GN_04-03-2022.
*****†*****************************
NOG સાહિત્ય સરિતા
NogSS:-106
વિષય:-“નારી શક્તિ”મહિલા વિશેષ યોગદાન
**શીર્ષક:-” સ્ત્રી ખોવાઈ ગઈ”
મુક્તિદા કુમાર
“મનચલી”
——————–
ઓ હાં.. રે હું તો
ખોવાઈ ગઈ..
તારા ફળિયામાં
મનના પટાંગણે
મારાં જીવતરમાં રંગ ભરતી
ખોવાઈ ગઈ..
ક્યારે?
ખબર નથી.
શોધું છું મને
જો અહીં તહીં !
હું શોધ્યા કરું છું,
એક પિયરના પડાવમાં
કે સાસરિયાંના સંગાથમાં
અહીં કે તહીં?
જોને હું શોધું,
શોધતી જ રહું,
મારાં બાળકના બબડાટમાં
એની કાલીઘેલી બોલી
મારી જિંદગીની હેલી!!! સંસારના સાગરમહીં પડી
જો મળે અહીં?
મળું તો કહેજો ને..
હું તો ખોવાઈ ગઈ!!!
જિંદગાનીના
મેળાની એ વાટમાં?
કે તારા ફળિયામાં?
મનના પટાંગણે?
શોધું છું મને
ખબર નથી!
ક્યાંય છું હું? ક્યાંક હું??!
શોધું છું મને હું..
હું તો ખોવાઈ ગઈ..
“ભીતર પડી મહીં”.
ભીતર અહીં તહીં.
*********************************
: NOG SS 0989
વિષય નારી શક્તિ મહિલા દિન
પદ્ય
શીર્ષક તારા વિના
———
નારી વિના દુનિયાની કલ્પના અસંભવ
નારી તું છે જગતની જનની
હરદમ
નારી તું નારાયણીનો સાદ છે શાશ્વત
નારી તું નારાયણી નારી તું નારાયણી
—
જગતમાં નારી તું શક્તિનો પુંજ છે
તારે પ્રતાપે ધર્મ નો ગઢ અતૂટ છે
તું છે તો જગતમાં દયાની ગંગા છે
નારી તું નારાયણી નારી તું નારાયણી
—
માતા દીકરી બહેન પત્ની રુપ તારા ઝુઝવા
પ્રેમાળ પવિત્રતાની સરગમ લાગે ગુંજવા
કુટુંબમાં હેતે સહુ વડીલને લાગે પૂજવા
નારી તું નારાયણી નારી તું નારાયણી
—
સુંદર સંસ્કારથી નેલાગણી ના ધોધથી
સમય સાચવે તું તારી સુઝ
બુધ થી
જરુરત પડે તયારે રણચંડી
ના સાદથી
નારી તું નારાયણી નારી તું નારાયણી
—
પુણ્ય શ્લોક અહલયા ના દિવ્ય કરમે
ઝાંસીની રાણી ને સીતાના
દિવ્ય માર્ગે
નારી તું હંમેશા પૂજય ધરતી ને સ્વર્ગે
નારી તું નારાયણી નારી તું નારાયણી
********************†************
NOG SS NO – 0037
વિષય – મહિલા દિવસ અંતર્ગત રચના.
વિભાગ – પદ્ય.
શીર્ષક – નારી.
હે નારી તું નારાયણી,તું શક્તિનો સ્ત્રોત.
સ્વને તું ઓળખજે, તું જ સમાન ન કોઈ.
તું લક્ષ્મી તું સાવિત્રી, તું સીતા ને ગીતા.
તારા ગુણલાં ગાય સદા,
નર ને નારાયણ.
તુજમાં શકિત,તુજમાં ભક્તિ,
તુજમાં સહનશીલતા ભરપૂર!
તુજમાં મમતા તુજમાં સમતા,
તુજમાં કરુણા, કલ્પના અમૂલ્ય!
તું ત્યાગી તું વૈરાગી, તું જગતની જનેતા.
તારા ચરણો સ્પર્શવા,અંબર પણ વરસતા.
ભૂત,ભવિષ્ય વર્તમાન તુજમાં સમાયાં,
તપસ્વીઓનું તપ,મૌન, જળની નિર્મળતામાં શક્તિ રૂપા તું.
સુંદરતાની તું પરિભાષા, જ્ઞાનની ગંગા.
બની રહેતી તું અબળા,
એ જ તારી મહાનતા.
સંત,શૂરા, વીરો, રામ કૃષ્ણની
તું છો પાવક જનેતા,
ધન્ય ધન્ય તારી કુરબાનીની કથાઓ!
હે *નારી* શકિત.
હેમલતા દિવેચા ‘ હેમ ‘
***********************************
NOG SS 0112
વિષય -નારી શક્તિ મહિલા દિન
વિભાગ -પદ્ય
શીર્ષક – માઁ કહો કે સન્નારી, હતી આખર એક નારી.
તા – 03/ 03/ 2022
અભણ હતી છતા, દુઃખ અમારા જાણતી,
અસર કરે નહિ દવા, તો નઝર પણ ઉતારતી
માઁ કહો કે સન્નારી,હતી આખર એક નારી.
દુઃખના ડુંગરો ખુબ જોયા , છતા હિંમત કદી ન હારી હતી
જુના જમાનામાં જીવતી , છતાં અમારી એ. ટી. એમ. હતી.
માઁ કહો કે સન્નારી, હતી આખર એક નારી.
હરતી ફરતી જ્ઞાન તણી, એકમાત્ર યુનિવર્સીટી હતી,
ગળથુથીમાં જ સંસ્કારનુ સિંચન આપતી હતી.
માઁ કહો કે સન્નારી,હતી આખર એક નારી.
ગરીબ ખુબ હોવા છતા, દિલની ખુબ અમીર હતી,
” રાજ ” રડતી આંખો એ પણ આશિષ સુખના આપતી.
માઁ કહો કે સન્નારી, હતી આખર એક નારી.
રચના,,
રાજેશભાઇ વ્યાસ, ધ્રુવનગર, મોરબી