ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૭ પદ્ય રચનાઓ
વિષય : સફળતા – નિષ્ફળતા,,સક્રિય – નિષ્ક્રિય ” વિષયક રચનાઓ. (૩૧-૭-૨૦૨૧) દિવસ – ૫
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
*********************************************
NOG SS No-0011
વિષય:- સફળતા- નિષ્ફળતા
વિભાગ:- પદ્ય
પ્રકાર:- મૌલિક રચના
શીર્ષક : શું?
મળવાનું ને જુદા થવું, જુદા થઈને દુઃખી થવું,
બોલો બોલો એ, હોઠોથી હવે કરવાનું શું?
મીઠી મીઠી વાતોથી ખુશ થવું, ને નિરાશ થવું,
કાનાની વાંસળીના સુર સિવાય સાંભળવાનું શું?
કાઢ કાંચળી નફરત,ક્રોધ ,ઈર્ષા ને અહમની,
આ નિષ્ફળતાને જીવનમાં મઢીને કરવાનું શું?
તન વશમાં રાખી, એકમેકનાં મનને જાણવું,
આ જગમાં, માનવથી મહામાનવ બનવાનું શું?
પુણ્યનાં પ્રતાપે હવે ધરાથી સ્વર્ગમાં આવું,
હે પરમાત્મા ! સત્કર્મ જીવનમાં કરવાનું શું?
ગાઢ પ્રેમ ને વિશ્વાસ એકમેકના મનમાં હોવું,
જ્યોતિ આત્માની વિભુને અર્પણ કરવાનું શું?
સફળ થવું કે વિફળ મુજ હાથમાં કે નસીબમાં,
નિષ્ફળતાથી રોજ રોજ આમ ગભરાવવાનું શું?
હશે કંટક, કંકર ,ખાડા ને ટેકરા ડગલે પગલે,
મળે જો ‘મન’ ભરી સફળતાથી છકી જવાનું શું?
મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
********************************
NOG SS NO – 0037
વિષય – સફળતા, નિષ્ફળતાં, સક્રિયતા, નિષ્ક્રિયતા.
વિભાગ – પદ્ય.
શીર્ષક – જિંદગી એક સફર.
હે,જિંદગી હમસફર મારો સાચો તું….!
તને જીવવા સૌ કોઈ આવ્યાં અહીંયા.
હે, જિંદગી તને જીવવાની ચાહ સૌની અલગ..!
મેળવીને પણ ઘણું,ખાલી હાથે ગયાં,
હે,જિંદગી માણો તો મોજ,બાકી સજા,
ઘણાં સત્ કર્મનું ભાથું બાંધી ગયાં…!
હે, જિંદગી જીતવા અહીંયા આવ્યાં સૌ.
હાર ને પણ પચાવી જાણ્યા અમે….!
હે, જિંદગી રંગોની રંગોળી તું,
હર ક્ષણ તારી સાથે હોળી ખેલ્યાં અમે….!
હે, જિંદગી હર પ્રભાત નવી આશ તું,
હર સાંજ શ્વાસ ટૂંકાવે તું..!
હે, જિંદગી સફર તારી કઠીન યાત્રા,
અમે ભવસાગર તરી જવાના ..!
હે, જિંદગી જન્મથી મૃત્યું સુધીનો સંગાથ તું,
હર ક્ષણ ઘટતી તું,ચાહ તારી વધે …!
હેમલતા દિવેચા. (હેમ )
********************************
NOG SS No 0091
વિષય: સફળતા નિષ્ફળતા
પ્રકાર: પદ્ય
શીર્ષક: સફળતાની આશમાં
વાગ્યુ એકબીજ જમીનમાં મળી વટ વૃક્ષની છાયા.
કરી મહેનત ધરતી તાતે મળી એને સફળતા.
કર્યું’તુ સાહસ દેડકાએ જ્યારે પડ્યો દહીંનાં માટમાં.
વલોવી વલોવી બનાવ્યું માખણ ને નીકળ્યો એ બારમાં.
કર્યું સાહસ કાગડાએ પાણી પીવાની આશમાં
કાંકરા નાંખી કુંજમાં તરસ છીપાવી હાશમાં.
કર્યુ સાહસ પતંગિયાએ જીવન જીવવાની ચાહમાં.
નીકળી કોશેટોમાંથી પંખ ફેલાવી ઉડ્યું એ બાગમાં.
કર્યું સાહસ કીડીએ લક્ષ પોતાનું સેવવા.
પડતા આખડતા પણ ચડી ઉપર ગુરુ બની સમાજમાં.
નિષ્ફળતાથી દૂર રહો સફળતાની આશમા.
ધાર્યા કામ પૂરા કરશો રહેશો તમે શાનમાં.
જિજ્ઞાસા યુ જોષી
“ શુક”
***†****************************
NOG.SS.No:0099
શબ્દ : સફળતા-નિષ્ફળતા
વિભાગ: પદ્ય
શીર્ષક: સફળતાનું રહસ્ય
હું નિષ્ફળતાથી નહિ ડરી,
નિત્ય તનતોડ મહેનત કરી,
તેથી જ હું સફળતાને વરી.
થાકીને કામ છોડ્યું નહીં,
કદી ભાગ્યને જોડ્યું નહીં,
ડરીને કર્તવ્ય તોડ્યું નહીં.
પ્રાર્થનાની શ્રધ્ધા તૂટી નહીં,
અંતરની શક્તિ ખૂટી નહીં,
ભાવિની ચિંતા છૂટી નહીં.
ઉદ્યમ કરીને આયખું વીતાવ્યું,
સેવાભાવથી જીવન મહેકાવ્યું,
સફળતાનું રહસ્ય સૌને બતાવ્યું.
🖋️ ભાવના મિસ્ત્રી ‘અભય’ (વલસાડ)
***********************†*******
NOG SS No 0032
વિષય: સફળતા નિષ્ફળતા
પ્રકાર: પદ્ય
શીર્ષક: હું સફળ છું
ના કરો ચિંતા સફળતા કે નિષ્ફળતાની,
કહેવત છે “હિમંતે મરદા તો મદદે ખુદા”.
ના માનશો કે હું નિષ્ફળ અને નિરાશ છું,
પડી ફરી ઊભો થાઉં એટલો હું સફળ છું.
નિષ્ફળતા મારી સફળતામાં બદલાઈ ગઈ,
જિંદગી મારી સાથ સાથ બદલાઈ ગઈ.
પગલે પગલે નિશાની એની શોધતી રહી,
શિખરો સર કરવા ધીરજનો સાથ શોધતી રહી.
જિંદગીનાં ખેલમાં સફળતા મેળવવી મુશ્કેલ છે,હિંમતથી ચાલતા રહીશું તો જિંદગી આસાન છે.
નિષ્ફળતામાં ભૂલો શોધે એ દુશ્મન નહીં,મિત્ર છે,હારેલી બાજી જીતવી એ સફળતાની નિશાની છે.
કર્મને સાથ લઈ ચાલશું તો સફળતા આસાન છે,મુસીબતો આવે અને જાય હિમંત નહીં હારશું.
કોઈને નીચા પાડી નથી મેળવવી સફળતા,
સન્માન આપી જીત મેળવવી એજ સફળતા.
મનને મનાવવાં છતાંય મન મારું માન્યુ નહીં,
સફળતા પછી નિષ્ફળતાનો રંગ મેં જોયો નહીં.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
26/7/2021
******************************
NOG SS No -0050
પ્રકાર – પદ્ય
વિષય – સફળતા
શીર્ષક – એજ મારી સફળતા.
………………………………..
જે મળ્યું છે એ માણી લઉં..! “સ્વ” ના મમૅને..!
સપનાંથી સજાવું કર્મ મારા..!વિશ્વાસ જ્યોતિની શ્રદ્ધાથી, જીવનની દોડધામ ભરી જીંદગીમાં હું..!
એ સફળતા પગથિયાં ભરું..!
જ્યાં મળે હાશકારો મને, મીઠી શીતળ છાયા ..!
મારી સફળતાની..!
ત્યાં લ્હાવો લઉ નિર્મળતાનો..!
નિજાનંદની સ્વપ્ન મસ્તીમાં કુશળતા વસે હૃદયે..!
જીવનનાં કંટક રૂપી રાહ પર વેરાવી દઉં પુષ્પો…!
એજ મારી સફળતા..!
ચંચળ મનડું માંગે સફળતા..!
જ્યારે મહેનત પછી ન મળે સફળતા તો …!
મનડું મ્હોય જ કચવાતુ..!
ને વધતી વયે બદલું જીવનનો અભિગમ હું…!
કર્મ પ્રમાણે મળે વળતર..! વર્તમાનમાં જો થાય ભૂલ તો સુધારી લઉં..!
મહેનત કરશો તો મળશે જરૂર વળતર..!
સફળતા મારા ભાલે જ છે..! અદભૂત તાકાત હોય ,
કર્મ પંથના રાહે..!
ચૂમે છે કદમો વિજય સન્મુખ સન્માનો બસ…!
એ જ મોટી સફળતા…!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
********************************
*NOG SS No.19*
*વિષય….સફળતા- નિષ્ફળતા*
*પ્રકાર.. પદ્ય*
*અછાંદસ*
*શીર્ષક…. પડકાર*
*થશે પડકાર* *જીવનમાં અનેક, હામ હવે તું ખોતો નહીં!*
*થવું સફળ કે* *નિષ્ફળ, એ પડમાં* *હવે*પડતો* *નહીં*!
*જોમ તારું બનાવે* *તને સફળ,*
*નિરાશ બની તું નિષ્ફળતાને વરતો* *નહીં* !
*છે* *ઉગતાં સૂર્યના* *પૂજારી* *અનેક* ,
*વીણીને સાચાં મોતી,*
*કિનારે આવી ડૂબતો* *નહીં* !
*દર્દ તારું છે તો* *બનજે ઇલાજ તું* *જ* ,
*રંકને રાયનાં ફાંસલે પડતો નહીં!*
*છે* *કાફી બસ દ્રઢ નિશ્ચય એક,*
*જો* *તું ચડીશ સફળતાની સીડી* *ઠેઠ* ,
*આજ હવે તું ડગ પાછાં ભરતો નહીં!*
*કલ્પનાબેન ત્રિવેદી સુરેન્દ્રનગર*