ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત NOG સાહિત્ય સરિતા – ૧ વોટ્સ અપ ગ્રુપ મેમ્બરો ની “સથવારો” ઉપર આજે “પદ્ય” વિભાગ રચનાઓ.
આયોજક : પ્રદીપ રાવલ..ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક.,
****************************************
NOG SS NO : 0062વિભાગ : પદ્યશીર્ષક : (તારો સથવારો ઝંખ્યુ)
સથવારો ઝંખી તારો કવન,વાટ જુવે ક્યારનો પવન.રાત રાણી બની દુલ્હન,ગુલાબના ખીલ્યાં ચમન.મોસમનો કલરવ કરે શ્રાવન,નાવા ઉતર્યા છે ત્રણે ભુવન.સોળકળાએ ખિલ્યું યૌવને,પ્રેમ ની શરૂઆત થઈ નયને. બની તારી કાન રાધા જોગન,તોય રહી પ્રિત અધૂરી મોહન.
*સંઘાર વર્ષાબેન દેવજીભાઈ ગાલા’પલક’**ગામ બિદડા તાલુકો માંડવી જિલ્લો ક્ચ્છ
NOH SS NO :- 0032 વિભાગ:- પદ્ય..
*મીના માંગરોલિયા મીનુ* *અમદાવાદ* ૨/૧૨/૨૦૨૦🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
NOG SS NO : 0051વિભાગ: પદ્યશીર્ષક: *સથવારો* તારીખ: ૨/૧૨/૨૦૨૦મોંઘેરા મૂલની કેડી સાજણ તારે સથવારે…રે લોલઓરતા મનનાં પૂરા કર્યા સાજણ તારે સથવારે….રે લોલ સોળે શણગાર સજયાં આજસાજણ તારે સથવારે…રે લોલ ચૌરીના ચાર ફેરા ફર્યા સાજણ તારે સથવારે…રે લોલ કંકુ પગલે આંગણું શોભે સાજણ તારે સથવારે….રે લોલ કુટુંબ અલબેલી બની આજસાજણ તારે સથવારે…રે લોલ સોનામાં સુગંધ ભળી આજસાજણ તારે સથવારે…રે લોલ સાત સમંદર તરી જાય સાજણ તારે સથવારે…રે લોલ મનખો સુખડા પામેસાજણ તારે સથવારે…રે લોલ સાજણ તારો *સથવારો* સાજણ તારો *સથવારો* ..રે
ઉર્વશી મહેતા ..અમદાવાદ.
**************************************
NOG.SS NO–0026સથવારોવિભાગ – પદ્ય એક મુક્તક.
તારીખ – ૨-૧૨-૨૦૨૦ છંદ – ગાલગાગા ગાલગાગા ગાલગા.
લાગણીમાં જીવ જ્યાં ખેંચાય છે,વેદનાંઓ એટલે તો થાય છે!વાત સથવારાની કઈ રીતે લખું?પત્ર તમને ક્યાં કદી વંચાય છે?અંજના ગાંધી “મૌનું”વડોદરા
NOG SS NO :-0038વિભાગ :-પદ્ય શીર્ષક:- સથવારો નાની એવી ઓરડીમાં સમાવી શકે છે
મા બાપ એમના લાડલા સંતાનને.. !નથી સમાવી શકતા સંતાન એમના બંગલામાં ઘરડા મા બાપને.. !જોયા છે એવા સંતાન આજે મા બાપનું ઘડપણ હરપલ લાજે.. !ઝાકળનાં બુંદ જેવી જિંદગી ઘડપણની કદર નથી છતાં ઘરડા મા બાપની ..!જિંદગીભરનો છાંયડો આપવા સંતાનને મા બાપ તપ્યા છે આકરા તાપે.. !ભણાવી ગણાવી સન્માન અપાવ્યું મા બાપનું ઘડપણ માં માન ના રાખ્યું.. !ધિક્કાર છે એવા સંતાનને બતાવે રસ્તો ઘરડાઘરનો મા બાપને.. !મા બાપનું ઘડપણ જવાબદારી સંતાનની આપી ‘સથવારો’ ઠારો આંતરડી મા બાપની…..!
✍️ શીલાપટેલ ” આકાંક્ષા
“****************************************** *
NOG SS NO,,,19* *શબ્દ,,, સથવારો* *પ્રકાર,,, પદ્ય* *નામ,,કલ્પના બેન ત્રિવેદી* *ગામ,, સુરેન્દ્રનગર* *તારીખ* ,, *2/12/2020*
*ભાષા,,ગુજરાતી* કદી ન હારતો જીવનની સમસ્યાથી,એક પ્રયત્ન કરી તો જો.તું એકલો નથી,એકડો છે, તારી કિંમત લગાવી તો જો.રાખવું લક્ષ્ય ઉચ્ચ જીવનમાં,કદી ન પાછા હટવું જીવનમાં,છે અઢળક સફળતા, એક આત્મીયનો સથવારો બની તો જો.કયાં સુધી હાર્યા કરશું ?એક નાના વાઇરસથી?જીવીને ઝઝૂમી ઉઠશું ,સફળ પ્રયાસથી,સથવારે સથવારે બનશે જીવન.કદી ના માનીશું હાર!પ્રયત્ન કરીશું લગાતાર,હજારો દિપ ઝગમગી ઉઠશે, સૌના સહિયારા પ્રયાસ થી.આરંભ છે તો અંત પણ છે, લડીએ એક ખુમારીથી!નાનાં મોટા સાથે મળી ,બનીએ એક તાકાત!આ જંતુને નાથવા માગીએ ,એક સથવારો!
****************************************
NOG/0044વિષય:- સથવારો.વિભાગ:- પદ્ય.
ગોધૂલી ટાણે સંધ્યાની લાલાશે, મંદિરમાં વાગતી ઝાલરનાં રણકે,ઝાલ્યો છે તારો હાથ જીવનભર આપીશ સાથ.આજ ક્ષણથી પળેપળનો સથવારો એકમેકનો.એકમેકના સથવારે ખૂંદીશું ગીરીકંદરા,મુશ્કેલીમાં સ્થિર રાખીશું જીવનનૌકા.એકમેકના સથવારે સંસાર સાગર તરીશું.વૃધ્ધાવસ્થામાં ડુંગરા બનાવશું ઉંબરા.અંતિમ પડાવે છૂટશે સથવારો,રહેશે તે જીવશે સથવારાની યાદે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.