આજે વિધાનસભા ના સત્ર નો પ્રારંભ ૧૨ વાગે રાજ્યપાલશ્રી કરાવશે અને નીતિન પટેલ નાણાં મંત્રી આજે આઠમી વર બજેટ રજૂ કરશે.છેલ્લા ૨૪ વરસ થી આંકડાઓ ની માયાજાળ રચવા ઘડાયેલા લોકો દ્વારા હંમેશા બજેટ રજૂ થયા છે અને પ્રજા એ ખાલી સંભાળવાનું અને સરકાર જશ લે કે અને બજેટ રજૂ કર્યું. પછી કેવું છે અને કોણે શું ફાયદો થશે..તે તમામ વર્ગ ના લોકો માં એકાદ મહિના સુધી ગણ ગણાટ ચાલશે…હમણાં અઠવાડિયું બધા ભગવા નીતિનભાઈ ને સારું સારું કહેવા મળવાના બહાને જશે ને મો બતાવી પછી પાછલા બારણે. એકાદ બે ફાઈલો નક્કી કાર્ય મુજબ વાર્ષિક ખર્ચ કાઢવા પાસ કરાવી ગાંધીનગર ના ધક્કા વસૂલ કરશે..૨૨ દિવસ સુધી ૧૮૨ સભ્યો સવાર થી રાત સુધી નક્કી કરેલા પોત પોતાની પાર્ટીએ આપેલા પ્રશ્નો પૂછવા ખાતર પૂછશે.અને મંત્રીઓ જવાબ આપશે. વિરોધ પક્ષ પણ પ્રજા ને વિરોધ નો દેખાડો કરવા. વોક આઉટ.સૂત્રોચાર કરી બફાટ કરશે અને પાછા એક ના એક થઈ હાઉસ મા એક બીજા સામે માળખું હશી ને પોત પોતાના સ્વભાવગત અહમ બતાવશે..આખા ગુજરાત ના સર્વ પક્ષીય રાજકીય દલાલો ને વિધાન સભા પછી કામ થશે તેવી હૈયા ધારણ આપી ને બધીજ સેવાઓ લીધી હશે તે અક્સ કેવી રીતે ધારાસભ્યો અધિકારીઓ ના જોરે ખંખેરે છે તે જોવા બધાજ રાજકીય દલાલો મીઠાઈ ના પેકેટો ભેટ સોગાદ લઈ ને એમ.એલ.એ ક્વાટર માં અને મંત્રીઓ.અધિકારીઓ ના બંગલાઓ ની આસ પાસ આખો મહિનો જોવા મળશે.વિધાનસભા માં માત્ર કહ્યાગરા ગોદી મીડિયા ને અખબારો ના અને ચેનલો ના માલિકો સાથે ની રાજકીય સાંઠ ગાંઠ પ્રમાણે રોજે રોજ કમલમ ના પ્રવક્તા ને વચ્ચે રાખી ને સરકાર ની વિધાનસભા ના દ્વારે થી જેવી પ્રેસો ની પ્રસિદ્ધિ જોવા મળશે..અખબારી માલિકો પણ પોતાના પત્રકારો એ જે મંત્રીઓ ની વાહ વાહ કરી શશે તેમની પાસે અધિકારીઓ ઉપર દબાણ લાવી પોતાના કામો બાબતે આંટો મારતા આખો મહિનો જોવા મળશે..આં ગાંધીનગર મા પહેલા આં દોળાં કરીઓ ની વાહ વાહા.તેમને રક્ષણ માટે નો માહોલ…ત્યાર બાદ ટ્રમ્પ આવે તેનો માહોલ…તેની પહેલાં આંદોલન કરીઓ ને ઠાલા વચનો આપી આંદોલનો સમેટાઈ લીધા નો માહોલ અને હવે આખો મહિનો વિધાનસભા નો માહોલ જોવા મળશે….આમાં ક્યાંથી પ્રજા ના કામો કરવાની રીત રસમો સુધરે..? માત્ર આંકડાની માયાજાળ મીડિયામાં વાચી ને પ્રજા તેમજ વ્યવસાઇક લોકો ને ખાલી વચનો ની લહાણી કરી વાર તહેવારે રાજકીય રીતે લૂંટ્યા સિવાય તેમજ ભીડ એકઠી કર્યા સિવાય આજકાલ ના રાજકારણ મા હવે કશું દેખાતું નથી….જુવો અમારા ગતિયા કાકા બજેટ મે લખીને વાચવા આપેલા માં શું વાંચી ને સંભળાવે છે..એક હિ આગ જન ફરિયાદ…ગાંધીનગર