[12/25, 8:26 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- નાતાલ
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- સર્વધર્મ સમાનતા.
નાતાલ,આમ તો ખ્રિસ્તીઓનો તહેવાર.આપણો દેશ સર્વધર્મ સમાનતામાં માનનારો એટલે દરેક ધર્મનાં તહેવાર આપણે ધામધૂમથી ઉજવીએ. જો કે આજકાલ સોશ્યલ મીડિયામાં એવાં મેસેજ જોવા મળે છે કે,એ લોકો એમનાં બાળકોને રામનવમી પર રામ કે જન્માષ્ટમી પર કૃષ્ણ બનાવે છે? તો આપણે શું કામ આપણાં બાળકને શાંતાક્લોઝ બનાવીએ?
અંહી જ આપણે થાપ ખાઈ જઈએ છીએ કે, આપણું અનુકરણ કોઈ કરે એવી અપેક્ષા શું કામ રાખવી? દરેકની માન્યતા અલગ અલગ હોવાથી જેને જે માન્યતા પ્રમાણે વર્તવું હોય એ પ્રમાણે વર્તે.
આપણી તો સંસ્કૃતિ જ ભાઈચારાની ભાવના અને સર્વ ધર્મ સમાનતામાં માનનારી હોવાથી આપણે જેટલાં ઉત્સાહથી આપણું નવું વર્ષ વિક્રમ સંવત, દિવાળી ઉજવીએ એટલાં જ ઉત્સાહથી આપણાં જીવનમાં વણાયેલ આ નવું વર્ષ અને નાતાલ પણ ઊજવીએ.
શાંતાકલોઝ બધાંને ખુશી વહેંચે છે.બાળકોને ચોકલેટ, રમકડાં વગેરે આપી ખુશ કરે છે. એ જ આપણે શીખવાનું છે કે,દુખિયારાનાં આંસુ લુછવા, ભૂખ્યાને ભોજન, જરૂરિયાતમંદોને મદદ કરવી અને એમનાં ચહેરા પર ખુશી લાવવી.
ઈશુ ખ્રિસ્ત કેરો
જન્મદિન
લોકો
ઉજવે નાતાલ રૂપે.
શાંતાકલોઝ આવે
નાતાલમાં
લાવે
વિવિધ ભેટ સોગાદ.
સૌને નાતાલની શુભેચ્છાઓ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[12/26, 5:33 PM] Kaumudi.Soni.MeM.NOG: NOG SSNo : 0075
વિષય :- નાતાલ
પ્રકાર :- પદ્ય ( બાલ ગીત)
શીર્ષક : પ્રિય નાતાલ
આવી મઝાની નાતાલ
લાવી પ્રેમની સોગાદ
ચાલો ભેગા મળીને સૌ
એની ઉજવણી કરીએ!
આવો બાલ મિત્રો વ્હાલાં
સાથે ભાઈભાડું પ્યારાં,
આંગણે નાનું ક્રિસમસ ટ્રી
ચાલો સજાવી દઈએ !
ટન ટન ઘંટડી સુણાય
રેન્ડિયર ગાડી દોડી જાય,
આ તો સાન્તા ના અણસાર
ચાલો વધાવી લઈએ!
ગમતી ભેટોની યાદી
મુકાય મોજાઓની સાથે,
દાદા ના કરતાં કદી નિરાશ
મોજ મનાવી લઈએ!
આ તો પ્રેમનો તહેવાર
હવે લડશો ના લગાર,
માફી આપી-માંગી સૌને
ગળે લગાવી દઈએ!
રાજા, રંક નાના,મોટા,
સૌને વહાલી છે નાતાલ
પ્રેમ – પ્રકાશને સથવારે
જગને જીતાડી દઈએ!
કૌમુદી સોની
26/12/2021