ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૬ પધ, રચના
વિષય : ” ધર્મ – અધર્મ ‘ ” દરકાર – બેદરકાર ” વિષયક..રચનાઓ દિવસ – ૫
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક તેમજ એડમિન ટીમ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ(પ્રતિભાવ એંકર), પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંદોટ,અરૂણાબેન ત્રિવેદી
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS NO -0037
વિષય – ધર્મ,અધર્મ….
વિભાગ – પદ્ય.
શીર્ષક – ધર્મ કર્મનું બંધન.
ધર્મના પાયા ઉપર સૃષ્ટી સર્જનહારની,
ધર્મ ઈશનું અદ્ર્શ્ય સ્વરૂપ..!
ધર્મ અધર્મ વચ્ચે જિંદગીની કસોટી,
માનવ ગુચવાય રહ્યો…!
ધર્મ માનવનું સાચું ઘરેણું,
સત્ કર્મનું ભાથું જ સંગ આવવાનું…!
ધર્મ આત્માનો ઉજવાસ,
અધર્મ અંધકારની ઊંડી ખીણ..!
ધર્મ ઈશ સાથેનું જોડાણ,
અધર્મ, ભટકાવે ભવો ભવ…!
કર્મ કર્યા પછીની શાંતિ ધર્મ,
કર્મ કર્યા પછીની અશાંતિ અધર્મ…!
ધર્મની સુવાસ ત્રિલોકમાં પ્રસરે,
અધર્મ, આપણા જ આપણને ડંખે…!
દયા,પ્રેમ,કરુણા,સત્ય, નિસ્વાર્થભાવે,
ધર્મના,હજાર હાથ….!
માનવે સ્થાપ્યાં,ધર્મ અનેક,
માનવતા એ જ પરમ ધર્મ…!
માનવ મહીસાગરમાં,
ધર્મી તર્યા, અધર્મી ડૂબ્યાં…!
સુખનું સરનામું, ધર્મની રાહ,
દુઃખનું દ્વાર અધર્મની ચાહ…!
હેમલતા દિવેચા.
*******************************
NOG SS.NO- 0099
વિષય: ધર્મ-અધર્મ
પ્રકાર: પદ્ય(કાવ્ય)
શીર્ષક: કેમ?
કાલ સુધી અધર્મની ,
ખાડીમાં ગરકાવ રહ્યો,
આજે અચાનક ધર્મના ,
પર્વત પર કેમ ચડે છે?
કાલ સુધી તુજમાં ,
ગુનાખોરીનું રાક્ષસી જોર હતું,
આજે સત્યનાં માર્ગ પર ,
ચાલતાં કેમ પડે છે?
કાલ સુધી અભિમાનનું ,
હાસ્ય તવ મુખે હતું,
આજે ‘સ્વ’ને ઓળખીને ,
પછી કેમ રડે છે?
કાલ સુધી લંપટ સાથીદારોનો ,
તું મિત્ર હતો,
આજે સુધરીને સંજોગો ,
સાથે કેમ લડે છે?
કાલ સુધી દુનિયાની ,
આંખમાં ધૂળ નાખતો હતો,
આજે તારી આંખને દુનિયાની ,
શરમ કેમ નડે છે?
ભાવના મિસ્ત્રી ‘અભય’
વલસાડ
********************************
NOG SS No. 0076
વિષય :- દરકાર -બેદરકાર
શીર્ષક :- અનગાર કર…
પ્રકાર :- પદ્ય
*ગઝલ*
આ પ્રેમની વાતો છે તો પુરવાર કર,
સ્નેહીજનોની ખાસ તું દરકાર કર,
બે ચાર જો આવી મુસીબત, શું થયું?
પંથે પ્રણયનાં તેજ તું રફ્તાર કર,
કર સાદ સામો પ્રીતમાં છોડી શરમ,
દિલ હોય જો ઘાયલ, છતાં લલકાર કર,
દસ-બાર સાથે ચાલવામાં શું ગજું?
ભર હામ હૈયામાં અને વણજાર કર,
છે ખુબ લાંબી આ સફર પણ ‘યાદ’ની,
બસ જોશ જો અકબંધ છે અનગાર કર.
પારૂલ ઠક્કર “યાદ”
ભાવનગર.
*******************************
NOG SS No. : 0034
વિભાગ : પદ્ય
વિષય : ધર્મ-અધર્મ /દરકાર- બેદરકાર
શીર્ષક : કો’ક તો બોલે!
કો’ક તો બોલે,
ધર્મ-અધર્મનો ભેદ તો ખોલે!
મદિરા ને જુગટુ હો અધર્મ તો,
રાજકુમારો ભરી સભામાં કાં શતરંજ ખેલે!
કો’ક તો બોલે!
નારી હો પૂજનીય, છે સંસ્કૃતિ,
થાય અગ્નિપરીક્ષા નારીની,
ચીરહરણ નારીનું,
સંસ્કારોને કયા ત્રાજવામાં જગ તોલે!
કો’ક તો બોલે!
તનયા જન્મે નારી દોષિત,
સુત ઉજાળે વંશ જ,
સંતાન બેય નારી કૂખનાં,
નારી ક્યારેય મુખેથી ન બોલે!
કો’ક તો બોલે!
નારી વિના નર અધૂરો,
નારી લક્ષ્મી, સરસ્વતી, અન્નપૂર્ણા,
ન આવે કોઈ નારીની તોલે,
કો’ક તો બોલે!
નર એટલે ધર્મ,
નારી એટલે અધર્મ!
પરિભાષા આવી નારીની આત્માને છોલે,
કો’ક તો બોલે!
ધર્મ અને રિવાજોને નામે,
માતૃત્વ ને સંસ્કારોને નામે,
સંસાર કાં નારીને આમ ઠોલે!
કો’ક તો હવે બોલે!
— ડૉ. રેખા શાહ
********************************
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- દરકાર – બેદરકાર, ધર્મ – અધર્મ
*પ્રકાર*- પદ્ય
*શીર્ષક*- માનવધર્મ
******************************
ઓહ! કુદરત આ તેં શી કરી કારીગરી?
મોલ- અણમોલ સાધનને મહાસત્તાઓ પાંગળી બની..
અણું -પરમાણુંથી વિનાશ વેર્યો ઊડીને ઊંચે આકાશે..
અધધ સાહ્યબીને ટેક્નોલોજી હાથવગી તેં રાખી..
ધમધમ ચાલી ધરતી ગજાવી, પાતાળ નાંખ્યાં ખોદી..
વિકસિત બન્યોને સઘળી ધરતીનાં ખૂણા નાખ્યા શોધી..
દરિયો ડહોળ્યો, જંગલ કાપ્યાં ને રહ્યો આલીશાન મહેલે..
પાતાળેથી ખેચ્યાં અમૃત ને માનાં કીધાં વક્ષસ્થળ ખાલી..
હરિયાળીનાં ખોળે વસતાં પશુપક્ષીનો બન્યો કાળ સદાથી..
તારા પાપોને છાનાં રાખી મા આંસુ સારે અતિઘણી..
ક્રૂર બન્યો, સ્વાર્થી બન્યો તું માનવધર્મ ભૂલ્યો હતભાગી..
માનવતા ચૂક્યો માનવી લે હવે, લાવીશ ક્યાંથી ‘ મા ‘ નવી…
લોક કહે આ મહારોગ આવ્યો ને મહામારી છે ભારી!
હવે તો સુધર, પ્રલય નહીં મહાપ્રલય થાશે રોગોને ભોગોથી…
*નામ -ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
******************************
ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા ગૃપ
વિષય : ધર્મ-અધર્મ, દરકાર-બેદરકાર
શીર્ષક : દરકાર
પ્રકાર : પદ્ય
NG0052
છો કરે નહી કોઈ દરકાર તારી ,
બસ ચાલ્યો જા રફતારમાં તારી ,
અહીં ક્યાં કદી કોઈને દરકાર તારી ,
આ તો જમાનો , કરવાનો મારી તારી ,
વાતો કરવા કરે , સહુ અહીં સારી સારી ,
સંગા શું ? સંબંધી શું ? પારકા શું ?
સંબંધોની ભરમાર , ભારી ,
છો ન કરે કોઈ દરકાર તારી ,
બસ ચાલ્યો જા રફતારમાં તારી.
સંજય તરબદા ‘સાંજ’
વડોદરા