ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ પદ્ય, રચના
વિષય : ” મોક્ષ – માયા,, પ્રાણ – પ્રકૃતિ ” વિષયક રચનાઓ. દિવસ – ૫ (૨૩-૭-૨૦૨૧)
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No – 0080
વિષય -મોક્ષ માયા
શીર્ષક – છાયા રે (પદ્ય )
આ જીવન એક ખારા સમદરની છાયા રે…
મારું તારું મેલ અટપટા ખેલની માયા રે…
ભીતરનો જોગી જો જાગે રે
માંહ્યલો અંતરનો તો તાગે રે
છોને બાઝેલા અહંકારના ઓછાયા રે
આ જીવન એક ખારા સમદરની માયા રે..
બગભગત ચંચુ મારીને ભાગે રે
જગજીવન જોને જુગતે જાગે રે
કાચકડાનો પરપોટો છે કાચની કાયા રે..
આ જીવન એક ખારા સમદરની છાયા રે..
મારાં તારાનું વળ તું તોડને રે
માયાનું ફંદાનું બંધન છોડને રે..
અબ શરણ લે મનવા ચરણ પ્રભુરાયા રે…
આ જીવન એક ખારા સમદરની છાયા રે..
* વર્ષા જાની
* ભાવનગર
********************************
NOG SS NO. -0036
વિષય – મોક્ષ-માયા
શીર્ષક – માયા(પદ્ય)
*માયા*
*સર્જાય માયા ને પડકાર ઘૂંટાય ભીતર;*
*જીજીવિષાએ શ્વાસ પોષાય ભીતર…*
*ધરબેલી તમન્નાનાં ઊઠે છે વમળો;*
*જો કૂંપળ ફૂટે તો ઉજવાય ભીતર…*
*ડૂબવું જ હોય તો એને તારવાનું કોણ?*
*માયા તરકટ રચે સચવાય ભીતર…*
*જિંદગી કરાવે અજબગજબનાં ખેલ;*
*અંતરે અજવાળા પડઘાય ભીતર…*
*ચહેરા પર ચહેરો છવાઈ જાય ને;*
*ખણકતા ખજાના લપેટાય ભીતર…*
*છેડયું છે જ્ઞાન ગીતાનું નિમિત્ત માત્રથી;*
*પૂછે દિલને ગમતાં પડકારાય ભીતર…*
– અરૂણાબેન ત્રિવેદી
અમદાવાદ
********************************
NOG SS NO : 0089
પ્રકાર: પદ્ય
વિષય: મોક્ષ માયા-પ્રાણ પૃકૃતિ
શીર્ષક: “માયા “
રેખા શુકલ: અમેરિકા
ઓઢવાને દઇ ઉદાસી કેટલું હરખાય છે !
હું ઉભી છું જયાં, જગત સાચે મને સમજાય છે !
પહેરવાને શ્વાસ તપાસી એટલું પરખાય છે !
હું બેઠી છું ત્યાં, સતત રોજ મને જ સમજાય છે !
છૂટશે નહીં માયા છે જયાં સુધી હૈયું ગભરાય છે!
અતિ લોભ પાપનું મૂળ પાડોશી પસ્તાય છે !
શેઠની શિખામણ ઝાંપલી સુધી એમ કહેવાય છે!
પરાણે કરે પ્રીત ના કરાય અફવા કહેવાય છે!
પ્રાણ જાય ત્યારે જાય પૃકૃતિ મારી મન જીવાય છે!
વાહ વાહ જે થઇ આગ ની દાહ અશૃ દેવાય છે!
— રેખા શુકલ.અમેરિકા
******************************
NOG SS No :0101
પ્રકાર:પદ્ય
વિષય: મોક્ષ-માયા-પ્રાણ-પ્રકૃતિ
શીર્ષક: સંસાર અસાર છે .
રચના : ભરત સાંગાણી
વામ હસ્તે ઠાકોરજીએ વગાડી કોરોના ઘંટડી
લૌકિક ભૂલી સૌએ પકડી નિજ ઘરની વાટડી
સમજાયું આત્મા ઉદ્ધાર માટે છે નિત્ય સત્સંગ સખડી
સૌ બેઠાં ઘરમાં પ્રભુ સમીપ બંધ કરી હાટડી
ભક્તિ ખીલવવા શ્રીજીએ કર્યો ખેલ જબરદસ્ત
સમજાવ્યું સંસાર છે અસાર સંબંધો માયાગ્રસ્ત
માણો કુટુંબસહ ભક્તિ સંગ તે સાચી નિધિ
અહંકાર શૂન્ય બનાવે હરિભક્તિ તે સાચી વિધિ
શ્રુતિ ચિંતનના રસમાં રણકે મિલનની ઘંટડી
દાસ ભરતને સમર્પણની સમજણ સાચી સાંપડી
( રચના: ભરત સાંગાણી )
********************************
NOG SS NO :- 0090
પ્રકાર: પધ્ય
વિષય: પ્રકૃતિ
શીર્ષક:
પ્રકૃતિ/હાઇકૂ કાવ્યો /દીપક જગતાપ
…………………………………
(1)
વેરાયો ચાંદ
પૃથ્વીના મલકમાં
ચાંદ પ્રકાશ
(2)
ચાંદની રાત
તારે મઢી છે આજ
ચમકે ફૂલ
(3)
મેઘલી રાતે
વીજનો ચમકારો
હૈયુ ચોમાસુ
(4)
મેઘલી રાતે
તારલાઓ ગાયબ
વાદળ કાળા
(5)
ધરા રૂપેરી
કોરોના વાઇરસ
થી અભડાઈ
(6)
નંદનવન
ભાસતી લીલવર્ણી
ધરા આપણી
-દીપક જગતાપ