ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત NOG સાહિત્ય સરિતા – ૧ ” સથવારો” વિષય અંતર્ગત ગ્રુપ મેમ્બરો ની આજે ગદ્ય .. રચનાં. સંચાલક/તંત્રી : પ્રદીપ રાવલવોટસ અપ કોલીગ નંબર : 9824653073www.janfariyadnews.com
NGO. નંબર 73વિભાગ.ગદ્યશીર્ષક.સથવારો.
માઇક્રોફિક્શન
આજે લગ્નના 30 વર્ષ પુરા થાય વિજયે ક્યારેય નોંધ નથી લીધી કે માલતી તું કેવી છે? કેમ છે? તને કોઈ તકલીફ છે કે નહીં?ને આજે અચાનકએણે એમ કીધું મને તારા સથવારાનીજરૂર છે,આને શુ ગણું? ઉંમરનો પડાવ સમયનું પરિવર્તન કે મારા પ્રત્યેનો આટલા વર્ષે ફરી ઉદ્દભવેલો સાચો પ્રેમ.
નયના પટેલ..વડોદરા.
****************************************
NOG No OO71વિભાગ : ગદ્ય શીર્ષક : સથવારો
સથવારો …
સીધા શબ્દોમાં આનો અર્થ એમ કરી શકીએ કે સાથ આપવો અથવા સાથે હોવું …
પણ મારા મત મુજબ ફકત સાથે હોવું એને સથવારો ન કહી શકાય, સાથે હોય પણ જોડાયેલા ન હોય એને સથવારો કઈ રીતે કહી શકાય?હજી ના સમજ્યા? ચાલો વધુ સરળ રીતે એક વાર્તા દ્વારા સમજાવું,
સંકલ્પનું ઘર અહીં તો સંયુક્ત કુટુંબ કહેવાય, દાદા, કાકા,કાકી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, કાકાના દીકરાઓ,… પણ આમ જુવો તો સૌ પોતાની દુનિયામાં જ વ્યસ્ત, પપ્પા અને કાકા એક જ દુકાનમાં કામ કરે એટલે ફકત એ બે ભાઈઓ જ સાથે જોવા મળે, બાકી એના મમ્મી સાવ ઘરેલુ ગૃહિણી, જયારે એના કાકી મોટાભાગે કીટીપાર્ટીમાં જ વ્યસ્ત હોય, બેન એની સ્કુલની ફ્રેન્ડ સાથે વાત કરતી અને રમતી જોવા મળે, ભાઈઓ બધાં પોતપોતાની કૉલેજની દુનિયામાં રચ્યાપચ્યા રહેતા, દાદા તો ભાગ્યે જ પોતાના રૂમમાંથી બહાર આવતા, તેમનો ચા નાસ્તો, જમવાનું બધું સમયસર તેમની રૂમમાં પહોંચી જતું.ટૂંકમાં કહું તો ઘરમાં બધાએ સાથે બેસીને જમવાની કોઈ પ્રણાલી જ નોહતી, 12 વ્યક્તિનો પરિવાર ક્યારેય એકસાથે જોવા જ ન મળે, ક્યારેય કોઈએ એ જાણવાની કોશિશ જ નોહતી કરી કે દાદા પોતાનો આખો દિવસ પોતાના રૂમમાં કઈ રીતે પસાર કરતા હશે? આમ જુવો તો બધા સાથે હતા, પણ કોઈને કોઈનો સથવારો ન હતો.ઘણીવાર તો એવુ ય બનતું કે મહિનાઓ સુધી પરિવારના બધા સભ્યોએ એકબીજાને જોયા પણ ન હોય, કોઈના ઘરમાં આવવાનો સમય હોય તો કોઈના ઘરની બહાર જવાનો, સૌ પોતપોતાના સમયે આવતા-જતાં, કોઈને કોઈની કાંઈ પડી જ નોહતી. કહેવા માટે તો સંયુક્ત કુટુંબ હતું પણ કોઈને કોઈનો સથવારો ન હતો.
પારૂલ ઠક્કર “યાદ”ભાવનગર
પોતાનો એક માત્ર વહાલસોયો દીકરો પોતાના ઘડપણની લાકડી બનશે અને પોતાની વૃદ્ધાવસ્થા દરમિયાન છેક અંતિમ સમય સુધી સાથ, સહકાર અને સથવારો આપશે એવી આશાએ ઉછેરીને મોટા કરેલા પુત્રને જ્યારે પોતાના ઘરની પાછળ આવેલા પાર્કમાં એક છોકરી સાથે વાત કરતા સાંભળ્યો,” જો બકા ,હું તને ખુબ જ પ્રેમ કરું છું, અને તારા માટે મારાં મા બાપને પણ છોડવા તૈયાર છું.”
આટલું સાંભળી અને શંભુકાકાના પગ નીચેથી જમીન સરકી ગઈ, તેમને પગથી લઈ અને માથા સુધી કમકમાટી પ્રસરી ગઇ અને આખા શરીરમાંથી ધ્રુજારી વછૂટી ગઈ.
ઘરે આવી અને શંભુકાકા એ શાંતાકાકી સાથે આખી વાત કરી ત્યારે શાંતાકાકીને ખૂબ જ દુઃખ થયું પરંતુ તેમણે શંભુકાકાને સમજાવ્યા કે આપણા જ સંસ્કારોમાં કોઇ ખામી રહી હશે નહીંતર આવું ના થાય. હવે એવું કરો કે જેથી આપણા દીકરાને આપણા કારણે નીચે જોવું ન પડે. તેને પોતાના મિત્રો સામે નીચા જોવા જેવું ન થાય.
થોડો વિચાર કર્યા પછી શંભુકાકા એ શાંતાકાકીની વાતમાં હામી ભરી અને ટેબલ પર એક ચિઠ્ઠી મૂકી અને વૃધ્ધ દંપતીએ વૃદ્ધાશ્રમની વાટ પકડી “બેટા, તું તો અમારા ઘડપણની લાકડી ના બની શક્યો પરંતુ જેને વચન આપ્યું છે તેનો સાથ જિંદગીભર નિભાવજે તેનો સથવારો આજીવન છોડીશ નહીં. તને તારી ખુશીઓ મુબારક અમારા દુ:ખો અમારી સાથે..”
લિ. તારો કોઈ નહીં
✍ – ©️ ભરત રબારી ( માંગરોળ,જી. જુનાગઢ)
જયના ફોટા સામે જોતા જ વિધિ જાણે ભૂતકાળની યાદોમાં સરી પડી. જયે એને હંમેશાં કહેલું ,”તું તો મારો ભવોભવનો સથવારો છે.”પણ જયે કરેલો એ પ્રણ આ સથવારા પણ કિંમતી હતો.
સંઘાર ગીતા કાનજીભાઈ( નિલમ) ગઢશીશા. *****************************************
NOG No.0007*સથવારો* (માઈક્રોફીક્શન)
આજે પાંચ વર્ષ પછી એ કોરા કપાળે ચાંદલો લાગ્યો………..!અને જીવનભર સાથે રહેવાના કૉલ આપીને આજીવનના સથવારાને એણે પોતાના પાલવે બાંધી લીધો.©️
લેખિકા : આરતી મરચંટ…મુંબઈ- કાંદીવલી.
*****************************************
કોણ, કોનો, કેવો સથવારો?
વેલને જોઈએ વાડનો સથવારો તો વાડને જોઈએ દોસ્તનો સથવારો. આપ વિચારો છો કે, વાડને તે વળી દોસ્ત કોણ? હા, વાડને દોસ્ત તો હોય જ. એ પણ એક નહીં અનેક ત્યારે જ તો એ વાડના સ્વરૂપે નિહાળી શકાય. વાડ કેટકી, થોરની હોય કે પછી ચોકડી પાડીને ગુંથેલા તારની? એકબીજા સાથે જોડાઈને ઉભા રહેશે ત્યારે જ એ વાડ સ્વરૂપે લાંબો સમય સુધી ટકી શકશે. ખેતરનાં ફરતે શેઢે કોઈ એક જ કેટકી કે એક જ થોરનો સોટો રોપ્યો હોય કે પછી એકાદ તાર બાંધી દીધો હોવાથી વાડ બાંધી છે એમ ક્યારેય ના કહી શકાય. એટલે જ વાડમાં અનેક દોસ્તોનો સથવારો જ સમાયેલો છે. હવે, શું નદી, તળાવ કે વૃક્ષને જોઈએ સથવારો? હા, હા, કેમ નહીં? નદી તળાવને એના કિનારાનો સથવારો છે, તો વૃક્ષને એના ડાળ પાનનો સથવારો છે. કિનારા વગરની નદી ના હોઈ શકે અને ડાળ પાન વગરનું વૃક્ષ તો ઠૂંઠું જ કહેવાય ને?
કુદરતે કળા કેવી કીધી આ સથવારા તણી,માન ન માન મનવા,સંપતિ એની સૌએ લૂંટી,છતાં ન થયો ધણી.એકલવાયો બબડતો બોલતો માનવી,કહેશો પાગલ માઈલ દૂર જઈ,સથવારો હશે પાગલને દોસ્ત તણોના જોશો નજર ઉઠાવી પાગલ ભણી. સથવારો સાચો સૌને સમૂહનો, એકલ દોકલને જાશે લૂંટારા લણી.
મનવા કેરા આ જગતમાં મળ્યો સથવારો સૌને મોબાઈલ નેટનો, નાના મોટા સહુ બીઝી ફોનમાં તૂટ્યો સથવારો દોસ્તી નામના ગેટનો.
– તેજલ વઘાસીયા (ઉમરાળી, જુનાગઢ)06 /12/2020 રવિવાર
પણ શું આપણે માનવી જાણીએ છીએ કે આપણે આ સફળતા પ્રાપ્ત કરીએ છીએ એમાં સૌથી મોટો ફાળો કોનો છે? એ છે આપણા કર્મોનો સથવારો. મનુષ્યનો દેહ એનો સાથ ત્યજી દે છે,પણ તેણે સંપૂર્ણ જીંદગી કરેલા કર્મો એનો સાથ કદી નથી છોડતું.અરે આ તો નશ્વર દેહ છે,પણ આપણા કર્મ તો પારાશીશી છે. એટલે જ કદાચ કહેવાય છે કે…ન ગણતરી કર રૂપિયા કે જમીનની,કર ગણતરી તારા કર્મની,લઈ કર્મનો સંગાથ,બનશે આ જીવન ધનવાન.
*મૈત્રી ઉપાધ્યાય* *અમદાવાદ*
વાહ
બધી જ રચનાઓ ખૂબ સરસ
સૌ વિજેતા ટીમને ખૂબ ખૂબ અભિનંદન 👏👏💐