Mગુજરાતની પાંચ નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે અપગ્રેડ કરવામાં આવેશે તેવા જે સમાચારો મિડીયામાં પ્રસિધ્ધ થઈ રહ્યા છે તેમા કોઈ તથ્ય કે સત્યતા નથી.
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે આ સંદર્ભમાં સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે રાજય મંત્રી મંડળની મળેલી કેબીનેટ બેઠકમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી કે કેબીનેટના એજંડામાં આ બાબત ચર્ચામાં લેવામા આવેલી પણ નથી.ઉદય વૈષ્ણવ…cm PRO