GN_04-12-21
[12/3, 4:45 PM] Jayshree Patel. Sahityakar: NOG SS :- 0038
વિષય :-યાદગાર પ્રવાસ
વિભાગ :-પદ્ય
શીર્ષક :- પ્રવાસ
એક યાદગાર પ્રવાસ યાદ રહી ગયો,
મા સાથે ચાલતા ચાલતા,
રાહ ખતમ થયો,
યાદગાર પ્રવાસ મા સાથે પૂરો થયો.
જીવનનાં સુંદર બગીચે કર્યો વિશ્રામ ,
એ બગીચો હવે વેરાન થયો,
યાદગાર પ્રવાસ મા સાથે પૂરો થયો.
માની મમતાની છાયામાં મુકામ મળ્યો,
એનો વ્હાલભર્યો હાથ શિરે રહ્યો,
યાદગાર પ્રવાસ મા સાથે પૂરો થયો.
મા ની રસોઈનો સ્વાદ રહી ગયો,
બેટા,
કહી જમાડતી એ ટહુકો શાંત થયો,
યાદગાર પ્રવાસ મા સાથે પૂરો થયો.
તસવીર બની મા એ ભીંતે મુકામ લીધો
કાળજે વ્હાલ ભર્યો સાદ રહી ગયો,
યાદગાર પ્રવાસ મા સાથે પૂરો થયો.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
[12/3, 4:57 PM] Jayshree Patel. Sahityakar: N.O.G. S.S. No 0102.
વિષય. :-*કુદરત સંગે યાત્રા પ્રવાસ*
પ્રકાર.:- ગદ્ય.
શીર્ષક.:- * મારો દક્ષિણ ભારતનો પ્રવાસ*
મારા જીવનમાં મને છ એક વખત દક્ષિણ ભારતનો પ્રવાસ કરવાનો મોકો મળ્યો છે.
આ મારો પ્રવાસ કુદરત સાથે નો જાણે સાક્ષાત્કાર હોય તેઓ રમ્ય હતો. મુંબઈથી કોંકણ રેલવે અને ત્યાર પછી મલબાર કિનારાનો પ્રવાસ. પશ્ચિમ અને પૂર્વ ઘાટના પહાડો ,આકાશની સાથે વાતો કરતાં અને પર્વતને આલિંગન દેતા કાળાડિબાંગ વાદળો ,ચારે બાજુ નારીયેલ, સોપારી , ફણશ, કેળાં અને અનેક જાતના ફળ ફળાદી ના લચી પડેલા વૃક્ષો, રંગબેરંગીફૂલો ,જાયફળ ,મરી ,તજ ,એલચીનાઅને તેજાનાથી લચી પડતી સુગંધથી મઘમઘતી વાડીઓ. સાથે સાથે જંગલોમાં પંખીઓના કલરવ પ્રાણીઓના અવાજો અને સાંજે આથમતો સૂર્ય રાત્રીનો ચંદ્ર આ બધા કુદરતી દ્રશ્યો મનને આહલાદક કરી દેતા હોય છે. વરસાદ પડે ત્યારે જાણે માથે કાંકરા વાગતા હોય.કેરાલા,તામિલનાડુ ,આંધ્રપ્રદેશ ,ઓરિસ્સા ,આ બધા રાજ્યોનું કુદરતી સૌંદર્ય મનને ભરી દે તેવા છે.
ત્રિવેન્દ્રમમાં એશિયાનો સૌથી મોટો કોવાલમ બીચ ત્રિવેન્દ્રમમાં ભગવાન પદ્મનાભમ નું મંદિર. તેની ભવ્ય કોતરણી .તેમાં સોનાનો શણગાર કેટલી ભવ્યતા પથ્થરના થાંભલાને રૂપિયાથી વગાડો તો સારેગમપધનિ ના સ્વર નીકળે તેવું સુંદર શિલ્પકામ. દુનિયાનું આ સમૃદ્ધ મંદિર કહી શકાય.
કોચીન ,અર્નાકુલમ ,કન્યાકુમારી ,આ પણ સુંદર સ્થળ છે કન્યાકુમારીમાં માતા પાર્વતીનું મંદિર, વિવેકાનંદ મેમોરિયલ ,ગાંધી સ્મૃતિ ,વગેરે સુંદર સ્થળો છે. પુનમને દિવસે સૂર્ય ડુબે અને ચંદ્ર ઊગે આ બંને એકી સાથે થતી કુદરતી ઘટના જોવી એ એક અનેરો લ્હાવો છે .આથમતો સૂરજ દરિયા ઉપર જાણે કે સોનાનો ઢોળ ચડાવેલો હોય, અને ઉગતો ચંદ્ર એ જાણે ચાંદીનો ઢોળ ચડાવેલ હોય તેવું દરિયાનું દ્રશ્ય. અરબી સમુદ્ર હિન્દીમહાસાગર અને બંગાળના ઉપસાગરનું આ સંગમ સ્થળ. ત્રણેની રેતીનો રંગ જુદો.
આગળ જતા રામેશ્વર ભગવાન રામચંદ્રજી ની યાદી .અદભુત મંદિર સુંદર દરિયાકિનારો તેનાથી પછી ઉપર જતા શ્રીપુરમ સુવર્ણ મંદિર અને તિરુપતિ બાલાજી નું પ્રખ્યાત મંદિર .આ પણ સૌંદર્યના અને કલાકૃતિના અગત્યના કેન્દ્રો કહી શકાય કેવી મંદિરોની ભવ્યતા હજારો વર્ષો પહેલા આ મંદિર કેવી રીતે બાંધ્યા હશે તેની કલ્પના જ કરવી રહી .
દરિયા કિનારો બેકવોટર્સ તેમાં રહેલી બૉટોમાં હોટલ જેવી રહેવા માટેની સુંદર વ્યવસ્થા અને કુદરતી સૌંદર્યથી ભરપુર નજારો.આંધ્રપ્રદેશ અને તામિલનાડુ કેરેલાના પ્રદેશ એ મનને મોહી લેતા અને આનંદ આપતા પ્રદેશો છે. જેની મુલાકાત કરી અને જીંદગીનો આનંદનો લહાવો જરૂર લેવો જોઈએ.
રતીલાલ વાયડા.
૩/૧૨/૨૦૨૧. શુક્રવાર.
નવી મુંબઈ.
[12/3, 5:34 PM] Jayshree Patel. Sahityakar: NOG SS NO:0025
પ્રકાર ઃ પદ્ય
શબ્દોઃ૩૦
વિષયઃમારો પ્રવાસ
શીર્ષકઃ પ્રવાસ
મહી! હું રાહદારી છું ક્ષણનો,
હળવા- મળવાને ફરવા,
થોડા સમે વિસામો લેવા,
મલપતો- હરકતો,
આવ્યો ધરણીએ હું,
કરવા પ્રવાસ.
*_કવિ’સુજ્ઞ’_*
*ભૂમિત પિઠડિયા(દરજી)*
*માંડવી કચ્છ*