એક વ્યક્તિએ તેની પત્ની ગુમાવી, બહેન બનેવી અને તેમના બે બાળકોને ગુમાવી દીધા… એક સેકન્ડ આખા પરિવાર પર ભારે પડી, ડ્રાઈવરને ઝોકુ આવ્યું અને ગઈકાલે મોડી રાત્રે આ ઘટના ધટી. કારના ફોટા પરથી આપને ખ્યાલ આવી ગયો હશે કે તે સમયે શું થયું હશે… 5 ના કરુણ મોત નીપજ્યા અને 4 લોકો હાલ હોસ્પીટલમાં છે. જેમાંથી 3 તો નાના બાળકો છે. આ પરિવાર એટલે અમારા મેક અપ મેન નાગેન્દ્ર અન્નાનો પરિવાર… જે છેલ્લા 4 વર્ષથી અમારી સાથે કામ કરે છે… હંમેશા હસતા રહેતા નાગેન્દ્રના માથે આજે એવું દુખ આવ્યું કે તે રડી પણ નથી શકતો… પરિવારના 5 લોકો બચ્યા જ નથી અને પોતે હોસ્પીટલમાં સારવાર હેઠળ છે…
અકસ્માત બાદની જે પીડા છે તે મેં અને અમારા ન્યૂઝ18 ના સ્ટાફે હોસ્પીટલમાં તેમની સાથે સહી છે… ધરે આવ્યા પણ ઉંધ નથી આવતી, એ બાળકોના રડવાનો અવાજ સંભળાય છે, આંખના આંસુ દેખાય છે… જે સોમનાથ દાદાના દર્શન કરી પાછા ફરતા હતા તે ભગવાનને જ પ્રાર્થના કે તેમને જલ્દી સાજા કરી દે…સંધ્યા તારા
😢 ઈશ્વર એમને આ દુ:ખ સહન કરવા શક્તિ આપે
બોલવું સહેલું છે બાકી પીડા મેં ભોગવી છે ગુમાવ્યા ની એટલે એ તો સહન કરનાર જ જાણે 🙏