ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજેેે સાત પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે
વિષય : રંગ,હોળી,ધુળેટી. પ્રસિદ્ધિ. દિવસ – ૫
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
રચના ચેક કરનાર : જયશ્રીબેન પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
NOG SS 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- ચાલ!જુદી હોળી મનાવીએ!
“હોળીમાં તનને બદલે મનને ભીંજાવીએ,
ચાલ! એક વાર જુદી હોળી મનાવીએ.
નિરાશ-હતાશ દિલોની ઉપર, આશાનો લાલ રંગ સોહાવીએ,
ચાલ! એકવાર જુદી હોળી મનાવીએ.
સ્વજનો જેણે ગુમાવ્યાં છે કોરોના કાળમાં,
શ્રદ્ધાનો પીળો રંગ એમને લગાવીએ,
ચાલ! એક વાર જુદી હોળી મનાવીએ.
અનાથ અને આશ્રયવિહોણા ભૂલકાંઓના જીવનમાં,
શીળી છાંયા શો લીલો રંગ લગાવીએ,
ચાલ! એક વાર જુદી હોળી મનાવીએ.
તરસતી-વલખતી વૃદ્ધ મા-બાપની આંખોને,
પ્રસન્નતાનો આસમાની રંગ બતાવીએ,
ચાલ!એક વાર જુદી હોળી મનાવીએ.
રોગોથી ગ્રસ્ત-ત્રસ્ત ને સંઘર્ષમાં રહેતા મનને, ગુલાલનો ગુલાબી રંગ લગાવીએ,
ચાલ! એકવાર જુદી હોળી મનાવીએ.
જેને મા ભોમની રક્ષા વ્હાલી છે, જેને સરહદ પર જ હોળી ને દિવાળી છે,
એવા સિપાહીઓ પાસેથી
કેસરી રંગ થોડો લઈ આવીએ,
ને દેશનાં દરેક નૌજવાનને તિલક લગાવીએ,
ચાલ! એકવાર જુદી હોળી મનાવીએ.”
અલકા મહેતા
ગાંધીનગર
૨૬/૦૩/૨૧
********************########## #####
: NOG SS No /0044
વિષય:-
પ્રકાર:- પદ્ય(હાઈકુ)
શીર્ષક:- રંગ
૧. રંગાઈ ગયાં
મિત્રતા કેરાં રંગે
પામ્યાં આનંદ.
૨. મીરાં દિવાની
ભક્તિ રંગે રંગાઈ
છોડી આલય.
૩. આવ્યાં રંગવા
ગુલાલ લીધાં વિના
સ્પર્શે રંગાયાં.
૪. જીવન રંગે
દોર્યું મેઘધનુષ
ખીલી જિંદગી.
૫. રંગાઈ જાઓ
જીવન રંગ રંગે
પામો આનંદ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
૨૫-૩-૨૦૨૧.
****************************** ***********
NOG SS No :0022
વિષય : હોળી
વિભાગ : પદ્ય
પ્રકાર : ગીત
શીર્ષક : આવી ગઈ છે હોળી
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
કવિરાજા! કવિરાજા! હવે કાગળ કલમને છોડો,
ઉપાડી લો રંગ ભરેલી પિચકારી કે આવી ગઈ છે હોળી.
ભાતભાતનાં! જાતજાતનાં! રંગ લઈને નીકળ્યાં છે ખેલૈયા,
તમે પણ લઈ લો હાથમાં ગુલાલ કે આવી ગઈ છે હોળી.
છેલછબીલી! રંગરંગીલી! ગોરી રાહ જુએ છે તમારી,
ભરીલો રંગ હૈયા કેરી પિચકારીમાં કે આવી ગઈ છે હોળી
અલબેલી!મનચલી! રુઠેલી કિસ્મત હવે ચમકી છે તમારી,
વધાવી લો જીવનના રંગોથી તેને કે આવી ગઈ છે હોળી.
રંગબેરંગી! ફૂલગુલાબી! હોળી છે પ્રેમનો ફાગણિયો તહેવાર,
ભૂલી જાઓ મનનાં દ્વેષો, કરી લો પ્રેમ કે આવી ગઈ છે હોળી.
જયોતિન્દ્ર મહેતા
****************************** ***********
સાહિત્ય સરિતા(1)
NOG SS No-0042
વિભાગ-પદ્ય
પ્રકાર-ગીત(હોળી રસિયા)
રાગ-લીલી લીલી ઓઢણી ઓઢી રે ઓઢી
શીર્ષક-આવી હોળી
નંદજીના લાલ આવી હોળી રે હોળી..
ગોપીઓની મળી રહી ટોળી રે ટોળી..
કદમની ડાળે જમુના કિનારે,
વાંસળી વગાડે વાલો ધીરે ધીરે,
હે..લાજ શરમ મેં તો છોડી રે છોડી,
નંદજીના લાલ આવી હોળી રે હોળી,
ફાગણ ફોર્યો ને કેસુડો મ્હોર્યો
નંદજીના દ્વારે આનંદની છોળો,
હે..ગોપીઓ બની આજે ઘેલી રે ઘેલી,
નંદજીના લાલ આવી હોળી રે હોળી,
અબીલ ગુલાલ ને ભરી પિચકારી,
રંગમાં રમાડે મારો શ્યામ બનવારી,
હે..ભક્તજનો સૌ આવે દોડી રે દોડી,
નંદજી લાલ આવી હોળી રે હોળી.
પૂજા(અલકા)કાનાણી
મીઠાપુર.
****************************** ************
[ NOG SS NO. 0098
प्रकार:- पद्द्
विषय:- होली
शीर्षक:- रसिया (फाग गीत)
होली आई उड़े रे गुलाल (२)
डालियों जी रंग केसरिया (२)
केसरिया रंग केसरिया……(२)
होली आई उड़े……………(२)
*फागुन मास सुरंगों आयो(२)
रंग में सारी खुशियाँ लायो (२)
मन में उठे हैं तरंग…डालियों जी रंग….
होली आई उड़े रे गुलाल……….(२)
* ब्रज की नवेली, बड़ी अलबेली (२)
ललिता-विशाखा, छेल छबीली (२)
नाचे दे-दे ताल…..डालियों जी रंग के..
होली आई उड़े……(२)
* नटवर नागर, कृष्ण मुरारी (२)
भर पिचकारी सखियन को डारी(२)
कर दिया हाल बेहाल….डालियों जी..
होली आई उड़े……..(२)
* डफ झांझरिया, ढोल नगाड़ा (२)
फागुन को त्यौहार मनावा(२)
देखो देखो होली को कमाल…
डालियों जी रंग केसरिया (२)
होली आई उड़े रे गुलाल (२)
✍️
लीना शर्मा
हालोल।
****************************** ************
NOG SS NO 0098
प्रकार:- पद्द्
विषय:- होली
शीर्षक:- फाग गीत रसिया
भारत एक ऐसा देश है,जिसकी धरा पर अनेक त्यौहार मनाये जाते हैं। उन्हीं में से एक त्यौहार होली भी है।जो फाल्गुन मास पूर्णिमा को मनाया जाता है। इस त्यौहार में हमारी संस्कृति व पौराणिक कथा भी जुड़ी है।
फाल्गुन मास आरंभ होते, होली वाले दिन तक फाग गीत (रसिया) गाकर फाग महोत्सव मनाया जाता है।
हमने भी हालोल में बटुक भाई के घर फाग महोत्सव मनाया। आप सब भी आंनद लिजियेगा।🙏
लीना शर्मा
****************************** ************
NOG- સાહિત્ય સરિતા
NOG no -0050
વિષય- માનવ જીવન નો કોઈ પણ રંગ ,હોળી, ધુળેટી.
શીષૅક – હોળીનાં રસિયા.
………………………… ……..
હોળીનો ઉત્સવ એટલે..!
ઉ એટલે ઉમંગ
ત્સવ એટલે ઉછાળવું
જેમાં ઉમંગો ઊછળે ને હૈયું હિલોળે ચઢે તેવો ઉત્સવ એટલે હોળી…!
હોળીનાં રસિયા.
………………………… ……
શ્યામ રાત આયો સપને મેં..!(૨)
શ્યામ આયો ને મનકી ખીડકી ખુલ ગઈ..!
મેરી બૈયા મરોડ દી લો..!(૨)
આયો શ્યામ માખણ ખાયો..!
ઔર મટકી ફોડી કરરરરર.!
ચુનરી ઊડ ગઈ ફરરરર..!
જબ શ્યામ ને બજાઈ બંસી…!
મેરો હોશ ઉડ ગયો હરરરર..!
મેરો જન્મ સફલ હો ગયો..!
ભવસાગર તર ગઈ તરરરરર..!
આયા હોરી કા ત્યૌહાર અનોખા…!
હોરી કી દિવાની રાધા રાની દેખો…!
ગાયે મિલકર રસિયા હોરી કા..!
નંદ ગાવસે આઈ છોરી..!
બરસાને મેં ધૂમ મચાવત હૈ..!
અબીલ ,ગુલાલ ઉડાવે..!
ભરી પીચકારી જો ચલી તો ,
અંગ ભીજાવે છોરી..!
ચલો ખેલેંગે હોરી…!
શ્યામ રંગ બાગ હૈ અલબેલા..!
વહાઁ લગા કુંજો કા મેલા..!
હર કોઈ નાચે ગાયે..!
રહેના કોઈ અકેલા..!
ઝૂમ કર સબ યે બોલે..!
હર બરસ આરે હોરી..!
કભી વૃંદાવન મેં ,
કભી ગોકુલ મેં ,
રંગ ડાલી નંદગાવ કી સારી ગલિયાં..!
કૈસા મસ્ત મહિના..!
કભી રંગ જાયે બિહારી..!કહત કાના..!
કહે કૈસી મસ્ત તોરે નૈના..!
ચલ હટ , ચલ હટ કહતે..!
ખૈલ દી હમને હોરી..!
કાના તુંજ સંગ હોરી..!
અસ્તુ..!
રાગીની શુક્લ