[3/27, 8:57 AM] Vibhitiben Desai: NOGSS/0044
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા
વિષય:- સંબંધો/લાગણીઓનાં મહેણાં ટોણાં
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- સ્ત્રીનું મૂલ્ય
શબ્દો:- ૬૨
ખંજરના ઘા
નજરે ચઢ્યા.
છૂપાય ગયાં
વાણી કેરાં ઘા.
મહેણાં ટોણાં
સહેતી રહી.
વદને હાસ્ય
રેલાવી રહી.
કુટુંબ કાજે
સંઘર્ષ કરી,
ઘસાતી રહી.
સાથે રહે સૌ
ભાવના કાજ,
નિજ ઓરતા
બાળતી રહી.
કદર નહીં
ભાવના કેરી,
બે મીઠાં બોલ
સુણવા કાજ
તરસી રહી.
લીધી વિદાય
હંમેશ માટે.
નોંધારા બન્યા
ત્યારે સમજ્યા
સ્ત્રીનું મૂલ્ય.
રડી રહ્યાં સૌ
તસ્વીર સામે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[3/28, 5:56 PM] Leena Sharma.MeM: NOG.SS.NO.0098
વિષય:- સંબંધો/લાગણીઓ ના મહેણાં
ટોણાં
પ્રકાર:- ગદ્ય,
શીર્ષક:- વાસ્તવિકતા
મિત્રો, સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો સાસ- વહુ, દેરાણી- જેઠાણી, નણંદ -ભાભી નો સંબંધ પ્રાયઃ છત્રીસનો આંકડો દર્શાવે છે.છોકરીઓ પણ લગ્ન પહેલા આવી ખરાબ ગ્રંથિઓ થી જકડાયેલી હોય છે .લગ્ન પછી જ સંબંધો ની સાચી ઓળખ ખબર પડે છે. કેમકે લગ્ન પહેલાં જ ઘણા ખરાબ ટોણા સાંભળવા મળે છે છોકરીઓને. ભાગ્યે જ લગ્ન પછી છોકરીઓમાં આવા સંબંધોમાં લાગણીઓ નું સારુ તાલમેલ જોવાય છે.
મિત્રો એવી જ એક બહેન છે અંજલી શર્મા જે સામાન્ય કુટુંબથી આવી ને સામાન્ય કુટુંબમાં જ પરણેલી. અંજલિના લગ્નના થોડા જ દિવસ થયા હતા ને એમના પપ્પા નું અને થોડા જ અંતરાલમાં એમ ના સસરા નું અવસાન થયું પરિવાર પર દુઃખનો પહાડ તૂટી ગયો . સાસુ અને બહુ બંને બહુ દુઃખી હતા કેમકે એક બાજુ પિતા તો એક બાજુ પતિ એ ગુમાવ્યા હતા. એવા કપરા સમયે અંજલિએ પોતાના સારા વર્તનથી સાસુમા ને દુઃખ હળવો કર્યો. અંજલિના વર્તનથી સાસુમા ખુશ હતી અને મનોમન ધાર્યું હતું કે હું મારી વહુ ને બધી ઈચ્છા પૂર્ણ કરીશ. એમને અંજલી એ કીધું અંજલી બેટા તું ઘરની ચિંતા ના કર તે જે સપના જોયા છે તેને પુરા કર .તું આગળ વધ હું છું તારી જોડે .અંજલી નોકરી કરે છે એમના બે નાનાં છોકરાઓ છે સાસુમા ઘરનું ને છોકરાઓ નું સ્કૂલ ,ટ્યુશન નું બધું કામ જોએ છે.
આજે અંજલી સાસુના લાગણીના મજબૂત સંબંધ થી નોકરી ની સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ થી જોડાયેલી છે ,ને ભણતર સાથે ગણતર પણ હોવો જોઈએ એ ચરિતાર્થ કરી રહી છે ને આગળ વધી રહી છે બંને સંબંધો (સાસુ -વહુ ) લાગણીઓ થી ભરપુર છે. બન્ને એકબીજા પર ગર્વ અનુભવે છે . સમાજ અને કુટુંબ માટે એ ગૌરવ ની વાત છે.
મિત્રો, સંબંધો કોઈ પણ હોય પણ લાગણી થી ભરપુર હોય તો માણસ જીવનમાં શિખર ઉપર હોય.
✍️
લીના શર્મા
હાલોલ.