સમૂહ ચિંતન રૂપી “કોરોના”અવસર ન્યુઝ પેપર ની કૂપનો કાપવાની બંધ..બુટલેગર ના હપ્તા બંધ, ગુનાહ પ્રવૃત્તિ બંધ,લોક સરકારી વિરોધ ધરણા,પ્રદર્શન બંધ, સ્વ પ્રસિદ્ધિ ની રાજકીય,સામાજિક કહેવાતા સેવકો ની શોશિયલ મીડિયા ઉપર અડ્ડો જમાવી બેઠેલા ની વણ માંગી સલાહો ની પોસ્ટો બંધ,બિન જરૂરી ઓટલા,નુક્કડ,ગામના ગોંદરે થતી પંચાતો બંધ,જિલ્લા,તાલુકા,પાલિકાઓ,સરકારી કચેરીઓ ની આજુબાજુ અડ્ડા જમાવતા રાજકીય અને સરકારી દલાલો ના મેળાવડા બંધ,આખો દિવસ રાત ધમધમતા ખાણી પીણી ના બજારો ની માં ફાવે તે સમયે ખાવા પીવાની આદતો વાળા ની ભીડ જામતી બંધ..હજારો ગલ્લાઓ ઉપર ચોરે ને ચૌતે જામતી ગુનાહિત પ્રવૃત્તિઓ ના આશ્રય સ્થાનો રૂપી ભીડભાડ બંધ,,કોઈ અછાજતી પ્રવૃત્તિઓ રૂપી સરઘસો.લોક વિરોધ ની રાજકીય કૂટનીતિ વાળી પ્રવૃત્તિઓ બંધ. રાજકીય કાવદાવા માટે થતાં પ્લાન ની મીટીંગો નો ધમધમાટ બંધ…સરકાર અને પ્રજા માટે સતત માથા ના દુખાવા સમાન અને ભ્રષ્ટાચારીઓ ના મોકળા મેદાન રૂપી ચોરી. ડકૈતી,લૂંટફાટ,હત્યાઓ,આત્મ હત્યાઓ,ઠઠ્ઠા મશ્કરી,છેડતી,દોરા ખેંચવાના બનાવો,પોલીસ અને પ્રજા વચ્ચે ના રાજકીય દબાણો વચ્ચેના ઘર્ષણો રૂપી પ્રવૃત્તિઓ એકાએક બંધ,,પોતાનો રોટલો પોતે ખાઈ.પરિવાર માં રહી પોતાના ઇસ્ટદેવ ની પાઠ પૂજા કરી રસ્ત્ર હિત.સમજ હિત.સરકાર હિત અને ભાવિ વંશજો ના ચિંતન કરવા માટેનો ઉત્તમ સમય એટલે ૨૧ દિવસ નું કુદરતે સરકાર દ્વારા કરાયેલ ફરજિયાત લોકડાઉન…બિન જરૂરી પેટ્રોલ ડીઝલ.હરવા.ફરવા.વ્યસન કરવા ના બ્રેક વિનાના સ્કુટર જેવી આપખુદશાહી જેવા કુદરત થી વિરુદ્ધ એવા જીવન રૂપીખર્ચ ના ધુમાડા બંધ……આખું વરસ ધર્મ સંસ્કૃતિ.જાળવણી.પરંપરાગત ઉજવાતા વાર તહેવારો પાછળ માનવ મહેરામણ ઉમટી ને કરોડો રૂપિયા ના જે કઈ બિન જરૂરી ખર્ચાઓ થાય તેમાં એકાએક કુદરતી કાપ વિશે સરકાર.પ્રજાકીય સંગઠનો.સામાજિક ધાર્મિક સંસ્થાઓ માટે દેશ હિત માં ચિંતન કરવાનો ઉત્તમ સમય એટલે ૨૧ દિવસ નું લોક ડાઉન…. ના ગમે તો પણ કહેવાનું મન થાય કે કોરોના તું આ પ્રજા.રાજકીય હથા રૂપી સરકાર જ્યાં સુધી માનવતા ના પાઠ સિખીબના જાય ત્યાં સુધી તો કાયમ દર વર્ષે આવજે અને ખોટા લોકો ને તારા ભરડામાં લઈ લે જે તેમજ સાચા .તટસ્થ.મનવતાભર્યું જીવન જીવનાર ને ન્યાય આપજે…..કેમકે હવે માનવ.જીવ સૃષ્ટિ ને માત્ર એક કુદરત જ છે કે જે કર્મ ના સિદ્ધાંત પ્રમાણે ન્યાય આપી શકે તેનો આ એક આંખ ખોલી નાખી તેવો ઉત્તમ સમય આવ્યો છે….આવો સૌ પોતપોતાના હૃદય થી મારી આ વાત સમજી વિચારી ને ઉજાગર કરીએ ને લોક સેવકો ની આંખો ખોલવા પણ પ્રયત્નો કરીએ….એક હિ આગ જન ફરિયાદ.ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક….(આપના અભિપ્રાય પણ અમોને મોકલી આપો)તંત્રી પ્રદીપ રાવલ