો ભિક્ષુક છો. તેથી મને મારા જ્યોતિષના જ્ઞાન પર વિશ્વાસ નથી હું આ પુસ્તકો પણ નદીમાં ફેંકી દેવા માગું છું . આવા જ્ઞાનનો શું અર્થ.
ભિક્ષુકે હસીને કહ્યું તારું જ્યોતિષ જ્ઞાન સાચું છે તે પ્રાપ્ત કરેલ વિદ્યા યોગ્ય છે. તારી ભાગ્ય ભાખવાનું શાસ્ત્ર પણ ખરું. પણ તારા *કમભાગ્યે* તને સૌથી પહેલી વ્યક્તિ હું મળી જે ભાગ્યને અતિક્રમી ગયો છે.
તે ભિક્ષુક ભગવાન બુધ્ધ હતાં.
( લેખક : ભરત સાંગાણી )
[5/16, 3:15 PM] Mina Mangroliya.MeM.NOG: NOG SS NO 0032
વિષય: ભાગ્ય અહોભાગ્ય
પ્રકાર : પદ્ય
શીર્ષક : *ભાગ્યની બલિહારી*
જિંદગીની અમૂલ્ય ભેટ મળી,
ભાગ્યની બલિહારી છે પ્રભુ.
ખુશ છું હું અને મારી જિંદગી,
ભાગ્યની બલિહારી છે પ્રભુ.
જીવન જીવતા આસાન થયું,
ભાગ્યની બલિહારી છે પ્રભુ.
મન ખુશખુશાલ થયું મારું,
ભાગ્યની બલિહારી છે પ્રભુ.
જન્મો જન્મ તારો સાથ મળે,
ભાગ્યની છે બલિહારી પ્રભુ .
જીવન આમ જ જીવી જવાય,
ભાગ્યની છે બલિહારી પ્રભુ.
મીના માંગરોલીયા
16/5/2022