GN_25-5-20 (News of Gandhinagar PDF)
GN_26-5-20
![](https://janfariyadnews.com/wp-content/uploads/2020/05/IMG-20200524-WA0558.jpg)
://m.facebook.com/story.php?story_fbid=566774440909984&id=100027322995343
Certifigate.link
**********************************
*_વિભાગ;:બાળ વિભાગ_*
*_શીર્ષક :મા તે મા (ગદ્ય)_*
*હૈયામાં હેત ભયુઁ જેને*
*વેણ વેણ વરદાંન;*
*દેખ ,ધરેઘરે એજ વિરાજે*
*ભૂતળમાં ભગવાન.*
ઇશ્વર મનુષ્ય દેહ ધરીને બધે પહોંચી
“મા”નું સમગ્ર વ્યક્તિત્વ આ સત્યની પ્રતીતિ કરાવે છે. “મા” શબ્દ જ કેટલો
મધુર છે! “મા” શબ્દ બોલતાં હૈયું પ્રફુલ્લિત થઈ જાય છે. જનનીનું સંપૂર્ણ અને તટસ્થ શબ્દચિત્ર દોરવાનું
કાયઁ અત્યંત મુશ્કેલ છે. કયો માનવી પોતાનું વર્ણન લાગણીનાં તરવરાટ વિના કરી શકે? હું પણ “મા” વિશે લખતા ઊમિઁનો અવો જ ઉમળકો અનુભવું છું.
સાગરમાં જેટલું પાણી નથી એટલી “મા” ના હૈયામાં મમતા છે.”મા” ના
ચરણોમાં સ્વર્ગ છે. સંતાનની પહેલી
ગુરુ તેની” મા” હોય છે.સાચા પ્રેમનું બીજુ નામ “મા” છે.”મા”થી વિશેષ કોઈ નથી જે ભગવાન દ્રારા આશીર્વાદ સમાન છે.
ખરેખર, “મા” સ્નેહ, મમતા, કર્તવ્યપરાયણતા અને સદ્ભાવનાની મંગલમૂતિઁ છે. સુખસમૃધ્ધિથી સભર
બનાવવામાં “મા” નો ફાળો સૌથી મહત્વનો હોય છે. સંતાનો પોતાનું જીવન” મા” નાં ચરણે ધરી દઇ તો પણ “મા” નું ૠણ ફેડી ન શકીએ
*ધાર્મિક ક. ડોડીયા*
(R.C. Patel High School)
Bal વિભાગ
શીષૅક: મા તે મા
મા એટલે ભગવાન નું જીવતું – જાગતું સ્વરૂપ છે. ભલે ભણેલી ગણેલી હોય કે ના હોય
પણ આ સંસારનું દલૅભ અને મહત્વપૂર્ણ જ્ઞાન આપણને બધાંને “મા” પાસે થીજ મળે છે. ચાલતી ફરતી આંખોથી અરજો જોઈ છે. મને જનત તો ના દેખાણી , મને તો મારી “મા” દેખાણી. “મા” એક સારી બેન છે, “મા ” એક બેનપણી છે. મા
બધાંની જગ્યા લઈ સકે છે પણ “મા” ની જગ્યા કોઈના લઈ શકે. “મા ” એવું નથી કે હું
તમને ફકત આજનાક જ દિવસે
યાદ કરૂ છું , આજનાં દિવસે તો હું દુનિયા ને ફકત એ જણાવું છું કે તમારી હાજરી નું મહત્વ મારા જીવનમાં શું છે?. આંસુ તમારા નીકળે ને આંખ મારી હો, દિલ તમારૂં ધબકે ને ધબકારા મારા હોય ,ભગવાન કરે
આપણા બન્નેની મિત્રતા એટલી
જીગરી હોય, કે રસ્તા વચ્ચે મને મારે જયારે ભૂલ તમારી હો. અને જયારે મમ્મી પુછે ને કે તે ખાધું તો આપણે કહીએ કે હા ખાધું પણ મમ્મી ઓળખી જાય
કે ના તેણે નથી ખાધું . જેની આખ તમારાં આંસુ જોઈને ભરાઈ આવે અને કયારેય રડાવશો નહી , કારણકે આંસુ લુછનારા તો બહુ મળશે, પણ “મા”.. આંસુ પોતાની આંખો માં
લેનારી કયારેય નહીં મળે…
કોઈ “મા” પોતાના દીકરા ને કયારેય આવું નથી બોલતી કે મને સુખી રાખજે.. “મા” તો ફકત એટલુંજ બોલે છે.. કે બેટા તું સુખી રહેજે હજારો ગમ હોય તો પણ હુ ખુશીથી ખીલું છું પણ જયારે મારી
મા હસે છે .. તો હું બધાં ગમ
ભૂલી જાવ છુ.. ધરમાં કેટલા પણ લોકો હોય આપણને બધાં દેખાય.. પણ જયારે મમ્મીનાં દેખાય નહીં તો ઘર ખાલી ..ખાલી… દેખાય. હું રમતાં..રમતાં .. પડી ગઈ દવા તો કામ ન આવી તો નજરો ઉતારે છે.. “મા” છે. સાહેબ હાર.. કયાં માને છે?
અરે “મા” તો “મા”
✍🏻 વિધિ ગુણવંતભાઇ ચૌહાણ
(Std: 9th)
:બાળ વિભાગ
શીર્ષક :માં તે માં (ગદ્ય)
મીઠા મઘુ ને મીઠા મેહલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે …
જનની ની જોડ સખી! નહી જડે રે લોલ
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે …
જનની ની જોડ સખી! નહી જડે રે લોલ
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે …
જનની ની જોડ સખી! નહી જડે રે લોલ
હાથ ગૂંથેલ એના હીરાના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે …
જનની ની જોડ સખી! નહી જડે રે લોલ
દે વોને દૂધ એનાં દોહયલા રે લોલ,
કાળજામાં કૈંક ભયૉ કોડ રે …
જનની ની જોડ સખી! નહી જડે રે લોલ
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે …
જનની જોડ સખી! નહી જડે રે લોલ
મને વહાલામાં વહાલી મારી મમ્મી છે. મારી મમ્મીનું નામ છાયા છે.
મને મારી મમ્મી સવારે વહેલી જગાડે. છે. દાંત સાફ કરવા, સ્નાન કરવું, પ્રભુને પ્રાર્થના કરવી -આવી સારી ટેવો મારી મમ્મીએ મને શીખવાડી છે. મારી મમ્મી સવારે ગરમ દૂધ પીવા આપે છે. દૂધ સાથે તે મને નાસ્તો પણ આપે છે.
મારી મમ્મી મને તૈયાર કરી સમયસર શાળામાં મોકલે છે. તે હાથ ઊંચો કરી મને વિદાય આપે છે. સાંજે ભણીને શાળામાંથી હું ઘેર આવું છું ત્યારે મારી મમ્મી મને આવકારે છે. તે મને વહાલથી હૈયે ચાંપે છે. તે મારા માથે પ્રેમથી હાથ ફેરવે છે.
મારી મમ્મી મને પાસે બેસાડી નિશાળનું લેસન કરાવે છે. તે મને ભણાવે છે.
મારી મમ્મી મને ભાવતી વાનગીઓ બનાવીને જમાડે છે. તે બજારમાંથી ફળો તથા બિસ્કિટ લાવે છે. ને મને નાસ્તા તરીકે જમાડે છે.
મારી મમ્મી મારે માટે રમકડાં લાવે છે. તે વાર્તાઓની ચોપડીઓ પણ મારે માટે લાવે છે.
રાત્રે સૂઈ જતાં પહેલાં મારી મમ્મીને હું કવિતાઓ ગાઈ સંભાળવું છું. મારી મમ્મી મને નવાં નવાં ગીતો શીખવાડે છે. મારી મમ્મી મને મઝાની વાતો પણ કહે છે. હું મારી મમ્મીને ખૂબ ચાહું છું. મારી મમ્મી મને ખૂબ પ્રેમ કરે છે.
મારી ” મા ” જ મારા માટે ભગવાન છે,
તેના ચરણોમાં રહેવું પણ વરદાન છે.
તેનો હાથ માથા પર છે તો સુખી છું હું,
નહીં તો મારું જીવન, કયાં આસાન છે.
બાકી બધાનું મહત્વ પણ છે જીવનમાં,
સૌથી ઉપર મારી માતાનુંજ સ્થાન છે.
ભગવાન ખુશ છે, માતા ખુશ હશે,
‘ મા’ નું રિમત એ ભગવાનનું માન છે.
મંદિર – મરજીદ ‘ મા ‘ જ છે મારા ‘ અખતર ‘
એંજિ મારી પુંજા એંજ મારી અઝાદ છે.
✍🏻 રીયા કલ્પેશ દરજી
(STD : 9th )
બાળ વિભાગ
શીર્ષક: માં તે માં (ગદ્ય)
જે દેહ માંથી દેહ આપે એનું નામ’ “માં”
ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે! માં એટલે વાત્સલ્યની મૂર્તિ એના જેવી વ્યક્તિ આ જગતમાં કોઈ નહીં. બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ધડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો વાળી શકાય એમ નથી. બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું અને સમજણુ થાય ત્યાં સુધી અનેક કષ્ટો વેઠણાર અને પોતાના શરીર સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદાજ ના કરી હોય તો આપણું શું થાત?
” જનનીની જોડ સખી નહિ જડે રે લોલ! માતા એ માતા જ છે.
માતાનું મન એનું પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ધરની હોય કે શ્રીમંત ધરની વાત્સલ્યનું ઝરણું તો અખૂટપણે વહયા જ કરે છે. માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે.
‘ ગોળ વગર મોળો કંસાર માતા વગર સુનો સંસાર ‘
દવા કામ નાં આવી તો નજરે ઉતારે છે. માં છે સાહેબ , હાર ક્યાં માને છે.
મારી માં જ મારા માટે ભગવાન છે , તેના ચરણોમાં રહેવું પણ વરદાન છે.
તેનો હાથ માથા પર છે તો સુખી છું , નહીં તો મારૂ જીવન ક્યાં આસન છે.
હો માં…. હો માં…. મારી માં પ્યારી માં….
બાળક માંદુ પડે. નિશાળેથી આવતા થોડું મોડું થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખો કામ પડતાં મૂકીને કેવી બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે! બાળકના દુખે: દુઃખી થનારી રાત દિવસ તેનાં હિતની પ્રાથના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજે ક્યાંય નથી. જીવન નૈયાનું સુકાન માતા છે. માં વિનાનાં બાળકોની . સ્થિતિ અત્યંત દયાજનક અને અશ્ય હોય છે. માતા કાયમ પોતાના બાળકોને સારા સંસ્કાર અને સારા આશિર્વાદ જ આપતી હોય છે.
✍🏻 જાનકી અશ્વિનભાઈ ગોહિલ
(STD: 9th)
: બાળ વિભાગ
શીર્ષક : મા તે મા(ગદ્ય)
માઁ તે માઁ
મારી માઁ જ મારા માટે ભગવાન છે,
તેના ચરણો માં રહેવું પણ વરદાન છે.
તેનો હાથ માથા પર છે તો સુખી છું હું
નહીં તો મારું જીવન, ક્યા આસાન છે.
બાકી બધા નું પણ મહત્વ છે જીવન માં,
સૌથી ઉપર મારી માતા નું જ સ્થાન છે.
ભગવાન ખુશ છે જો માતા ખુશ હશે,
“મા” નુ સ્મિત એ ભગવાન નું માન છે.
મંદિર મસ્જિદ એ જ છે મારી માતા,
એજ મારી પૂજા એ જ મારી અઝાન છે.
✍🏻જાનહ્વી રાજેશ ચુડાસમા (std:6)
મલાડ
મુંબઈ
: બાળ વિભાગ
શીર્ષક : મા તે મા(ગદ્ય)
મા જ એક એવી છે જે આપણને ઓળખી શકે. એ આપણને દર વખતે સાચા પથ પર લઇ જાય. મા ની જેવું કોઈ નથી આ સંસારમાં. મા તે મા, જીવનની કોઈ પણ કઠણાઈમાં કોઈ સાથ આપે કે ન આપે પણ મા હંમેશા પડછાયો બનીને તમારી મદદ કરશે. મારી મા મારા માટે એક ભગવાનનું સ્વરૂપ છે. એ મને સૌથી વ્હાલી છે કારણકે એના જેવુ કોઈ નથી. એ હંમેશા મને સાથ આપે છે અને આપશે, જરૂર પડે તો મારા માટે લડશે. મારુ જીવન એટલે મારી મા
✍️ધૈર્ય જીગ્નેશ મહેતા
(std: 4)
*શી રશક*
*મારું ગુજરાત…….*
ભારતમાતાની ગોદમાં રમતું મારું રંગીલું ગુજરાત,
છે રાજ્ય,દેશ,દુનિયાથી અલગું મારું ગુજરાત,
શૂરા,સાહિત્ય,સંગીત અને શ્રધ્ધાનો સરવાળો છે ગુજરાત,
માન,મોભો,મર્યાદા અને મિઠાશનો મેળાવડો છે મારું ગુજરાત.
જ્યાં નાર નમણી અને સમી નારાયણી એજ આ ગુજરાત,
રણબંકા,શૂરવીર અને દયાળા નરને ધરે મારું આ ગુજરાત,
ગાંઠિયા,થેપલા,જલેબી અને ઢોકળાના જમણ જમે ગુજરાત,
કવિ,કલાકાર અને કૃષ્ણ મહારાજની ભૂમિ આ મારું ગુજરાત.
વિકાસ અને વિનાશ બક્ષે સદા,વિધાતા છે મારું ગુજરાત,
અંગ્રેજ પહેલો બેસે છે અહીં, એ જ મારું આ ગુજરાત,
ગાંધી,સરદાર નીકળે લઈ આઝાદીનો વિચાર એ છે ગુજરાત,
જ્યાં દીપે પ્રભાત,દીપે રાત પણ એ જ આ તેજીલું ગુજરાત,
સાગર સમી વિશાળ,સરિતા સમી મધુર જાત છે ગુજરાતી,
રાજાધિરાજ,મહારાજ કૃષ્ણની ધન પ્રજા છે આ ગુજરાતી,
ક્યાંય પાછીપાની કરે નહિં એવી નાત આ ચતુર છે ગુજરાતી,
કરે ‘સુજ્ઞ’ વંદન આ ધરાને,વંદન ભાષા તને પણ ઓ ગુજરાતી.
‘સુજ્ઞ’
ભુમિત પિઠડિયા
મોજ ટેઈલર,નિંભાડા શેરી,
આઝાદ ચોક,(માંડવી કચ્છ).