ઇસ્કોન બ્રિજ અકસ્માત બે પોલીસ સહિત 9 ના મોત,પિતા પુત્ર,ત્રણ યુવતી સાથે 6 ની ધરપકડ,સીએમ,ગૃહ મંત્રીની કડક કાર્યવાહીની ખાતરી,ઝડપી તપાસ કરી પિતા પુત્રને ભાન કરાવવાની ખાતરી(તા: 18,19,20,21 જુલાઇ,2023 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF, ઇ પેપર વાંચો)ન્યૂઝ ચેનલ સમાચાર લિંક.

www.janfariyadnews.com

ADVERTISEMENT

 

Ng-268 -18-7-2023 pdf NG-269-19-7-2023 pdf1 NG-270 -20-7-2023 pdf 1 NG-271- 21-7-2023 pdf

 

ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ, 3 યુવતીઓ સહિત 6ની અટકાયત કરી

 અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે તથ્ય પટેલ ના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક પીઆઈ વી બી દેસાઈ (PI V B Desai) ફરિયાદી બન્યા.

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્યને પોલીસ સ્ટેશન હાજર કરાયો, FSL રિપોર્ટમાં કારની સ્પીડનો થયો ખુલાસો, CM ભુપેન્દ્ર પટેલે બોલાવી બેઠક

આ અકસ્માતમાં 9 લોકોના મોત, જ્યારે 15થી 20 લોકો ઘાયલ

રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય કરશે

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો જીવ બુઝાઈ ગયા છે. અકસ્માત સર્જનાર તથ્ય પટેલની બેફામ કાર ડ્રાઈવિંગના કારણે નવ જેટલા નિર્દોષોના જીવ ગયા છે. જે સમગ્ર મામલે ટ્રાફિક PI વી.બી. દેસાઈ અકસ્માત કેસમાં ફરિયાદી બન્યા છે અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અકસ્માત કેસમાં 6 લોકોની અટકાયત કરી છે. આપને જણાવીએ કે, આરોપી તથ્ય સહિત 6 લોકોની અટકાયત કરી છે.
3 યુવતી સહિત 6 લોકોની અટકાયત
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે મુખ્ય આરોપી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેમજ કારમાં સવાર 3 યુવતી સહિત 6 લોકોની અટકાયત કરી છે.

12 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 12 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવી હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

શું હતી સમગ્ર ઘટના ?
ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી.
આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્યને પોલીસ સ્ટેશન હાજર કરાયો, FSL રિપોર્ટમાં કારની સ્પીડનો થયો ખુલાસો, CM ભુપેન્દ્ર પટેલે બોલાવી બેઠક

આ અકસ્માતમાં 9 લોકોના મોત

ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક-પોલીસ કોન્સ્ટેબલ)

નિલેશ મોહનભાઈ ખટીક (ઉં.વ.38, હોમગાર્ડ)

અમનભાઈ અમીરભાઈ કચ્છી (ઉં.વ.25, રહે-સુરેન્દ્રનગર)

નીરવભાઈ રામાનુજ (ઉં.વ.22, રહે- રામાપીરના મંદિર પાસે, ચાંદલોડિયા)

રોનક રાજેશભાઈ વિહલપરા (ઉં.વ.23, રહે- બોટાદ)

અરમાન અનિલભાઈ વઢવાણિયા (ઉં.વ. 21, રહે- સુરેન્દ્રનગર)

રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય કરશે

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયા છે. શહેરમાં આ ઘટના ઈસ્કોન બ્રિજ પર બની હતી જ્યા થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા, તે દરમિયાન કર્ણાવતી ક્લબ તરફતી પુરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ત્યા ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડનું પણ મૃત્યુ થયુ હતું.

CM એ કરી સમીક્ષા બેઠક

ઇસ્કોન એક્સીડેન્ટની દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ એક બેઠક બોલાવી હતી. દુર્ઘટનાની સમગ્ર બાબતો અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરી છે. એક્સીડેન્ટ થવાના ટેક્નિકલ કારણોથી પણ મુખ્યમંત્રીને અવગત કરવામાં આવ્યા છે. પીડિત ને ન્યાય મળે અને કસૂરવાર સામે કડક પગલાંઓ લેવાય તે અંગે મુખ્યમંત્રીએ સૂચના આપી છે.

તથ્ય પટેલની કરાઈ ધરપકડ

પોલીસે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલ, તેના પિતા પજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની અટકાયત કરી છે. હવે આ તમામ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવશે. તે ઉપરાંત તેમણે નશો કર્યો છે કે નહીં તે અંગેની પણ તપાસ થશે. પોલીસે આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ભોગ બનનારના પરિવારને ધમકી આપવા અંગે ધરપકડ કરી હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે.

FSL રીપોર્ટમાં મોટો ખુલાસો

અકસ્માત મામલે FSL દ્વારા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, કાર 160 ની સ્પીડમાં હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે.

છ લોકોની અટકાયત કરી

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પજ્ઞેશ પટેલ તેમજ ત્રણ યુવતી સહિત છ લોકોની અટકાયત કરી છે, જેમા ત્રણ યુવતીને સેટેલાઈટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે જ્યારે તથ્ય પટેલ અને તેના પિતાને પજ્ઞેશ પટેલને સરખેજ પોલીસ સ્ટેશને લઈ જવાયા છે.

ટ્રાફિક જેસીપીએ શું કહ્યું ?

છેલ્લા કેટલાય સમયથી SG હાઈવે પરના સીસીટીવી કેમેરા બંધ છે જેની અનેકવાર રજૂઆત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને કરી હતી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આની જવાબદારી આર એન્ડ બી પાસે હોવાનું કહ્યું હતું જ્યારે આર એન્ડ બીએ સીસીટીવી કેમેરાની જવાબદારી પણ લીધી ન હતી તેમ ટ્રાફિક જેસીપીએ એક નિવેદનમાં કહ્યું હતું.

તથ્ય પટેલના વકીલે શું કહ્યું?

અકસ્માતની ઘટના અંગે તથ્ય પટેલના વકીલે કહ્યું હતું કે અકસ્માતની ઘટના અજાણતા થતી ઘટના છે. આ ઘટનાસ્થળે પહેલા ટ્રક અને થારનો અકસ્માત થયો હતો તેને હટાવવા માટે કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા અને બેરિયર પણ મૂકાયા ન હતા. વકીલે વધુમાં કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ અકસ્માત કરવાના ઈરાદે ઘરેથી નથી નીકળતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કારની સ્પીડ 160ની નહતી કે કાર ઓવરસ્પીડ પણ ન હતી. અકસ્માત જ્યા થયો હતો ત્યા લોકોનું ટોળું ભેગું થયુ હતું. અમે કાયદાનું પાલન કરીશું અને સાચું હશે સામે આવી જશે.

આરોપી તથ્ય પટેલના પિતાનું નિવેદન

અકસ્માત સર્જનાર તથ્ય પટેલના પિતાનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે કહ્યું કે જેગુઆર કારમાં અન્ય 5 લોકો હતા તેમજ મારો દીકરો લોહીલુહાણ હાલતમાં હતો જેને મે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. તથ્યના પિતાએ વધુમાં જણાવ્યુ હતું કે તથ્ય તેના મિત્રો સાથે રાત્રે 11 વાગ્યે કેફેમાં ગયો હતો. આ ઉપરાંત જેગુઆર કાર ભાગીદાર નામે નોંધાયેલી છે તેમ જણાવ્યુ હતું.

હર્ષ સંઘવીનું મોટું નિવેદન

ગૃહ રાજ્યમંત્રીએ તેમના નિવેદનમાં કહ્યું કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે. સીએમની સૂચના પ્રમાણે તમામ કાર્યવાહી કરાશે. આ ખૂબ દુઃખદ ઘટના છે. આ 17 વર્ષનો યુવક કાર ચલાવી રહ્યો હતો. આરોપી તથ્ય પટેલની હાલ સારવાર ચાલી રહી છે. કારચાલક તથ્ય પટેલના પિતા પર પણ કેસ થશે. એક અઠવાડિયામાં ચાર્જશીટ દાખલ કરાશે.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમના સોશિયલ મીડિયા પર સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યુ હતું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય કરશે.

શહેરમાં ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું મોત થયું છે. પોલીસે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલ, તેના પિતા પજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની અટકાયત કરી છે. હવે આ તમામ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવશે. તે ઉપરાંત તેમણે નશો કર્યો છે કે નહીં તે અંગેની પણ તપાસ થશે. પોલીસે આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ભોગ બનનારના પરિવારને ધમકી આપવા અંગે ધરપકડ કરી હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે.

ગાડીમાં તથ્ય પટેલ સહિત 6 લોકો સવાર હતાં

સુત્રો તરફથી જાણવા મળેલ વિગતો પ્રમાણે અકસ્માત થયો તે સમયે કાર 160ની સ્પીડમાં ચાલી રહી હતી. કારમાં મ્યુઝિક સિસ્ટમ મોટા અવાજે ચાલી રહી હતી. જેના કારણે બહારનો કોઈ પણ અવાજ સંભળાઈ રહ્યો નહોતો. ગાડીમાં તથ્ય પટેલ સહિત 6 લોકો સવાર હતાં. આ તમામ ગાડીમાં મસ્તી કરી રહ્યાં હતાં. લોકોથી બચવા માટે આ પાંચેય લોકો ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં એવું કારમાં સવાર લોકોએ પોલીસની પુછપરછમાં જણાવ્યું છે.કારમાં સવાર લોકોએ પોલીસને કહ્યું હતું કે, રાત્રે ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યા ત્યારે સ્ટ્રીટ લાઈટ નહોતી જેના કારણે આગળ શું છે તે દેખાયું નહીં અને અકસ્માત થયો હતો.

પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી

તથ્ય સાથે જેગુઆરમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ હતી. આ પાંચેયની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ પાંચેય તથ્ય સાથે મોહમદપુરા પાસે આવેલા એક કેફેમાં ભેગા થયા હતા. બધા ત્યાંથી રાજપથ ક્લબ તરફ જવા નીકળ્યા હતા. જેગુઆરમાં આગળની સીટ પર એક આમાંની એક યુવતી તથ્ય સાથે બેઠી હતી. બધા સાથે અભ્યાસ કરે છે. જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની ધમકી આપવા બદલ અટકાયત કરી છે.(courtsy: sandeshsambhav)

******************************************

નોધ : આ ન્યૂઝ પોર્ટલ માં કોઈપણ રાગદ્વેષ વિના સમાચાર.ફોટાઓ સોશિયલ મીડિયામાં તેમજ અખબારી માધ્યમ થી પ્રાપ્ત થતાં જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધિ અપાય છે.તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને તેવા સમાચાર.ફોટાઓ દૂર કરવામાં આવશે…તંત્રી

ADVERTISEMENT
Next Post