[1/6, 10:20 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO: 004*
* વિષય : ટૂંકમાં ” ૨૦૨૧ સાહિત્ય નું સરવૈયું “*
*પ્રકારઃ***મુક્ત પંચિકા*પદ્ય*ને ગદ્ય લેખ*
*શબ્દોઃ૩૫૦*
*શીર્ષકઃ*વર્ષ વીત્યું ને..!*
વર્ષ વીત્યું ને
સંગમ થયો
કલમ કાગળનો,
વલુર્યા જખ્મ
લાલ શાહીથી.
વર્ષ વીત્યું ને
કર્યુ કાર્ય ને
છતાંય અપજશ,
અટકી ધારા
કાળી શાહીની!
વર્ષ વીત્યું ને
છેતરપિંડી
સાહિત્યને નામેને,
ઘૂંટડા ગળ્યાં,
નીલા ઝેરનાં.
વર્ષ વીત્યું ને
શોધ્યા ગુણ,
અસ્તિત્વ મહીં,
પરાયાં બન્યાં,
રંગહીન તે!
વર્ષ વીત્યું ને
અવિરત હું
થંભી ગઈ શબ્દોમાં,
ચઢ્યાં ખભે
સાહિત્યકાર!
નગુણા તેઓ
બન્યા તે ગુણી
શોધી રહી મને હું,
ભીડમાં પળે,
સત્વે કોણ હું!
વર્ષ વીત્યું ને દીવા તળેનાં અજ્ઞાનનાં અંધકારને જ્ઞાનનો પ્રકાશ આપવાનો પ્રયાસ કર્યો છે મેં.
સત્ય હકીકત તો એ છે કે મારું ૨૦૨૧નું વર્ષ કશ્મકશમાં ગયું. વર્ષની શરૂઆતમાં બે ગ્રુપનાં નિર્ણાયક તરીકે કરી સાહિત્યની સેવા કરી. મનમાં હતું કદાચ મારી માતૃભાષાને ચાહનારાઓને વગર અભિમાને સરસ રીતે શુદ્ધતા તરફવાળું. અતિ સંધર્ષ કરી જોડણીઓ સુધારી મહેનત કરી પ્રુફ રીડીંગ જેટલી મહેનત મહેનતાણા વગર કરી, ન કદર માંગી ન દયા , પણ કહેવાય છેને સૌને સાહિત્યકાર બનવું છે પણ કોઈને ભૂલોનો સ્વીકાર નથી કરવો ગમતો. ઘણાંયે સાહિત્યને સમજવા કરતાં પોતાની મહત્તાને આગળ ધરી.
મહેનત કરતાં વૈમનસ્યની વાતો ચાલી. કદાચ ચાર કલાક બેસી ને કરેલી સેવા ઘણાંને નિજાનંદ આપી ગઈ અને ઘણાંને નિજ પર આરોપ જેવું લાગ્યું.
તપાસતા તપાસતા હું પોતે મારા ઘણાં કાર્યમાં પાછી પડી તો કેટલાય મારાં આવતા લેખ કે વાર્તા પર મારી
નિર્દોષતા પર તરાપ મારી. મારું કાર્ય મેં ખૂબ જ ઈમાનદારીથી કર્યું છે, એ તો ઉપર બેઠેલો ઈશ્વર જુએ છે.
મને પ્રસિદ્ધિ નથી જોઈતી.આખાં વર્ષમાં ક્યારેય આડી અવળી કૃતિ કે વાહ વાહ પણ મેળવવા પ્રયત્ન નથી કર્યો પણ મારી સાહિત્યકાર કે નિર્ણાયક તરીકે કદર તો ન કરી પણ ગ્રુપમાં મારે હમણાં માફી માંગવી પડી. એટલી ફરિયાદ મારા માટે થઈ.
ક્યાંક કદર થઈ ને તેમાં પ્રેમની સુગંધ ભળી તો ક્યાંક ખૂબ સુંદર આવકાર મળ્યો. ક્યાંક લોકો સામેથી શોધતા આવ્યાં.
વાહ સરસ સાહિત્યનું આ એક બીજું પાસું જોવા મળ્યું . સાહિત્યકાર બનવું એટલે ચાર શબ્દની વાર્તા કે લેખ લખવા એ નથી પણ ખેલદિલીથી ભૂલ સ્વીકારી ભૂલ સુધારવી એ છે. વિવેચક ત્યારે બનાય જ્યારે આપણે પૂર્ણ પણે સાહિત્ય પચાવી શકીએ . એ શીખ મારાં માટે વિતેલા વર્ષનું સરવૈયું છે. મિત્રો..
મૌલિક લખતાં શીખજો તો જ સાહિત્યકાર બનાશે. સાચું કહેવું ને સત્ય પચાવવું અઘરું છે. માટે જો કોઈને ખરાબ કે ખોટું લાગ્યું હોય તો ક્ષમા. સમજ્યા હોવ તો ખૂબ ખૂબ ધન્યવાદ.🙏
*જયશ્રી પટેલ*
*૬/૧/૨૨*
[1/7, 1:21 AM] Pravina Kadakiya.MeM NOG Houston: N O G S S N 0079
વિષય ૨૦૨૧ નું સરવૈયું
શીર્ષક જમા— ઉધાર
પ્રવિણા અવિનાશ
———
૨૦૨૧નું વર્ષ આખરે સમાપ્ત થયું . જમા અને ઉધાર પાસાનો મેળ કેવી રીતે બેસાડવો? વિકટ પ્રશ્ન સામે આવીને ઉભો. ગમે કેમ કરીને ખાતાવહી ને વફાદાર રહેવું પડશે.
કોરોનાએ ઉધાર પાસામાં ઉંઘમાં મચાવી . હું કાંઈ ગાંજી જાઉં તેવી નથી. બાંય ચઢાવી નવરાશના સમયનો સદ ઉપયોગ કર્યો . લેખન કળા વિકસાવી. કોરોનાના સંકજામાં ફસાઈ ન જવાય તેનો ખ્યાલ રાખ્યો . સહુ પહેલા વેકસિન લીધું. મુખ પર ‘mask ‘પહેર્યા વગર ક્યાંય જવાનું નહી. અરે કારણ વગર ધરની ા મોકલયાબહાર પણ જવાનું નહી.
જન ફરિયાદમાં નિયમિત લેખ લખીને પ્રકાશિત કરવા મોકલયા. પ્રદીપ ભાઈ ખુલ્લા દિલે આવકારતા. અરે સારા લેખ વિષય બહારના હોય તો પણ અપનાવતા. જમા પક્ષનો ઉધાર સાથે મેળ બેસાડ્યા વગર છૂટકો નહતો. જોડણી સુધારવા પર ધ્યાન આપ્યું . નિયમિત દિનચર્યા ને કારણે માનસિક તણાવ ન લાગ્યો. “ઝુમ” પર નિયમિત યોગના વર્ગ ચલાવ્યાં .
જન ફરિયાદ , દ્વારા પ્રદીપ ભાઈ રાવળ સાથે મૈત્રી થઈ. નવું મિત્ર મંડળ પરેરણાદાયી બન્યું .
કોરોના વિશે એક હરફ ન ઉચ્ચાર્યો. સંજોગો ના ગુલામ ન થતાં તેમની સંગે તાલ મિલાવ્યો. સામે પાણી એ તરવાનો સંકલ્પ કર્યો. કોઈને ગમે કે ન ગમે ચિંતા કરવાની છોડી દીધી.
યાદ રાખવું અંતરમાંથી સત્ય નો બુલંદ અવાજ સંભળાશે. તે કદી જુઠ્ઠું નહી બોલે.
સમયનો સદઉપયોગ કર્યો. ફેસ બુક અને વોટસ એપ પર નિયમિત વિચારો દર્શાવ્યા. લેખનકળા વિકસાવી, મિત્રોએ પ્રેમથી આવકારી. મનને તાબે ન થતા ઉમંગભેર પ્રગતિને પંથે ચાલવાનું સ્વીકાર્યું .
ભલે જીવનની રફતાર ધીમી હતી પણ સાહિત્ય ના સહારે રેતીમાં વહાણ હંકાર્યું .
સમય કદી રસમય નથી હોતો. માત્ર નિરખવાને નજર જોઈએ. હા, અગવડનો સામનો કરવો પડ્યો હતો . એનું નામ તો જીવન છે.
સાહિત્ય ના શરણે હોઈએ પછી ફિકર શાની !
[1/7, 4:57 AM] Varshaben Desai.MEM.Baroda: NOG S S. No. 0097
વિષય:વિતેલા વર્ષની સાહિત્યિક સફર
પ્રકાર: ગદ્ય
શીર્ષક: સ્થગિત જિંદગી
૨૦૨૧નું વર્ષ વૈશ્વિક બિમારી લઈને આવ્યું.ઘણા પરિવારો
નંદવાયા.બાળકો નોધારા બન્યા. આ બધી આર્થિક અને સામાજીક મુશ્કેલીઓ કોવિડ સાથે બોનસમાં મળી.
હું પણ કયાં એમાંથી બાકાત હતી?
વર્ષ ની શરુઆત જ સામાજીક મુશ્કેલીથી થઈ.મધ્યાહ્ને શરુ કરેલું વકીલાતનું ભણતર કામ આવ્યું.છતાં લખતી રહી. પરંતુ વર્ષના મધ્યાહ્ને આવેલા વાવાઝોડાંએ બરાબર જમીનદોસ્ત કરી દીધી.ચાર ચાર પુસ્તકોની લેખિકા એવી મારી કલમ બિલકુલ સ્થગિત થઈ ગઈ.
કલમ જ નહીં જીંદગી પણ સ્થગિત થઈ ગઈ.બિલકુલ અંધકાર છવાય ગયો.પ્રકાશ, જીવનનો પ્રકાશ પણ લઈ ગયો.જાતે જ જાતને ઊભી કરવાના પ્રયત્ન શરુ કર્યા.
વર્ષાંતે ધીરે ધીરે કલમમાં પ્રાણ પુરી રહીછું.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા
[1/7, 11:10 AM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- ટૂંકમાં “૨૦૨૧ સાહિત્યનું સરવૈયું”
પ્રકાર:- ગદ્ય
શબ્દો:- ૨૨૫
શીર્ષક:- સાહિત્ય સફર
NOG માં હું,જીજ્ઞાબેનની આંગળી પકડીને આવેલી.મારો પહેલો જ લેખ,’ આક્રોશ’ જીજ્ઞાબેને આ પેપરમાં મોકલેલો.મને તો જીજ્ઞાબેને ફોન કરીને કહ્યું અને એની કોપી મોકલી ત્યારે જ ખબર પડી કે લેખ પેપરમાં પ્રસિધ્ધ થયો છે, હું હંમેશા જીજ્ઞાબેનની આભારી રહીશ. અગાઉ ચર્ચાપત્ર અને બીજા છાપામાં ક્યારેક લખતી.આ ગૃપમાં જીજ્ઞાબેને સભ્ય બનાવી ત્યારથી દર અઠવાડિયે મારી રચના ન્યુઝ ઓફ ગાંધીનગરમાં પ્રસિધ્ધ થાય એનો આનંદ એ માટે સંચાલક શ્રી પ્રદીપભાઈ નો આભાર.
બીજાં સાહિત્ય ગૃપમાં પણ મારી કૃતિઓ રજૂ થાય છે અને દરેક ગૃપમાંથી કંઈક ને કંઈક શીખવા મળ્યું.હાઈકુ વિષે ભણેલાં એટલે એનું બંધારણ જ ખબર પરંતુ એનાં બીજા નિયમો ,તાન્કા,સાઈજીકી,
મુકતપંચિકા વિવિધ ગૃપોમાંથી લખતાં શીખી.
આ ગૃપમાં દાદીશા જોડણી શીખવાડતાં એટલે લેખન
શુધ્ધિમાં પ્રગતિ થઈ. દાદીશા પાસેથી ઘણું શીખી છું એ માટે હું હંમેશા એમની ઋણી રહીશ.આ ગૃપનાં સંચાલક શ્રી પ્રદીપભાઈ નિસ્વાર્થ ભાવે બધાની જ રચના છાપામાં પ્રસિધ્ધ કરી લખવાનો ઉત્સાહ વધારે.
મને અલગ અલગ વિષય આપી લેખ લખાવી છાપામાં અવાર નવાર પ્રસિધ્ધ કરી મને પ્રોત્સાહિત કરતાં રહ્યાં.સૌથી વધુ આનંદ અને ગૌરવની વાત કે, સંચાલક શ્રી પ્રદીપભાઈએ મારામાં વિશ્વાસ મૂકી મને દરેક કૃતિનો પ્રતિભાવ આપવાની કામગીરી સોંપી એને કારણે મારો આત્મવિશ્વાસ વધ્યો એ માટે હું હંમેશા એમની ઋણી રહીશ.
કોરોનાકાળમાં ‘ઉંબરા બન્યા ડુંગરા’ એવે વખતે સાહિત્યનાં વિવિધ ગૃપો દ્વારા થતું લેખનકાર્ય ‘રણમાં મીઠી વીરડી’ સમ બની રહ્યું એને કારણે જ ચાર દિવાલની વચ્ચે સ્વસ્થ રહી શકી.
મિત્રો, એટલે જ લખતાં રહીએ સ્વસ્થ રહીએ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[1/7, 12:25 PM] Bhavna Mistry.Mem.-2: NOG SS No:0099
વિષય : વર્ષ ૨૦૨૧ માં સાહિત્ય લેખનનું સરવૈયું.
પ્રકાર :ગદ્ય
હું છેલ્લા ૨૨ વર્ષથી સાહિત્ય સર્જન કરું છું. મારા સાહિત્યને (કવિતા)ને લોકહ્રદય સુધી પહોંચાડનાર મોટો વાચકવર્ગ છે. ગુજરાત રાજ્ય દ્વારા યોજાયેલ કાવ્ય લેખન સ્પર્ધામાં અનેકવાર હું વિજેતા બની છું. આટલી કીર્તિ મેળવવા છતાં મને ઓછપ લાગતી હતી. હું મારા પ્રશંસકોને કહેતી કે,”તમે મને વિષય આપો હું ફક્ત પંદર જ મિનિટમાં તમને રાગબધ્ધ કવિતા કે ગીત લખી આપીશ.”
મેં અત્યાર સુધીમાં 11 પુસ્તકો તૈયાર કર્યા છે. પાંચ પુસ્તકો પ્રકાશિત કર્યા છે પરંતુ મને રોજ રોજ પ્રેરણા આપી લખવા માટે પ્રેરે એવા માધ્યમની હું શોધમાં હતી. બોસ 2021માં માર્ચ માસના પ્રારંભે મારી ઓળખાણ આદરણીય વિભૂતિબેન દેસાઈ સાથે થઈ. તેમણે મને “કલમના કસબી” અને “NOG સાહિત્ય સરિતા” ગ્રુપમાં એડ કરાવી. આદરણીય વિભૂતિબેનની હું આભારી છું કે મને વિશાળ વાચકવર્ગની ભેટ આપી છે.
“NOG સાહિત્ય સરિતા”ની વાર્ષિક ફી 500 રૂપિયા છે આ બાબતે મેં માનનીય પ્રદીપભાઈને એપ્રિલ માસમાં જ ફોન કરીને જણાવ્યું હતું કે મારા 500 રૂપિયા ફી તો ક્યારની વસૂલ થઈ ગઈ છે. આ છે મારી સાહિત્ય પ્રત્યેની રુચિ અને મારો અસાધારણ પ્રેમ. હું આવા જ ગ્રુપની શોધમાં હતી અને તેની આ ગ્રુપમાં આવીને મને તૃપ્તિ થઈ ગઈ.
નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં મારા ઘણા મિત્રો એવા છે જે NOGમાં પ્રસિદ્ધ થયેલ મારી કૃતિઓ નિયમિત વાંચે છે.
વર્ષ ૨૦૦૧માં ભાગ્યે જ બે કે ત્રણ સપ્તાહ એવા હશે કે મને *ગુલાબ* નહીં મળ્યું હોય. ભાગ્યે જ મારી કોઈ કૃતિ એવી હશે કે જેમાં ક્ષતિ નીકળી હોય હું દાદીસાની પણ આભારી છું. અનુસ્વાર હું એમની પાસેથી જ શીખી છું. એમના શબ્દો અને પ્રોત્સાહન મને ખૂબજ પ્રેરણા આપે છે.
વર્ષ ૨૦૨૧ માં બે ગ્રુપ મળીને મેં 83 જેટલી કવિતા અને દસેક વાર્તા તથા લેખ લખ્યા છે. મારી ઝડપને પહોંચી વળવા મને હજુ વધારે વિષય અને વધુ સ્પર્ધાની જરૂર છે જે આ વર્ષે મને તક સ્વરૂપે મળે એવી અભ્યર્થના સાથે વિનવું છું.
🖋️ ભાવનાબેન મિસ્ત્રી “અભય” વલસાડ
[1/7, 4:10 PM] Sweta Talati.MeM.NoG: NOG 0078
વિષય – સાલ 2021 નું સરવૈયું
પ્રકાર – ગદ્ય
શીર્ષક – ફરિયાદ કોઈ નથી.
NOG ગૃપમાં જોડાયા પછી અલગ-અલગ વિષયો ની રચના લખવાનો ઉત્સાહ વધ્યો અને તે સમયે સમયે પ્રકાશિત થતાં તેને અલગ અલગ whatsapp ગ્રુપ અને FBમાં મૂકવા માટેનો માર્ગ મોકળો થયો.
ઘણી રચનાઓ આ દૈનિક દ્વારા પ્રકાશિત થઈ એનો આનંદ છે. ગ્રુપના એડમીન અને કોઈપણ સભ્યો માટે કોઈપણ ફરીયાદ નથી.
જયશ્રીબેન- દાદીશાના માર્ગદર્શનથી ઘણું શીખવા મળ્યું.
આભાર 🙏🙏
– શ્વેતા તલાટી
– વડોદરા