[2/15, 2:03 AM] Pradip: NOG SS 0002
શીર્ષક પ્રેમ શું છે?
મિત્રો,14 ફેબુ્રઆરી એટલે પ્રેમી પંખીડાનો દિવસ એટલે કે *વેલેન્ટાઈન ડે*.
વસંતોત્સવનો પ્રેમોત્સવ એટલે *વેલેન્ટાઈન ડે*.
નિર્મળ પ્રેમનો એકરાર એટલે *વેલેન્ટાઈન ડે*.
તો ચાલો મિત્રો આ વસંત રૂપી પ્રેમને માણવા હું મારી એક કવિતા રજુ કરું છું .
*પ્રેમ એટલે શું?*
પ્રેમ શું છે?
પ્રેમ એટલે ,”લાગણીનું સ્પંદન”
પ્રેમ એટલે, “મીઠાં ઝરણાંની અવિરત ધારા”
પ્રેમ એટલે,”આનંદના અવસરનું આંગણુ”
પ્રેમ એટલે, “નયનોના નજરોનું નિશાન”
પ્રેમ એટલે,”શરમભારે ઢળેલી આંખલડી”
પ્રેમ એટલે,”રણમાં ખીલેલું ગુલાબ”
પ્રેમ એટલે, “મૃગજળનાં ધસમસતાં વહેણ”
પ્રેમ એટલે,”ઝાંઝવાનાં જળમાં તરતાં બે પક્ષીઓ”
પ્રેમ એટલે,”પથ્થર વચ્ચે તરણાંનું હિજરાવું”
પ્રેમ એટલે,”મંજરીઓ પર મધુકરની ગૂંજારવ”
પ્રેમ એટલે,”ધરતીનો શણગાર”
પ્રેમ એટલે ,”હૈયામાં છલકાતો વૈભવ ”
પ્રેમ એટલે, “પાંગરવાથી પીડાની અનુભૂતિ ”
પ્રેમ એટલે ,”કોયલનું મધુર કુંજન”
પ્રેમ એટલે ,”અંતરનો વલોપાત”
પ્રેમ એટલે “તાપની છાંયડી ને શીતલતાની હૂંફ”
પ્રેમ એટલે “મમતાની પરખને તાતની સુંગંધ”
કહે *નિયતી* પ્રેમ એક એવી અનુભૂતિ છે જ્યાં સમય પણ અટકી જાય છે,પ્રેમનો વિસ્તાર અનંત છે, એને ન કોઈ સીમાડાનાં બંધન……
જીજ્ઞા કપુરિયા “નિયતી”
[2/15, 2:03 AM] Pradip: NOG. SS. NO. 0097
વિષય : વેલેનટાઈન ડે
પ્રકાર : ગદ્ય
શીર્ષક : લાગણીનું પ્રતીક પ્રેમ
સુખદ અને દુ:ખદ પ્રસંગોએ ઉદ્દભવતી લાગણીઓ વ્યક્ત થાય એ પ્રેમ. શબ્દો અને ભેટ-સોગાદ એ તો
મહોરા માત્ર છે.જેના માધ્યમથી વ્યક્તિ પોતાની મરજી મુજબ નકલી ઓપ આપે છે.
વ્યવહાર અને વર્તન દ્વારા સાચી લાગણીઓ વ્યક્ત થાય છે. માહેર એમાં પણ પોતાની કલા બતાવે પણ એ
જવલ્લે જ.
સરસ ટેસટી રસોઈ જમ્યા પછી અકારણ રસોડામાં બે આંટા મારી આવવા એ જ પ્રેમ.
ઘરના બગીચાનું સુગંધી ફુલ માથામાં નાંખીને કામ કરતી
પત્ની પાસે અચાનક જ અકારણ બીન જરુરી કોઈ ચીજની માગણી કરી નજીકથી એ સુગંધને શ્વાસમાં ભરી લેવા પ્રયત્ન કરવો એ પ્રેમ.
આ પ્રેમ માં ગજરાની જરુર ખરી?
વ્યવસ્થિત તૈયાર થઈને,લોઢી તપે ત્યાં સુધીમાં ફટાફટ ઓફિસ બેગ,મોજાં, ગાડીની ચાવી તૈયાર કરીને મૂકી દેવા. તરત ઉતરતી ફુલેલી રોટલી પીરસવી અને એ મેંહકને મન ભરીને માણતાં એકાદ રોટલી વધારે જમી લેવી એ જ પ્રેમ.
આ બધી કિંમતી ક્ષણોનો ગુલદસ્તો એ જ વેલેનટાઈન ડે.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા-સિડની
૧૪/૨/૨૨
[2/15, 2:03 AM] Pradip: NOG SS 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:- પ્રેમનો જાદુ
હૃદયના તંતુને પરસ્પર જોડે છે પ્રેમ,
જીવન બને જો રંગવિહીન, તો સપ્ત રંગ ઢોળે છે પ્રેમ.
સુના દિલના અરમાનોને ઝક્ઝોળે છે પ્રેમ,
આંસુને સ્મિતમાં ઝબોળે છે પ્રેમ.
તૂટેલી દિલની શાખ પર નવી આશા સજાવે છે પ્રેમ,
નવો જોશ, નવી ઉમંગથી જીવન છલકાવે છે પ્રેમ.
રાધાને કૃષ્ણની જોડીને પૂજનીય બનાવે છે પ્રેમ,
મીરાંને મહારાણીમાંથી જોગણ બનાવે છે પ્રેમ.
બરડ માનવને મુલાયમ બનાવે છે પ્રેમ,
વેર-ઝેરને નફરતને પળમાં ભુલાવે છે પ્રેમ.
જેને જોતાજ હૈયું ધબકાર ચૂકી જાય એ છે પ્રેમ,
આનંદની હેલીમાં તન-મન ભીંજી જાય એ છે પ્રેમ.
મૃત શરીરમાં પ્રાણ પુરે છે પ્રેમ,
પ્રિયપાત્રના વિયોગમાં રાત-દિન ઝુરે છે પ્રેમ.
જેને મળે સાચા રૂપમાં એના જીવનને સ્વર્ગ સમું બનાવે છે પ્રેમ,
ન મળે એને આજીવન વેદનામાં રડાવે છે પ્રેમ.
ક્યારેક કોઈના જીવનનું કારણ બને છે પ્રેમ,
તો ક્યારેક જીવનને મોતમાં પલટાવે છે પ્રેમ.
મળે તો જીવન ધન્ય બનાવી દે છે પ્રેમ,
ના મળે તો દર્દ સાથે કાયમનો સંબંધ જોડી દે છે પ્રેમ.
અઢી અક્ષરનો શબ્દ બની જગ આખાનું ભાન ભુલાવે છે પ્રેમ,
પોતાના જાદુથી જગ આખાને આંગળી પર નચાવે છે પ્રેમ.
અલકા નવીનચંદ્ર મહેતા
ગાંધીનગર
૧૪/૦૨/૨૨.
[2/15, 2:03 AM] Pradip: Nog ss 106 સાહિત્ય સરિતા ગ્રુપ
વિષય:-વેલેન્ટાઈન ડે,રોમાંચ,યાદગાર પત્રો..
શીર્ષક:-“પ્રેમનું સમારકામ”
મુક્તિદા કુમાર.
‘મનચલી’
——-
શું થયું?
અટકી ગયો!
ઇર્ષ્યા રૂપી ગતિરોધક ભરખી ગયો??
સમારકામ ચાલુ છે?
હોય નહિ!
હોય નહિ એ તો ધરખમ ઇમારત હતી!!
ઓહ!
સમયનો લૂણો લાગી ગયો.
ખમતીધરના ખોરડે
ખોવાઈ ગયો,
ખોવાઈ ગયો જે પ્રેમ
ખૂંપાઈ ગયો તે!
ક્યાં કને કોણ જાણે??
એ પ્રેમની ખુદાઈ અને,
ખોદાઈ કરતાં,
ઈતિહાસના પાને
જડાઈ ગયો?
‘યાદોનીયાદ’માં ખણખણ્યો એ પ્રેમ.
ક્યાં હતો?
ખોવાઈ ગયેલો પ્રેમ??
શું થયું?
સમારકામ ચાલુ છે.
પ્રેમ નું!!???
ગતિરોધકથી વંકાઈ ગયો?ફંટાઈ ગયો?
સમારકામ ચાલુ છે.
પ્રેમનું છે,પ્રેમથી,પ્રેમથકી.
—–મુક્તિદા કુમાર
‘મનચલી’
[2/15, 2:03 AM] Pradip: *NOG SS NO 0081*
*પ્રકાર : ગદ્ય*
*વિષય : વેલેન્ટાઈન ડે*
*શીર્ષક :કથા વેલેન્ટાઈન ડે ની*
*શબ્દો : ૩૧૬*
વેલેન્ટાઈન ડે આપણે પ્રેમની અભિવ્યક્તિ માટે ઉજવીએ છીએ. હવે તો એને વ્યાપક રૂપે પ્રેમી,પતિ કે મિત્ર જ નહીં પણ સખી,માતા પિતા કે ઈશ્વરને પણ પ્રેમપાત્ર બનાવી વ્યક્ત કરવામાં આવે છે. આ દિવસ જે એક સામાજિક સંતને નામે ઊજવાય છે એ વિશે થોડું જાણીએ.આમ તો એ પશ્વિમી સંસ્કૃતિ હોવાનું જણાવી વિરોધનો પણ જુવાળ ઊઠ્યો જ છે,પણ આ સિવાય આપણે ઘણું અનુકરણ કરીએ જ છીએ એમનું તો જોઈએ વેલેન્ટાઈન ડેની કથા અને વ્યથા..
સંત હોવા છતાં વેલેન્ટાઈને સમગ્ર માનવજાતનો વિચાર કર્યો અને સરમુખત્યાર રાજા ક્લોડિયસનો વિરોધ કર્યો. પાંચમી સદીમાં થયેલાં આ રાજાએ પત્નીત્વનો વિરોધ કરી વધુ સ્ત્રીઓ સાથે સંબંધ રાખવા કહ્યું.એ ક્રૂર રાજાનું માનવું હતું કે લગ્ન કરવાથી સૈનિકો નબળા પડી જાય તેથી લગ્નની મનાઈ ફરમાવી.
તેથી સંત વેલેન્ટાઈને ભારતીય પ્રથા અપનાવી લગ્ન કરી એક પત્ની સાથે જ રહેવા લોકોને ગામે ગામ ફરી સમજાવ્યાં.એ જમાનામાં યુરોપ અને ભારત વચ્ચે વેપાર વાયા આફ્રિકા ચાલતો.તેથી ભારતથી સાહિત્ય મંગાવી , અભ્યાસ કરી તેમણે લોકોને એક પત્ની સાથે જીવન ગાળવાથી સામાજિક , માનસિક અને શારીરિક ફાયદાઓ વિશે સમજાવ્યાં.
લોકોને આ સમજાતાં લગ્નો વધ્યાં અને ક્લોડિયસનો ગુસ્સો પણ.સંત વેલેન્ટાઈનને એણે ૧૪ ફેબ્રુઆરી ૪૯૮ના દિને એનાં અનુયાયીઓ સામે ફાંસી આપી. મરતાં પહેલાં સંતે પોતાની આંખો જેલરની અંધ પુત્રી જેકોબસને આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.એમણે એનાં પ્રતિ પ્રેમ દર્શાવતો પત્ર લખી છેલ્લે ‘તમારો વેલેન્ટાઈન’ લખ્યું હતું.
તેમની યાદમાં મનાવવામાં આવતા આ પ્રેમ અભિવ્યક્તિનાં દિવસને પહેલાં તો ફૂલો કે હાથે દોરેલાં દિલ કે કબૂતરનાં કાર્ડથી મનાવાતો.ત્યાર બાદ ૧૯મી સદીમાં એસ્થર હાઉલેન્ડ નામની વ્યક્તિએ બ્રિટનમાં હાથે બનાવેલ વેલેન્ટાઈન કાર્ડનો મોટા પાયે વ્યવસાય શરૂ કર્યો.એ જ સમયે અમેરિકામાં પણ આ કાર્ડ મોટા પાયે વપરાવા લાગ્યાં.
કોઈ પણ અતિશયોક્તિ વિવાદ જન્માવે છે તેથી કાર્ડ પર સીમિત ન થતાં સોફ્ટ ટોય્ઝ, ચોકલેટ, કપડાં અને મોંઘાં દાગીના સુધી વિસ્તરે ત્યારે ..
અમેરિકન અભ્યાસ જણાવે છે કે એક અબજથી પણ વધુ કાર્ડ દ્વારા પ્રેમ વ્યક્ત કરાય છે.આ આંકડા ક્રિસમસ નિમિત્તે અપાતાં કાર્ડની હરિફાઈમાં છે.આવા આ માનવતાવાદી સંતની યાદમાં પ્રેમનું વાવેતર કરી એની લ્હાણ કરીએ.
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
[2/15, 2:03 AM] Pradip: *NOG SS NO. -0036*
*વિષય:- વેલેન્ટાઇન*
*પ્રકાર:- પદ્ય*
*શીર્ષક;- લખું કાગળ હું*
*લખું કાગળ હું*
*પ્રિય, તને પ્રેમથી લખું કાગળ હું,*
*ટેરવાનાં સ્પર્શે બનું ઝળહળ હું.*
*ઝરમર વરસતો સ્નેહ ઝીલીને,*
*હેતની હેલીએ વરસતું વાદળ હું.*
*હેલે ચઢેલી યાદ પ્રેમે ચીતરીને,*
*પાંપણે તોરણ બાંધુ પળપળ હું.*
*યાદોનાં તોરણ મનમાં સજાવી,*
*શબ્દે વહેતી રહું ખળખળ હું.*
*હૃદય ધડકતું રહે નામ સ્મરણે,*
*વ્હાલમનું સતત ઈચ્છું મંગળ હું.*
અરુણા ત્રિવેદી
અમદાવાદ