[1/1, 4:53 PM] Bhahvati Panchmatiya.MeM.NOG: NOG.NO.60
ટોપિક: વીતેલાં વર્ષની ખાટી મીઠી
વિભાગ: ગદ્ય
પ્રકાર: [આર્ટીકલ]
શીર્ષક: વીતેલાં વર્ષ સાથે થોડી પળો……વર્ષ ૨૦૨૧
વર્ષ ૨૦૨૧ શરૂ થયું ત્યારે તેનાં પાસેથી લોકોને દર વખત કરતાં વધુ આશાઓ હતી. ૨૦૨૦માં કોરોનાએ જયારે આખાં વિશ્વને હચમચાવી મૂક્યું હતું ત્યારે તેમાં વેઠેલું નુકસાન ૨૦૨૧માં ન વેઠવું પડે તેવી આશા સૌએ રાખી હતી જે અમુક અંશે પૂર્ણ પણ થઈ. અત્યારે જયારે ૨૦૨૧નું વર્ષ વિદાય લઈ રહ્યું છે ત્યારે મેં આ સમય કેવીરીતે વિતાવ્યો તેનાં લેખાં જોખાં!
ડીસેમ્બર ૨૦૨૦માં મને, મારાં પતિદેવ અને બંને બાળકોને કોરોના થયેલો. બધાં હોસ્પિટલમાં છ-છ દિવસ એડમિટ હતાં. ૨૦૨૧ પાસેથી ફાસ્ટ રીકવરીની આશા હતી. પણ તબિયત એકદમ ઠેકાણે આવતાં આવતાં છ મહિના નીકળી ગયાં! પહેલી મને ન ગમતી વસ્તુ એ થઈ કે મારે કોરોનાની નબળાઈને કારણે લગભગ ત્રણ મહિના સુધી બહારથી જમવાનું મગાવવું પડતું હતું. ફેબ્રુઆરીની દસ તારીખે અમે મકાન બદલાવ્યું. ખરાબ તબિયત સાથે ઘર ગોઠવતાં લગભગ દોઢ મહિનો થયો હતો.
માર્ચ મહિનો મારાં માટે ખુશીઓનો ખજાનો લઈને આવ્યો હતો. તારીખ ૨૫-૦૩-૨૦૨૧નાં રોજ મેં વ્હાલપની વેલડીઓ ગ્રુપની રચના કરી અને ઘણી બધી વ્હાલી સખીઓ મને મળી ગઈ! જેમણે મને ડગલે ને પગલે સપોર્ટ કર્યો છે. આ વર્ષમાં જ ગ્રુપની સખીઓ સાથે મળીને એક જ ટોપિક પર બે સહિયારી નવલિકાઓ લખી. આ વર્ષમાં જ ગ્રુપમાં ટાસ્ક આપવાની પણ શુભ શરૂઆત થઈ. એ ઉપરાંત
ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેઈલીમાં મારી ઘણી રચનાઓ પ્રકાશિત થઈ.
એપ્રિલ, મે અને જૂન મહિના કોરોનાની બીજી વેવનાં ભયનાં ઓથાર હેઠળ પસાર કર્યા. હજુ ઓમીક્રોનનો ખતરો મનુષ્ય માત્ર પર તોળાઈ રહ્યો છે. એક અણગમતી ઘટના એ બની કે શ્રાવણ મહિનામાં મારાં મમ્મી વધુ બિમાર પડી ગયાં અને ત્યારથી આજ દિવસ સુધી સાવ પથારીવશ છે. તેમની તબિયતમાં કોઈ જ સુધારો નથી. અમને ચારેય ભાઈ-બહેનને મમ્મીની બીમારીએ ચિંતિત કરી દીધાં છે. સાથે જ પપ્પાનાં બંને પગની કપાસીનું ઓપરેશન પણ શ્રાવણ મહિનામાં જ થયું હતું. પંદરેક દિવસ તેમણે બહુ દુઃખાવા સાથે પસાર કર્યા. હજુ પણ થોડી તકલીફ તો છે જ તેમને. આ બધી માનસિક તકલીફો મેં ૨૦૨૧માં જ વેઠી છે.
કોરોનાએ હજુ પણ સાવ પીછો છોડી નથી દીધો. હજુ પણ હાથ-પગ દર્દ કર્યા કરે છે. તો મારું સુગર પણ રાજાની કુંવરીની જેમ રાત્રે ન વધે તેટલું દિવસે અને દિવસે ન વધે તેટલું વધ્યા જ કરે છે તે પણ એક ચિંતાનો વિષય છે. સુગર આટલું હાઈ થઈ જવાની સમસ્યા પણ ૨૦૨૧માં જ ઉદ્ભવી છે. પહેલાં લો થઈ જવાની સમસ્યા હતી.
દુઃખદ યાદો પછી થોડી સુંદર યાદોની વાત પણ કરી જ લઉં!
૨૦૨૧માં મને મેગા વાર્તા સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું તેનો એવોર્ડ ઘેર પહોંચતો કરવામાં આવ્યો અને સાથે જ સર્ટીફીકેટ પણ. આ વર્ષમાં મારી બે સહિયારી નવલકથાઓ પબ્લીશ થઈ. એક ‘સમ્બોધન વિનાનાં સમ્બન્ધ’ અને બીજી ‘અસ્તિત્વનું આત્મવિલોપન.’ સહિયારી લાઘુક્થાની ‘બુક વાર્તાયન’ પણ ૨૦૨૦મ પબ્લીશ થઈ. મારી નોવેલ ‘અસ્તિત્વ’ જે ૨૫ ડીસેમ્બર ૨૦૨૦નાં રોજ રાજકોટથી પ્રગટ થતાં મેગેઝીન ‘અરસ પરસ’માં એપિસોડવાઈઝ પબ્લીશ થવાનું શરૂ થયું હતું તે નોવેલ ૨૦૨૧માં પૂરી થઈ. આ મારાં માટે બહુ ગૌરવની વાત છે. કહો ને કે મારું એક સપનું હતું જે પૂર્ણ થયું. ‘સત્ય મંથન’ દૈનિકે ૨૦૨૧માં દિવાળી પહેલાં સ્પર્ધા ઘોષિત કરેલી. વિષય હતો: ગરીબોની દિવાળી. તેનાં પર લખેલી મારી કવિતા વિજેતા બની અને તેનું સર્ટીફીકેટ મને ફોટોફ્રેમમાં મઢેલું ઘેર મોકલી આપવામાં આવેલું. માત્ર ત્રણ કવિતાઓ ‘સત્ય મંથન’માં છપાઈ હતી . તેમાં મારી કવિતા પણ હતી. આ ઉપરાંત વતનની વાત, બૌધિક ભારત વગેરે પેપરમાં મારી લઘુકથાઓ પબ્લીશ થઈ તે માટે હું ભગવાનની ખૂબ આભારી છું.
આમ, ૨૦૨૧માં મેં ઘણી સારી અને ખરાબ વાતો અનુભવી છે. પરમ કૃપાળુને એક જ પ્રાર્થના કે મારાં પરિવાર અને આ ન્યૂઝ ઓફ ગાંધીનગર ગ્રુપનાં મીઠડાં પરિવારને સદા સ્વસ્થ અને હસતો રમતો રાખે અને દર વર્ષે આપણે સૌ આમ જ નવાં વર્ષને આવકારતાં રહીએ….વેલકમ ૨૦૨૨, વેલકમ.
અસ્તુ.
ભગવતી પંચમતીયા ‘રોશની’
[1/2, 10:57 AM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર
ગૃપ
NOG NO. : S.S. 0059.
વિષય; વિતેલાં વર્ષની ખાટી મીઠી
યાદો.
પ્રકાર: ગદ્ય- લેખ.
શીર્ષક:”ભાઈ! ભૂતકાળ ને ભૂલો”.
શબ્દો:૩૪૫.
પ્યારે’, આપણી પ્યારી માતૃભાષા ગુજરાતીની,ટચુકડી કહેવતો,ઘણુ ઘણું કહેવાનું સામર્થ્ય ધરાવતી હોયછે,
જે વાત * કહેવા-સમજાવવાં મોટાં ગ્રંથો પણ અધૂરા પૂરવાર બને છે, ત્યાં પાંચ- સાત શબ્દો અકલ્પનીય તાકાતનો પરચો બતાવી જતા હોયછે. દા.ત.ફક્ત ત્રણજ શબ્દ
“ભૂતકાળ ને ભૂલો ” દુ:ખદ ઘટનાને ભૂલવાનો ઉત્તમ સંદેંશ આપેછે, તો સાથે કોઈ સાથે થયેલ અણબનાવને, નવપલ્લવિત બનાવવાનું અજોડ કાર્યપણ કરે છે અને ‘ક્ષમા’ ના ગુણને સ્થાપિત કરે છે , આ છે કહેવતોનો અનુપમ જાદુ !
ગતવર્ષની જૂની પીડાકારક પરિસ્થિતિ ને વાગોળવાની જરૂર નથી, હા, તેમાંથી ફકત જરૂરી બોધપાઠજ સમજવાનો અને જીવનમાં ઉતારવાનો રહે છે.
વર્ષની આખરે જેમ વેપારી સરવૈયું
કાઢી,નફા-નુકશાન જાણી ભાવિ માટે યોગ્ય આયોજન કરે જે વધુ યોગ્યછે.
‘પ્યારે’,સાહિત્યનો શિલ્પી, આપણા NOG સાહિત્ય સરિતા પરિવારના ગત વર્ષની આપણી લેખન પ્રવૃત્તિ વિષે આછેરા સરવૈયાની ઝલક જણાવેછે.
ગત દોઢ વર્ષમાં,આપણી
સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ,આવેલ રચનાની સંખ્યા ઘણીજ ઓછી રહી છે,
જેના કારણમાં જવાબદારી તરફની આપણી બેદરકારી,
કોરોના નો કપરો કાળ,
સાથે કોઈ પારિવારિક સંજોગો પણ હોઈ શકે છે.
હા, આપણે ગૌરવ લઈ શકીએ કે
આવેલ દરેક રચના ઉત્તમ રહી,તેનો સંચાલક તેમજ એડમીન ટીમને આનંદછે.
આપણી આ સાહિત્ય સરિતા પરિવાર ની સફળ સફરમાં સંચાલક શ્રી પ્રદીપભાઈ રાવલ, મીનાક્ષીબેન રાવલ પરિવારનો, અવિરત સહયોગ, સાથે સાથે
આપણી એડમીન ટીમના સીનીયર સભ્યો, જયશ્રીબેન પટેલ,(દાદીશા,),વિભૂતિબેન, માયાબેન, આરતીબેન મરચન્ટ સાથે,
શ્રી રતીભાઈ વાયડા નુ સમય સમય પરનું યોગ્ય માર્ગદર્શન તેમજ પુર્વ સંચાલક જીજ્ઞાબેન તેમજ નામી- અનામી શુભેરછક ભાઈ- બહેનોનો ઉલ્લલેખનીય સહકાર આપણી શાનદાર સફરનુ રાજછે !
જેનું આપણને સૌને ગૌરવ છે.
હવે નવાં વર્ષે આપણે સૌ દ્રઢ
સંકલ્પ કરીએ કે
NOG સાહિત્ય સરિતા પરિવારના ગૃપને આપણે દરેકે,દરેક સપ્તાહે, શ્રેષ્ઠ રચનાઓ સમયસર લખી મોકલી આપવીજ.
આપણાં ગુજરાતી સાહિત્ય વારસાને ઝળહળતો રાખવામા આપણે અગ્રેસર રહી આપણી આગવી ઓળખ કંડારીએ.
મિત્રો,
“જાજા હાથ રળીયામણા”
કહેવતને યથાર્થ દીપાવીએ.
‘પ્યારે’, આપ સર્વેને ઈસુના નવાં વર્ષના અભિનંદન અને હાર્દિક શૂભેરછાઓ.
©️જયકાન્ત ઘેલાણી – પ્યારે’.