ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ પદ્ય રચનાઓ
વિષય : અનરાધાર – મુશળધાર, ફોરા,છાંટા,કરાં,મેઘ , પાણીમેહ – હેલી,મેહુલિયો,વરસાદ” વિષયક રચનાઓ.(તા.૦૩-૮-૨૦૨૧) દિવસ – ૧ (પહેલો દિવસ)
Jan fariyad & News of Gandhinagar daily
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
NOG:SS:NO.:0101
પ્રકાર : પદ્ય
વિષય: પાણીમેહ- હેલી
શીર્ષક: અષાઢની હેલી
કવિ: ભરત સાંગાણી
અષાઢની હેલીનો ઘેઘૂર નાદ,
રણઝણે સ્મૃતિ કેરો આહલાદ.
આનંદે ભીંજાયે મૂકી બધાં વાદ,
પલળતાં કરીએ વ્હાલાને સાદ.
ઊડે સુગંધકણ પડે વરસાદ,
અધર અધરનું મિલન યાદ.
નયન અટારીએથી સર્યું બૂંદ,
હળવે તર્જનીએ ઊંચકયું બૂંદ.
હેતના હિલોળા ઊમટ્યાનો નાદ,
તરબતર સ્નેહે બાંધ્યો સંવાદ.
( રચના : ભરત સાંગાણી )
***********†***************†***
NOG:SS:NO.:0032
પ્રકાર : પદ્ય
વિષય: અનરાધાર, મુશળધાર,મેહુલો
શીર્ષક:*મેહુલિયા*
આજ આવ્યો છે મેહુલિયા તું,
મન ભરીને આજ રોકાઈ જાજે.
હવે તને પાછું વળવું નહીં પરવડે,
આજ રાતભર અહીંયા રોકાઈ જાજે.
આજ આવ્યો છે મેહુલિયા તું..
આજ રાતભર અહીંયા રોકાઈ જાજે તું.
ભૂખ્યાની ભૂખ તું ભાંગજે મેહુલિયા,
તરસ્યાની તરસ તું છીપાવજે મેહુલિયા.
તારી જરુર છે આખા જગતને,
તું મન મૂકીને આજ વરસી જાજે.
આજ આવ્યો છે મેહુલિયા તું..
આજ રાતભર અહીંયા રોકાઈ જાજે તું.
તારી નહોતી કોઇ ખત કે નહોતી ખબર,
ઓચિંતો આવીને વરસ્યો અનરાધાર.
તુંતો આવ્યો છે બનીને મહેમાન,
આજ વાળું પાણી કરજે મારે ઘેર.
આજ આવ્યો છે મેહુલિયા તું..
આજ રાતભર અહીંયા રોકાઈ જાજે તું.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
27/7/2021
***************†***************
*NOG* . *SS* . *NO* – *0099*
વિષય: છાંટે, મુશળધાર, સાંબેલાધારે
*શીર્ષક* : વરસ તું ચોધારે
કદી વરસે રે છાંટે, કદી સાંબેલાધારે,
નદી-નાળાઓ છલકે, વહે છે બંને ધારે,
વર્ષાને સુંદર તરુઓ, પહાડો આવકારે.
જો જળ ન વરસે, પાકે નહીં ધાન્ય આ જગમાં,
જો જીવો તરસે, ફરકે નહીં લોહી આ રગમાં.
આ લોકને પોષનારી, વરસ તું ચોધારે.
હરખમાં ક્રીડા પંખીઓ ને બાળકો કરશે,
ખેડૂતો હોંશે ખેતરે જઈ વાવણી કરશે.
વર્ષા તું કામણગારી, વરસ તું ચોધારે.
🖋️ભાવના મિસ્ત્રી. ‘અભય’
(વલસાડ)
******************************†
NOG SS No : 0078
પ્રકાર – પદ્ય
શીર્ષક – લાગણીઓમાં વરસાદ
જમીન પરના જળનું બાષ્પીભવન થવું
અને હવાના કણો ભળી વાદળાઓનું બનવું
મહિનાઓ પછી વાદળોનું આકાશમાં છવાવું
અને મનનું એ વાતાવરણમાં ખુશ થવું
વરસાદના ટીપાઓનું વરસવું, માટીનું મહેકવું
અને મહિનાઓથી સૂકી ધરાનું તૃપ્ત થવું,
તિરાડો પડી ગઈ હોય તેવી જમીનનું
પાણી અને ભેજથી ભરાવું અને સંધાવું
મોરનું ટહેકવું, પવનનું ટહેલવું, વીજળીનું ચમકવું અને ખુશનુમા થઈ માનવોનું બહેકવું,
પાકનું લહેલહાવું,ખેડૂતોનું આનંદિત થવું
અને અન્નદેવતાનું પણ ખુશ થવું…
તેવો જ લાગણીઓમાં વરસાદ –
સંબંધોમાંથી લાગણીઓનું બાષ્પીભવન થવું
નકારાત્મકતા ભળી ગેરસમજણના અને અહંકારના વાદળાઓનું બનવું.
અને તેનું મનના આકાશમાં છવાયેલા રહેવું
ને હૃદયનું દુઃખી થતા રહેવું
આંખમાંથી અજાણતા જ આંસુઓનું વરસવું
આંખની પાંપણોનું ભીનું થવું છતાં –
હૃદયની ધરાનું કોરું રહેવું પણ જો…
આ ગેરસમજણ અને અહંકારના વાદળા
કોઈ વીજળીના ચમકારાથી તૂટી જાય તો…
સંબંધોની તિરાડો પર લાગણીની ભીનાશ ફરી વળે , જેમ સૂકી તિરાડવાળી જમીન પર વરસાદ વરસે –
અને પછી જે ખુશીઓનો વરસાદ થાય કે બસ…
એટલું હસવું આવે કે રડી પડાય;
અને રડતાં રડતાં જ હસી પડાય;
એવામાં ઉપરથી ભગવાનના આશીર્વાદ સમ ધોધમાર વરસાદ પડે તો…??
બસ, આવો જ વરસાદ આ વર્ષે બધાના જીવનમાં અને સંબંધોમાં આવે…
– શ્વેતા તલાટી
********************************
*NOG SS No ; 0077*
*વિભાગ:પદ્ય મૌલિક*
*વિષયઃ ચોમાસાની ૠતુને લગતો વિષય*
*શીર્ષક: વાદળ શ્રીકાર બની વરસો*
વાદળોની તો વાત
જ નિરાળી,
કદીક કાળા,
કદીક સફેદ,
કદીક આસમાની, કદીક નીલા,
કદીક ભુરા,
કદીક વાદળી…!
રંગબેરંગી ને
રંગ ભરી
વાદળી…!
રંગો ભરીને
છવાય આકાશે,
એજ પાછું
પાણી બની
વરસે ચોમાસે…!
વાદળો દેતા
આકાશને રંગ
કે આકાશ વગર કદાચ વાદળ
બેરંગ…?
ના..ના..!
એ બંન્ને એકબીજાને
સંગ સંગ,
એટલે જ,
એમના પ્રતિબિંબે દરિયો દેખાય
સતરંગ…!
વાદળ ને આકાશની
ગજબની દોસ્તી,
પોતાના આકાર મેળવવા વાદળ
કરતાં ય કુસ્તી…!
જીતતા તો બનતાં નિતનવા આકાર
આકાશે,
એ આકારો
જોઈને બાળપણ
પણ હરખાશે…!
ભેંકાર આકાશમાં
રંગ ભરતાં વાદળ,
રૂના પોલવા સમ જાણે આંજી
સફેદ કાજળ…!
દરીયાનાં ફીણ
જાણે ઉઠ્યાં
આકાશે,
એટલે તો પંખીઓ
ઉડતાં રહેતા જાણે
તરવા આકાશે…!
વાદળી રંગે રંગાયેલ વાદળા તું હવે તો
ધોધમાર વરસ,
પરસેવો પાડતાં ખેડૂતનું તું ના બગાડ
હવે વરસ..!
હેલી ના કર તો કંઈ નઈં, પણ જરા,
હોલે હોલે તો વરસ..!
અલ્યા મેહુલિયા…
તને તારા જ સમ..!
બગાડ ના વરસ,
હવે તો વરસ…!!!
બહું થયું,
થાક્યાં હવે.
એક તો માથે હાહાકાર કરતો કોરોના,
ઉપરથી બફારા,
પરસેવાના મુંઝારા…!
શું કરવું ?
ક્યાં જવું?
અલ્યા, માણસ છીએ.
જરાક તો કર દરકાર…!
હે પ્રભુ ,
હવે તો શ્રીકાર બની વરસો ,
ના રહે કોઈ માણસ તરસ્યો..!
બે હાથ જોડીને વિનવીએ,
કાયમની જેમ યજ્ઞવેદી
પણ તૈયાર કરીએ,
હવનમાં આહુતિએ કરીએ..!
તો જ તું માનીશ…?!
તો,ચાલ થઈ જા તૈયાર.
સામ,દામ,દંડ ,ભેદ બધું અપનાવીશું,
તને વરસવા માટે મનાવીશું…!
આવવું જ પડશે તારે, અમારા દ્વારે,
ને અમારા આરે…!
કરવાં સહુને તરબતર,
કર હવે એટલી રહેમનજર…!
કર ધરતીને જરા રસાતળ,
લાવ માણસાઈના ય ઊંચા તળ..!
હે વાદળ,
હવે તો શ્રીકાર બની વરસ,
છીપાવ સહુની તરસ..!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*