[12/30/2021, 9:34 PM] Pradip: ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG. SS: 0089
પ્રકાર : પદ્ય
વિષય: વિતેલા વર્ષની યાદો
શીર્ષક : “ રોલરકોસટર જીવનમાં
ગુજરતું વર્ષ કરે આગમન નવા વર્ષનું
થોડું થોડું ગુજરી જવાયું, થોડું અચંબે ને હસવામાં
શું દેખાડે જમાનો સમાજે, કરોના બુસટર શોટ સેવામાં
…..ટુકડા ટુકડા વિખરાઇ ગુજરતું વર્ષ આજ વિશ્વમાં (1)
મિત્ર સગા સંબંધીની વિદાયે, અશ્રુ વહયા ચોધાર રોવામાં
ગુજરતા વર્ષમાં કટકા કટકા અમોથી ગુજરાયું રોજ વરસમાં
…..ટુકડા ટુકડા વિખરાઇ ગુજરતું વર્ષ આજ વિશ્વમાં (ર)
નવા વર્ષે ભાગે કરોના જોવાતા નથી આંકડા ગલોબલમાં
અંતર રાખીએ સમજ બદલી, પોતપોતાના કામે રિસકમાં
…..ટુકડા ટુકડા વિખરાઇ ગુજરતું વર્ષ આજ વિશ્વમાં (3)
ઘરગથ્થુ દવાનો ખજાનો સંસ્કૃતિમાં,ભાન કરાવે હવે વિશ્વમાં
ના ઝગડા દેશ વિદેશમાં ને વધે પ્રેમ ને આબાદી જીવનમાં
…..ટુકડા ટુકડા વિખરાઇ ગુજરતું વર્ષ આજ વિશ્વમાં (4)
ખુશી પૌત્રના આગમને અને અપાર દુ:ખ ભત્રિજાને ખોવામાં
અપ એનડ ડાઉન રોલરકોસટર જીવન સમાચારમાં
…..ટુકડા ટુકડા વિખરાઇ ગુજરતું વર્ષ આજ વિશ્વમાં (5)
નવું શીખીએ નવું જાણીએ , જીવ ગૂંથ્યા પ્રભુ ભજનમાં
ગુજરતા વર્ષે સહર્ષ સ્વીકારી ઓળખીએ આત્મા ભક્તિમાં
…..ટુકડા ટુકડા વિખરાઇ ગુજરતું વર્ષ આજ વિશ્વમાં (6)
— રેખા શુકલ.અમેરિકા
[12/30/2021, 11:04 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS NO.0081
વિષય: વીતેલાં વર્ષની ખાટી મીઠી યાદો
પ્રકાર : ગદ્ય
શીર્ષક : અનોખું વર્ષ જિંદગીનું
વર્ષ તો તારીખ રૂપે બદલાતું જાય પણ અંકિત કરી જાય એક અનુભવ ,એક અવિસ્મરણીય ઘટનાક્રમ. વીતી જાય એ વખત અને આવે એ અચરજ..આમ માની જીવતાં થઈ ગયાં સૌ આ પળે પળે બદલાતા કોરોના કાળમાં.આમ તો એણે એકચક્રી રાજ લગભગ આઠ મહિના ચલાવ્યું.બીજી લહેરનો અનુભવ ભલભલાંને કંપાવી ગયો.
અંગત સ્વજનો ,સ્નેહી તેમજ મિત્ર વર્તુળમાં ખળભળાટ મચી ગયો.રોજ સવાર પડે એ જ લાચાર વાતો,નિ:સહાય સ્થિતિ … જાણે હસતી રમતી દુનિયાને કોઈની નજર લાગી ગઈ.ફોન જાણે અકારો લાગવા માંડ્યો,ક્યા સમાચાર હશે એવી અણજાણ ભીતિમાં મન ફફડી રહેતું. બે અંગત સ્વજનો ,સ્નેહીઓને ઘરે બેસી
અશ્રુથી અંજલિ આપી, ત્યારે સૂતક ,બારમા તેરમાની વિધિ વિશે આપણાં રિવાજોને દિલ તોલી રહ્યું. એ રિવાજ વિના પણ એ આત્માઓની સદ્ ગતિ થઈ જ હશે એમ સ્વીકારી લીધું.મોબાઈલનાં નંબર હજી એમની યાદ તાજી કરાવે છે ત્યારે એમની સાથે ગાળેલી ક્ષણોને પંપાળી લઉં છું.
એક સ્વજન જેવી સખીના પતિને કોરોના માટે હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે નામસ્મરણ દ્વારા મેં અને એણે એક અજબ ચમત્કાર અનુભવ્યો કારણ કે એ ઘરમાં સાવ એકલી અને વળી હાર્ટપેશન્ટ. એનાં પતિને ઘરે લાવતાં વિલંબ થયો પણ એને મળેલ પેલાં કિમિયાએ એ સ્વસ્થ રહી એનો આનંદ.
આ દરમ્યાન મેં મારી જાતને વાળી સંગીત તરફ. ઘણાં
વખતથી સેવેલી કી બોર્ડ ( કેસીયો) શીખવાની ઈચ્છા ઈશ્વરે પૂરી કરી ,એક સોળ વર્ષનો કિશોર મારો ગુરુ! એની શીખવવાની લગન, નિયમિતતા અને જ્ઞાન પર ગર્વ થાય.આજે સાત મહિના બાદ પણ એ યાત્રા મનને આનંદ આપી રહી છે અને કંઈક શીખ્યાનું ગૌરવ.
ટેકનોલોજીને ભાંડનારા ઘણાં સિનિયર સિટીઝનો છે
પણ મારે માટે એ એક આશીર્વાદ સમાન છે.આગળ
કદી મોબાઈલમાં ટાઈપ ન કરનાર હું ,અંતરંગ સહેલી જયશ્રી પાસેથી માર્ગદર્શન લઈને ,આપ સૌ અને ફેસબુકનાં વિશાળ વાંચક વૃંદ સમક્ષ રજૂ થઈ શકી એ ગત વર્ષની ઉપલબ્ધિ.
એ જ ટેક્નોલોજીએ ભગવદ્ ગીતાનાં એક વિશાળ પરિવાર સાથે પરિચય કરાવ્યો અને એક દિવ્ય અનુભૂતિ પણ,જેના દ્વારા આ કઠિન સમયમાં ધૈર્ય અને સમતા જેવાં ગુણો પર ધ્યાન આપ્યું .
ગત વર્ષે અનેક સાહિત્ય પ્રેમી સ્નેહી અને મિત્રોનાં એક અનોખાં રૂપનો પરિચય થયો જે જીવનભર એક મધુર મુકામ તરીકે હૈયે વસી ગયું.એમની સાથે થયેલી જ્ઞાન ગોષ્ઠિ ઘણું શીખવા પ્રેરી રહી.કદી ન મળ્યાં એવાં મિત્રોને ફક્ત અવાજ દ્વારા ઓળખી દિલે એક અજબ સ્નેહ સેતુ બાંધ્યો જે એક મધુર યાત્રાની સ્મૃતિ તરીકે અકબંધ રહેશે.
#માયા દેસાઈ
મુંબઈ ભારત.
[12/31/2021, 1:05 AM] Pravina Kadakiya.MeM NOG Houston: NOG SSN 0079
વિષય વીતેલાં વર્ષની ખાટી
મીઠી યાદ
ગદ્ય
શીર્ષક યાદોની વણજાર
પ્રવિણા અવિનાશ
——
ગત વર્ષ પુરુ થવાની ધડી
ગણાઈ રહી છે. શરુઆત ક્યાંથી કરું ?અસંમજસમાં છું. કોરોનાનો કેર ચારે તરફ ફેલાયો હતો. ઘરમાં નજર કેદ હતી. ભલું થજો વેકસીન
લીધા પછી હળવાશ થઈ .
સમયની કદર કરી રહી. કોરોના દરમ્યાન રાણા પ્રતાપ , ચંદ્રગુગુપ્ત મૌર્ય , રાણી અહલયા બાઈ, ચાણક્ય જેવી ઐતિહાસિક ધારાવહીક જોઈ . ભરવા ગુંથવાનું અને લેખન કાર્ય પૂર બહારમાં ચાલું રાખ્યું .
વેકસીન લીધા હતાં એટલે
સાવધાની પૂર્વક યોગના વર્ગ પણ ચાલુ કર્યા. જીવન હળવે હળવે મુકામ તરફ આગળ વધી રહ્યું છે.
શામાટે સમય બરબાદ કરવો? જે થવાનું હશે તે થશે, હાથ જોડી બેસી ન રહેવાય !
માર્ચ મહિનામાં નાના દીકરાના કુટુંબ સાથે કેલોરાડો ફરવા પણ ગઈ. બે દીકરીઓ સાથે આનંદ માણ્યો. હસવાનું નહી, ઘોડે સવારી પણ કરી. ઘોડાને તાન ચડ્યું. દોડવા લાગ્યો. સચેત થઈ ગઈ હતી. તેના ગળે વળગી પડી. ધીરેથી બાજુમાં બેસી ગઈ. પાંચ મિનિટમાં તો પાછી મુસાફરી આંગળની ચાલુ રાખી. હોટલ પર પાછા આવ્યા.
દીકરા વહુને શાંતિ થઈ કે મા હેમખેમ છે.
આવા સમયે પણ કુટુંબના બે લગ્નમાં જવું પડ્યું . અત્યાર સુધી ઘરમાં નાની હતી. અચાનક વડીલની પદવી મળી. બે મોટા જેઠાણી વધતી જતી ઉંમરને કારણે વિદાય થયા હતા. કોરોના કાળમાં જવું ન હતું છતાં જવું પડ્યું .
ક્યારેઆ બધી વ્યવહારની વાતોથી છુટકારો મળશે? પેલો પ્રસંગ યાદ આવે છે, “ હું થાંભલાને વળગી છું કે થાંભલો મને છોડતો નથી?”
નકારાત્મક વિચારોને નજીક
ઢુંકવા ન દીધાં. ઈશ્વરના સ્મરણનો લહાવો માણ્યો. ગીતાનો અભ્યાસ નિયમિત રીતે ચાલુ રાખ્યો .
કોરોના, તારાથી ડરે એ બીજાં ? આશા છે ૨૦૨૧ ની વિદાય સાથે તું પણ હવે ગચ્છન્તી કરીશ !
[12/31/2021, 4:32 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G.S.S. No 0102.
વિષય:- ૨૦૨૧ ના વિતેલા વર્ષની યાદો.
પ્રકાર. :- ગદ્ય ( લેખ.)
શીર્ષક :- ૨૦૨૧ ના વિતેલા વર્ષની મારી સાહિત્ય સરિતા સાથેની યાદો.
હું રતિલાલ. વાયડા news of gandhinagar સાહિત્ય સરિતા ગ્રુપમાં ગયા વર્ષે જૂન મહિનામાં જોડાયો .,અને આ વર્ષના અંત સુધી મારી લગભગ ૩૦ જેટલી જુદા જુદા પ્રકારે આપવામાં આવેલા વિષય અનુસંધાને રચનાઓ રજૂ કરી.
ગ્રુપ સંચાલક શ્રી પ્રદિપભાઈ રાવલ ,એડમીન ગ્રુપના અન્ય સભ્યો શ્રીમતી મીનાક્ષીબેન રાવલ, જયશ્રીબેન પટેલ ,વિભૂતિબેન, શ્રી જયંતભાઈ ઘેલાણી ,તેમજ અન્ય સૌ મુરબ્બીઓ આ ગ્રુપની સાથે જોડાયેલા ટેકનિકલ સ્ટાફના સભ્યો, અને મારા સાથીદાર લેખક મિત્રો. આ ગ્રુપમાં જોડાયા પછી મને ઘણા બધા લોકોનો અંગત અને whatsapp અને ફોન દ્વારા રૂબરૂ પરિચય કરવાનો મોકો મળ્યો. હું સુશુપ્ત હતો .આ ગ્રુપે મને લેખનકાર્યમાં જોડ્યો. ખાસ તો અલકાબેન કાનાણી નો વિશેષ આભાર જેમણે મને આ ગ્રુપમાં જોડાવા માટેની પ્રેરણા આપી, અને ત્યાર પછી તો હું લખતો રહ્યો .ગ્રુપના સભ્યો ના સાથ સહકારથી મારી કૃતિઓ રજુ થતી રહી લોકપ્રિયતા પણ મળી. ઘણા બધા લોકો સાથે હળવા-મળવાનો મોકો મળ્યો .આ માટે હું મારી જાતે ધન્યતા અનુભવું છું, અને સાથે સાથે સાહિત્ય સરિતા ગ્રુપ આવતા વર્ષે અને વર્ષો સુધી હંમેશા પોતાની સુંદર કામગીરી તે લોકો સમક્ષ સાહિત્યના જુદાજુદા પ્રકારો પીરસતા રહે .લોકો તેનો આનંદ માણે એજ અભ્યર્થના સાથે. આ ગ્રુપની ખુબ ખુબ શુભેચ્છા અને પ્રગતિ થતી રહે તેવી સદભાવના વ્યક્ત કરું છું .
મારી સુષુપ્ત લેખન પ્રવૃત્તિને જાગૃત કરી સરિતા ગ્રુપે જે પ્રેરણા આપી છે તે હું કદાચ ક્યારેય પણ નહીં ભૂલી શકું . ગ્રુપના સૌ સભ્યો અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફનો ખૂબ-ખૂબ આભાર.
રતીલાલ વાયડા
૩૧/૧૨/૨૦૨૧.શુક્રવાર.
નવી મુંબઈ.
[12/31/2021, 5:33 PM] Pradip: NOG SS No: 0001
પ્રકાર : ગદ્ય
શીર્ષક : વીતેલા વર્ષની ખાટી,મીઠી યાદો
રહ્યું,સહ્યું વર્ષ પુરું થયું,સુખ ને મીઠાઈ સમજી મલકાતા મને આવકાર્યું અને દુઃખ ને દવા સમજી ગળી ગયો.. આમેય કોરોના નું બહાનું અન્ય હવે નવે નામે એમિક્રોંન..સુખ દુઃખ ની લાગણી સમજતા સહજ સ્વીકારતા વર્તુળ માં વખાણેલી ખીચડી દાઢે વળગી ની જેમ વર્ષ પસાર થઈ ગયું .ક્યારેક સ્વભાવથી પર જઈને પણ સ્વભાવગત સંબંધો ટકાવી રાખવા પ્રત્યેક જગ્યાએ જતું કરી અનુભવે પ્રીતિ પ્રાપ્ત કરી.જવાબદારી ના ભાગ રૂપે ઘરમાં આવતો દીકરી ના વિવાહ નો પ્રસંગ પણ પોતીકા સહિયારા સાથ થી પૂર્ણ કર્યો..પારિવારિક અને સામાજિક તેમજ વ્યવસાઇક મિત્ર વર્તુળ માં પણ સમય સાથે બદલાતા સારા.નરસા અંગત સ્વભાવગત જીવન નો અહેસાસ પણ કર્યો..સમય ને સતત સારા વાતાવરણ માં રાખી જીવન જીવવાનો અહેસાસ કરતા સ્વ વિચારો અને તેના આચરણ નો કર્માભ્યાસે લાભ થયો.વર્ષ દરમિયાન ના સુંદર પાવન સ્થળો ની મુલાકાત થી સ્વચ્છ પોતીકા જીવન જીવવાનો ક્યાંક અંશ પણ મળ્યો.પારિવારિક સહજીવન ની સફળતા માં ક્યાંક ધર્મ રક્ષણ ના કવચ રૂપી કોરોના કાળ માં પણ આવી પડેલ પરિસ્થિતિ ને પહોંચી વળવાનો માર્ગ મળ્યો..
સાહિત્યિક ગ્રુપ સંચાલન માં સ્ત્રી,પુરુષ સહજ સ્વભાવગત રચનાઓ થકી વિભિન્ન સ્વભાવગત કલમ જોવા મળી.અંતે મતભેદો ભૂલી મનભેદ ના થાય તેના સતત પ્રયત્ન માં રહેવાનો એક સંકેત ગત વર્ષ ની સફળતાઓ ઉપર થી મળ્યો..વીતેલા સમય ની ત્રુટીઓ સુધારી તેને વાગોળવાની જગ્યાએ નવ વર્ષ ના નવા સૌને ગમે અને સ્વચ્છ જીવન ઉપયોગી સંકલ્પ સિદ્ધ કરવાનો રસ્તો બનાવવા પ્રયત્ન કરવાનું લક્ષ્ય…..લક્ષ્મી અને સરસ્વતીની ઉપાસના ઇષ્ટદેવ મહાદેવ ની ભક્તિ માથી પ્રાપ્ત થયેલા નું સફળતાઓ ઉપરથી સરવૈયું મળ્યું….
નવા વર્ષે અનુભવે પ્રીતિ પ્રાપ્ત થયા બાદ એટલું જ કહી શકું કે ખુશીઓ દાન ની જેમ વહેંચવાથી આર્થિક,સામાજિક ખાડાઓ આપોઆપ પુરાઈ જાય..અને ખુશીઓ પ્રાપ્ત કરવા સતત અન્યાય.પાપ કર્મ બાંધતા ખાડાઓ વધતા જાય અને તેને જાતેજ કર્મનું ભાથું બાંધી સમય નો વ્યય કરી પૂરવા પડે અને ઉંમર આમજ સ્વભાવગત વહી જાય..અંતે રાંડ્યા પછીનું ડહાપણ કરવાના વારા આવે…તે પહેલાં કોઈનું સારું સારું આવકારી જીવન માં ઉતારતા શીખીએ…
ગત વર્ષ ની સફર માં મળેલ સૌ આપ્તજનો ના સાથ સહકાર બદલ ખુબ ખુબ આભાર…નવા વર્ષે આવો સહ સ્વભાવ કેળવીને સામૂહિક પ્રગતિ તરફ આગળ વધીએ…નવા વર્ષ ની શુભેચ્છાઓ …
સંચાલક : પ્રદીપ રાવલ