DHORAJI NAGRIK BANK KOBHAND
સરકાર દ્વારા મહિલા સુરક્ષા અને ઉથાન ને લઈ ને મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે ગુજરાત ની એક નામાંકિત શેડ્યૂલ બેંક માં એક પ્રસૂતા મહિલા ને માનસિક ત્રાસ આપી આપવા સાથે તેના કોમ્પ્યુટર ના આઈ ડી અને પાસવર્ડ ઉપયોગ કરી ને કૌભાંડ આચરવા માં આવ્યું હતું, અને આ કૌભાંડ ને ઢાંકવા માટે મહિલા કર્મચારી ને હેરાન કરવા માં આવ્યા
રાજકોટ ની શેડુયલ બેંક નાગરિક સહકારી બેન્ક ની ધોરાજી શાખા માં કામ કરતા પ્રિયંકા બેન ત્રાડા કે જેવો પ્રસુતિ ને લઈ ને મેડિકલ રજા ઉપર હતા તેવો જયારે બેન્ક માં કામ કરવા માટે બેંકે ફરજ ઉપર ગયા ત્યારે તેવો ને પોતાના આઈ ડી અને પાસવૉર્ડ નો ઉપયોગ કરી ને ઘણી પૈસા ની લેવડ દેવડ ની એન્ટ્રી ઓ કરવા માં આવેલ જોવા મળી જેને લઈ પ્રિયંકા બેને આ બાબતે માહિતી મેળવા લાગી ત્યારે તેવો ન ધ્યાને આવ્યું કે તેના જ સહ કર્મી એવા કલ્પેશ નકુમ દ્વારા અંકિત બાલધા ના નામે એક ખાતું ખોલવા માં આવ્યું અને શરૂ થયો બૅંક સાથે નો ગોટાળો ખોલવા માં આવયેલ બેન્ક ખાતા માં પ્રથમ તો ફિક્સ ડિપોઝિટ કરવા માં આવી જેમાં વર્તમાન માં થયેલ ફિક્સ ડિપોઝિટ ને ભૂતકાળ ના 3 થી 4 વર્ષ પાછળ ની તારીખ નાખી અને વર્તમાન માં થયેલ ફિક્સ ડિપોઝિટ ને 4 વર્ષ જૂની બતાવી ને જે વ્યાજ અને ચક્રવતી વ્યાજ જમા થાય તેને જમા લઇ ને તે પૈસા રૂપિયા ને અન્ય પોતાન લગતા વળગતા બેન્ક ખાતા માં ટ્રાંસફર કરી ને ઉચાપત કરતા હતા
પ્રિયંકાબેન ના કામ કરવા ના આઈ ડી, અને પાસવર્ડ ઉપયોગ કરી ને કૌભાંડ કરી કલ્પેશ નકુમ દ્વારા બનાવેલ અંકિત બાલધા ના બેંક ખાતા માં મોટી રકમ ના વ્યવહારો શરૂ કરવા માં જેમાં 2 લાખ રકમ ની ડિપોઝિટ થાય કે તરતજ માત્ર 30 સેકન્ડ માંજ બેન્ક ના કર્મચારી ખાતા માં જ ટ્રાન્સફર થઇ ને જમા થઇ જતા જોવા મળતા હતા જે વ્યવહારો જ બતાવતા હતા કે કોઈ મોટી ગોલ માલ થઇ ,રહી છે, આવા અનેક વ્યવહારો કે જેમાં આવી લખો રૂપિયા ની રકમ જમા થઇ હોય અને માત્ર 30 – 40 સેન્કડ માં જ બેન્ક ના જ કર્મચારી ના બેન્ક ખાતા માં ટ્રાંસફર થઇ ને જમા થઇ જતા હતા, જે જોતા બેન્ક ના કર્મચારી એવા કલ્પેશ નકુમ દ્વારા જ પોતાન સાગા અને સબંધી ઓ ના ખાતા માં વારંવાર પૈસા જમા કરી ને મોટો ગોટાળો કરેલ છે તેવો આક્ષેપ બેંક ના જ કર્મચારી એવા પ્રિયંકાબેન ત્રાડા નો આક્ષેપ કરેલ છે
નાગરિક બેંક ના કર્મચારી પ્રિયંકાબેને ત્રાડા કે એ આ સમગ્ર ઘટના ની વિગત વાર રજૂઆત RBI ને કરતા અને આ સમગ્ર ગોટાળા ની વાત પ્રિયંકાબેન ને જાણ થતા અને આ ગોટાળા ને દબાવી દેવા માટે બેંક દ્વારા પ્રિયંકાબેન કે જેવો પ્રસૂતા હાતા ને નાની એવી બાળકી છે તેને ને દબાવવા ની શરૂ આત કરી પ્રથમ તો પ્રિયંકાબેન ને હેડ ઓફિસે બોલાવી ને ધમકાવી ને રાજીનામુ મંગાવા માં આવ્યું પરંતુ રાજીનામુ શક્ય ના બનતા પ્રિયંકાબેન ને ઘર થી 350 કિલોમીટર દૂર સુધી દેવા માં આવી અને તેવો ને માસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો નાની બાળકી સાથે પણ અને ડોક્ટરો ના મેડિકલ રિપોર્ટ બાદ પણ બેન્ક દ્વારા બીમાર અને પ્રસૂતા પ્રિયંકા બેન ને બેંક દ્વારા માનસિક ત્રાસ આપવા નો શરૂ થયો
આ સમગ્ર ગોટાળા ને લઇ ને પ્રિયંકાબેને સમગ્ર ફરિયાદ અનેક જગ્યા એ કરી જેમાં રાજકોટ પોલીસ કમિશનર ને પણ કરવા માં આવી છે, ત્યાર બાદ આ સમગ્ર રજૂઆત અને હકીકત તેવો એ બેન્ક ના ચેરમેન ને પણ કરી આમ છતાં બેંક દ્વારા માનસિક ત્રાસ ચાલુ જ રહેલ હતો, આ કૌભાંડ ના મુખ્ય સૂત્ર ધાર એવા કમલેશ નકુમ દ્વારા પણ ફોન ઉપર પ્રિયંકાબેન સાથે કબૂલાત કરી હતી કે હા આ સમગ્ર કૌભાંડ તેવો એ આચરેલ છે અને બેંકે તેમ તે નોકરી કાઢી મુકેલ હતા
જયારે આ બાબતે ધોરાજી બ્રાન્ચ ના મેનેજર જયેશ અધારા સાથે વાતચીત કરવા પ્રયત્ન કર્યો તો તેવો એ કઈ પણ કહેવા અસમર્થ હોવા નું અને આ બાબતે હેડ ઓફીસ માં પૂછવા જણાવ્યું હતું,
ફિક્સ ડિપોઝિટ અને તેના દ્વારા ગોટાળા ને પૈસા ની ઉચાપત વગેરે ગોટાળા તો ગોટાળા ની ટોચ માત્ર છે, જો યોગ્ય તાપસ કરવા માં આવે તો ગોટાળા અને કૌભાંડ નો મોટો પર્વત નીકળે તે ચોક્કસ છે
હરેશ ભાલીયા જેતપુર