એક લેપ ડાન્સ ક્લબમાં છોકીરીઓએ જબરદસ્તી ગ્રાહકોને દારૂ પીવડાવી અને કાર્ડમાં પિન નંબર નાખી મજબૂર કરી 30 લાખ રૂપીયાનું ટ્રાજેક્શન કરી લીધુ છે. પોલીસે આ મામલે તપાસ કરી રહી છે અને ક્લબના લાઈસેન્સ પર હાલમાં રદ કરી દેવામાં આવ્યું છે.ક્લબમાં ગ્રાહકોની સાથે શારીરિક હિંસા અને ફ્રોડનો આ મામલો ઈગ્લેન્ડના સાઉથપટન શહેરનો છે. પીડિત શખ્સ ક્લબમાં સવારે 4.25 વાગ્યે આવ્યો હતો, પરંતુ ક્લબ બંધ થયાના ઘણા સમય બાદ તેને બહાર જવા દેવામાં આવ્યો હતો. પીડિત શખ્સ લગભગ 8 કલાક સુધી ક્લબમાં કેદ રહ્યો હતો. આ ઘટનાના ખુલાસા બાદ અસ્થાઈ રૂપે For Your Eyes Only ના નામથી આ ક્લબને બંધ કરી દેવામાં આવ્યું છે.
**************