[6/25, 3:39 PM] Pravina Kathiriya.MeM: NOG SS No : 114
વિભાગ : ગદ્ય
શબ્દ : યોગ સાધના
શીર્ષક: બિમારીઓથી દૂર રહીએ
શબ્દ સંખ્યા- 120
રચના- આપણી ભારતીય સંસ્કૃતિમાં યોગસાધનાનું મહત્વ મોટા મોટા ઋષિમુનિઓએ વર્ણવ્યું છે.
આપણે હરરોજ યોગસાધના કરવી જોઈએ. આપણા શરીરને તંદુરસ્ત રાખવું જોઈએ. યોગસાધના દ્વારા આપણે નિરાશામાંથી આશા તરફ, ગમમાંથી ખુશી તરફ, અસફળતામાંથી સફળતા તરફ, વળી શકીએ છીએ. આપણે દરેક પરિસ્થિતિમાં મનને શાંત રાખી શકીએ છીએ. એકાગ્રતાથી યોગ કરીએ જીવનમાં ખુશીઓ લાવીએ.
અનેક લોકો યોગસાધનાથી મોટા મોટા રોગોમાંથી મુક્ત થયા છે.
યોગસાધનાથી આપણી બુદ્ધિ શક્તિ ખીલે છે.કાર્યમાં એકાગ્રતા રહે છે.શરીર અને મન નિયંત્રણમાં રહે છે.શારીરિક અને માનસિક દુઃખ સહન કરી શકે છે. શરીરનો થાક ઉતરી જાય છે. માનસિક તણાવ દૂર થાય છે.
નવી ઉર્જાનો સંચાર થાય છે. ગુસ્સા પર કાબુ રહે છે.
બીમારી આપણા શરીરમાં ઘર કરે એ પહેલાં આપણે યોગ માટે સમય કાઢીએ અને આપણા શરીરને બીમારીઓથી જ દૂર રાખીએ.
કથીરીયા પ્રવિણા “પવી” નવસારી.
[6/25, 4:51 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર ૧
વિષય યોગ અને ધર્મ અને,
સંસ્કૃતિ ઋષિ પંરપરા.
પ્રકાર: ગદ્ય- લેખ.
શીર્ષક;આધ્યાત્મિક બીજ “યોગ”.
શબ્દો:૨૬૫.
જયકાન્ત ઘેલાણી “પ્યારે”.
યોગ* અનેક અર્થી શબ્દ છે,
પરંતુ જ્યારે તે ઘર્મ સંસ્કૃતિ સાથે જોડાયછે ત્યારે તે આપણી ઋષિ પંરપરાને અને સંસ્કૃતિ ને વધુ ઉજાગર કરેછે.
યોગ અને ધર્મ એક બીજાના પૂરકછે. તો સંસ્કૃતિ અને ઋષિ પંરપરા, પ્રાચીન છે અને તે ધર્મ નો પાયોછે..જ્યારે ઋષિ પંરપરા ધર્મના પ્રચારક અને પહેરગીરછે.
સમગ્ર વિશ્ર્વમાં યોગ અને ધર્મના
ફેલાવવામા આપણી સંસ્કૃતિ સાથે ઋષિ પંરપરાનુ ઘણુજ મોટુ યોગદાન સમાયેલુછે.
યોગા*, શારિરિક તેમજ માનસિક
શકિતપ્રદાતાછે તો
યોગ* સંસ્કૃતિ અને ધર્મનુ
મધ્યબિન્દુછે.
કદાચ યોગા* વગર ચાલી શકે, પરંતુ માનવ જીવનમા યોગ*વગર સંસ્કૃતિ અને ધર્મ પાંગળા !, જેની નોંધ દરેકે અવસ્ય લેવી ઘટેછે.
યોગ થી માનસિક, આધ્યાત્મિક અને ભૌતિક શાન્તિ જરુર મેળવી શકાયછે.
આપણી ભારતિય સંસ્કૃતિ તો
યોગ ના અકલ્પનિય રંગે રંગાયેલી છે.
આજે સમસ્ત વિશ્ર્વની પ્રજા આપણી યોગ અને યોગા ની
પરંપરા અપનાવી જ રહીછે ને !
યોગા શારિરીક ક્રિયાછે તો
યોગ દિવ્ય દ્રષ્ટિએ આત્માને ને પામવાની ક્રિયાછે, જેના માટે
નિ:સ્વાર્થ વિશાળ ભાતૃ ભાવના
અતી આવશ્યક રહેછે.
આજે સમસ્ત વિશ્ર્વની પ્રજા
યોગ ને યોગી ની તાકાતનો પરચો
અનુભવીજ રહચા છે ને !.
હાં જ્યારે યોગ આગળ બે અક્ષરનો શબ્દ સહ* જોડાતા
નવો બનતો શબ્દ *સહયોગ*
માનવ માનવ વચ્ચે એક અતી ઉતમ ભાઈચારાની ભવ્ય માનવ સાંકળ નું સર્જન કરી શકેછે, જે
વિશ્ર્વની પ્રજાનો વિશેષ વિકાસ કરવા સક્ષમ બની રહેશે.
“ભારતીય સંસ્કૃતિ અમર રહો”.