[3/30, 1:00 AM] Pradip: ન્યુઝ ઓફ ગાંધીનગર
NOGSS52
વિષય : સંબંધો/લાગણીઓના મેણાં ટોણાં
પ્રકાર : ગદ્ય
“કશું જ નથી કરવાનો તુ? કાંઈ ભલીવાર જ નથી તારામાં, ખબર નહીં શું થશે તારું? તારી સાથે પેલો છોકરો આવે છે એને જો અને તુ જો ? કેટલો હોંશિયાર છે , તુ ઠોઠનો ઠોઠ જ રહેવાનો” .આવાં અસંખ્ય મેણાં ટોણાં સત્યજીતથી સહેવાય નહી , પણ બિચારો કહે તો કહે કોને ? પોતાની વ્યથા કોણે કહી સંભળાવે, જેને પણ પોતાની વ્યથા કહેવા જાય તે સામે સલાહ આપવાનું ચાલું કરી દે , સત્યજીત આમ તો હોંશિયાર જ હતો , પણ તેને જે રીતનો માહોલ જોઈતો તે મળતો નહતો. તે પોતાની જાતને બધાંથી અલગ જ રાખતો, બધા સાથે બહુ ભળતો નહી. એને પોતે એકલાં રહેવું હંમેશ ગમતું, કેમ કે એ એકલતા જ એનો સહારો હતો. પોતાને મનફાવે એ કરી શકતો.
બારમાં ધોરણમાં બે વાર નાપાસ થયા પછી એ જાણે દુનિયાથી અલિપ્ત જ રહેવા લાગેલો. કેમ કે જે આવતુ તે કાંઈ ને કાંઈ કહી સંભળાવતુ. આખરે બધાંના મેણાં ટોણાંથી કંટાળી તેને ઘર છોડી જ દીધું.
હવે તેને રૂપિયા કેવી રીતે કમાવવા એ તરફ પોતાનું ધ્યાન દોર્યુ. તેને દુરના કહેવાતાં ભાઈના ઘરે આશરો લીધો. સવારે પેપર અને દૂધની ડિલીવરી ચાલુ કરી , તે કામ પતે એટલે ફુડ ડીલીવરી કરવાં લાગ્યો. ડિલીવરી કરવાની સાથોસાથ , તેમાં કેવી રીતે પોતે આ ધંધા તરફ વળી શકે તે માટેની પાયાની જરૂરિયાતોથી માડી તેમાં થતા નફા નુક્શાન ના માર્જિનનો પણ જોતો. બે વર્ષ પોતે મજૂરની જેમ કામ કર્યા પછી તેને ઉંચા વ્યાજ દર ચૂકવી લોન મેળવી પોતાનો ધંધો શરૂ કર્યો. જોતજોતામાં થોડાંક જ વર્ષોમાં તેની ગાડી પૂરપાટ દોડવા લાગી. હવે તે માલિક હતો અને સમાજના લોકો તેને અવારનવાર એઝ અ ગેસ્ટ તરીકે આમંત્રણ પાઠવતા, તે હરખભેર જતો. જે સમાજે તેને નકારો સમજ્યો હતો આજે એ સમાજ તેને આવકારવા લાગ્યો હતો. મિત્રો ઘણીવાર મેણાં ટોણાં પણ જરુરી હોય છે.બસ શર્ત એટલી જ કે તમે તે મેણાં ટોણાંને સકારાત્મક તરીકે લો છો કે નકારાત્મક તરીકે.
સંજય તરબદા “સાંજ”✍
વડોદરા
[3/30, 1:00 AM] Pradip: NOGSS NO. : 0034
વિષય : સંબંધો/ લાગણીઓનાં મેણાં- ટોણાં
વિભાગ : ગદ્ય
શીર્ષક : સંબંધોનાં લેખાં- જોખાં
શબ્દો : 314
મનુષ્ય સામાજિક પ્રાણી છે, તેથી તે કુટુંબ અને સમાજમાં કોઈ ને કોઈ સંબંધથી જોડાયેલો હોય છે. સંબંધોમાં દરિયાનાં મોજાંની જેમ ભરતી અને ઓટ આવતી રહે છે, પરંતુ સ્નેહથી બંધાયેલા સંબંધો સમય સાથે વધુ નિખરતાં હોય છે. આમ તો, સંબંધને કોઈ વ્યાખ્યામાં બાંધી ન શકાય પરંતુ આધુનિક યુગમાં સંબંધોની વ્યાખ્યા બદલાતી જોવા મળે છે. કૌટુંબિક સંબંધો કરતાં સામાજિક સંબંધો વધુ સારી રીતે નિભાવવાનું ચલણ જોવા મળે છે. એક જ કૂખેથી જન્મેલા સહોદર વચ્ચે બોલવાનો પણ વ્યવહાર નથી હોતો જ્યારે બીજાં અન્ય સંબંધોનું ખૂબ કાળજીપૂર્વક જતન કરાતું હોય છે. ઘરડાં મા-બાપને માટે ઘરમાં જગ્યા નથી અને એ જ ઘરમાં કૂતરાને પાળવામાં આવે છે! આજે સંબંધો ખોખલાં થતાં જાય છે. સ્વાર્થ વિનાનાં નિર્મળ અને નિર્ભેળ સંબંધ ખૂબ ઓછાં જોવા મળે છે.
વર્તમાન સમયમાં માણસોનાં સ્વભાવ કાચ જેવાં બટકણાં થઈ ગયાં છે. જતું કરવાની ભાવના કે સહનશક્તિ પણ કદાચ ઓછી થઈ ગઈ છે. જેથી કરીને નાની વાત પણ રાઈનો પહાડની જેમ મોટી દીસે છે અને તરત જ સંબંધ તૂટી જાય છે. એમ જ લાગે કે સ્વાર્થ પૂરો એટલે વ્યક્તિ સાથેનો નાતો પણ પૂરો. ત્યારબાદ શરૂ થાય આમને-સામને મેણાં- ટોંણાનો વરસાદ. આજકાલ તો સોશ્યલ મિડિયાનો સહારો લઈને જાહેરમાં એકબીજા ઉપર કાદવ ઉછાળવામાં આવે છે. આજે તો લોહીનાં સંબંધોમાં પણ લૂણો લાગી ગયો છે. ક્યાંક સંપત્તિ માટેની લડાઈ તો ક્યાંક અહમનો ટકરાવ!
હવે પહેલાંની જેમ સંયુક્ત કુટુંબ નથી અને વિભક્ત કુટુંબમાં દરેક વ્યક્તિનું સ્થાન બદલાયું છે. દરેક પોતાનાં નાનાં રજવાડાંનો રાજા છે. ન્યુક્લિયર ફેમિલીમાં સંબંધોની વ્યાખ્યા પણ નાની થઈ ગઈ છે. ખરેખર તો જે સગાં છે તે વ્હાલા નથી અને વ્હાલા છે તે સગાં નથી!
જિંદગી કાર્ડિયોગ્રામની રેખાની જેમ ઉપર નીચે થતી રહે છે. જો આ લાઈન સીધી થઈ જાય તો? તો શ્વાસ ખૂટી જાય, એ જ રીતે મેણાં-ટોણાંથી લાગણીઓ વેર વિખેર થઈ જાય છે અને માણસ તૂટી જાય છે. તેથી સંબંધ તૂટવાનો અહેસાસ ખૂબ ભયંકર હોય છે. નાજુક છોડની જેમ દરેક રિશ્તાઓને પ્રેમ, લાગણી અને હૂંફથી પોષવા પડે છે.
— ડૉ. રેખા શાહ
[3/30, 1:00 AM] Pradip: Nog..Ss.no.73
વિષય.. સંબધો,લાગણીઓ ના મહેણાં ટોણા.
પ્રકાર..ગદ્ય
શીર્ષક..પારકી જણી.
પરેશના લગ્ન સ્વેતા સાથે ધામધૂમથી કરી આપ્યા કારણકે સ્વેતા પરેશને ગમતી સરકારી નોકરી વાળી શ્યામ વર્ણ પણ સમજદાર પરેશ પ્રાઇવેટમાં જોબ કરે ,એટલે એણે જેવી સ્વેતાને જોઈ હતી ત્યારથીજ મનમાં નક્કી કર્યું હતું કે ભલે સ્વેતાનો દેખાવ થોડો ઓછો છે પણ સમજુ ને સંસ્કારી,ને પ્રેમાળ છે,એટલે એને સ્વેતાને પસંદ કરી પણ ઘરમાં કોઈને ના ગમી કારણ એકજ પરેશ દેખાવડો એના પ્રમાણે સ્વેતા નથી,લગ્ન કરી ગૃહ પ્રવેશ વખતે બધાના મોઢા ચડેલા,
બે નણંદ સાસુ અને બીજા કેટલાય એકજ વાત કરતા કાગડી દહીંથરુ લઈગઈ,વાતે વાતે ઘરમાં સ્વેતાને મહેણાં મરાતાં અમારે તો હિરોઇન જેવી લાવવાની હતી આ કામવાળી જેવી આવી ગઈ,શુ જોઈ ગયો એમાં,આ પારકી જણીએ શુ જાદુ કર્યો કે એનોજ થઈ ગયો,એના બાપને ત્યાં કાંઈ જોયું નહીં હોય એટલે રૂપાળો પૈસાદાર ઘરનો છોકરો જોઈ ફસાવી લીધો ,રોજ આ સાંભળવાનું,
સ્વેતા કંઈજ નહીં બોલતી કારણકે સ્વેતા સમજદાર હતી ,નોકરી કરતી સ્વમાની છોકરી હતી પરેશ એને સમજાવતો તું મને ગમે છે બસ વાત પૂરી બીજા કોઈ કઈપણ બોલે તેનું તું ધ્યાનમાં ના લઈશ પરેશ ના બે મીઠા શબ્દોથી થોડી વાર માટે બધું ભૂલી જતી પરંતુ આજે લગ્નના ત્રેત્રીસવર્ષ થયા તોય એજ સાંભળવાનું કે પરેશ તો હજી પણ સુંદર લાગે છે તું એની આગળ ડોસી જેવી લાગે છે ઘરડી લાગે છે ત્યારે બહુ દુઃખ થાય છે,એક માંને પોતાનો દિકરોથોડો દેખાવડો હોય તો કોઈ સમજદાર નોકરી કરતી સામન્ય દેખાવ વાળી સ્ત્રીની જરૂર નથી એમને તો ઘર શોભે એવી રૂપાળી સ્ત્રી ની જરૂર હોય છે,ભલે ઓછું ભણેલી હોય કંઈજ ના આવડતું હોય તોય પોતાના દીકરા કરતા રૂપાળી વહુજ ગમે..એ આજે પણ એટલુંજ સત્ય છે જેટલું પહેલા હતું.
નયના પટેલ..
[3/30, 1:00 AM] Pradip: NOG SS NO: 0099
વિષય સંબંધોના મહેણાં- ટોણાં
પ્રકાર: પદ્ય
શીર્ષક: સમર્પણ કર
બહારના સૌંદર્યને સજાવવાનું તું છોડી દે,
તારી જાતને લોકસેવાનાં કાર્યોમાં જોડી દે.
આતમને ઓળખીને ‘અહમ્’ને ઓગાળી દે,
જગતને સુંદર બનાવવા જાતને બાળી દે.
સંબંધો નિ:સ્વાર્થ બાંધી ઈશ્વરને અર્પણ કર,
ઈર્ષ્યા ને અહંકાર ત્યાગી સર્વસ્વ સમર્પણ કર.
તારી અમાપ શક્તિને સ્વાર્થથી દૂર રાખજે,
કુદરતને પ્રસન્ન રાખી ધીરજનાં ફળ ચાખજે.
સબંધોની જાળને સાચવવું તારા વશમાં નથી,
સંબંધોના મહેણાં સાંભળવા તારી નસમાં નથી.
🖋️ ભાવનાબેન મિસ્ત્રી “અભય”
વલસાડ
[3/30, 1:00 AM] Pradip: NOG SS : 100
નામ : બીજલ જગડ
વિષય : સબંધો
પ્રકાર : પદ્ય
શીર્ષક : *સબંધો ના કુકડાઓ બોલે છે*
સબંધ આપણો સ્મૃતિમાં સ્થિર અટકી ગયો,
ગત જિવતરે સબંધો ના કુકડાઓ બોલે છે.
સાત જનમનો ડૂમો મારી લાગણીમાં તણાઈ,
ખોબે ખોબે સબંધો ના કૂકડાઓ બોલે છે.
ચકલી જેવી જાત ને એનો પર્વત જેવો ગ્રંથ,
પાને પાને સબંધો ના કુખડાઓ બોલે છે.
ઉઘાડ ઘરના બંધ દરવાજા ઉંબરો વટાવી,
ઈટે ઇટે સબંધો ના કુકડાઓ બોલે છે.
તારા સ્મરણના ભીના શુકન ઉગયા નહિ,
પળે પળે સબંધો ના કુકડાઓ બોલે છે.
~ બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર
[3/30, 1:00 AM] Pradip: N.O G SS.NO.0026
વિષય,- મહેણાં ટોણાં.
શીર્ષક -ક્યાં મજબૂરી?
મ્હેણાં , ટોણાં ક્યાં મજબૂરી?
ખ્યાલ બધાંયે છે ફિતૂરી.
મનમાં લૈ એ ધ્યાન ધરો તો,
ફરશે ભીતર મીઠી છૂરી.
ફૂલ સમા જો ખિલી રે’શો,
મ્હેકો થઈને ત્યાં કસ્તૂરી.
મ્હેણાં , ટોણાં જુદી જાતો,
કાળા હૈયા, હાલત બૂરી.
જેવું કરતાં એવું ભરતાં,
સાચી વાત સદા છે શૂરી.
અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
[3/30, 1:00 AM] Pradip: *NOGSS NO-* 0088
*વિષય-* સબંધો, લાગણીમાં
*પ્રકાર-* પદ્ય
*શીર્ષક-* સંબંધો રમે સાતતાળી!
*શબ્દો-* 115
*નામ-* ડૉ. મનીષા વ્યાસ
જીવતરનાં મેદાનમાં સબંધો ઉતર્યા છે,
અહીં રમવા રે સાતતાળી!
એક જણ પકડાય ત્યાં બીજો રે છટકે,
પાડી વાંધા ને વચકા ભારી..
પ્રેમને આંબું ત્યાં લાગણી લલચાવે..
હાથવેંત તોયે ના પકડાતી…
ભાવનાને ભાવથી ને સંવેદનાને સાદ દઈ
બોલાવતાં મચકોડે મોં ઊભી..
ભાઈચારો ભાગ્યો ને સામાજિકતા સંતાઈને..
દોડતાં રહેતાં અંતર રાખી..
એકધારું રમતાં ને દોડતાં શરીર થાક્યું,
પરસેવે ખૂબ રેબઝેબ થઈ..
ત્યાં નાનકડી આંગળીનાં ટેરવાં સરવળ્યાં ને,
બતાવ્યો મોબાઈલ સૌને જોઈ..
દોડતું ટોળું સંપીને સૌ સાથે થઈ આવ્યું
એકમેકમાં હાથ પરોવી ભાઈ..
સમજો સોશ્યલ નેટવર્કિંગના જમાનાને
સંબંધો ટોળે વળ્યા છે અહીં!
✍️ *ડૉ. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
*તારીખ:-* 29/03/22
[3/30, 1:00 AM] Pradip: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
વિષય:- સંબંધો / લાગણીઓમાં મહેણાં ટોણા
શિર્ષક :- નકારાત્મક અભિવ્યક્તિ- મહેણાં ટોણા
જન્મતાં જ મળી અવનવા સબંધોની સોગાત,
દિલથી નજીક કોઈક તો કોઈક ધબકે ધબકારા સંગાથ.
સ્પર્શથી અનુભવાતી લાગણીઓને શૈશવમાં,
મળી સમયાંતરે વાચા, ભાષા ને શબ્દોની તાકાત.
શબ્દોના ત્રાજવે તોલાતી લાગણીઓ અહોરાત્ર,
ક્યાંક પ્રોત્સાહન તો ક્યાંક ટીકાઓ અમાપ.
કરતી કોઈ મને મુઠ્ઠી ઉંચેરી, તો કોઈ પાડતી મારી નીચી છાપ,
સમજતું નથી કોઈ સાચે જ સંબંધોના આ નિત નિરાળા તાપ.
પોરસાય જો લાગણી તો થાય પ્રશંસાનો વરસાદ,
આશીર્વાદની ભરમાર ને શુભેચ્છાઓય બેસુમાર.
સદૈવ હિત હૈયે વસે છે એની વારંવાર જાહેરાત,
સકારાત્મકતાનો વહેંચાતો જાણે ચારેકોર પરસાદ.
દુભાય જો લાગણી તો સંબંધોમાં થાય ઉલ્કાપાત,
ટીકા ને મહેણાં થી ધ્રૂજતા ભાવજગતના આભ ને પાત.
ગુણો ને બદલે માત્ર અવગુણો પર જ થતો દ્રષ્ટિપાત,
નકારાત્મકતાનું જ સામ્રાજ્ય પ્રવર્તે અહીં દિન ને રાત.
મહેણું વાગે જો મર્મ સ્થાને તો વ્યક્તિત્વ પર થાય વજ્રાઘાત,
લાગણીઓ ને સંબંધો પર એ ચોક્કસ કરી જાય પક્ષાઘાત.
બોલનાર ને સુણનાર બંને ને દઈ જાય કારમો આઘાત,
પરિણામ જોઈને સંવેદનશીલ જરૂર પામે મર્મઘાત.
નફરત, ઈર્ષ્યા ને વેરઝેરની ઉપજ છે મહેણાં ટોણા,
દબાયેલો કોઈ આક્રોશ પહેરે જાણે વાઘા કડવા શબ્દોના.
લાગણીઓને કરી નાંખે તાર-તાર ને,
મહોરા ઉતારી અસલી ચહેરા બતાવે સંબંધોના.
કોઈક બોલતા સદાય વાંકુ, ટોણા મારવાની ધરાવે ટેવ,
લોકો ભાગે દૂર એમનાથી, જાણે અધર્મીથી દૂર ભાગે દેવ.
કરતા સદાય વાતાવરણ ભારે જ્યાં પણ જાય ને જ્યારે,
કોઈ એમની આ ટેવ સુધારો હમણાં ને અત્યારે.
ચકાસજો બસ એક જ વાર, બોલતા પહેલા શબ્દ,
મને ગમે આ, જો કોઈ બોલે મારા માટે આ ટીકાભર્યા શબ્દ?
લાગણીઓને એ રહેંસી નાંખશે, સંબંધોને કરશે બુઠ્ઠા,
થઈ જશો ક્યારેક સામસામે તો આપવા પડશે સ્મિત જુઠ્ઠા.
અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૨૯ /૦૩ / ૨૨.
[3/30, 1:00 AM] Pradip: NOG SS NO.0081
વિષય : સંબંધો/ લાગણીઓનાં મહેણાં ટોણાં
પ્રકાર : પદ્ય
શીર્ષક : સમજનાં સગપણ
સંબંધ હોય સગપણ કે મૈત્રીનો,
હોય પરિચય તો ય ફાલે મહામૂલો.
આપે શીખ મા,દાદી , ઘરનાં વડીલો,
જેથી વધે સંતાનોનો ગુણોનો વડલો.
રીત અને રસમ તો કોઈ ચોપડે નથી લખાયાં,
પણ પેઢી દર પેઢી એ વણપૂછ્યે પૂજાયા.
દીકરી જ્યારે માંડે ડગ શ્વસુરગૃહે છોડી સઘળું,
ઓથાર ભયનો ક્યાં ક ઓછું આવ્યાનો.
ટોકશે , ભાંડશે, ઠઠ્ઠા ઉડાવશે, ચિંતા એ,
રહેવા ન દે સુખે તનયા કે માત -પિતાને.
માનવ આ સંબંધોને ક્યારે પૂછશે,પૂજશે,
કોઈને દુભવી,યાચી,લૂંટી ક્યાં લગણ પોષશે?
મન,મોતી અને કાચ, તૂટ્યાં પછી ન સંધાય,
ટોણાં મારી મન ભાંગી પ્રેમે કેમ જીવાય ?
મન સાફ ,નિયત ચોખ્ખી, લાગણીઓની થાય દરકાર,
નર હોય કે નારી, મેણું મારી,ટોણાં થકી નવ ખુશ રહેવાય.
મેણાં ટોણાંથી ના થાય પ્રશ્નોનું નિવારણ,
ખામી અવગણે,અપનાવે અવરને થઈ નિખાલસ.
સમ’થી ‘બંધાયાં’ આ જે સમજનાં સગપણ,
તવ થાય ધરા મનભાવન,પ્રેમથી પાવન પાવન.
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
.
[3/30, 1:00 AM] Pradip: NOG SS No.111
વિષય:સંબંધો/લાગણીઓનાં મહેણાં ટોણાં
વિભાગ:ગદ્ય /લેખ
શબ્દ સંખ્યા: ૨૯૪
શીર્ષક: સંબંધોની ગરિમા
સંબંધ એટલે શું? કહોને કે, જીવનનો આધાર સ્તંભ. સામાજિક વ્યવસ્થા સાથે લાગણીઓનું વાવેતર. જીવનકેડીએ નવાં સંબંધો બંધાય છે તો કોઈક છૂટી પણ જાયછે.કોઈક સંબંધ જીવનભરનું સંભારણું બની જાય છે, તો કોઈક કડવી યાદ. જીવનમાં વિવિધ સ્તરે જેમકે કૌટુંબિક, સામાજિક, અંગતજીવન માં સંબંધ માવજત અને આદર માંગી લે છે. લાગણી, પ્રેમ હંમેશા સંબંધ ને જીવંત રાખે છે તો ગેરસમજ, ઈર્ષા, અહંકાર મૃતપ્રાય કરી દે છે.સંબંધો ટકાવવા ઉભય પક્ષે બાંધછોડ જરૂરી છે.
સંબંધો માં ઉતારચઢાવ આવ્યાં જ કરે. તેમાં થતી ટીકા, મહેણાં ટોણાંને સકારાત્મક જોવાની દ્રષ્ટિ કેળવીએ તો તે વ્યંગબાણો જ ક્યારેક સફળતાની કેડી તરફ દોરી જતાં હોય છે. મહેણાંથી વ્યથિત ન થતાં, ધૈર્ય રાખીને,ગેરસમજ, કુટુંબ ક્લેશ ટાળી, વિચારીને કોઈ સજાવેલા સપનાં ને નક્કર રૂપ આપવાનું સાહસ ન કરીએ!
આજે વાત કરવી છે, કાર્યક્ષેત્રે નજીકની સહેલી પ્રેરણાની.તેણીએ ગ્રેજ્યુએટ થયા બાદ પોતાની મનપસંદ પ્રવૃત્તિઓ વિવિધ કોર્સ દ્વારા શીખી, શોખ પૂરાં કર્યાં. લગ્ન કરી સાસરે ગઈ. પતિ ઉચ્ચ પદે કાર્યરત હતાં. તેમનાં તરફથી પ્રેરણાને નોકરી કરવાનો આગ્રહ ન હતો .સમય જતાં બે સંતાનો ની માતા બની. સાસુમાનો આડકતરી રીતે ઈશારો રહેતો કે પ્રેરણા નોકરી કરે, ઘરમાં પૈસાની છૂટ રહે.તેઓ પડોશમાં તેમજ ફેરિયાઓ પાસે આ સંદર્ભે ફરિયાદનાં સૂરમાં કહેતાં કે તેમને ખરીદી કરવાનું તો બહુ મન થાય પણ આ ઘરમાં ચારજણ ખાનાર અને એક જ કમાનાર છે. પ્રેરણા ગમ ખાઈ જતી.તેને મનમાં થતું લગ્ન વખતે સાસુમાને જાણ હતી કે તેણી નોકરી નથી કરતી! વારંવારના મહેણાંથી દુઃખ થતું પણ તેણે સમજથી કામ લીધું.ઘર અને બાળકોનાં ઉછેર સાથે સાસુમાને વિશ્વાસમાં લઈ પોતાનું પ્રિય શિક્ષણક્ષેત્ર પસંદ કર્યું.
પ્રેરણાએ પ્રથમ ઘરમાં, પછી શાળામાં તેમજ શીખવાની અક્ષમતા ધરાવતાં બાળકોની સંસ્થામાં ભણાવવાનું કાર્ય શરૂ કર્યું. ખૂબ સફળતા પ્રાપ્ત કરી.વાલી તેમજ બાળકોનો પ્રેમ, વિશ્વાસ મેળવ્યો. આજે પ્રેરણા એક શાળામાં ‘હેડ ઑફ ડિપાર્ટમેન્ટ’ નાં પદે કાર્યરત છે.
માટે જ, સંબંધોની ગરિમા જાળવવી અનિવાર્ય છે. પ્રેરણા નાં સકારાત્મક વલણથી એક પરિવાર તૂટતાં બચી ગયો.
✍️ ભાવના દેસાઈ ‘ભાવુ’
©️
૨૯/૦૩/૨૦૨૨