ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૭ રચનાંં….
.વિષય : પર્યાવરણ દિવસ ની રચનાઓ
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક તેમજ એડમિન ટીમ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ(પ્રતિભાવ એંકર), પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS NO:0034
વિષય: પર્યાવરણ
શુભ પર્યાવરણ દિવસ
જમીનમાં માટી
માટીમાં મૂળ
મૂળને ફૂટે ફણગા
ઊગી જાય છોડ-ઝાડ
છોડને આવે ફૂલ
ફૂલ ફેલાવે મહેંક
વાવીએ બીજ
બીજ ઉગાડે વૃક્ષ
વૃક્ષને આવે ફળ
વૃક્ષ લાવે વરસાદ
વાવીએ અન્ન
લહેરાય ખેતરો
છલકાય જળાશયો
ખુશ મન
હરખે પશુ, પંખી
નાચે પ્રકૃતિ.
પ્રફુલ્લા “પ્રસન્ના”
********************************
NOG SS No: 0051
વિષય: શુભ પર્યાવરણ દિવસ
પ્રકાર : પદ્ય
શીર્ષક: વૃક્ષારોપણ
……………………………………
ના કાપશો મને,
ના વેંચશો મને,
ના બાળશો મને,
હું છું તમારો મિત્ર,
હું છું તમારો છાંયો,
હું છું તમારું નાનેરું,
નાનેરું જાંબુ’ડા નું વૃક્ષ !
આમ વાવીને મને,
કાપવાની ઉતાવળ,
શા માટે કરે છે માનવી ?
પર્યાવરણ નું જતન કર,
ઠેર ઠેર વૃક્ષારોપણના,
વાવડ ફેલાવી દે !
સજીવ રાખ વૃક્ષને,
નહીંતો ઘટવા લાગશે,
ઑક્સિજન !
ધીમે ધીમે મૃત્યું પામશે,
સૃષ્ટિનો માનવી !
હે..માનવી બચાવી લે મને,
રોકી’લે વૃક્ષોનો વિનાશ થતાં,
બચી જશે કુદરતી પર્યાવરણ !
ચાલો વાવીએ,
વન વાવેતર આજ,
આવ્યો પર્યાવરણ દિન રે..!
ઉર્વશી મહેતા
અમદાવાદ.
********************************
NOG SS No : 0044
વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુક્ત પંચિકા.
પર્યાવરણ
સાચવીએ તો
સદા રહીએ સ્વસ્થ!
કરો જતન
યૌવન ધન!
જાગ્યો માનવ
મહત્વ જાણ્યું
વૃક્ષો સાચવવાનું!
કરી જતન
પામ્યો આનંદ
વૃક્ષો રોપીને
કરો જતન
લઈએ પ્રાણવાયુ
ભાગે કોરોના
આનંદાનંદ.
દીકરી જન્મ
આવકારીએ
વૃક્ષારોપણ કરી!
જન્મારો એનો
કરીએ રૂડો!
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા
******†********************* વિશ્વ પયૉવરણ દિન.
NOG SS No -0050
શીષૅક- વૃક્ષો કહે…!
………………………………..
પ્રથમ ઉજવણી પર્યાવરણની ૧૯૭૪ માં થયેલી!
ઓઝોન સ્તર ઝેરી રસાયણો ને ગ્લોબલ વોર્મિંગની ઘટાડીએ આપણે..!
પ્રદૂષણથી બસ મારો શ્વાસ રૂંધાય છે..!
પેલી ઝેરી હવાનાં વાયરા બંધ કરોને ,
વિશ્વમાં વાયુ પ્રદુષણ ખૂબ ખરાબ વિકરાળ રૂપ લઈ લીધું છે..!
ને પર્યાવરણ પડ્યું જાણે ખતરામાં..!
ગ્લોબલ વોર્મિંગ, ભૌગોલિક પર્યાવરણીય અસંતુલન થયું..!પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવીએ…!
પાંચ “આર'” ને જાદુ મંતર ગણીએ ..!
રીફયુસ,રીડીયુસ,રીયુઝ, રીન્યુ અને રિસાયક્લિંગ ને અપનાવીએ..!
માનવજીવન નું અસ્તિત્વ પ્રકૃતિ પર નિભૅર છે..!
પ્રકૃતિ ને બચાવીએ..!
આવો સંકલ્પ કરીએ ..!જીવનશૈલી ,જીવનધોરણ ,
જીવનપદ્ધતિ પર્યાવરણ પર
નિધૅત છે..!
સાદું જીવન અને ઉચ્ચ વિચારોનો આત્મસાત કરો..!
લાચાર વૃક્ષોનું દદૅ જાણીએ,
ના કાપીએ વૃક્ષોને..!
જંગલ આપણાં ફેફસાં છે…!
શ્વાસ પૃથ્વી પર લેવાં દો..!
પર્યાવરણ જ સાચી હરિયાળી છે..!
આપણી સાચી મૂડી છે..!
ખરી “હરિત અથૅતંત્ર “છે..!
રાગીની શુક્લ” રાગ”
(મુંબઈ, કાંદિવલી)
********************************
NOG SS NO:100
*🌳પર્યાવરણ દિવસની આપ સૌ ને શુભેચ્છા*🌳
🍃 *પગલાં વસંતના*🍃
વૃક્ષ કપાય છબી બન્યાં ગઈ સદીનાં ફૂલો,
કેમ કરી સાંભળું લીલા પગલાં વસંતનાં!
ઉજ્જડ બેઠી ડાળીઓ ઉદાસ સોસર્તા નીર,
કેમ કરી સાંભળું લીલા પગલાં વસંતનાં !
નાળિયેરીનાં પાનની નીચે નથી સાંજબદામી,
કેમ કરી સાંભળું લીલા પગલાં વસંતનાં !
સૂરજ નથી ઝૂલતો ગુલમહોર ને આંબા ડાળે,
કેમ કરી સાંભળું લીલા પગલાં વસંતનાં !
શમણાંના કલરવતા,કલબલતા પંખી વિણ.,
કેમ કરી સાંભળું લીલા પગલાં વસંતના !
કાચાં ફળ અને પાકાં ફળ લાલ ના મળે !
કેમ કરી સાંભળું લીલા પગલાં વસંતના !
દૂરાતિદૂર એ પંખી ઊડી બેઠું મારા ખભા પર,
શાંત-મૌન સાંભળું લીલા પગલાં ફરી વસંતનાં!
~*બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર
***†****************************
NOG SS. NO. 0060
વિષય: પર્યાવરણ દિવસ.
પ્રકાર: પદ્ય
શીર્ષક: દિવસાંતે
દિવસાંતે જ્યારે સહુ વૃક્ષો સરવાળો માંડે,
છેદાઈ ગયેલાં તરુઓનું સમર્પણ ચોપડે માંડે.
કપાયેલાં ભાંડુઓની જોઈને અવદશા,
વૃક્ષો આખી રાત તેનો શોક પાળે!
ઝાકળ-બિંદુ લાગે ભલે આપણે પણ,
વહેરાયેલાં વ્હાલાની વ્યથાએ વૃક્ષો આંસુડાં પાડે !
ગુમાવ્યા છતાં વ્હાલાને, માનવ માટે જાત ઘસે છે!
જીવન વૃક્ષોનું સહુને મોટો પાઠ શીખવે છે !
-ભગવતી પંચમતીયા ‘રોશની’
*****************************
NOG SS NO : 0015
વિષય:- પર્યાવરણ દિવસ
પ્રકાર:- અછંદાસ
શીર્ષક:- પૃથ્વી બોલી ઉઠી!
મારા પુત્ર પર્યાવરણને
પતનની ખીણમાં ધકેલી,
આભૂષણ સમા વૃક્ષોનું
ખુલ્લેઆમ છેદન કરી,
મને જેમતેમ ગંદકીની ગટરમાં રગદોળી,
મારા આવરણની ઓઢણીને
જરજરીત કરીને
આમ મરણ પથારીએ
અધમુવી મેલીને
તારા સ્વાર્થમાં મગરૂર
થયેલા એ માનવા,
હવે તો પાછો વળ!
ડૂસકા ભરતી,
આંસુ સારતી,
ગદગદ સ્વરે
પૃથ્વી બોલી ઉઠી!
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી