JF_13-2-22
GN_13-02-22.
[2/13, 1:31 AM] Pradip: NOG SS NO – 0037
વિષય – વેલેંનટાઈન ડે.
વિભાગ – પદ્ય.
શીર્ષક – ‘વેલેંનટાઈન ‘ માટે માત્ર એક દિવસ…!
આત્મા સાથે જેનું જોડાણ હોય,
એજ ખરાં,
‘વેલેંનટાઈન ‘ આપણાં હોય છે.
આગમનની રાહમાં,ચક્ષુ તરસે,
અશ્રુ વર્ષે,એજ ખરાં,
‘વેલેંનટાઈન ‘ આપણાં હોય છે.
જેમનાં દર્શન માત્રથી ચહેરો ચમકે,
મન મહેકે, એજ ખરાં,
‘વેલેંનટાઈન ‘ આપણાં હોય છે.
આત્મીય જનોની ગેર હાજરી ,
આતમને કોરી ખાય,એજ ખરાં,
‘વેલેંનટાઈન ‘ આપણાં હોય છે.
જિંદગી તો શું, મૃત્યુંને, પણ
ભેટવાનું મન થાય સંગાથ, એજ ખરાં,
‘વેલેંનટાઈન ‘ આપણાં હોય છે.
જિંદગીની હર ક્ષણ, મધથી પણ મીઠી લાગે,એજ ખરાં,
‘વેલેંનટાઈન ‘ આપણાં હોય છે.
આત્મીયસંબંધો માટે એક દિવસ નહીં,
હર ક્ષણ ‘ વેલેંનટાઈન ‘ હોય છે.
હેમલતા દિવેચા ‘ હેમ ‘
[2/13, 1:31 AM] Pradip: N O.G. SS NO- 0026
વેલેન્ટાઈન ડે..
મારા વિચારો.
એક એંશી વરસનાં ડોસાએ,
પોતાની ઈઠોત્તેર વરસની ડોસીને પ્રેમથી હાથ પકડીને કર્યો સવાલ,
ચાલને… આજે વેલેન્ટાઈન ડે છે તો પીક્ચર જોવા ચાલ!
સાંભળીને ડોસીનાં, કરચલીવાળા, ગુલાબી થઈ ગ્યાં ગાલ.
એક પગ જે ખૂબ દુઃખતો હતો, પણ,પણ ચાલી જુસ્સામાં, ઉભી થઈને, જાણે મોરની જેવી ચાલ.!
એક એંશી વરસનાં ડોસાએ, પોતાની ઈઠોત્તેર વરસની ડોસીને પ્રેમથી, હાથ પકડીને કર્યો સવાલ.
“લે, લાવ્યો છું બે ટિકિટ પિક્ચરની, ને.. લે.. લાવ્યો છું હું ગજરો ને શાલ! તૈયાર થા તું જલ્દીથી આજ માણીએ વ્હાલી, પાછલી, અનુભવી ઉંમરનું વ્હાલ.”
બંન્ને ખુશ થઈને નિકળ્યા, પિક્ચર જોવા “તાલ”.
એક એંશી વરસનાં ડોસાએ, પોતાની ઈઠોત્તેર વરસની ડોસીને પ્રેમથી હાથ પકડીને કર્યો સવાલ.
ડોસાએ હળવેથી ખભે હાથ મૂકી કહ્યું,” પહેરજે મારી ફેવરીટ સાડી, જેનો રંગ છે તારા ચહેરા જેવો થોડો ગુલાબી અને લાલ.
ચાલને જીવી લઈએ આજને વ્હાલી, કોણે દીઠી કાલ? આપણી આજને કરી દઈએ જૂની યાદોંથી પ્રેમસભર, ખુશહાલ!”
એક એંશી વરસનાં ડોસાએ, પોતાની ઈઠોત્તેર વરસની ડોસીને પ્રેમથી હાથ પકડીને કર્યો સવાલ.! 🌹
અંજના ગાંધી” મૌનુ ”
વડોદરા
(હાલ અમેરિકા)
[2/13, 1:31 AM] Pradip: ન્યુઝ ઓફ ગાંધી નગર,
સાહિત્ય સરિતા,
N.O.G. NO. S.S.0059.
પ્રકાર: ગદ્ય -લેખ.
વિષય: ‘વેલેન્ટાઇન ડે’
શીર્ષક: પ્રેમની પરિભાષા ગહન
શબ્દો: ૨૯૭
©️જયકાન્ત ઘેલાણી-‘પ્યારે’
વિશ્ર્વમાં અઘરામાં અઘરો ગણિતનો દાખલો ઉકેલવો સહેલો,પરંતુ ગુજરાતી,અઢી અક્ષરનો ‘પ્રેમ’ શબ્દનો અર્થ સમજવો કઠિન !
જેમ, ‘હરી’ એટલે ભગવાન અનેક નામધારી છે, તેમ પ્રેમમાં સંબંધે ,સંબંધે પાત્રો બદલાય,સાથે પરિભાષા પણ બદલાય ! જેમ કે સ્નેહ, વાત્સલ્ય, હેત આદિ.
પ્રેમ નો સીધો સાદો હિસાબ એ છે કે તે લખવાનો કે બોલવાનો કે એકરાર કરવાનો શબ્દ નથી પરંતુ અનુભવવાનો સાથે સાથે સમજવાનો અને પ્રતિભાવ આપવાનો છે.
જીવનમાં મળેલો પ્રેમ,જે ડબલ કરીને અન્યને આપે છે,
પ્યારે”, તે જીવનમાં અઢળક પ્રેમ માણી શકે છે. આ સનાતન સત્ય છે.
આ છે જાદુઈ શબ્દ ‘પ્રેમ’નો પરચો !
નવજાત શિશુ મા ના પ્રેમ ને
સમજી શકે છે, માણી શકે છે સાથે
સાથે તેજ પ્રેમ અનેકગણો કરી મા ને
પોતાના નિર્દોષ હાસ્ય દ્વારા આપે છે, કેમ ખરૂં ને ?
આ બાળક, પિતાનો, ભાઈ- બ્હેનો સાથે સમગ્ર પરિવારજનોનો પ્રેમ સંપાદન કરે છે અને પોતાની કાલી ધેલી ભાષામાં ચૂકવે પણ છે.
ઉંમર વધવાની સાથે મિત્રો તેમ જ ગુરૂજનોનો પ્રેમ માણે છે. અભ્યાસ બાદ કિશોરાવસ્થામાં વિજાતીય આકર્ષણ જન્મે છે. તે સમયે અરસપરસનાં આકર્ષણ ના કારણે,તેમને ઉંચ- નીચ, ગરીબ-ધનિક, શિક્ષિત – અશિક્ષિત કે જાત-પાતનાં ભેદ દેખાતાં નથી.તેથી કહેવત પડી છે કે,
‘પ્રેમ આંધળો છે’
સાચો પ્રેમ -લાગણી, સંસ્કારને આધીન ટકી રહે છે. આપણાં વડીલો, તેથી પરિવારની ખાનદાનીને પ્રથમ મહત્વ આજે પણ આપે છે.
આજે પણ આપણો ઈતિહાસ નિ:સ્વાર્થ પ્રેમ, લાગણી, અને સમજણ શકિતના બંધને બંધાયેલાં હતાં , તેવાં ઉદાહરણો સાક્ષી પૂરે છે.
રામ- સીતા-હનુમાન, કૃષ્ણ-રાધા-મીરા-સુદામા, હીર-રાંઝા, આદમ-ઈવ વિગેરે અનેક છે.
બાકી ‘વેલેન્ટાઇન ડે’નો મતલબ,
વિજાતિય પ્રેમનો થતો નથી પરંતુ તેનો સીધો અને સાદો અર્થ વિશાળ છે.
તમને ગમતાં પ્રાણી,સ્ત્રી-પુરૂષ, નાના-મોટાં દરેકને તમે ચાહો છો તે તમારાં ‘વેલેન્ટાઇન’ગણાય.
આપણા NOG સાહિત્ય સરિતા પરિવારના તમામ સભ્યો પણ અરસ પરસના ચાહકજ છે ને !
‘પ્યારે’ એટલે આપણે દરેક વેલેન્ટાઇન!
🙏🌹🙏.
[2/13, 1:31 AM] Pradip: Nog..No.73
વિષય.. વેલેન્ટાઇડ ડે
શીર્ષક..પ્રેમની પરિભાષા
વસુબેન સવારથી ઉઠે ત્યારથી પોતાનું રોજનું નિત્ય એજ કામ ચા નાસ્તો, રસોઈ બનાવો દરેકના ટિફિન પેક કરો બધાને પોતાનીજરૂરિયાત મુજબ વસ્તુ આપો કામવાળા બહેનને સાથે રાખી કામ કરાવો બધું પતાવતા ત્રણ ક્યાં વાગી જાય ખબરના પડે જેવા કામ પતાવી પોતાના રૂમમાં જય છે ત્યાં ગુલાબના ફૂલોનો બૂકે જોવે છે, એ વિચારવા લાગ્યા આ મારા રૂમમાં કોણે મુક્યો અને વિચારવા લાગ્યા કે મનોહર તો કોઈ દિવસ પ્રેમના બે શબ્દો પણ નથી કેતા એ વળી બૂકે લાવે ? લગ્નના ત્રણ દસકા પુરાથયા બે બાળકો પણ મોટા થઈ ગયા ક્યારેય એવું નથી કીધું કે તું મને ગમે છે? આતો પહેલાના જમાનામાં થતા એવા લગન એમ વળી ગમવા ના ગામવાનો વિચાર ના આવે ત્યાંતો ફકત એકબીજાની પસંદગી નહીં આખા પરિવારની પસંદ હોય ત્યારે હા પાડતા સ્ત્રી ફકત એકજ પુરુષ સાથે પરણે પણ બધાંય છે આખા પરિવાર સાથે,આવામાં પોતાની જાત માટે જીવવાનું એ ભૂલી જાય છે,અને ઢળતી ઉંમરે કોઈ પ્રેમના બે બોલે એ ફરી જિંદગી મળ્યા જેવું લાગે,એવુંજ આજે વસુબેનને થયું મનોહર ભાઈ અને બંને બાળકો વહેલા ઘરે આવી વસુબેનને કહેવા લાગ્યા હેપી વેલેન્ટાઇડ માં , આજે પ્રેમની પરિભાષા, એને વ્યકત કરવાનો દિવસ છે,ત્યારે તારાથી વધારે પ્રેમ કોણ કરે,
મનોહર ભાઈ બોલ્યા આજે તો હું પણ તને અંગ્રેજીમાં આઈ લવ યુ કહીશ અને વસુબેન શરમાઈ ગયા.
બધા વસુબેનને ભેટી પડ્યા,વસુબેને ઈશ્વરનો આભાર માન્યો પાછલી જિંદગીમાં પ્રેમના રંગો પૂરવા બદલ..
હેપી વેલેન્ટાઇડ ડે…..
નયના પટેલ..નૈન.