ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બર આજે “સમય ના વહેણ ” શીર્ષક અંતર્ગત પદ્ય રચનાઓ લખેલી નીચે મુજબ છે.ગ્રુપ મેમ્બર થવા માટે વોટસ અપ કોલિંગ નંબર (9824653073)
પદ્ય વિભાગ : શીર્ષક” સમય ના વહેણ ” ગ્રુપ રચનાઓ
NOG No: 40પ્રકાર : પદ્ય શીર્ષક : સમયનાં વહેણ(ઋતુઓ સાથેની સરખામણીએ)
શૈશવની યાદ જાણે શિશિરનો સાથ,મા-બાપનાં પ્રેમની શિતળતા સંગાથ,
આવી વસંત; છે જોમ જ્વલંત,રંગીન મિજાજ; એણે સજ્યા છે સાજ!
વાયરો વાય; ટાણું વિતી જાય,ગ્રીષ્મ આવી ઉભી; દિધી વસંતને વિદાય,
આવી પહોંચ્યો જીવનનો મુખ્ય દોર,હોય ભલેને છાંયો; ભાસે બળતો બપોર!
શિશિરની શિતળતા ને વાસંતી જોમનો જો હો હોમ,સફળતાનાં ચાખવા મળે મીઠા બોર!
બળતા બપોરમાં ખૂબ ચળક્યો તું,લે આવી વર્ષારાણી; હૈયે ટાઢક પામીશ તું,
લઈને આવી વર્ષારાણી; પ્રેમની લ્હાણી, ખરી વસંત છે આ જીવનની; કરી લે તું ઉજાણી,
વરસતી ગઈ વાદળી; કરતી ગઈ વરદ,પાનખર લઈને; હવે આવી શરદ,
મકકમ થઈ જાજે; ઠૂઠવાય ન જવાય,નિશ્ચલ,નિષ્કામ રહેવું હવે સદાય,
જાળવી લેજે ખુદને; મનડું ન મુંઝાય,પામવી હો જો તારે; હેમંતની હુંફભરી વિદાય. ✍️ વૈશાલી મહેતા.*
************************************
NOG 0078પ્રકાર – પદ્ય
વિષય- સમયનું વહેણ
સમય આવો ય બદલાશે ખબર નહોતી ;સમજથી પર થઈ જાશે ખબર નહોતી.
મેં પણ એવું વિચાર્યું તો હતું, પરખું ;સમય સાચે જ પરખાશે ખબર નહોતી.
લઈને આવતો ઘોંઘાટ કે કિલ્લોલ ;વખત એક મૂક પણ થાશે ખબર નહોતી.
સતત બસ દોડતો , નવરો જ ના પડતો ;થમી જઈ વક્ત કચવાશે ખબર નહોતી.
ઘણાંની તેં પરીક્ષા લીધી છે ને?તો!સમય આવો તું વરતાશે ખબર નહોતી.
મળે ના કોઈ “શ્વેતા”ને ય રસ્તામાં,સમય ખાલી જ અથડાશે ખબર નહોતી.
– શ્વેતા તલાટી*
**************************************
NOG NO : 0065પ્રકાર : પદ્ય
વિષય : સમયનું વહેણ
સમયનું વહેણ ચાલતું રહે છે,જો તેની સાથે ચાલશો તો ,કઈક તમે પામી શકશો ,નહીતો ભીડમાં ખોવાઈ જશો.
જ્યારે સમયના વહેણની સાથે ,અસફળતાનો સમય આવે ત્યારે,મુશ્કેલીનો ઝાટકો જરૂર લાગે છે,જીવનની નાવ ડગમગતી દેખાય છે.
ચારે બાજુથી આવશે કઠિનાઈઓપણ હિંમત રાખીને મક્કમ રહીને,આપણા દિલને સખત બનાવીને ,સમયના વહેણને પાર લગાવવાનો છે.
સુંદર પળ આપણી રાહ જુવે છે,ખુશીઓની હેલી રાહ જુવે છે,જિંદગી હસીને આપણે જીવવાની,એ છે આપણી જિંદગી તણો હક.
……સમયનું વહેણ ચાલતું રહેશે.
હર્ષા શાહ✍🏻✍🏻✍🏻***************************************
NOG/0044વિષય:-સમયના વહેણ.વિભાગ:- પદ્ય.
વસંતનો વૈભવ કેસૂડોતો ગ્રીષ્મ પણ ગાંજ્યો જાય એમ નથી.લાલચટ્ટક સાફો પહેરી ઉભેલો ગુલમહોર,પીળા પિતાંબર માં શોભતો ગરમાળો.કોડીલી નવોઢાનાં ગુલાબી અધરસમગુલાબી ફૂલોથી શોભિત વૃક્ષો.આ બધામાં ….ખૂટતી ફોરમ પૂરવા થનગનતો મોગરો.આ છે ગ્રીષ્મનો વૈભવ.સમયના વહેણ બદલાશે,સાથે ઋતુ બદલાશે.આવો ઋુતુ ઋુતુઓનો ,અલગ અલગ-અલગ વૈભવ માણવાંજરૂર પડે સમય સાથે ચાલવાની!સમય નથીનું બહાનું બતાવીએ,પછી ક્યાંથી માણી શકો આ વૈભવ?
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા
NOG /0028ન્યુઝ ઓફ ગાંધીનગર વિષય: સમયના વહેણ વિભાગ: પદ્ય પ્રકાર: ગઝલ શીર્ષક : સમયના ઈશારે
ટકોરા પડે છે સમયના ઈશારે,ને દિવસો ઉગે છે સમયના ઈશારે.
ગગનનો છે સૂરજ સદા ધોમ ધખતો,એ સૂરજ ઢળે છે સમયના ઈશારે.
કરો કામ સારા તો મળશે જ સિદ્ધિ,બધાં ફળ મળે છે સમયના ઈશારે.
કરી કામ ખોટા વહોરો ના જોખમ,કુકર્મી રડે છે સમયના ઈશારે.
છે કિંમત બધાની અલગ ગુણ મુજબ ને,બજારો ભરે છે સમયના ઈશારે.
ઝરણા રાજા. ” ઝારા”ભરૂચ …૨૯/૧૧/૨૦
***************************************
NOG number – 0068વિભાગ – પદ્યનાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”શીર્ષક – સમયના વહેણ
સુખમાં એક પૂરો દિવસ પણ ઓછો લાગે છે,દુઃખમાં પાંચ મિનિટ પણ લાંબી લાગતી હોય છે.
વિચારીએ તો માત્ર એક મિનિટ જ લાગે ,સમયની કદર હોય જ્યાં ત્યાં પળો હોય છે.
જિંદગી જ્યારે રૂઠીને રમાડે છે,જોકરના દાવ ત્યારે ,ચહેરા પર સ્મિત ને અંદરથી રુદન હોય છે.
જેના માતાપિતા છે એ ખરેખર ખુશનસીબ હોય છે,પરિવાર વિના જીવનમાં તો ખાલીપો ભરેલ હોય છે.
પ્રેમ નામના શબ્દથી જેણે નફરત કરી હોય છે ,એણે જ ક્યારેક લાગણીની લિલામી કરી હોય છે.
દિવસનો એ સમય વાદળને સંપૂર્ણ તડપાવતો હોય છે,રાત થતાં “ચાંદ”ને મળી મિલનની રાત હોય છે.
જિંદગીની રીતમાં સમય સમયની વાત છે સાહેબ,ક્યારેક દુઃખ તો ક્યારેક સુખની ઓટ હોય છે.
ભૂલાયું ભૂલાય નહીં ને યાદ રહે સદા ચિત્તમાં,લાંબુ – ટુંકુ , સારૂ – ખરાબ સમયનો વહેણ હોય છે.
✍ નાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”- માંડવી કચ્છ
NOG NO :0048વિભાગ – પદ્ય*શીર્ષક – સમય*
બદલાય છે માનવ સમયના વહેણમાં,પરિસ્થિતિ ને સંજોગોના કહેણમાં.
આવે છે ઉતાર ચઢાવ લાગણીનાં,સંબંધો બની જાય છે માગણીનાં,
જીવનસફર અણધારી અટકી જશે,મુલાકાત ક્યારે અંતિમ બની જશે,
પ્રીતથી ભરી લો દરેક શ્વાસને,ઝીલી લો દરેક પડકારને આત્મવિશ્વાસે.
– પ્રકૃતિ શાહ ‘પ્રીત’*
*************************************
ન્યુઝ ઓફ ગાંધીનગર સાહિત્ય સરિતાવિષય : સમયશીર્ષક : સમયનું મહત્વ
સમય વહી ગયો ને રહી ગયાં નિશાન અહીં,ભૂત ભવિષ્ય ને વર્તમાનનાં સંગાથે કંઈ.
દર્શાવે છે ઈતિહાસની હસ્તપ્રતો નકશા કંઈ,મિટાવી દીધું કાળની થપાટે ઘણું આ જગ મહીં.
સુખ- દુઃખ ને તડકો- છાંયો આવે જીવન મહીં,પણ, લગાવી દેતું મરહમ સમયનું ચક્ર અહીં.
હરાવી ન શક્યું કોઈ એ કાળચક્રને ગતિ મહીં,હોય ભલે તે રાય કે રંક, સરીખા સૌ જન અહીં.
સમય સમયને માન છે કહેતાં સૌ કોઈ અહીં,’નાણાં વગરનો નાથિયો’ ને નાણે નાથાલાલ અહીં…..
સમય છે બહુ બળવાન સમજ નાદાન તું સાન મહીં,બહુત બીતી ,બસ થોડી બચી આ જિંદગી અહીં.
— ડૉ. રેખા શાહ કચોરીયા