GN_24-6-22
શૈલેષ પંડયા ભીનાશ.
જન્મ : ૨૪.૦૬.૧૯૭૮
બેસી શકો તો એક ભીની વાત હું કરું
આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું
કદી ઘટના બનીને પણ હૃદયની પાર જાવું છે
સમય જો સાથ આપે તો સમયની પાર જાવું છે
ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે
અમે તૂટી ગયેલા શ્વાસને અકબંધ રાખ્યા છે
ઉપરોક્ત મત્લા જેવા અનેક યાદગાર મત્લાઓ જેમણે આપ્યા છે..સાદ્યન્ત ગઝલો ,ગીતો તેમના સંગ્રહોમાંથી આપણને મળે છે એવા સર્જક કવિ શ્રી શૈલેષ પંડયા ભીનાશ કવિ , ડિરેક્ટર ,એન્કર ,એક્ટર ,લેખક,કોલમિસ્ટ ,એમ અનેક રીતે જાણીતા છે .એમની મૂળ પકડ ગઝલ ઉપર જબરદસ્ત છે ,એ ગીતો ,અછાંદસ , આસ્વાદ પણ સુંદર લખે છે.
કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ તને એ કોણ સમજાવે
અસર તારી જ મારામાં હતી ક્ષણ ક્ષણ તને એ કોણ સમજાવે
હરિવર તમારા પગલે ચાલી
રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી
હરિવર તમારા પગલે ચાલી
આમ કહેનાર કવિ શ્રી શૈલેષ પંડયા ભીનાશનો જન્મ અરવલ્લી જિલ્લામાં ગાબટ મુકામે 24 જૂન 1978 ના રોજ થયો હતો માતાનું નામ વાસંતીબેન અને પિતાનું નામ પુનમચંદ. એમનું મૂળ વતન મહીસાગર જિલ્લાનું સારીયા ગામ જે હાલ વીરપુર તાલુકામાં છે, પણ વ્યવસાય ના કારણે હાલ કલોલ જિલ્લો ગાંધીનગરમાં રહે છે.
તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ સારીયા ,પાંસરોડામાંથી લીધું ,માધ્યમિક શિક્ષણ મોહનપુર ,ઉભરાણ ,હાયર સેકન્ડરી શિક્ષણ રણજીતપુરામાંથી લઇ બી.એ ,એમ.એ ,બી .એડ (અંગ્રેજી )ગુજરાત યુનિવર્સિટીમાં થી કરી પોસ્ટ ગ્રેજ્યુટ ડિપ્લોમા ઈન જર્નાલિઝમ એન્ડ માસ કૉમ્યૂનિકેશન ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સીટી માંથી , વાણી સર્ટિફિકેટ કોર્સ આકાશવાણી માંથી કર્યો. પાવર ઓફ પોઝિટિવ એટ્ટીટ્યૂડ અને ઇંગલિશ કૉમ્યૂનિકેશન સ્કિલ સર્ટિફિકેટ કોર્સ એ. એમ. એ અમદાવાદમાંથી કર્યા ,હિન્દી વિનીત વિદ્યાપીઠમાંથી કરી હાલ પી. એચ. ડી કરી રહ્યા છે .બ્લૂમ ડેકોર ,અરવિંદ નીટસ, ઈ .બી.ઓ ,બંધેજ, એસજી વેટ કેર ,આકાશવાણી એમ અનેક જગ્યાએ કામ કરતા કરતા હાલ છેલ્લા 6 વર્ષથી અમદાવાદ જીટીપીએલ ગુજરાતી ચેનલમાં પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે .જીટીપીએલમાં તેઓ અનેક પ્રોગ્રામ સાથે જોડાયેલા છે
સૌપ્રથમ ખેતી અને ખેડૂત કાર્યક્રમ જેના નાટકીય રૂપાંતરોના 50 જેટલા અને વિષયતજ્જ્ઞ સાથેની વાતચીતના 165 એપિસોડ એમણે ડિરેક્ટર ,એંકર, એક્ટર ,રાઇટર,અને ટાઇટલ લીરિસ્ટ તરીકે કામ કર્યું અને એ માટે એમનું નામ 2018 માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું જે રિજનલ ટેલિવિઝન માટેનો રેકોર્ડ હતો એમનો બીજો પ્રોગ્રામ કાવ્યરસ પણ પાંચ કામ એક સાથે કરવાથી 2018 માં જ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં બીજો રેકોર્ડ એમના નામે થયો ..આજે પણ આ બન્ને રેકોર્ડ એમના નામે જ છે. આમ એક બાજુ કવિતા બીજી બાજુ ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી આ કવિએ સાહિત્યની સાથે સાથે દેશના ખેડૂતોને ગાય આધારિત ખેતીના પ્રોગ્રામ કરી આપણી સંસ્કૃતિનું પણ જતન કર્યું .ખેતી અને ખેડૂતનું ટાઇટલ સોંગ આજે પણ એટલું જ ચિરંજીવ છે શૈલેષ પંડયા ભીનાશનો ડો. રાકેશનો રોલ આજે પણ ગામડાઓમાં ખેડૂતો ભૂલ્યા નથી .જીટીપીએલ માં પુસ્તક પરિચય ,સંબંધોનો સરવાળો જે માબાપની કથા ફેમ શ્રી અશ્વિન જોશી સાથે ,એજ્યુકેશનનો શો વૅક અપ કોલ કાર્યક્રમ ,ભક્તિ રસ ,વાવડ ,સર્જક સાથે સંવાદ ,સ્વરસંગમ ,રથયાત્રા લાઈવ ,ગણેશમહોત્સવ લાઈવ ,શ્રાવણ શિવમંદિર લાઈવ ,એમ1000થી પણ વધારે એપિસોડ જીટીપીએલમાં તેઓ કરી ચુક્યા છે ..આ અગાઉ એસજી વેટ કેરમાં પબ્લિક રિલેશન ઓફિસર તરીકે આખા ભારતમાં રોહતક થી એલ્લેપી સુધી ફરી ચુક્યા છે .આકાશવાણી હિંમતનગર માટે પેનલ એનાઉન્સર તરીકે બે વર્ષ કામ કર્યું ખેતીના એપિસોડ કર્યા તથા એમની બનાવેલી ડોકયુમેન્ટરી “બાપુની અસ્થિનું ગામ મહાદેવપુરા “જે નેશનલ લેવેલે પ્રાદેશિક ડોક્યુમેન્ટ્રી તરીકે વિજેતા બની હતી .અમદાવાદ આકાશવાણીમાં કવિ તરીકે એમની કવિતાઓ પ્રસારિત થઇ ,ડ્રામા આર્ટિસ્ટ તરીકે ટ્રાન્સલેટર તરીકે ,આસીટન્ટ પ્રોડ્યૂસર તરીકે સ્વચ્છ સુંદર મારો દેશ શ્રેણીના એમણે કેટલાય એપિસોડ કર્યા
50 વર્ષ જુના રેકોર્ડિંગ ભવિષ્યમાં વગાડવા કે નહીં એ આરકાઈવલ કમિટીમાં તેઓએ 6 મહિના અમદાવાદ આકાશવાણીમાં જજ તરીકે કામ કર્યું ,ગોધરા આકાશવાણીમાં પણ ખેતીના કાર્યક્રમો કર્યા કવિતા પઠન તો ખરુજ.. આમ કવિએ એક સાથે અનેક કામ કર્યા શ્રી મહાકાલ કૉમ્યૂનિકેશન નામની સંસ્થા તેઓ ચલાવી રહ્યા છે જેના નેજા હેઠળ ગુજરાતના અનેક સ્થળોએ એમણે ગુજરાત સાહિત્ય અકાદમી ,ગુજરાત સંગીત નાટક અકાદમી ,વન વિભાગ સાથે જોડાણ કરી અનેક કાર્યક્રમોનું આયોજન ,સંચાલન એમણે કરેલું છે. ઇમપ્પા રજિસ્ટર્ડ શ્રી ગણેશ કૉમ્યૂનિકેશન્સ દ્વારા અનેક એડ ફિલ્મો ,એડ્વર્ટાઇઝ, ઓડિયો વિડિઓ ડોક્યુમેન્ટ્રી એમણે બનાવી છે ..જીટીપીએલ પર એમનો કવિતાનો કાવ્યરસ કાર્યક્રમ જે કોરોના કાળને બાદ કરતા છેલ્લા છ વર્ષથી એકધારો ચાલે છે 300 થી વધારે કવિઓ100થી વધારે કવયિત્રીઓ એ કવિતા પઠન કરેલું છે અનેક મૂર્ધન્ય સાહિત્યકારોની ,કલાકારોની એમણે પુસ્તક પરિચય અને સર્જક સાથે સંવાદમાં મુલાકાતો કરી છે. યુનિવર્સિટી સાથે જોડાણ કરી કાવ્યરસ કરેલા છે …આકાશવાણી અમદાવાદ ,વડોદરા પરથી એમની ગઝલો ગીતો સુગમ સંગીતમાં પ્રસારિત થયેલા છે દૂરદર્શન અમદાવાદ અને જીટીપીએલ સ્વર સંગમમાં એમની અનેક ગઝલો ગીતો ગવાય છે .
તેઓ અમદાવાદની શનિસભા ,બુધસભા માં 2005 થી 2008સુધી નિયમિત ગયા એમનો કાવ્યસંગ્રહ નિખાલસ જે 2012 માં પ્રગટ થયો હતો જેમાં ગઝલ ,ગીત,મુક્તક, અછાન્દસ ,ટ્રાયોલેટ ,વગેરે કાવ્યપ્રકાર ખેડ્યાં છે એમની પેઢીમાં સૌએ ગઝલસંગ્રહ આપ્યા પણ કવિએ સુંદર નિખાલસ કાવ્યસંગ્રહ આપી સૌનો પ્રેમ જીત્યો હતો નિખાલસ સંગ્રહ આજે પણ સૌનો માનીતો અને જાણીતો છે .કવિની કવિતાઓ કવિતાના લગભગ બધા ગુજરાતી સામયિકો માં પ્રગટ થઇ છે કવિલોક, કવિતા ,ધબક,ગઝલવિશ્વ ,પરબ ,કુમાર ,કવિ,શબ્દ્સર ,શબ્દસૃષ્ટિ ..સાક્ષરનો સાક્ષાત્કાર તથા કુમારમાં ઊર્મિની અટારીએમાં કવિ તરીકે એમનો વિશેષ લેખ પ્રગટ થયેલા છે ગુજરાતી દૈનિક પત્રોમાં એમની મુલાકાતોની સાથે સાથે ઇન્ડિયા ટુડે ,ડી.એન. એ જેવા અંગ્રેજી દૈનિકમાં પણ એમના ઇન્ટરવ્યૂ પ્રકાશીત થયેલા છે ગુજરાતી સાહિત્ય સામયિકોની સાથે સાથે એમની હિન્દી ગઝલો હિન્દી સામયિકોમાં પણ પ્રગટ થયેલી છે, એમના ગુજરાતી કાવ્યસંગ્રહ નિખાલસ વિશેના આર્ટિકલ અને એમની 51ગુજરાતી ગઝલોનો હિન્દી અનુવાદ સાહિત્યવિથિકા જે આંતરરાષ્ટ્રીય હિન્દી શોધ પત્રિકા છે એમાં પ્રગટ થયેલો છે .ગુજરાતના આ એક માત્ર ગઝલકાર છે જેમના બે પુસ્તકો ગઝલ અનુવાદના શબનમી ગૂફ્તેગૂ ,શબનમી આફતાબ હિન્દીમાં થયા છે. કવિ જયારે સંચાલન કરે અથવા પોતાની રચનાઓનું તરન્નુમ કરે ત્યારે તેમને સાંભળવા એક લ્હાવો છે.
તેમનો શબનમી ગૂફ્તેગૂ 51 ગઝલોનો હિન્દી અનુવાદ જે ડો.સતીન દેસાઈ પરવેજ દ્વારા કરવામાં આવ્યો એને 2019 નું હિન્દી સાહિત્ય અકાદમીનું પ્રથમ ઇનામ મળ્યું ..એમનો બીજી 51 ગઝલોનો હિન્દી અનુવાદ શબનમી આફતાબનું લોકાર્પણ ટૂંકમાં થઇ રહ્યું છે એમણે ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતકાર તરીકે બેશક ,સમય ,મજાની મસ્તીમાં કામ કર્યું છે .એમની સાહિત્યયાત્રા અને મલ્ટી પર્સનાલિટી અનેક જગ્યાએ પોંખાઈ છે. મુખ્ય એવોર્ડમાં ખેડા જિલ્લા સદભાવના એવોર્ડ ,ઉમ્મીદ એકતા એવોર્ડ ,લાંઘણજ મહેસાણા યુવા સાહિત્યકાર એવોર્ડ, તપોભૂમિ ભરૂચ એવોર્ડ ભરૂચ વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર ,એક સાથે પાંચ કામ (ડિરેક્ટર ,એંકર, એક્ટર ,રાઇટર,અને કવિ )વ્યક્તિગત રીતે જીટીપીએલ ના બે પ્રોગ્રામ કાવ્યરસ અને ખેતી અને ખેડૂતના બે રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2018માં ,સુરસમન્વય ફાઉન્ડેશન ચૈતન્ય શિખર સન્માન ,ગુરુબ્રાહ્મણ ગુજરાત શબ્દાયન સંસ્થા દ્વારા સમાજ રત્ન એવોર્ડ ,10 વર્ષ પત્રકારત્વ યાત્રા સન્માન મહીસાગર વહીવટી જિલ્લા તંત્ર દ્વારા .અમોલ આદર્શ પ્રકાશન પારિતોષિક સંચાલન માટે ..આમ અનેક રીતે કવિ પોંખાયા છે .મોરારી બાપુ પ્રેરીત ઉત્તરકાશી સર્જક યાત્રા ,શ્રી ઉમાશઁકર જોશી બામણા કથામાંમાં સર્જક તરીકે નિમઁત્રણ મળતા ગયા હતા.. માત્ર ને માત્ર નિજાનંદ માટે વાંસળી વગાડે છે ભજન પણ સુંદર ગાય છે .પપ્પાની આંગળી પકડીને એમણે સારીયા ગામમાં આસપાસના ગામમાં બાળપણમાં મહાભારત ,રામાયણની કથાઓ કરેલી છે અને કદાચ આ વારસો એમને એમાંથી મળ્યો હોય..કવિ 16 વર્ષના હતા ને પ્રથમ વાર પપ્પા ને લઇ અમદાવાદ કેન્સરની સારવાર માટે લઈને આવ્યા હતા કેન્સર હોસ્પિટલનો મેલ સર્જીકલ બી વોર્ડ એમના માનસપટ પર હંમેશા અંકિત રહ્યો શરૂઆતમાં કૈક લેવા નીચે આવે તો પોતાનો વોર્ડ પણ ભુલી જતા.. જિંદગીએ ઘણું બધું બાળપણમાં જ શીખવી દીધું આમ થી આમ ભટકી ભટકી ભણવું પડયું..બારમા ધોરણ અને આઈ.ટી આઈ. બાદ આજીવિકા માટે નોકરીની સાથે સાથે જ ભણવું પડયું. અને આ બધી બાબતો એ કવિને સ્વમાન સાથે જીવતા શીખવી દીધું .. જી હજુરી કરવા કરતા સ્વમહેનતે પોતાનો પથ કંડાર્યો અને આ પ્રેરક બળો એમને સાચી કવિતા સાચ્ચા સ્વમાની જીવન તરફ દોરી ગયા એમનું નિખાલસ સંગ્રહનું એક ગીત જુવો
જીવણ અમે રે પરોણા એક રાતના
જીવણ હોંકારે ભરાવો ડેલીએ ટહુકા પડાવો
ખાટલા ઉધરાવશું રે જીવણ આજકાલ..
જીવણ અમેરે પરોણા એક રાતના…
અમને હાથ રે ઝાલીને જીવણ આવળ બતાવો
અમને ઊના રે પાણીએ જીવણ ઝીલણા કરાવો
જીવણ ભોજનિયાં પીરસીને ભોંયમાં દાટી દયો સવાલ
જીવણ અમેરે પરોણા એક રાતના…
જીવણ આજે રે મઁગાવો એલચી -પાન બીડા
જીવણ ઢોલિયા ઢળાવો ઘૂંટવા એકડે મીંડાં
જીવણ પોઢી રે જાવું છે શાને માંડી છે ધમાલ
જીવણ અમેરે પરોણા એક રાતના…
વઁદન એ માતા પિતાને અને સારીયા ગામને જ્યાંથી આવા કલાકાર સમાજ અને સાહિત્યને મળ્યા જેમણે ટેલિવિઝનના માધ્યમથી કાવ્યરસના માધ્યમથી અનેક રીતે કવિતાની ,સમાજની સેવા કરી ….જન્મદિવસ મુબારક કવિ..ભીનાશ .
એમની જ એક ગઝલથી વાત પુરી કરીયે .
ઘટના નથી દ્રશ્યો નથી તોયે તરત પડયો
મેં આંખ મીંચીને અચાનક ત્યાં ફરક પડયો .
હું કાંઈ જાદુગર નથી પણ એટલું ખરું ,
કે જાત જેવી ઓગળી એવો બરફ પડયો .
સાચ્ચું બધુંયે ખોટું માની લીધું છે તમે ,
સાચ્ચું બધુંયે હું સહન કરવા અલગ પડયો.
લાયક નથી પણ એકદમ લાયક બની જશે ,
પગ જોઈને લાલો બિચારો જે ચરણ પડયો.
કારણ વગર સાચે જ આ “ભીનાશ” ના મળે,
ઋતુ મળીના મૌસમી કોઠો ગરમ પડયો.
સંપર્ક :શૈલેષ પંડયા ભીનાશ
9328246207