ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ રચનાઓ
વિષય :.” શ્રાવણ માસ ના તહેવારો વિષયક રચનાઓ.(૨૪-૮-૨૦૨૧) દિવસ – ૧
( પાંચમો દીવસ)
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
*******************************************
ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા ગ્રુપ
NOG SS No : 0089
પ્રકાર : ગદ્ય
વિષય::શ્રાવણ માસના તહેવારો
શીર્ષક ::: રક્ષાબંધન
— રેખા શુકલ -અમેરિકા
રક્ષાબંધન, એક લોકપ્રિય, પરંપરાગત રીતે હિન્દુ, વાર્ષિક વિધિ અથવા વિધિ છે, જે બોળચોથ,નાગપાંચમ,રાંધણ છઠ, શીતળા સાતમ, પતેતી પછીનો તહેવાર છે જે દક્ષિણ એશિયામાં ઉજવવામાં આવે છે, અને હિન્દુ સંસ્કૃતિથી પ્રભાવિત વિશ્વભરના લોકોમાં પ્રચલિત શ્રાવણ માસમાં આવે છે ને છેવટે નંદ મહોત્સવ એટલે જન્માષ્ટમીનો તહેવાર પણ.
પર્વો નો શુભાનંદ માણીએ શ્રાવણ મહિના શિવજીના અભિષેકે
વરસાદી દિવસોમાં પણ હિંડોળા ના દર્શન હવે તો ઘેર ઘેર
ઉજવાય છે.
રાખી એવી ડોર,
વગર પાંખે ઉડી જાય
ભાઇની કલાઇ પર
બેનની યાદ બંધાઇ જાય,
કંકુ ચોખાનું તિલક
કાચા સુતરનો તાંતણો.
રક્ષાબંધનના પાવન પર્વે વિનવું છું પ્રભુ ને
ખુશ રહે, તંદુરસ્ત રહે, દુ:ખ દર્દથી બચાવે
રેશમનો છે તાર, એક અનોખો સાર બંધને
પહેલું સુખ તે જાતે નર્યા, ભાવ સ્નેહ વરસાવે
ભાવ સ્નેહ નો વહયો સરિતા સમ ખાસ રક્ષાબંધને
લીધો ખોળામાં જન્મ્યો ત્યારે આંખો હેત વરસાવે
વહાલ કર્યું હાલરડાં ગાઇ, ઝૂલ્યો પારણિયે સૂઇને
ભીંજાયો તું વહાલમાં હરખાઈ ને જોઇ રાખડી બંધાવે
એજ આશિષ ,એજ અભ્યર્થના , ને એજ લાડુ લઇને
ખુશખુશાલી મારા ગાલે ચુમી કરતો મુજ ખંજને વધાવે
ગણ્યા છે સિતારા ક્યારેક ધૃવનો તારલિયો જોઈને
રક્ષા કરજો મુજ ભાઇની”પોતેજ ભેટ છે” કહી હસાવે
— રેખા શુકલ.અમેરિકા
*”*****************************
ન્યુઝ ઓફ ગાંધીનગર
NOG SS No : 0032
પ્રકાર : પદ્ય
વિષય::શ્રાવણ માસના તહેવારો
શીર્ષક :*રક્ષાબંધન*
સૂતરનાં તાંતણે બાંધ્યો ,
ભાઈબહેનનો અસીમ પ્રેમ.
દિલથી સાધ્યો છે અમૂલ્ય ,
ભાઈબહેનનો પ્રેમ.
રાખડી રુપી રક્ષા કરે ,
આ બેની મારાં વીરાંની.
મજબૂત છે બંધન અને
મજબૂત એના તાર.
ના તૂટે આ બંધન,
અહેસાસ છે પલ પલના.
પ્રેમ બની બનીને વરસે
ભાઈબહેનનો સ્નેહ,
ભવો ભવનો સાથ,
ના તુટે ના છૂટે…
ઘણું ઘણું લખું તોય
ઓછું જ પડે,
જેનો પર્યાય ક્યાંય ના
મળે તેવો છે મારો ભાઈ.
મા બાપ પછીનો સાચો સથવારો..
પિતા તુલ્ય વાત્સલ્યની ધરોહર…
સુખદુઃખમાં સાથ નિભાવતો…
એવો મારો ભાઈ….
અનેરો ઉપહાર હોય છે ભાઈ ..
લાગણી વિશ્વાસ અને
ભરોસાનો અતૂટ તાર..
મીના માંગરોલીયા મીનું.
અમદાવાદ
18/8/2020
*******************************
ન્યૂઝ ઓફ ગાંધીનગર
NOG SS No : 100
પ્રકાર : પદ્ય
વિષય : શ્રાવણ માસના તહેવારો
શીર્ષક : *રક્ષાબંધન*
સપ્તર્ષિના તારા સાત ,લઈ આવું પસલી ની સંગાથ,
બેન ને ભાઈનો સાથ, જીવન તેજછાયા ના ટૂટે રેશમ ગાંઠ.
ઋણાબંધનાં દોરાથી એક બીજાને બાંધીએ આજ
મનની કાંચબારીમા જોઇ છબીમાં બચ્પણનાં સંગાથ.
વાદળની વેલને ફૂટ્યા ફૂલડાં રજનીના રંગનો સાથ
ચક્ષુના હિંડોળા લઈ બેઠી બેન ભાઈની જુવે વાટ
સુરના આલાપમાં ભાઈનો સંભળાતો ઘડીકમાં પ્રેમનો અણસાર,
રોમરોમ વરસે પસલીએ શક્તિના સાગર સાત
મળીયે શ્વાસે શ્વાસે , છુટ્ટા પડીએ બે ઘડીએ,
જીવતર ગંગા ના પૂર સમુ, ઉડ્યા પ્રેમના અબીલ ગુલાલ,
મળીશું ફરી ફરી આ જીવન ઘાટે, ભાઈ બહેનના દિવ્ય સંબંધ દિગદિગન્તે..
~ *બીજલ જગડ*
મુંબઈ , ઘાટકોપર
********************************
*NOG SS No : 0077*
*વિભાગ:પદ્ય મૌલિક*
*વિષય:શ્રાવણ માસનાં તહેવારો*
*શીર્ષક:જન્માષ્ટમી*
હે કૃષ્ણ,
હવે જન્મ લો તો સારું….!
બહું જન્માષ્ટમી ઉજવી ,
હવે જરા ફરી
જન્મ ધરો
તો સારું….!
કોણીએ ગોળ લગાડીને ગયાં
તે ગયાં,
હવે ખરેખર
બંટા ગોળી
ખાવા આવો
તો સારું…!
પંચાજીરી તો બહું
ખાધી તેં,
હવે ખરી પંચાત સાંભળવા આવો
તો સારું…!
દર વર્ષે બહુ
ઝૂલાવ્યાં
પારણાં,
ખુલ્લાં બારણે
હવે પધારો
તો સારું….!
આવો ,આવો,
હવે….
બહું થયું….!
આજ છે
જન્માષ્ટમી ,
તમારી રાહમાં ને
રાહમાં તો સૌનું
પરોઢ થયું….!!
સૃષ્ટિ થઈ હવે ત્રાહિમામ,
લો જન્મ….
કરો હવે સૌને પાહીમામ….!
તમે તો કીધું’તું કે ….
*સંભવામી યુગે યુગે*
હવેની પ્રજા આ વાત નહીં સાંભળે,
મૂંગે મૂંગે…!
વારંવારની રજૂઆતો છતાંય નથી સમજતાં સૌની લાગણીઓ,
બંધ કરો
હવે આ વહેપાર લાગણીનો,
લો જન્મ ને….
સાંભળો સહુની માંગણીઓ …!!!
આમ તો હું ગણું
તમને મારો
જિગરી મિત્ર,
જો હોવ તમે
અત્ર,તત્ર સર્વત્ર
તો
હે મિત્ર,
લેશમાત્ર ય ના
બગાડો અમારૂં સત્ર,
વગાડો એવો જંત્ર….!!!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
********************************
NOG:SS:NO.:0101
વિભાગ: પદ્ય
વિષય: શ્રાવણ માસનાં તહેવારો-જન્માષ્ટમી
શીર્ષક: આજનો દિવસ રળિયામણો રે
આજનો દિવસ રળિયામણો રે!
મધ્યરાત્રિએ વહાલા પધાર્યા નંદયશોદા ઘેર રે,
ગોકુળમાં દીવા ઘેર ઘેર અંતરમાં પ્રગટ્યા રે,
ગલીએ ગલીએ વા વાયા વહાલાનાં વધામણાંના રે
ચરણસ્પર્શે શાંત જમનાજલ ઉલ્લાસે વહે રે
શેરીએ શેરીએ ફૂલોની સેજ મઘમઘતી રે
સ્નેહતણાં પલનામાં ઝુલાવા વ્રજનાર તલસે રે
પયોધરોમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી રે
પૂણ્ય પવિત્ર પ્રભુજીનાં ગુણગાન ગાય દેવો રે
અક્ષરધામથી અધિક થયું ગોવાળનું ઘર રે
વ્રજ બન્યું વૈકુંઠ, ભીડ ઊમટી નંદજીના આંગણે રે
મા યશોદાના ખોળામાં બ્રહ્માંડનો નાથ આળોટ રે
સાચો સંબંધ શામળિયાનો, બાકી સર્વ સ્નેહ કાચા રે
‘ભરતદાસ’ આનંદે ગાય મારે ગોકુળ-વ્રજ ઘરમાં રે.
( ભરત સાંગાણી )