શક્કરટેટી લેવા નિકળેલા પતી પત્ની ના મોત. સિધ્ધપુર નજીક છગડો રીક્ષા અને કાર વચ્ચે ટક્કર થયા બાદ બંને વાહનોમાં આગ.એક ગંભીર…
પાટણ જિલ્લાના સિદ્ધપુર ના મેથાણ – મુડવાડા માર્ગ પર છકડો રીક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ બંને વાહનોમાં આગ લાગી હતી અકસ્માતમાં છગડો રીક્ષામાં સવાર દંપતીના મોત નિપજયા હતા જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયો હતો તેમજ અકસ્માત બાદ કારમાં સવાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળ પર મળી આવ્યું ન હતું
પાટણ જિલ્લાના સિદ્ધપુરના મેથાણ- મુડવાડા માર્ગ પર પસાર થઈ રહેલા છકડો રીક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી જેમાં છકડો રિક્ષામાં સવા ત્રણ પૈકીના બે લોકોના મોત નીપજા હતા જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે ઘટના સ્થળે કારમાંથી કોઈ વ્યક્તિ મળી ન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી
અકસ્માતની મળતી વિગતો મુજબ સિદ્ધપુર તાલુકાના ખડીયાસણા ગામનો દેવીપુજક પરિવાર ઉનાળામાં શક્કરટેટીનો વેપાર કરે છે જે શક્કરટેટી લેવા માટે સિદ્ધપુર થી ડીસા છગડો રીક્ષા લઈને જતો હતો ત્યારે સિદ્ધપુરના મેથાણ મુડવાડા ગામ નજીક સામેથી પુર ઝડપે આવતી કાર ચાલેકે પોતાની કાર ધડાકાભેર છકડો રીક્ષા સાથે અથડાવતા રિક્ષામાં સવાર ગજરીબેન કાંતિભાઈ દેવીપુજક નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ જ્યારે પતિ કાંતિભાઈ અમથાભાઈ દેવીપુજક નું સારવાર દરમિયાન મોત થયું હતું તો મેહુલ નામના વ્યક્તિને ઈજા થતાં તેની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું હતું
છકડો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને અકસ્માત ગ્રસ્ત વાહનોમાં કોઈ કારણોસર આગ ભભુકી ઉઠતા અફડાતફડી સર્જાઇ હતી ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો
આ બાબતે કાકોશી પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીએ જણાવ્યું હતું કે ટાટા કંપનીની પંચ કાર અને છકડા વચ્ચે અકસ્માત થયો હતો છકડા ચાલક શકરટેટી લેવા માટે ડીસા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો અને એક ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ કારની બેટરી ફાટ્યા બાદ શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું લાગી રહ્યું છે
નિખીલ જોષી પાટણ જીલ્લા પત્રકાર
******************************************