ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય વિભાગ મા આપ સૌ વિજેતાઓ નું સ્વાગત છે
*ધિરેનકુમાર સુથાર*
*૨)0010*
*દીપ્તિ પટેલ “શ્રી કૃપા”*
*૩)0048*
*પ્રકૃતિ શાહ “હાઈકુમાળા”*
*૪) 0027*
*જ્યોતિ આચાર્ય*
🌹🌹🌹🌹🌹
*ગદ્ય વિભાગ* *૧) 0020*
*ભાવના પટેલ*
*૨)0043* *મૈત્રી ઉપાધ્યાય*
*૩)। 0052* *સંજય તરબદા*
*૪)0044*
*વિભૂતિ દેસાઈ*
🌹🌹🌹🌹🌹
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન એડમિન પેનલ🙏🙏*NGO No.➖0071**શબ્દ➖ દર્પણ**પદ્ય વિભાગ ➖ગઝલ*
દર્પણનું સમર્પણ જોયું, “જે છે ,તે દે” અર્પણ જોયું.
ખોટું નહિ પણ સાચું ચિત્ર, નખશિખ એનું તર્પણ જોયું. યુવાનીમાં આજ પ્રવેશી, મેં ખોયેલું બચપણ જોયું.
સ્હેજ હસ્યો ત્યાં દાંત કાઢતું, સ્વાદ વિનાનું ગળપણ જોયું.
સુંદરીઓ શ્રુંગાર કરે ત્યાં, કામણગારુ વળગણ જોયું.
ચૂમી લેતું ખુદને એવું, લૈલા મજનુ સગપણ જોયું.
આંખોમા ધારીને ઝાંક્યુ, દર્પણમાં પણ દર્પણ જોયું.
*દીપકસિંહ સોલંકી દીપ આણંદ**૮ ગા વાળીગઝલ
******************
*ન્યૂઝ ઓફ ગાંધીનગર* :-
*NG/0030*વિભાગ / પ્રકાર : *પદ્ય / અછાંદસ રચના*વિષય : *દર્પણ…*
*જેવો તું એકલો મૂકી ગઈ ડરી જાઉં છું,**ને દૂર થઈ છે તું જાણી સમી જાઉં છું.*
*યાદ છે મને તો પહેલી મુલાકાત એ,**તને જોઈ એક નજર હું વરી જાઉં છું.*
*તારી આંખો તો લાગે ઊંડી ઝીલ જેવી,**બસ ઊંડો ઉતરીને એમાં તરી જાઉં છું.*
*મેં ઉપાડી કલમ ને લખ્યું તારાં વિશે,**હું શાહી બની કાગળમાં ભળી જાઉં છું.*
*હાથ પકડીને મારો તું જ્યારે આવી,**થયું કે જન્મોજનમ હું જીવી જાઉં છું.*
*જોઈને હેતથી દર્પણમાં મુખડું તારું,**પ્રતિબિંબ જાણે થઈને મળી જાઉં છું.*
*તું યાદ કરજે વીતેલી બધી સુંદર પળો,**બસ હું તો સપનું બનીને વહી જાઉં છું.*
©ધિરેનકુમાર કે. સુથાર “⛓️ધીર⛓️”**********************************
*GN NO:- 0010વિભાગ:- પદ્યશબ્દ : – દર્પણ
પૂનમની અજવાળી રાતમાંશોધું તુજને મુજ મનમંદિરમાં
પ્યાસી રહી હું નદીના જળમાંજોઈ પૂર્ણ સ્વરૂપ તારું દર્પણમાં
જલે હ્રદય મારું તુજ પ્રેમમાંશીતળતા સ્થાપો મુજ હ્રદયમાં
આંસુ આંખોના પી જવું દુઃખમાંલૂંટાવી જિંદગી તુજ ખુશીમાં
હારી જવું સર્વસ્વ તુજ પ્રેમમાંજીતી બાજી જિંદગી અર્પણમાં.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’..વડોદરા.
************************************** NG 0048વિભાગ – પદ્ય*શીર્ષક – દર્પણ (હાઈકુમાળા)*
સ્ફટિક સમું,નિર્મળ પ્રતિબિંબ,દર્પણ મહીં.
નીરખી મુજપ્રતિબિંબ દર્પણે,મદમસ્ત હું.
થાય દર્પણે,મને હકીકતનુંસત્યદર્શન.
આભાસી વિશ્વ,દીઠી વાસ્તવિકતા,દર્પણ મહીં.
મુજ ચહેરો, દીઠે દર્પણ કેરો,તુજ નયને.
પ્રકૃતિ શાહ “પ્રીત”
*********************************** *ન્યૂઝ ઑફ ગાંધીનગર*
*NG : 0027*પ્રકાર :- ગીતવિષય :- દર્પણ_______________________
દર્પણમાં હોય એ તો મારું જ નામ,પણ આંખોમાં હોય એ કોણ…? બોલ…!!! સખી, સીમાડે વાગે છે ઢોલ.
ટોડલીયે હોય એ તો મોર-પોપટ કે’વાય,પણ નજર્યુંમાં હોય એ કોણ…? બોલ…!!! સખી, પાદરમાં વાગે છે ઢોલ.
સામૈયે હોય એ તો રમઝટ કે’વાય,પણ ધડકનમાં હોય એ કોણ…? બોલ…!!! સખી, આંગણિયે વાગે છે ઢોલ.
ઉંબરે પોંખાય એ તો જમાઈજીનું નામ,પણ જોબનમાં હોય એ કોણ…? બોલ…!!! સખી, હૈયામાં વાગે છે ઢોલ.
— જ્યોતિ આચાર્ય અમદાવાદ*
*************************************
શીર્ષક* : – *”અવસ્થા”*
*વિભાગ* : – *ગદ્ય**NG 0052*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
સફેદ વાળ ,વધી ગયેલી લાંબી દાઢી , કઈ કેટલાંય અનુભવોમાંથી પાકટ થયેલાં આ ચહેરાને ,દર્પણ સામે ઉભો રહી હું ખુદને જોઈ રહ્યો હતો.
આ તે જ ચહેરો છે ?
જેને તે વર્ષોથી દર્પણમાં જોતો આવ્યો છે.
નામ અને ચહેરો પણ તેનો તે જ, અરે અહીં દર્પણ સુદ્ધા પણ તેનું તે જ હતુ , પણ સમયના ચક્રવાત સામે ઝઝુમતો આ ચહેરો ધીમે ધીમે અસ્ત થવા તરફ આગળ વધી રહ્યો હતો.
વર્ષોથી હું દર્પણ સામે પોતાનાં આ રૂપને જોતો આવ્યો હતો, આ ચહેરાં પર આજે જરા ધ્યાન ગયું અને વિચાર આવ્યો કે આ ચહેરો કેટલો બદલાય ગયો છે.વર્ષો પહેલાં જે નૂર ચહેરાં પર છલકાતું હતું તેવુ નૂર આ ચહેરાં પર શોધતાં જડતું નહોતું.
જવાબદારીઓના ઓથા હેઠળ ખુદને નિરખવાનો સમય જ કયાં હતો ? કે થોડી માવજત કરી શકું.ખેર હવે તો ઉંમર વર્તાય રહી હતી , દિકરીના લગ્ન લેવાનાં હતા ,એટલે આજે આ સફેદ વાળને ,હું કલર કરી ચમકાવી રહ્યો હતો ,પણ આ ચહેરાનું શું? તે તો હવે ચમકી શકે તેમ નહોતો.તેમ છતાં હાશ હતી.જી હા..દિકરીના લગ્ન જો લેવાનાં હતાં.
માથે આવેલી પરિવારની જવાબદારીઓમાં ખુદને આ રીતે ફુરસદે જોવાનો સમય જ કયા હતો.ભૂતકાળમાં સરી જાઉં તે પહેલાં તો મારી દીકરી મારી પાસે મને શોધતી મારાં રુમમાં દાખલ થય ” પપ્પા ઓ પપ્પા કયા ગયાં તમે ?”
“કેટલીક વાર”
“જરા જલદી કરો”
“લગ્નની ખરીદી કરવા નથી જવાની ?”
હું મારી વર્તમાન અવસ્થામાં આવીને પટકાયો,ફરી તે જ દર્પણ મારી સામે જોઈ મલકાયો અને હું પણ…
અરે! હા…ચલો ઘણાં કામ હજી બાકી છે, કહેતો હું ત્યાંથી ઉભો થયો……
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
સંજય તરબદા “સાંજ”વડોદરા
*NG NO:0043*
*વિભાગ: ગદ્ય (લેખ)* *શીર્ષક: દર્પણ*
દર્પણ એટલે અરીસો,મિરર. *”પોતાની જાતને નિહાળવાની અને નિખારવાની પારશીશી એટલે દર્પણ”.*
દર્પણ એક એવી વસ્તુ છે કે જે આપણું સાચું વ્યક્તિત્વ દર્શાવે છે. હું તો ખરેખર એવું માનું છું કે, “કદાચ આ દુનિયામાં ભગવાન દરેકને પોતાની ભૂલ કે ખામીઓ બતાવવા આવી શકતા નથી એટલે જ તેમણે દર્પણનું નિર્માણ કર્યું”. દર્પણને મિત્રના પર્યાય સાથે સરખામણી કરીએ તો કોઈ નવાઈ નહીં. આપણા ચહેરા પર કે શરીર પર પડેલા ડાઘાને આપણે દર્પણમાં જોઈને દૂર કરીએ છીએ અને ફરીથી આપણું સુંદર વ્યક્તિત્વ નિખારી શકીએ છીએ તેવી જ રીતે દર્પણની સામે ઉભા રહીને જો પોતાના મનમાં રહેલી ખામી દુર્ગુણને શોધીને તેને દૂર કરીએ તો આ દર્પણથી સાચો મિત્ર દુનિયામાં બીજો કોઈ નથી.
ખરેખર દર્પણ તો *”પોતાના વ્યક્તિત્વને દર્શાવતો પડછાયો છે”.*
દર્પણને અંગ્રેજીમાં “મિરર”કહે છે. ‘મિ’ એટલે ‘પોતાની જાત’અને તેને ‘ઓળખવા અને નિખારવા માટેનુ સાધન એટલે દર્પણ’.
“આ દર્પણ નથી,આ તો છે તારા વ્યક્તિત્વનો પડછાયો,પકડી લે આ પડછાયાને તો જીવન થઈ જશે ખુશહાલ”.
*મૈત્રી ઉપાધ્યાય* *અમદાવાદ* ✍️*************************************
* NG 0020વિભાગ: ગદ્ય.શીર્ષક: દર્પણ વાર્તા
:”મોમ! તું ક્યાં જવા તૈયાર થાય છે?”
“બેટા મને તૈયાર થવા દે ને” રીનાએ દર્પણમાં જોતાં જોતાં એનાં દીકરા જાનુને જવાબ આપ્યો.
“મમ્મી! મારે મા વિશે લખવાનું છે. તું થોડી મદદ કરીશ?” જાનુએ થોડું ઝંખવાઈ જતા પૂછ્યું.
“બેટા! મારે આજે મા અને દીકરાના સંબધો પર સેમિનાર આપવા જવાનું છે.તું ગૂગલ કરી ને લખી લે જે ને.” રીના મેકઅપ કરતા કરતા બોલી.
“સારું તું જા. હું મારા આયા માસીને પૂછી લઈશ એ મને કેટલું વ્હાલ કરે છે” જાનુએ ગુસ્સાથી પગ પછાડતા ત્યાંથી જતાં જતાં કહ્યું.
રીના દર્પણમાં એકીટસે જોતી રહી. એકદમ તૈયાર થઈ ગઈ હતી તે, પરંતુ ચેહરા પર આજે કંઇક ખૂટતું હતું. જેની ખોટ પૂરી કરવા મેકઅપનાં લસરકા પણ સમર્થ નહોતા.
ભાવના પટેલ.’વલસાડી વાદળ’ ગાંધીનગર.
*%%%%%%%%%%%%%%%
% NG/0044.ચિત્ર વાર્તા.વિભાગ:- ગદ્ય.શીર્ષક:- દર્પણ.
દર્પણ સોળ વર્ષનો હતો ને પિતાનું મૃત્યુ થયું. પિતાની બિમારી દરમ્યાન માતાએ દાખવેલી હિંમત દર્પણને બરાબર યાદ. ડોક્ટરે પિતાને બ્રેઈન ડેડ જાહેર કર્યા ત્યારે માતાએ હિંમતભેર દીકરાને સમજાવ્યું,” ‘ નામ તેનો નાશ’, પપ્પાને વિદાય આપવાનો સમય આવી ગયો છે. પરંતુ તે પહેલાં પપ્પાના અંગોનું દાન કરીએ તો પાંચ વ્યક્તિમાં પપ્પા જીવીત રહી શકે.પપ્પાને અગ્નિસંસ્કાર કરીશું ત્યારે આ અંગોની રાખ થઈ જશે , એનાં કરતાં પાંચ વ્યક્તિનું જીવન બચાવી એમનામાં જીવીત રહે એથી રૂડું શું?.” એમ કહી સામેથી ડોક્ટરને અંગદાનની ઇચ્છા દર્શાવી અંગદાન કરેલું. ત્યારથી દર્પણનાં મનમાં એવું કે,આ બધાં અંગોનું દાન થાય તો મગજનું કેમ નહીં? પિતાની એક કિડની ન્યુરો સર્જન ડો. દિપને આપેલી, એ ડોક્ટરને મળવા ગયો અને પૂછ્યું,”માણસનાં મગજનું પ્રત્યારોપણ થાય કે કેમ?” ડોક્ટર ખુશ થઈ ગયા અને કહ્યું,” પહેલાં આ બધાં અંગોનું પ્રત્યારોપણ ક્યાં થતું હતું? પણ શોધ થઇને આ શક્ય બન્યું. આની પર સંશોધન કરે તો શક્ય બને.” દર્પણે નક્કી કર્યું કે હું આ શોધ કરીશ. મેડિકલમાં એડમીશન લીધું.ડોકટર દિપની મદદથી સંશોધન માટે પણ સગવડ મળી અભ્યાસની સાથે સંશોધન ચાલુ.એમ.એસ. થયો ત્યાં સુધીમાં મગજનાં પ્રત્યારોપણની શોધ કરી વાનર પર પ્રયોગ કર્યો છે સફળ થયો.મા ની ખુશીનો પાર નહીં. એનું સન્માન કર્યું પ્રત્યુતરમાં કહ્યું,”મારા પિતાનું અંગદાન કરેલું ત્યારથી મને થતું કે મગજનું પણ પ્રત્યારોપણ થતું હોય તો? મારા વિચારને દિપ સરે પ્રોત્સાહન અને સહકાર આપ્યો.મારી માતાની હિંમત,સદગત પિતાનાં આશીર્વાદથી આ શોધ કરી શક્યો તેનો આનંદ છે.” મારી માનું મગજ અણીનાં સમયે સ્વસ્થતા જાળવી છે નિર્ણય લેય છે.મારી મા ના મૃત્યુ નો સપને પણ વિચાર ન કરું પણ આ સનાતન સત્ય સ્વીકારી ને મને આ વિચાર આવેલો કે હું મારી માતાનાં બીજા અંગોની જેમ મગજને પણ રાખ ન જ થવા દઈશ.✍️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.🌹🌹🌹🌹🌹