*નમસ્તે ટ્રમ્પ નમો નમઃ” કાર્યક્રમ અંતર્ગત મોદી મન કી બાત દલા તરવાડી સાથે આધુનિક ૧૫૦૦ કરોડ વિશ્વ બેંક ની લોન વાળા રિવર ફ્રન્ટ ખેતર ઉપર કરી હશે..?
છેલ્લા ૧૫ દિવસ થી ટ્રમ્પ અમદાવાદ મુલાકાત બાબતે જાત જાત ની વાતો જોવા મળે છે.મોદીજી લોકશાહી માં મન કી બાત ની જેમ લોકો ઉપર પોતાનું ધાર્યું કરીને પોતે સાચા છે તે ઠોકી બેસાડવામાં તેમની ભગવી લાલચુ સ્વાર્થી ટોળકી ના ખભા મજબૂત અને સફળ સાબિત અત્યાર સુધી થયા છે. વિરોધ પક્ષ કાયદાકીય પ્રજા હિત માં એક્શન લેવામા.વિરોધ કરવામાં બિલકુલ નિષ્ફળ ગયો છે ત્યારે ભગવી સરકાર પી એમ હાઉસ અને કેન્દ્રીય ગૃહ મંત્રી હાઉસ ના સતત મોનીટરીંગ વચ્ચે ગુજરાત શાશન પ્રજા હિત ના બહાને જોહુકમી ઠોકી બેસાડવામાં સફળ રહી છે. હાલમાં અનામત ના સરકાર સામેના વિરોધ આંદોલનો ના ત્રણેય મોટા આંદોલનો ને કોણીએ ગોળ લગાવવાની વાત કરી આંદોલનો સમેટી લેવામાં પણ જાતિવાદી સ્વાર્થી નેતાઓ ના ખભે બંદૂક ફોડી આંદોલનો સમેટાઈ ગયા છે ..ટ્રમ્પ ની સુરક્ષા બાબત ના છેલ્લા ચાર પાંચ દિવસ થી ગોદી મીડિયા ને સરકાર ની જાહેરાતો ના બે ત્રણ ટુકડા નાખી પ્રચાર કરાવવામ પણ સરકાર સફળ રહી છે. ઇલેક્ટ્રોનિક માધ્યમો ના બે ત્રણ કહ્યાગરા એનકરો ને જાત જાત ના પ્રશો પૂછવડાવી દહીંમાં અને દૂધ મા પગ રાખી પ્રજા માથી કહ્યાગરા ટીવી ઉપર આવવા થનગનતા લબરમુછીયા જુદા જુદા દુભાષિયા બોલાવી ચર્ચા મા સમય પસાર કરી રહ્યા છે..અંતે ટ્રમ્પ ગાંધી આશ્રમ ની મુલાકાત પણ લેશે તે નક્કી થયું..આજે ટ્રમ્પ એવી આછકલાઇ જાહેરાત પણ કરી કે એક કરોડ લોકો મારું સ્વાગત કરશે તેવું મોદી જી વ્યવસ્થા કરી રહ્યા છે. બીજી બાજુ રૂપાણી સરકાર ના પણ કહ્યાગરા અધિકારીઓ ગામે ગામ નવ જિલ્લા ના તલાટીઓ ને ગામે ગામ ૫૦ થી ૬૦ જણા નું લીસ્ટ બનાવડાવી બોલાવવાની વ્યવસ્થા કરવાની સૂચનાઓ આપી છે.ગાંધીનગર ના ગામના તલાટીઓ ના લિસ્ટ માં મૃત્યુ પામેલા ના પણ નામ નીકળ્યા છે ..સલામતી ના બહાને અભેખ સુરક્ષા ની અવનવી વાતો મા જ્યાંથી ટ્રમ્પ નો અને મોદીજી નો કાફલો પસાર થાશે ત્યાં આજુબાજુ જોર શોર થી રંગરોગાન..રોડ રસ્તા નવા નક્કોર બની રહ્યા છે એટલે પ્રજામાં કુતૂહલ પેંડા થાય છે કે આવી તે કેવી મહેમાન ગતી….રૂપિયા આપડા…કોઈને પૂછ્યા વગર લૂંટવાના..કોઈ નગર સેવક કે ધારાસભ્ય શાશક પક્ષ કે વિરોધ પક્ષ નોંકાઈ બોલી શકતો નથી…. ઝુપડપટ્ટી ને ઢાંક પૂછોડો અનેક આક્રોશ વચ્ચે થઈ રહ્યો છે.. મ્યુનિસિપલ કમિશનર આજે ખુલાસો કર્યો કે રોડ શો મા એકાદ લાખ લોકો હાજર રહેશે..ગુજરાત. ના તમામ જિલ્લા ના ભગવા ભાજપ ના લોકો ને કહ્યાગરા.શાંતિપ્રિય.મોદી ભક્તો ને લાવવાના કોન્ટ્રાક્ટ અપાયા છે.તે બધા ને સવારે આંઠ વાગ્યા થી સ્ટેડિયમ માં પ્રવેશ કરાવી તેમને ચવાણું.પાણી.સમોસા.ગાંઠિયા.. છાસ તેમજ પાણી ની અંદર સ્ટેડિયમ મા જ આપવાની વ્યવસ્થા કરાઇ છે તેમજ ભરપેટ નાસ્તો આવતા બસમાં કરાવી ને લાવવામાં આવશે. ઇલેક્રોનિક મીડિયા ના લોકો અમદાવાદ ની ઝુપડપટ્ટી વિસ્તાર ના મધ્યમવર્ગીય લોકોના ઇન્ટરવ્યૂ ટીવી માં લાઈવ બતાવી રહ્યા છે અને પ્રજાનો પુષ્કળ આર્થિક ખોટા ખર્ચ માટેનો ઉકળાટ સંભળાવી રહ્યા છે..ટ્રમ્પ મોદી અને મોદી મેનેજર રૂપાણી માટે લોકો ખુબજ હલકા પ્રકારની ગંદી મજાક કરી રહ્યા છે. શોશિયલ મીડિયા વિરોધm અલ્ક પ્રકાર ના સંદેશાઓ ફોટા સાથે ફરી રહ્યા છે..લંડન ના મેગેઝિન માં પણ ઝુપડપટ્ટી આગળ દીવાલ ના ફોટા છપાઈ ગયા છે… પક્ષ ના લોકો તેમજ અનેક વ્યવસાઇક મંડળો ના લોકો પણ કહી રહ્યા છે કે આ માત્ર મોદીજી સરકાર ના ખભે પોતાનો પ્રચાર અને ટ્રમ્પ તેની ચૂંટણીનો પ્રચાર કરી અમેરિકા માં વસતા લોકો ના વોટ ગઈ વખત કરતા વધારે તેમને મળે તે માટે આં કાર્યક્રમ દોસ્તી અરસપરસ નિભાવવા ગુજરાત સરકાર ના ખભે આં ખોટા ખર્ચ ની બંદૂક ફોડાઈ રહી છે.ટ્રમ્પ આવતા પહેલાં જ કહ્યું કે હુ કોઈ મોટા ટ્રેડ ડીલ કરવાનો નથી..મને મોદી પસંદ છે એટલે હું આવી રહ્યો છું..અમેરિકા વર્ષો થી ભારત સરકાર ના ખર્ચે છેલ્લી ૬ મુલાકાતો લઈ ચૂક્યું છે..અમેરિકા માં હાઉડી નો કાર્યક્રમ પણ મોદીજી એ અમેરિકા માં વસતા ભારતીય એન.આર આઈ ના ખર્ચે કરાવ્યો હતો અને નવ દેશ ના ફ્રેન્ડ્સ ઓફ બીજેપી ના લોકોને પ્લેનો ભરી મેડિસન સ્ક્વેર બોલાવી કાર્યક્રમ કરી ટ્રમ્પ ને બોલાવ્યા હતા એટલે ટ્રમ્પ મોદી ને પસંદ કરે છે. ભારત ના પણ કોંગ્રેસ તેમજ ભાજપ જેવા મોટા પક્ષ ના મોભીઓ પણ અમેરિકા માં વસતા ગુજરાતી ,ભારતીય એન.આર.આઇ ના ફંડ ખાતર પોતાના પક્ષો નો મોટો પ્રચાર કરી સંબંધો વિકસાવી વિદેશ ની મુલાકાતો રાજકીય રીતે કરાર ના બહાને ગોઠવી ચૂક્યા છે. હકીકત મા વાસ્તવિકતા તો એ છે કે છેલ્લા ૨૪ વરસ થી ગુજરાત માં ભાજપ નું શાશન મોદીજી ભય વિના પ્રીત નહિ નુ કરીને લોકો ને ઠાલા જુઠ્ઠા વચનો આપી સાયકોલોજી કલ બ્લેક મેલિંગ કરીને વોટ બેંક બનાવી બહુમતી મેળવી સત્તા ટકાવી રાખી ને દિલ્હી ની ગાદીએ બેઠા છે અને પોતાની મન માની થી કોઈ પણ સલાહ સૂચનો લીધા વિના સારું.ખોટું કે અખતરા રૂપી શાશન ચલાવી દેશ ને દેવામાં ધકેલતા ગયા છે.જે કોઈ રાજકારણી કે સરકારી અધિકારી સામા પડે તો તેમને ખસેડી લેવા કે પછી તેમની પાછળ પડી જાઇ બિવડાવી ઇન્કવાયારી.કે રેડ પડાવી તેમને કહ્યાગરા બનાવવાની કોશિશ કરી જો હુકમી થી રાજ કરી રહ્યા નો અત્યાર નો લોકમત છે. કેમકે કેટલાયે આર.બી આઇ..સિંબી આઇ..ઇડી ના અધિકારીઓ બદલી તેમને તેમનુ ધાર્યું કર્યું છે. દેશ ના ટોચ ના ઉધોગપતિઓ ને પણ ગમે તેમ કરી હાથ ઉપર રાખવા નો તેમનો કારશો પ્રજા હવે જાણે છે.વિદેશી મુલાકાતો ગુજરાત ના વાઇબ્રન્ટ સમિટ ને નામે કરી વિદેશી રોકાણ ની આર્થિક આંકડાઓ ની ખોટી માયાજાળ રચી ને અનેક દેશ વિદેશ ના રાજકીય લોકો ને બોલાવી લખલૂટ ખર્ચ કરી પોતાની મહાંત્વાકાંશા સંતોષી ગુજરાત સરકાર ને ૨૪ વરસ માં વિકાસ ના બહાના હેઠળ ભય.ભૂખ.ભ્રષ્ટાચાર મિટાવવા તેમજ વિદેશથી કાળું ધન લાવી પ્રજાના ખાતામાં ૧૫ લાખ નાંખવાના જુઠ્ઠાણાં ના બહાને પૂર્વ સરકાર ના માત્ર ૧૭.૦૦૦ કરોડ ના દેવામાંથી અત્યારે અઢી લાખ કરોડ ના દેવામાં મૂકી છે.અને કોર્પોરેશન ને પણ અનેક ઘણી દેવામાં મૂકી ખોટા વિકાસ ના નામે ગુજરાત અને દેશ ના કેટલાયે ભગવા રાજકારણીઓ ની ૧૦૦ ઘણા થી વધુ સંપત્તિઓ વાળા બનાવવામાં મોદીજી સફળ થયા છે.આં ભગવા પેંતરા રચવા વાળા માંથી કેટલાક તો ભગવાન ના ઘરે પહોંચી ગયા છે. રોજ રોજ ચહેરા બદલી અખતરા કરી લાલચો બતાવી સત્તા જ્યાં ત્યાં હાથ માં રાખવા ના કૂટનીતિ ના. ખેલ મોદીજી કરી રહ્યા છે. યુવા લબર મૂછીયા ની જાતિવાદ ના નેતાઓ ની ટોળી ભેગી કરી કર્મઠ ભાજપ ના લોકો ને ઘેર બેસાડી પી એમ હાઉસ થી મુખ્યમંત્રી ને મેનેજર ની ભૂમિકા થી ભાજપ શાસિત રાજ્યોના વહીવટ ચલાવી રહ્યા છે.પણ કુદરત આગળ આવા ફૂટ નીતિ વાળા એક કે બે દસકા થી વધારે ઉપરવાળો સહન કરતો નથી..હાલમાં ભારત ના મોટા રાજ્યો ભાજપ ની (use and throw) Ni રાજકીય કૂટનીતિ ને કારણે મોદીજી ના હાથ માંથી સરકી ગયા છે..પ્રજાને હવે વધુ બેવકૂફ મોદીજી બાલિશ ભાષણો કરી બનાવી શકે તેમ નથી.સત્તાના જોરે પણ હવે તેમના ખોટા રાજકીય ભાજપ ના ચહેરા ખુલ્લા પડી ગયા છે.દિલ્હી મા કેટલીયે જોહુકમી.ભાષણ બાજી.લખલૂટ પૈસા વહેંચ્યા તો પણ કેજરીવાલ ની કર્મો ની સરકાર હેટ્રીક લગાવી મોદી.શાહ ની ફૂટ રણનીતિ ને ખુલ્લી પાડી દીધી છે…રાજસ્થાન.એમ.પી.મહારાષ્ટ્ર.ઝારખંડ.દિલ્હી બાદ હવે બિહાર ગુજરાત માંથી પણ મોદી સ્ટેમ્પ શાશન ના મેનેજર મુખ્યમંત્રીઓ ને પ્રજાએ જાકારો આપવાની શરૂવાત કરી વાસ્તવિકતા ના દર્શન મોદી શાહ ને કરાવ્યા છે.૩૭૦ અને રામ મંદિર ના મુદ્દાઓ લઈ ને સત્તા ટકાવી રાખી છે. વિદેશ માં પણ મહંમદ તઘલઘી નિર્ણય લઈ કરોડો રૂપિયા મોદીજી ખેરાત કરી ચૂક્યા છે..હવે મોદીજી ને જાપાન.લંડન.ઓસ્ટ્રેલિયા.કેનેડા અને અમેરિકા ના રાજકીય લોકો તેમજ ભારતીય એન.આર.આઈ લોકો પણ સાચો ચહેરો ઓળખી ગયા છે એટલે ભારતીય મુલાકાતો ટાળે છે કેમકે અબજો રૂપિયા ફંડ.કાર્યક્રમ પાછળ ખર્ચ કરી ચૂક્યા છે જેની સામે કોઈ આર્થિક કે સામાજિક સુરક્ષા ના રક્ષણ વિદેશોમાં મળ્યા નથી કે મોટા મૂડી રોકાણ.ઉત્પાદનો પણ થયાં નથી બલ્કી હિન્દુસ્તાન ના રાજકીય માફિયા સરકાર નું અને બેન્કો નું કરી નાખી વિદેશ ના નાગરિકત્વ લઈ ને વિદેશો માં આરામ ની જીંદગી ગાળી રહ્યા છે અને તેમાંના એક પણ માફિયા ને મોદી જી ભારત પાછા લાવી સજા કરાવી પ્રજા ને ન્યાય અપાવી શક્યા નથી તે વાસ્તવિકતા છે…….ખેર આવું એક આં નમસ્તે ટ્રમ્પ નમો નમઃ…પણ એક નાટક છે….કોર્પોરેશન ને ૧૦૦ કરોડ થી વધારે ચૂનો લાગશે અને ઓવર ઓલ ૫૦૦ થી ૭૦૦ કરોડ માં ભારત સરકાર ના ખભે ટ્રમ્પ વૈભવી યાત્રા માણી ને જશે…..ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય ને આટો…..હાથ ના કરેલા હૈયે વાગવાનો અહેસાસ ગુજરાત ની જનતા કરી રહી છે. બુદ્ધિશાળી લોકો સમજે છે કે મોદીજી નો રોજ નો ૫૩ લાખ નો ખર્ચ અને ટ્રમ્પ નો એક મિનિટ નો ૫૫ લાખ નોંખર્ચ…..ગુજરાત ની તિજોરીને ક્યાં થી ક્યાં આં મોદી મેનેજર લઈ જશે તે તો સમય જ બતાવશે.આમેય પ્રજાકીય શિક્ષણ ના ટેટ પાસ ના ધરણા નો એક નવો મંડપ સત્યાગ્રહ છાવણી બંધાઈ ગયો છે…..એક હિ આગ..જન ફરિયાદ….ન્યુઝ ઓફ ગાંધીનગર.દૈનિક….