માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ભારતીય જનતા યુવા મોરચા ગાંધીનગર મહાનગર દ્વારા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી જી તેમજ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રશાંતભાઈ કોરાટની વિશેષ ઉપસ્થિતમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ દરમ્યાન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણાએ “સંગઠન એ જ શક્તિ”ના સૂત્રને સાર્થક કરતી આ રેલીમાં સહભાગી બની યુવાઓનો જુસ્સો વધાર્યો હતો.
આ વેળાએ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ડે.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે.ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, કાઉન્સિલરશ્રીઓ, શહેર મહામંત્રીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.