GN_05-8-21.
*********************************
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ પદ્ય રચનાઓ
વિષય : અનરાધાર – મુશળધાર, ફોરા,છાંટા,કરાં,મેઘ , બારેમેઘ ખાંગા, પાણીમેહ – હેલી,મેહુલિયો,વરસાદ” વિષયક રચનાઓ.(તા.૦૫-૮-૨૦૨૧) દિવસ – ૩ (ત્રીજો દિવસ)
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
********************************************
NOG SS No : 0079
વિષય : ચોમાસાની ઋતુ
શીર્ષક : પલળું
પ્રકાર : પદ્ય
પ્રવિણા કડકિઆ
************
આવ પલાળ આ ખુલ્લા મેદાનમાં
આમંત્રણ મોકલ્યું રહું ન ભાનમાં
દિલની ધડકનની ધક ધક સુણવા
થોડું પલળું થોડું માણું તારી સંગમાં
*
બાળપણમાં ઘણીવાર પલળીતી
જુવાનીમાં સાથી સંગે ભિંજાણીતી
આજે થયું ચાલ મનવા મહાલવા
આવ પલાળ આ ખુલ્લા મેદાનમાં
–
પેલા ગુલાબના છોડને વાયુ લહેરાવે
અંહી મોગરો જો મસ્તીમાં લહેરાયે
વર્ષાની રમઝટમાં મસ્તી કરીએ
આવ પલાળ આ ખુલ્લા મેદાનમાં
**
ઉગતા સૂરજને સંગે નિહાળીએ
ધોધમાર વરસે મન મૂકી નાચીએ
છત્રીને ડાબે જમણે લહેરાવીએ
આવ પલાળ આ ખુલ્લા મેદાનમાં
**
કુદરતની મહેર સાથી ગમતો મળે
તેની સંગે પલળી હાથ ઝાલીએ
ક્યારે તારી મહેર રૂઠે ના જાણીએ
આવ પલાળ આ ખુલ્લા મેદાનમાં..
*******††***†***************
NOG SS NO /0026
વિભાગ – પદ્ય (એક રચના)
વિષય – વરસાદ
શીર્ષક – ભીંજવી જાજે.
અનરાધાર નૈ, ફોરાં બની તું ભીંજવી જાજે.
કાં’ તો પછી રાખીને કોરી ચીડવી જાજે.
અનરાધાર નૈ, ફોરાં બની તું ભીંજવી જાજે.
હો પ્રેમ તો વરસાવને તું પ્રીતની હેલી!
કેવી રીતે આ જામ ઋતુનો દઉં ઠેલી?
વરસાદી બની વાદળી ને નિતરી જાજે,
અનરાધાર નૈ ફોરાં બની તું ભીંજવી જાજે.
મેં ક્યાં કહ્યું કે આવ મુશળધાર વરસતો,
છાંટા, કરાં, ટીપાં બનીને આવ અમસ્તો,
તન – મન ઉપર મેઘો બની તું વિસ્તરી જાજે.
અનરાધાર નૈ ફોરાં બની તું ભીંજવી જાજે.
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
********************************
NOG SS NO 0015
વિભાગ:-પદ્ય
વિષય:-વરસાદ
પ્રકાર:- ગીત
શીર્ષક:-અનરાધાર મેહુલો
કાળી રે ચડી હા કાળી રે ચડી,
આકાશે વાદળી કાળી રે ચડી.
ચમકી રે વીજ હા ચમકી રે વીજ,
વાદળ વચાળે પછી ચમકી રે વીજ.
વાયો રે વા હા વાયો રે વા,
ભીની સુવાસનો વાયો રે વા.
ગાજ્યો રે મેઘ હા ગાજ્યો રે મેઘ,
અષાઢી સાંજનો ગાજ્યો રે મેઘ.
ઘેલા રે થયા હા ઘેલા રે થયા,
ટહુકી ટહુકીને મોર ઘેલા રે થયા.
અણસાર રે થયો હા અણસાર રે થયો,
મેહુલાના આવવાનો અણસાર રે થયો.
વરસી રે પડ્યો હા વરસી રે પડ્યો,
અનરાધાર મેહુલો વરસી રે પડ્યો.
રાજી રે થયો હા રાજી રે થયો,
જગતનો તાત જોને રાજી રે થયો.
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી
******************†*************
NOG SS No : 0104
પ્રકાર : ગઝલ
શીર્ષક : વાત કરીએ
**************************
વર્ષાની વાત કરીએ, વાદળની વાત કરીએ
ભૂતકાળને સ્મરીને, પાછળની વાત કરીએ
બિન્દી કપાળ પરની,હોઠો ઉપરની લાલી
કામણભર્યાં નયનનાં કાજળની વાત કરીએ
જેનાં વડે બધાયે, પૂષ્પો લચ્યા હતા એ
ખામોશ ઉપવનોના,ઝાંકળની વાત કરીએ
જ્યાં આપણાં પ્રણયનો, ઉલ્લેખ છે હજીયે
અકબંધ પત્રના એ, કાગળની વાત કરીએ
સંબંધને ખરેખર, મજબૂત જે કરે છે
તોડી શકે નહીં એ, સાંકળની વાત કરીએ
— દિપાલી લીમકર ” દીપ”
અબુધાબી
****************††*************
NOG SS NO:004
*વિષય: અનરાધાર – મુશળધાર,, ફોરા. કરાં.છાંટા..પાણીમેહ – હેલી,મેહુલો,મેઘ..વરસાદી વિષય*
*શીર્ષક* *બારે મેઘ ખાંગા*
*વિનવણી મારી મેઘને *
*મન વર્ષામાં ભીંજાયું *
જોને તે ખારા આંસુને મીઠા બનાવી ગયું
આજુ બાજુ જોઈ રહી રહેલા એ બિંદુ દેખ્યું
ભૂલી હું અનરાધાર વરસાદના નેવા નીચે છું,
દૂર વાદળ ગરજ્યા મારું અંગ શીતળતાથી કંપ્યુ
ત્યા સ્પર્શ તારો તે જ ધડીએ ઊષ્ણબની સ્પર્શ્યો
ના ના ખાંગા મેધ તું ન રીસાતો મહીં તુજ હતો
તોજ આ ઉષ્ણ વહાલ આજે વહાલપ થી મળ્યું.
જામ્યો તો તું એવો છે..
હઠીલાપણું તારું કેવું છે?
ક્યારેક ફરફર પડે,
તો ક્યારેક છાંટા ઉડાડે,
ફોરા પડતાં પલડી દોડે
કરા તો ઠંડક કરી છોડે
સૂરજદાદાને કરી તે સજા,
તપતી ધરતીને ટાઢક…
વાંક શું બિચારા..
નદી નાળા ને દરિયાનો?
ઊભરાવી દીધાં ને..
પછેડીવા જેવો તું પડે,
નેવાધાર પડે તબલા વગાડે,
મોલમેહ પડે ખેડૂ રાજીનાં રેડ,
અનરાધાર પડે ને ડૂબાડે,
ખેર કરી માનવની..?
આમાં ,તે શું કરે છત્રી ને
તાડપત્રી ને રેઈનકોટ?
પણ આજ કાં લાગે…
આભ પણ રૂએ છે..?
કારણ વરસાદ તું…
માઝા મૂકે છે…!
મુશળાધાર વરસે દડે,
ઢેફાંભાગ પડી ખેતર રંજાડે,
પાણમેહ થઈ ચહુ કડે જળે,
હેલીએ ચડે ને માનવને સંતાપે,
સાંબેલાધાર તારી હેલી પ્રિય,
મનને પણ ભીંજવે ને મેદ ચડે.
*આવા મેઘ *તું બારે મેધે ખાંગા* *વર્ષે..!*
*જયશ્રી પટેલ*
*૨૮/૭/૨૧*