ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત NOG સાહિત્ય સરિતા – ૧ ” સથવારો” વિષય અંતર્ગત ગ્રુપ મેમ્બરો ની આજે ” પદ્ય ” રચનાઓ… આયોજક/સંચાલક/તંત્રી : પ્રદીપ રાવલવોટસ અપ કોલીગ નંબર : 9824653073www.janfariyadnews.com
NOG SS No :- 010 પ્રકાર :પદ્ય વિષય :- સથવારો
કઠિન રાહે ચાલી રહી એકલી શોધતી સાથ મળે,સમયનું પૈડું ફરતાં જોઈને રાહ હવે થાકી છું શામળા.
જિંદગીના કોયડાઓથી છલોછલ ભરાઈ છે ઝોળી,જિંદગીની સફરમાં તુજ સથવારે ઉકેલવી છે હોળી.
પડકારો ઝીલ્યા છે પ્રસાદ તારો માની જીવનભર,મધદરિયે શોધું છું તણખલું હવે તરવા બાકી જિંદગી.
યાચના કરી માગું છું સધિયારો જીવનનૈયાને કિનારો,એકાંતના અંધકારમાં મળે જો પ્રકાશપુંજનો સહારો .
ઈચ્છા છે વીતી જાય રાત ને પડે સવાર સથવારે ‘શ્રી’,’કૃપા’ કરો કૃપાનિધાન નિશાની ચાંદનીને સૂર્ય પ્રકાશ કર.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’વડોદરા.
******†***************************†*******
NOG SS No ;- 0011*ન્યુઝ ઑફ ગાંધીનગર**શબ્દ- સથવારો**શીર્ષક- સથવારો જોઈએ*
સુખમાં ને દુઃખમાં તારો સથવારો જોઈએ,જીવન સંગી બનવા એ જનમારો જોઈએ.
વટ જેનો છે દસ દસ ગામોમાં ને જગ એનું,મરદોની બેઠકમાં નરનો હોંકારો જોઈએ.
મનથી જીતી શકશે એ ખ્યાલો કરતો હું,જગમાં સિકંદર બનવા એ પડકારો જોઈએ.
કર્મોના સરવાળા ને ભૂલોથી સુધર્યો છું,વિભુ વખાણે નભથી એવા ઉપકારો જોઈએ.
દરિયાદિલીની મોજો ચારે બાજુ ઉડતી રે,સાહસમાં ધીરજથી મનનો વરતારો જોઈએ.
– મનોજકુમાર પંચાલ ‘મન’ પાલનપુર
NOG SS No. 60પદ્ય વિભાગ: અછાંદસશીર્ષક : સથવારો
જીવન બને મધુર, જો મળે સ્વજનોનો સથવારો, પર્ણોને પણ ડોલવા જોઈએ પવનનો સથવારો !
ભાવ ભર્યા છે મનમાં અનેક, વ્યક્ત કરવા કેમ ?તેમાં પણ જરૂરી જિહ્વાસાથે શબ્દોનો સથવારો !
ફરકે સ્મિત તો મન આનંદી ઉઠે, તેને યે જરૂરી હોઠોનો મલકારાનો સથવારો!
આંખો કરે આંખોથી વાત, જાણે દુનિયા સારી,પણ તેમાંય જોઈએ આંખોને ભાવનો સથવારો !
વિદ્વતા ને વિશ્વ નમે પણ વ્યક્ત કરવા, તેને યે જરૂરી વાણીનો મધુરતાનો,સથવારો !
અશ્રુઓ પણ આથડ્યા કરે મનની ભીતરમાં,જો તેને વહેવા ન મળે નૈનોની પાપણમાંનો,સથવારો !
વ્યક્ત કરે કે ન કરે પણ તો યે જરૂરી,દરેક જીવને, હૂંફાળો સ્વજનોનો પ્રહરીસથવારો !
-ભગવતી પંચમતીયા ‘રોશની
‘******************************************
NOG SS No. 0042પદ્ય વિભાગ-અછાંદસશીર્ષક-સથવારો
સપના જો તારા મળે તો,આંખ કદી ના ખોલું.
આંગણું જો તારું મળે તો,ઉપવન કદી ના માંગુ.
નૈયા જો તારી મળે તો,કિનારો કદી ના માંગુ.
ખુશ્બૂ જો તારી મળે તો,ફૂલ કદી ના માંગુ.
સથવારો જો તારો મળે તો,બીજું કશું ના માંગુ.
પૂજા(અલકા)કાનાણી.મીઠાપુર.
*****************************************
NOG SS No :- -0036*વિભાગ – પદ્ય**શીર્ષક -સથવારો*
*સથવારો*
સ્નેહનાં સથવારે પરિવારનું વહાલ વધે,”હું છું” તેવાં ભીતરી સાદનો ગુલાલ વધે.
રંગાયા, છલકાયા વળી ઉભરાયાં સથવારે,જીવનનૌકામાં હૂંફની સુવાસે ખુશહાલ વધે.
ઊભા સમજણના તાંતણે ઉભયનાં સથવારે,સાથ રહી હાથ પકડવાનો ખ્યાલ વધે.
લાગણી અરસપરસ છે, સંબંધોના સથવારે,તોફાનો ટાળી, હૈયે હેત ધરી મિશાલ વધે.
અંતર બને તરબતર, હૂંફાળે સથવારે,પ્રેમભાવથી જીવનની સાર્થક કમાલ વધે.
આત્મદીપ પ્રગટે અત્ર-તત્ર-સર્વત્ર સથવારે,પ્રભુ, તારા અંતરના આશિષ સદાકાળ વધે.
✍🏻અરુણાબેન ત્રિવેદી અમદાવાદ
NOG SS No :- – ૦૦૬*વિભાગ – પદ્ય**શિર્ષક – સથવારો*
સથવારે – સથવારે ચાલો,સૌ – સૌના આધારે ચાલો.
એક દિવસ એકલડા જાવું,હાલ તમે વિસ્તારે ચાલો.
ચાલ જુદીને વેશ જુદો છે,એવા તે અંધારે ચલો.
કોણ નિહાળે સાચો ઈશ્વર?મૂર્તિની અણસારે ચાલો.
વિધવાનું લઇ શ્વેત સમર્પણ,સંસારી શણગારે ચાલો.
*દિવ્યા એમ.પુરોહિત* *”બંસરી”
******************************************
ન્યુઝ ઑફ ગાંધીનગરસાહિત્ય સરિતાNGO SS.No. 0023હું સથવારો ના માંગું કોઈનો,કેમ ટોકી શકે કોઈ લાલ માઈનો?
કાગડાના ઉડતાં પંખ જોઈને,લોકોએ બનાવ્યો પર્વત રાઈનો.
શિખર ટોચે ચડાવી ધક્કો માર્યો,હવે, ડર નથી મને ઊંડી ખાઈનો.
જમાનાની ઠોકરે, પત્થર બન્યો,નથી રહ્યું હવે આ ફૂલ જુઈનું,
ગંદકી ફેલાવે વર્ચસ્વ વધારવા,કૉરોનાં ફેલાવે જેમ ખંધો ચાઈનો,
જ્વાળામુખી અંદર ભર્યો લાલ,દબાયેલો છે જે ધરતી મંઈનો.
સત્ય ઈશ બિરાજે છે મુજ મહીં,નમાવે શું નકલી સંત સાંઈનો?
દર્દો લખાય કેટલાં કાગળો પર,ખડિયો ખૂટે છે હવે તો શાહીનો.
છાયા શાહ.. મુંબઈ.
********************†********************
” NGO SS No :- 0050વિભાગ – કવિતાશીષૅક – સથવારો પ્રેમનેા………………………..એક બોલ પર મારીજિંદગી વારી દીધી…!આજ મળ્યા જુગજુગનો,સથવારો ઝંખતી..!
માગું છું બસ તારો જ પ્રેમ..!સથવારે ને અમરત્વ આપીશ મને ..!પ્રેમના તાંતણે સ્નેહના સથવારે..!મનથી મનની વસંતમાં ટહૂકો પૂરજો…!ઉદાસીની સાંજને, સૂરજના સથવારે…!
પ્રેમ પંથ પર મંઝીલનાં સથવારે..!વહાલી આંખલડીમાં અજાણ્યાં થઈ વસ્યાને..!તમ સથવારે સાતે કોઠે અજવાળવા આવ્યાં…!અસીમ પ્રેમ કરવા જોવાને..!
ઝાંકળ જે રીતે ફૂલોમાં રાતવાસો કરે..!તેમ હું તમારામાં રાતવાસો કરું..!
મનમોજી મૌસમને માણવા પ્રેમનો સથવારો…!ભંવરાઓ ભૂલ્યાં ભાન ને અભિમાન ,એમ હું આવી તમારે સથવારે આજ…!ખુલી જાય કિસ્મતનાં તાળા તુજસાનિધ્યમાં..!
દપૅણ ની સામે જોઈને ,પ્રતિબિંબ બનું તમારું….!તમારી જ આંખોમાં તમારા જ સથવારે…!અધરો પર દુવા બનીને ,હોઠોં પર કવિતા ને ,હાથમાં કલમ લઈ આંખોથી આંખો ના સથવારે…!
સાથ દેતી રહું.!પ્રેમ કરો બાગમાં ગુલાબના સથવારે આવી…!રૂડી તમારી જિંદગીમાં સાથ સથવારેા દેવા આવી…!
રાગીની શુકલ “રાગ”(મુંબઈ ,કાંદિવલી.)