[12/31, 12:27 AM] Pradip: [12/30, 12:19 PM] Jayshree Patel. Sahityakar: *NoG SS No:004*
*વિષય:”યાદો ૨૦૨૧” વિતેલા વર્ષની ખટ્ટી મિઠ્ઠી યાદો.*
*વિભાગઃગદ્ય*લેખ*
*શબ્દ*૩૫૦*
*શીર્ષક*ઃનવા વર્ષની આશ*
વિતેલું વર્ષ યાદ કરવું જરૂરી છે? હું તો નથી માનતી, હા, જરૂર કરેલા કાર્યોનું સરવૈયું જરૂર કરીએ મિત્રો. બધાં જ કાર્યો , તમને થશે એટલે તો જાણો- સારા ખરાબ , સાચા ખોટા, અસત્ય સત્ય ને કોઈના માટે કટુતા રાખવી કે અતિઉત્તમ કાર્ય કરવું.
મનોમન વિચારેલું અનિતીનું કાર્ય કે તમારા મનમાં કોઈનાં માટે આવેલી ખોટ, કોઈનાં નામનો ઉપયોગ કરી કાર્ય કરાવીને જૂઠું બોલવું.. આ વિતેલી ક્ષણો શું યાદ રાખવા જેવું ખરું! મિત્રો એવી ક્ષણો તો વિસરવા માટે જ હોય છે !
યાદ રાખો એવી પળોને જે કોઈનાં માટે વ્યતિત કરી, તેને હસાવ્યાં હોય,તેના દુઃખમાં ભાગીદાર બન્યા હોય.અરે તેને પહેરેલ આપણું અંગરખું પણ અર્પી દીધું હોય.તો એ પળો શોધવી પડશે! કદાચ મળશે પણ નહિ!
માટે તે પળોની મીઠાશ કેવી હોય તે પણ જિંદગીમાં ખબર જ નહિ પડે.. તેની કડવાશ પણ જીવનમાં છવાય જશે.
ચાલો મિત્ર અંતિમ તારીખોમાં ઘણીવાર કેટલાય ઘરોમાં ચૂલા પણ નથી પ્રગટતા તો તે કંઈ યાદોને યાદગાર રૂપે યાદ કરે. ૨૦૨૧નાં અંતિમ બે ચાર દિવસ બાકી છે.આપણે તો હિન્દુ છીએ તો કેમ ક્રિશ્યનનો તહેવાર ઉજવીએ એવું કહેનારને જરૂર કહીશ ક્યાં ખૂણે આપણે ગુજરાતી મહિનો ને તારીખ લખીએ છીએ ત્યાંતો
આપણે અંગ્રેજી મહિનો તારીખ અને સમય બધું જ અંગ્રેજોને અનુસરી જીવીએ છીએ. તો મિત્રો એ વર્ષની
છેલ્લી તારીખ ધામધૂમથી ઉજવીએ તો એમાં ક્યાંય ખોટું નથી કરતાં.યુ.કે કે યુએસએમાં ધામધૂમથી ઉજવાતી દિવાળી ને નવાવર્ષની ઝલક જોઈ આંનદીએ છીએને?
વર્ષ વિત્યું નથી નવા વર્ષને લઈને આવી રહ્યું છે. ચાલો સંકલ્પ કરીએ દોષિત નહિ નિર્દોષતાને અપનાવીએ
બૂરું નહિ ભલું ઈચ્છીએ, મનોભાવનામાં શુદ્ધતા રાખી વ્યક્તિને ઓળખતા શીખીએ તો હકારાત્મકતાને સહૃદયી બની સ્વીકારીએ. કોઈના ઉપકારને કૃતજ્ઞતા આપીએ ને કૃતઘ્નતાની ભાવના વિસરી જઈએ.વિતી ગયેલા વર્ષની છાયાને આવનાર વર્ષ પર પણ ન પડવા દઈએ.કહેવાય છે *જાગ્યા ત્યારથી સવાર.*🌹
તારીખિયું …
એક વરસથી તને ફાડતી હતી
બસ હવે ખાલી બે પત્તા બાકી..!
તેમાં કેટકેટલી યાદો હતી,
રહ્યું શું છે આ બે દિવસમાં બાકી. !
એકવીસનું તું સ્વપ્ન જોતું હતું તું
તારા યૌવનની ખુમારી રહી બાકી..!
ત્યાંતો પહોંચ્યું બાવીસના પંથે..
તારીખિયું તું તો ક્યાં અટકે બાકી..!
ફરી હું ચુંટીશ તેમાંથી દિવસોનું પત્તું
દોડીશ હું પથ પર ને ફરી સંગ બાકી..!
બે પત્તા ન અટકે ..
વરસની રમઝટે..
વિતે છતાં ઝૂમે…
સ્વાગત કરવું ગમે..
પેલા વરસોનાં એ..
જાન્યુઆરી ૨૨નું બાકી…!
તારીખિયું ..રે તારીખિયું !
જયશ્રી પટેલ
૩૦/૧૨/૨૧
[12/31, 12:28 AM] Pradip: NOG SS No : 0044
વિભાગ:- ગદ્ય
શબ્દ:-૩૦૭
શીર્ષક:- પાઠશાળા
વર્ષનાં અંતે હું વિચારી રહી કે વર્ષ તો જોતજોતામાં પુરું થઈ ગયુ,અને એ સાથે જ વર્ષ દરમિયાન બનેલા બનાવોની ઘટમાળ તાદ્રશ થઈ.
કોરોનાએ સગાં, મિત્રો સ્નેહીજનોને છીનવી લીધાં એનું દુઃખ તો સાથે કેટલાક આનંદનાં પ્રસંગો, સાથે જ રસીકરણને કારણે કોરોના નાથવામાં મળેલી સફળતાને કારણે બહાર જવાનું શક્ય બન્યું અને મિત્રો સાથે નાનાં પ્રવાસની મોજ માણવા મળી. પરિવાર સાથે સામાજીક પ્રસંગો માણ્યા.
શ્રી પ્રદીપભાઈને ત્યાં દીકરીનાં લગ્નમાં દાદીશા, માયાબેન, દિપીકા, જશુભાઇ સાથે વિતાવેલી આનંદની ક્ષણો અને પ્રદિપભાઇ મિનાક્ષી ભાભી ની મહેમાન નવાજી એક યાદગાર સંભારણું.
અખિલ હિંદ મહિલા પરિષદનાં પ્રમુખ તરીકે સુકાન સંભાળ્યું તો સાહિત્ય અને રમત ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરી પ્રમાણપત્ર મેળવ્યાં.
સાહિત્ય ક્ષેત્રની વાત આવે તો ન્યુઝ ઓફ ગાંધીનગર ગુજરાત પહેલાં જ યાદ આવે.
ગૃપનાં સંચાલક શ્રી પ્રદીપભાઈ રાવલે નવોદિતોને પ્લેટફોર્મ પુરું પાડ્યું.દર અઠવાડિએ નવા વિષય પર લખવાનું,આ લખાણ ગૃપમાં દાદીશાનાં હુલામણા નામે જાણીતાં જયશ્રીબેન પટેલ એક એક શબ્દ વાંચી જોડણી સુધારે, જોડણી ગૃપમાં મુકે જેને કારણે લેખન શુધ્ધિનો ખ્યાલ આવ્યો. સુધારેલી રચનાઓ સંચાલક શ્રી પ્રદીપભાઈ એમનાં દેશ વિદેશમાં પ્રસિધ્ધ થતાં પેપરમાં છાપે આમ અમારો ઉત્સાહ વધાaતાં રહ્યાં અને અમે આ પાઠશાળામાં ઘણું શીખ્યાં. હું થોડું ઘણું લખતી હતી ગૃપમાં આવ્યા પછી દાદીશાનાં સૂચનથી વાર્તા લખતાં શીખી જે એક હંમેશાનું યાદગાર સંભારણું.
સંચાલક શ્રી પ્રદીપભાઈ એ મારામાં વિશ્વાસ મૂકી,સર્જક મિત્રોની કૃતિ પર પ્રતિભાવ આપવાની કામગીરી સોંપી , આમાં દરેક કૃતિ ધ્યાનથી વાચવી જ પડે જેને કારણે ઘણું જાણવા શીખવા મળ્યું, મારી એન્કરીંગની આવડત ખીલી.
મારાં દરેક પ્રતિભાવને સંચાલક શ્રી પ્રદીપભાઈ, માયાબેન,દાદીશા, ઘેલાણી સાહેબ , મિનાક્ષી ભાભી દ્વારા હંમેશા જ બિરદાવી પ્રોત્સાહિત કરી છે.બીજાં સર્જક મિત્રો પણ અવારનવાર બિરદાવે છે જેનો મને આનંદ અને ગૌરવ છે.મારી રચનાનાં વિડિયો સુંદર રીતે મિનાક્ષી ભાભી એ રજૂ કર્યા છે. આપ સૌનો હું દિલથી આભાર માનું છું.
ગૃપ ખુબ જ સરસ રીતે પ્રગતિ કરી રહ્યું છે એ માટે સંચાલક શ્રી,એડમીન ટીમ,અને સર્જક મિત્રોનો આભાર.
સહુનાં સાથ અને સહકારથી નવાં વર્ષમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરીએ એવી શુભેચ્છા.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.