ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજેે
પાંચ પદ્ય રચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : લક્ષ્ય,ધ્યેય,માર્ગ
..સંપર્ક સૂત્રો….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyadnews
NOS SS No : 0082
વિષય: લક્ષ્ય- ધ્યેય_ ગોલ
શીર્ષક:. ઉત્તમ ધ્યેય
પ્રકાર: પદ્ય
ઉત્તમ ધ્યેય
___________
ધ્યેય વિનાનું જીવન નકામું,
જીવન વિના શ્વાસ નકામા,
શ્વાસ વિના પ્રાણ નકામા,
પ્રાણ વિના આ દેહ નકામા,
દેહ વિના સૃષ્ટિ દાતા નકામા,
સૃષ્ટિદાતા વિના આકાર નકામા
આકાર વિના શબ્દ નકામા,
શબ્દ વિના ભાવ નકામા,
ભાવ વિના વ્યવહાર નકામા,
વ્યવહાર વગર જીવન નકામા,
જીવન વિના જગત નકામા,
જગત વિના સૌ નકામા,
સૌના સાથ વિના ઘર નકામા,
ઘર વિના સંસાર નકામા
ડૉ અનિરુદ્ધ વ્યાસ.. નડિયાદ (નટ પુર)
****†**********************************
NGO SS: 0089
વિષય : આપણા જીવનનું ધ્યેય લક્ષ્ય
પ્રકાર : પદ્ય
શીર્ષક : કાવ્ય
— રેખા શુકલ
લીમીટલેસ શમણાં સતાવી જગાડે સાચુકલું ખોળી છોને
ભોર ભઈ નવલા દિવસની માણસ હોવાની ભ્રમણા છોને
ઘટમાળ છે તારીખોને બદલી ધટના થયાનો શોખ છોને
સાસરિયાં પ્રિયજન પિયરિયા પ્રિયજન સાચુ કહો છોને
પાગલને પુસ્તક નક્ષત્રમાં આસ્થા પુષ્યને આગમને છોને
અઢળક પ્રેમ ને સહકારે ઉભરાતી લાગણીનો ભાવ છોને
વળી વળી ને રોજ બકતો મુખારવિંદે ઝૂરે સવાલ છોને
પ્લાસ્ટિકની ક્રેડિટ ડેબીટમાં વેચાતું ઉછીનું સ્મિત છોને
ભાનવગરના અમે ભાવ વગરની દુનિયે રહીએ છોને
પર્ણ ખરે છે આશિષ દેતું વૃક્ષ રડે છે વંટોળ સંગ છોને
હ્રદયપંખીડું સંગીતમય તાનમાં નર્તન કરતું ગીત છોને
પંખીઓની ભાઇબંધી ને ગુંજન કંગને સખીઓ છોને
અર્પણ કરીએ કવિઓને મોતીડાં અક્ષર હસતાં છોને
લપસણીએ ખડખડાટ હસે તર્પણ થઈ કવિતા છોને
—-રેખા શુક્લ.અમેરિકા
****************************************1
*NOG SS No : 0077*
*વિભાગ:પદ્ય મૌલિક*
*વિષય:ધ્યેય/લક્ષ્ય*
*શીર્ષક:માયાનાં વમળ*
હે પ્રભુ,
અજબ તારી માયા..!
વીતી ક્ષણો,
વીતી પળો,
દિવસો વિત્યા,
મહીના વિત્યા.
આ કરું કે તે કરું..!
અહીંથી લઉં કે
ત્યાંથી લઉં…!
સઘળું ભેગું કરી
ક્યાં સંઘરવું…?
એ જ એષણા.
આ સઘળી વમળોની માયા કે માયાનાં વમળો…?
એ નાહકની મુંઝવણમાં
સહુ મુંઝાયા..!
આ જાદુઈ માયાજાળમાં
સહુ ભરમાયા…!
વિવાદોનાં વમળોમાં
સહુ અટવાયા…!
સંશયના વમળોમાં
સહુ શરમાયા….!
જડતાનાં વમળોમાં
સહુ જકડાયા….!
આશાનાં વમળોમાં
સહુ સલવાયા…!
વેદનાનાં વમળોમાં
સહુ વલોવાયા..!
વિચારોનાં વમળોમાં
સહુ સંડોવાયા…!
મનનાં ચંચળ વમળોમાં સહુ છેતરાયા…!
ચંચળ મન ચારે તરફ ફર્યા કરે,
સંસારની માયાઓનાં
વમળમાં ગૂંચવાયા કરે…!
આ તો પ્રભુ તણી અકળ લીલા…!
ના ભરમાશો ,
આ વમળો તો
છે ઢીલા…!
કરો મન કાબૂમાં,
ના રાચો કાયમ
સમણાંઓમાં…!
કરો પ્રબળ જીવવાની
જિજીવિષા,
બનાવો એને જ
અભિલાષા…!
માયાના વમળો થકી
આરંભ કે અંત…?
છોડો નિરાશા,
કરો શુભારંભ નવજીવનનો,
કરો પ્રારંભ નવસર્જનનો …!
*નિર્ધારીત લક્ષ્ય જ સહજ જીવનનો આરો*,
*એનાં થકી જ માયાના વમળોમાંથી સૌને પાર ઉતારો…!*
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*
**********************†***†******†*******
NOG.SS.No : 0026
પદ્ય – એક રચના
નામ – અંજના ગાંધી “મૌનુ”
ગામ – વડોદરા
વિષય- લક્ષ્ય, ધ્યેય.
શીર્ષક – ચાલવાનું રાખવું.
ધ્યેય સુધી પહોંચવા, ચાલવાનું રાખવું.
છોને, મંઝિલ દૂર ઘણી ચાલવાનું રાખવું.
ખૂબ રસ્તે કંકર અને કાંટા ડગરમાં ચૂભતાં,
ના કર નજર એના ભણી, ચાલવાનું રાખવું.
એક રસ્તો હોય પણ નાની બધી ત્યાં સો ડગર,
લક્ષ્ય તારું જે ભણી, ત્યાં ચાલવાનું રાખવું .
લક્ષ્યને તો આંબવા ક્યાં છે બધાં સક્ષમ અહીં,
ધ્યાન રાખી એ ભણી, ચાલવાનું રાખવું.
એજ ધ્યેયને પામતાં જેને ધૂન ને હો લગન,
એજ જાશે શિખર ભણી, ચાલવાનું રાખવું.
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
*****************************************
*NOG SS No : 0032*
*વિભાગ:પદ્ય મૌલિક*
*વિષય:ધ્યેય/લક્ષ્ય*
*શીર્ષક: *ધ્યેય*
“મારી મંઝિલ છે મારી રાહ..
કોઈનો સાથ હોય કે ના હોય..
મારા જીવનમાં મારી આંખોમાં
કાજલ નથી આંજવું પણ
સાહસ આંજવું રહયું….
મારો *ધ્યેય* મારી આકાંક્ષા…
સંકટોનાં વિરાટ સાગરને
પાર કરી હોડી હંકારી સામે
પાર જાવું મારે…..
સાગર સુધી પહોંચવાનો ,
ટૂંકો મારગ કયો…?એમ સરિતા
પણ કયા કોઈ ને પૂછે છે? કે
કોઇને કહે છે.?
એ ને જાવું સાગર સમીપે,
એને જાવું સાગર સમીપે…
મીનામાંગરોલીયા
24/2/ 2021