ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ચાર ગદ્ય. રચનાઓ
વિષય :.” શિવ મહિમા..શ્રાવણ સોમવાર મહત્વ વિષયક રચનાઓ.(તા.૧૭-૮-૨૦૨૧) દિવસ – ૧
( પ્રથમ દીવસ)
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
******************************************
ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG SS: 0089
વિષય — શ્રાવણનો મહિમા
પ્રકાર — ગદ્ય
શબ્દો —320
શીર્ષક – શ્રાવણી સોમવારે
રેખા શુકલ- અમેરિકા
શ્રાવણનાં ઝરમર વરસાદે સૌ માનવીનાં ભીંજાયેલાં મનને મહેંકાવવા આવી ગયો તહેવારોનો મહિનો, મજાનો માણો શ્રાવણ.બિલીપત્ર ઘર ઘર વેચવા આવતી ઉમિયા પતરવેળીના પાનમાં દઇ જાય ને અમે સ્નાન કરી અભિંષેક કરતા. પછી જમણા હાથમાં અક્ષત ચોખાના દાણા ને પુષ્પ લઇ સાકરિયા સોમવારની વાર્તા ધ્યાનથી સાંભળતા. બે વર્ષ ભાખરીયા ને બે
વર્ષ સાકરિયાં સોમવાર સંપૂર્ણ શ્રદ્ધા થી કર્યા. અને સાચે મારા મહેશજી મળ્યા ને બા બોલ્યા બેટા તારા વ્રત ફળ્યાં. શ્રાવણ સુદ એકમ અને પહેલો સોમવાર. દરેક ભવિકોનાં મનનાં ભક્તિ ભાવની ગંગા વહાવતો મહિનો. લોકોનાં મનમાં આનંદ અને ઉત્સાહ ભરી દેતો મહિનો શ્રાવણ. ધાર્મિક તહેવારો, એનાં ઉત્સવો, મેળા, પૂજા, પાઠ, વ્યાખ્યાન વગેરેથી ભરપૂર આ મહિનો. ઉપવાસ અને વ્રત કરીને ધર્મને યાદ કરવાનો આ મહિનો. મને બરાબર યાદ છે પરોઢીએ નદીએ નહાવા જઇએ તાજગી ભરેલી સવારનો આનંદ વાગોળીએ ઓમ નમ: શિવાય મનમાં બોલ્યા કરીને. આખો મહિનો ઉપવાસ કે એકટાણાં કરવાનું વગેરે ઘણાં વ્રત હોય છે જે દરેક વ્યક્તિ યથાશક્તિ દાન પણ કરે છે. જયાં સુધી યાદ છે બા સીધું એક થાળીમાં લોટ-દાળ-ચોખા-ગોળ-ઘી-તેલ વગેરે મૂકી આપતા. મને યાદ છે, ભિક્ષુકોને જમાડી દક્ષિણા આપતા. ગાય ની પહેલી રોટલી રોજ બનતી.
પાર્થેષવર ની પૂજા 101 શિવલિંગ બનાવી પૂજતા બા દરેક શિવલિંગ પર એક એક અક્ષત ચોખા ચડાવતા શીખવે. દરેક
વખતે ઓમ નમ: શિવાય બોલાવે, માળા પણ કરવાની. બોળ ચોથ, નાગપાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, વગેરે તહેવારો બધાં હરખભેર ઉજવીએ.સારું સારું ખાવાનું બનાવી રાંધણ છઠની મજા કરી ને લગ્ન પછી સાતમ આઠમ ના મેળામાં જવા નો લાભ મળ્યો. પારણાં ના દર્શનની પણ અનેરી મજા. ભાઈ બહેનનાં પવિત્ર સંબંધને વધારે મજબૂત બનાવતો તહેવાર રક્ષાબંધન પણ શ્રાવણસુદ પૂનમે દરેક ભાઈબેન ધામધૂમથી ઉજવે છે. બેન ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ભાઈના હાથે રેશમની દોરીથી બનેલી રાખડી બાંધે છે અને ભાઈ બેનને તકલીફોમાં સાથે રહીને સહાય કરવાનું વચન આપે છે. આ મહિનો સંયમ, સમતા અને પવિત્ર ભાવથી
કરાતા ધર્મ, વ્રત, ઉપવાસનું સાચું મહત્વ સમજાવે છે. મામાને રાખડી બાંધતા કેમકે ચાર ચાર બહેનો પછી ભાઇ જન્મ્યો. ભકિત, કથા, વ્રત ને પૂજા શીખવતો આ મહિનો ઘણું શીખવે
છે.
— રેખા શુકલ
********************************
NOG:SS:NO.:0032
વિષય :” શિવ મહિમા,,શ્રાવણ નો મહિમા,શ્રાવણી સોમવાર નું મહત્વ ”
વિભાગ: પદ્ય
શીર્ષક: *શ્રાવણિયો*
શ્રાવણિયા મહિને વહાલો સંદેશા મોકલે,
ઝરમર વરસે ઝીંણા મેહ….
વૃંદાવનને વાલા મારગ જાતા મને
સામા મળ્યા કુંજબિહારી…
આવો આવો મારા કાન કુંવર,
હરિસંગ હેત ઘણા, હરિસંગ નંદલાલા…
સાગ સીસમનો ઢળાવું ઢોલિયો..
અને ભાત ભાતનાં પીરસું પકવાન.
મુખવાસ નાગરવેલનાં બીડલાં….
આવો આવો મારાં કાનકુંવર,
હરિસંગ હેત ઘણા, હરિસંગ નંદલાલા..
નામ ન જાણું ઠામ ન જાણું,
હું કેમ કરી આવું તારી પાસ..
“રાધા” છે મારું નામ અને
બરસાના છે અમારું ગામ….
કેમ કાના, ના ઓળખી બાળપણની
ભેરુડી.
આવો આવો મારાં કાનકુંવર,
હરિસંગ હેત ઘણાં,હરિસંગ નંદલાલા..
મીનામાંગરોલીયા મીનુ
અમદાવાદ
10/8/2021
********************************
*NOG SS No/77*
*વિભાગ:પદ્ય મૌલિક*
*વિષય:શ્રાવણનો મહિમા*
*શીર્ષક: શ્રાવણ*
અષાઢી મેઘ ગાજે ને અષાઢી તોલાય,
અષાઢ થાય વિદાય ને શ્રાવણ સરવડે ઝીલાય…!
શ્રાવણીયો આવે ને બમબમભોલે બોલાય,
મંદિરના ઘંટારવે મહાદેવના ગુણલા ગવાય…!
શંખનાદે ને ડમરુંના નાદે ગાજે શિવાલય,
હર હર મહાદેવના નામે ઓવારણાં લેવાય…!
ફરાળ, એકટાણાં કે ઉપવાસે સહુ શિવજીને રીઝાવે,
શિવમહિમ્ન ને શિવતાંડવ સ્તોત્રથી માંહ્યલા ગજાવે…!
રુમઝુમ કરતો શ્રાવણ તહેવારોની છડી પોકારે,
નવલાં દિવસો ને વરસાદી માહોલ બનાવે…!
આવે અવનવાં હિંડોળાની હેલી,
બહેનભાઈના પર્વ સમી બળેવની સંગાથ બ્રાહ્મણ બદલતા જનોઈ મેલી…!
નાગપાંચમ,રાંધણ છઠ્ઠ,શીતળા સાતમ ને
ગોકુળ આઠમ,
આબાલવૃદ્ધ સહુ
મોજ મઝા કરતાં ભરાતો મેળો સાતમ-આઠમ…!
શ્રાવણ મહિનાનો મહિમા ગાઉં હું,
સહુ આખું વરસ એની રાહ જોતાં સહું …!
બોલે સહુ મહાદેવ હર ને બમબમ ભોલે,
થઈ શિવજીમાં
લીન ભક્તિનો
રસ ઘોલે..!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
*******************************
NOG : SS NO -0 0 82
સાહિત્ય સરિતા
વિભાગ : ગદ્ય
શીર્ષક : શિવ મહિમા,
શ્રાવણ માસ મહત્વ,
અને તેનો મહિમા,
અનાદિ કાલથી શિવને
હિન્દુ આસ્થા નું પ્રતીક
માનવામાં આવે છે,
પુરાણ કાલ અને પૃથ્વી ના ઉત્પત્તિ કાલ થી
દેવાધીદેવ મહાદેવ આ
સૃષ્ટિકર્તા રુપે દરેક જિવો ના અધિસ્ત્થાતા
રુપે આ ધરતી પર બિરાજ્માન છે,
ભગવાન શિવ ને પણ તેમના જીવનમાં ખૂબ જ દુ :ખ પડેલ,
શિવ તાંડવ જેવી ક્રોધાયમાન થવા જેવી ઘટના,મા પાર્વતીજીનું
જીવંત અગ્નિમા પ્રવેશ
ની ઘટના,આ દેવ સ્વરૂપ ભગવાનને પણ
તેમના જીવનમાં દુખદ
પરિસ્થિતિ ને નિર્માણ થતી જોવી પડી, તો
આપણે તો માત્ર પામર
જિવ જ છીએ,
એટલે જ આપણે શિવ
આરાધના કરી આત્મ
કલ્યાણ હેતુસર શિવ મા જિવ પરોવી સમગ્ર
શ્રાવણ માસને શિવ મય બની સમગ્ર જન કલ્યાણ અને આત્મ જિવની શુદ્ધિ માટે પુજા અર્ચન કરી ભગવાન શિવને રીજ્વવાનો પ્રયત્ન કરીએ છીએ,
શિવથી કોઈ ઉપર નથી
શિવ થી કોઈ પર નથી,
ભોળા શિવને કોઈ મોહ નથી,
જગત તાત શિવના શરણમા
પરમ સુખની ગંગા વહે છે,
બ્રહ્મા વિષ્ણુ મહેશના
ચરણમા,
અનંત શાંતિ સુખ વહે છે
ડૌ અનિરૂધ વ્યાસ
નડીયાદ
********************************
NOG SS No-0011
સાહિત્ય સરિતા
વિભાગ:- પદ્ય- મૌલિક રચના
પ્રકાર:- ગીત
શીર્ષક:- ભોળા શિવા એક તું….
મારું આજ બની ગયો છે ભોળા શિવા એક તું,
મારું કાલ પણ હતો એ,હે ભોળા શિવા એક તું…. મારું આજ..
આભે આંબતા કૈલાસમાં બીરાજે શિવા એક તું,
આખા જગમાં છે, ભગવાન વસે શિવા એક તું… મારું આજ..
મારી સાંજ ને સવાર બન્યાં છે, જગમાં હે ભોળા!
ચંદ્ર ને ગંગા ધારણ જોગી સઘળે શિવા એક તું… મારું આજ
શિવા શિવા શિવાહોમ થઈ રહ્યો એ શિવાલયોમાં,
ભોળો ભોલેનાથ કૈલાસે મરકતો ફરે શિવા એક તું… મારું આજ
દેવ છે દેવોનાં મહાદેવ,મંગલકારી ને નિર્મોહી ચંદ્રેશ,
પ્રલયકારી નેત્રથી અસુરો સંહાર કરે શિવા એક તું… મારું આજ
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર