NG 0078
પ્રકાર – પદ્ય
વિષય – ધર્મ
અલગ અલગ રીતે *ધર્મ* નું ગઝલમાં આવવું.
દાવ પર પત્ની ? માન્ય ક્યાં છે પણ?
ધર્મ એને મનાય શું પાછો ?
રાખમાંથી જ ઉત્પત્તિ કરનારે શું?
ભિન્ન કો’ ધર્મના ગણ બનાવ્યાં હશે!
પંચતત્વો એક સૌમાં, એક ઇશ,
ધર્મ માટે કેમ સૌ લડતાં થયાં ?
રાષ્ટ્ર, ધર્મો, ક્ષેત્ર ને ‘શ્વેતા’ સમાજ;
માણસાઈનું વિહગ પીડાય છે.
નાત ,રાજ્યો ,ધર્મ ,જૂથો રાજકારણમાં ;
આમ ભાગો પાડવાનું તું રહેવા દે.
– શ્વેતા તલાટી